Sacho Prem - 1 books and stories free download online pdf in Gujarati

સાચો પ્રેમ - 1

ઘણા સમય પહેલા ની વાત છે .એક દિવસ હું ટ્રેન મા અમદાવાદ થી દિલ્હી રાજધાની એક્સપ્રેસ માં મુસાફરી કરતો હતો. ને મારા j બાજુ ની સીટ મા એક નવયુવાન સુંદર સંસ્કારી છોકરી બેઠી હતી મને જોઇને એણે એક મુસ્કાન આપી મે પણ સામે આપી અને હું સામે ની સીટ મા ગોઠવાયો જે સ્લીપર હતી
હું મારા મોબાઇલ મા મારા ફેવરીટ લેખક ની બુક વાંચવા લાગ્યો .સહજતા વશ મે નોટિસ કર્યું કે એ ગર્લ નચેહરા પર એક ડર ની લાગણી જોવા મળી .એ વારંવાર પોતાનો ડર છૂપાવવા લાગતી લાગી મને મે મારા બુક ના ધ્યાન આપી વાંચવા લાગ્યો એક સ્ટેશન આવ્યું પછી એણે એનો મોબાઇલ ના સીમ નીકળી દીધા ઉત્સુકતા વશ મને જાણવાની ઈચ્છા થઈ કે સીમ કેમ ખાલી કર્યું ને મે વાત કરવાની શરૂઆત કરૂ એ પહેલા જ એને નવું સીમ ભરાવ્યું ને મને પૂછ્યું સીમ કેવી રીતે એક્ટિવ કરવાનું ......
મે એને કહ્યું ભારત સરકાર ની નવું guidelines પ્રમાણે તમારા મા એક ફોન આવશે જેમાં તમારી આધાર કાર્ડ ની જાણકારી આપવાની રસે ને એડ્રેસ ની વિગત પછી ચાલુ થઇ જશે .હવે મારી ઉત્સુકતા વધવા લાગી ને મે એના સાથે વાત કરવાની શરૂઆત કરી
મે એને પૂછ્યું ક્યાંથી આવો તમે તો એને કહ્યું અમદાવાદ થી ને મેરઠ જવું છે મને સામે પૂછ્યું તમે ક્યાંથી આવો મે કહ્યું હું અમદાવાદ માં જ રહું છું ને એક કામ થી ત્રણ દિવસ માટે દિલ્હી જવું છે .
મે વાત નો દોર હાથ માં લેતા એમને પૂછ્યું ત્યાં ઉચ્ચ અભ્યાસ માટે જાવ છો .તો એમને મને હસીને જવાબ આપ્યો ન જિંદગી ના નવા ચેપ્ટર માટે જવું છે .મને આગળ વાત કરવા માટે એના મુસ્કાન માં કૈક અલગ જ દેખાયું ને મે પૂછું મને કંઈ સમજાતું નથી તમે શું કહેવા માંગો છો તો એમની મને જવાબ આપ્યો કે હું મારા ઘર થી નીકળીને મારા પ્રેમી જોડે જાઉં છું .મારી દુનિયા વસાવા માટે .મે કહ્યુ આતો સારી વાત કેહવાય તો તમારા ચેહરા પર આટલી ડર ની રેખા કેમ અંકિત થયેલ છે ત્યારે એમને કહ્યુ હુ પ્રેમ રૂપી સબંધ માં લગ્ન કરવા ઘરે થી ભાગીને જાઉં છું.મારી જાણવા ની ઉત્સુકતા ગણી વધી ગઈ ને મે કહ્યુ એમ ભાગી ને ક્યાં જવાની જરૂર છે તમે તમારા ઘરે તમારા પાત્ર ની જાણ કરીને વડીલો ના આશીર્વાદ થી પણ એ પ્રેમ રૂપી નૈયા ને આગળ વધારી શકોછો. ત્યારે એને એની દાસ્તાન એ દિલ ને કેહવાની સરૂઆત કરી.....................

એનું નામ પ્રિયા છે .અને એ હાલ એમ.કોમ નો અભ્યાસ પૂર્ણ કરેલ છે .એના રક્ષાબંધન ન દિવસે એના ભાઈએ એને સૌ પ્રથમ એન્ડ્રોઇડ ફોન લાવી આપેલ હતો .એનું સપનું સાકાર થયેલ .ધીમે ધીમે એ ફોન માં બધું સિખવા લાગીને એની મિત્ર એ એને ફેસબૂક વિશે જણાવ્યું ને આ ગાથા ની શરૂઆત થઈ.ફેસબૂક માં એની મિત્ર એ એનું id. બનાવી આપ્યું ને એમાં એના થોડા ફોટોઝ અપલોડ કરી આપ્યા . બધા મિત્રો નું ગૃપ બનવા લાગ્યું ને એક દિવસ એક અજાણ્યા બોય ની મેસેજ રિકવેસ્ટ આવી પ્રિયા એ વાત કરવા ની શરૂઆત કરી .આ ઉંમર જ એવી હોય છે કે તમને છોકરા છોકરી માં એક અલગ પ્રકાર ની લાગણીઓ જન્મવા લાગે છે ને જેને લોકો પ્રેમ સમજી બેસે છે.પ્રિયા પણ એ લાગણીઓ માં ખોઅવવા લાગી એ બોય નું નામ હતું રાજ કેવું નામ એવા જ એના ગુણ હતા ને એવી જ એની હોશિયારી એ આમ પાવરફુલ હતો .દેખાવ માં કોઈ નાયક કરતા પણ વધુ handsome ને બોલાવવા માં એક આર્ટિસ્ટ પ્રિયા તો એના દેખાવ ને એની બોલવાની છટા માં જ પાગલ થવા લાગી .ને આ ઓનલાઈન વાળી મિત્રતા હવે .હવે theatre ને બજાર તથા કૉફી શોપ માં મળવા લાગી .જેમ જેમ એકબીજા ને સમય આપતા ગયા એમ એમ બંને એકબીજા માં ખોવાયા ગયા ને આ મિત્રતા પ્રેમ માં બદલાતી ગઈ .ધીમે ધીમે કૉફી શોપ થી હોટેલ ના લંચ ને લંચ થી ડિનર ને ડિનર થી હોટેલ ના બેડરૂમ માં જવા લાગી .પણ પ્રિયા ના ઉચ્ચ સંસ્કાર ને એના કોમર્ય ના અસ્તિત્વ ને ટકાવી રાખ્યું ને રાજ ને એના માં રસ પામવા માં વધવા લાગ્યો
જેમ જેમ સમય પસાર થવા લાગ્યો ને રાજ ને પ્રિયા પણ એકમેક માં ખોવાયા લાગ્યા આ બાજુ દીકરી ની ઉંમર થતાં ગર માં લગ્ન ની વાતો થવા લાગી ને પ્રિયા નું રાજ પર દબાણ વધવા લાગ્યું લગ્ન કરવા ને ગરે વાત કરવા. માટે ને રાજ એ ટાળવા લાગ્યો. પણ પ્રિયા એકની બે ના થયું ને રાજ ને ફોર્સ કરવા લાગી
.......................................
તમને સુ લાગે રાજ પ્રિયા ની લાગણી સાથે રમત રમતો હસે કે સાચો પ્રેમ કરતો હસે .
સ્ટોરી ને કઈ બાજુ વળાંક આપવો એ જણાવજો આભાર સહ
......,....................જીગર..