Tavasy - 6 in Gujarati Fiction Stories by Saryu Bathia books and stories PDF | તવસ્ય - 6

Featured Books
Categories
Share

તવસ્ય - 6

અત્યાર સુધીમાં....

ત્રણ વર્ષની કિવા (વેદ અને ગાર્ગીની પુત્રી) મુંબઈ માંથી બે મહિના પહેલા ખોવાઇ જાય છે. જેને શોધવા વેદ, ગાર્ગી અને અક્ષર (વેદનો મિત્ર) હરિદ્વાર પહોંચે છે.
વેદને મુંબઈ કાંદિવલી પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેકર શોર્ય નો ફોન આવે છે.

હવે આગળ...
________________________________

" વેદ, મારી ટીમ bmc ગાર્ડનની આજુબાજુ તપાસ કરતી હતી. ત્યાના એક ફોટોગ્રાફર પાસેથી કિવાના ફોટો મળ્યા છે.અમને તે શંકાસ્પદ લાગતા અમે તેને inquiry માટે પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે. But I thought, પહેલા તારી સાથે વાત કરી લઉ.

"સર એ બાજુમાં તો અમે કયારેય કિવાના ફોટો ક્લિક નથી કરાવ્યા. તો પણ સર એના સ્ટુડિયો નું નામ?"

Mr. વેદ,એનો કોઈ સ્ટુડિયો નથી. તે ગાર્ડનમાં આવતા લોકોના ફોટો પાડી આપે છે.તમે કદાચ ગાર્ડનમાં ગયા હોય ત્યારે કયારેક એની પાસે ફોટો ક્લિક કરાવ્યા હોય?

ના સર, એવુ તો નથી થયું, તો પણ હું યાદ કરવાની ટ્રાય કરું છું, સર મને એ ફોટોગ્રાફર નો ફોટો મળી શકશે?

હા, sure.એનું નામ ઉદય છે, એનો ફોટો તમને સેન્ડ કરું છું, અને સાથે કિવાના જે ફોટો મળ્યા તે પણ મોકલું છું. તમને કંઈ યાદ આવે તો મને ઇન્ફોર્મ કરજો.

ઓકે, sir.
-----------------------------------------------------------

વેદ ગાર્ગીને બધા ફોટો send કરે છે. અને થોડી વાર પછી ફોન કરે છે.

"હેલ્લો ગાર્ગી, તે બધા ફોટો જોયા?"

"હાં વેદ, પણ કિવાના આ ફોટા તો આજે પહેલીવાર જ જોયા, તે ક્યારે ક્લીક કરાવ્યા?"

"મેં નથી કરાવ્યા."

"તો પછી,આ ફૉટા!"

વેદ તેને બધું ટૂંકમાં સમજાવે છે.

"આવું પણ કંઈ હશે એવુ મેં કયારેય વિચાર્યું ન હતું.વેદ, આ બધા પાછળ કોણ હશે, કોણે કિવાના ફૉટા ક્લીક કરાવ્યા હશે?"ગાર્ગી ચિંતાતુર અવાજે બોલી.

"અત્યારે તો પેલો ઉદય જ કંઈ કહી શકે એમ છે, ઇન્સ્પેક્ટર તેની ઈંકવાયરી કરી ને આપણને ઇન્ફોર્મ કરશે."

"તારી સુમિત્રા મેડમ સાથે વાત થઈ? "

"હાં, ઋષિકેશ બ્રાન્ચમાં અત્યારે મોટી ઉંમરના લોકોને અક્ષરજ્ઞાન આપવાનું ચાલુ છે, અત્યારે તો તેમાં કામ મળી ગયું છે."

"ઓકે, ગાર્ગી તું બરાબર ધ્યાન રાખજે, હું પણ તારી સાથે આવી શકું એમ નથી."વેદના અવાજમાં વ્યાકુળતા હતી.

"હાં વેદ, I promise."

------------------------------------------------------------
બે મહિના પહેલા.....

શુક્રવાર બપોરે બે વાગે...

"વેદ, મારે આજે પુના નીકળવાનું છે, તને યાદ છે ને?"ગાર્ગી પેકીંગ કરતી હતી.

"હાં આજે મમ્મા જશે ને ડેડા ને કિવુ ખુબ મસ્તી કરશે,કેમ કિવા!"વેદ કિવાના ગાલ ખેંચતા બોલ્યો.

"હાં ડેડા, આજે આપે હિંચા ખાવા જાશું,આઈસી ખાશું, પછી આપે આતી બધી..."

"ગેમ રમશું."વેદ કિવાનું વાક્ય પૂરું કરતા બોલ્યો. ને બને ખડખડાટ હસવા લાગ્યા.

ગાર્ગી ત્યાં આવી બંનેના કાન આમળતા બોલી," અચ્છા તો મારાં ગયા પછી તોફાન કરવાનાં પ્લાન પણ બની ગયા છે. "

વેદ એ કિવા સામે આંખ મીચકારી અને બંને એ ગાર્ગીને ગલગલીયા કરવાનું ચાલુ કરી દીધું.

"ઓ, અરે રેવા દો please please." ગાર્ગી હસતા હસતા બેવળી થઈ ગઈ.

અને ત્રણેય હસતા હસતા બેડમાં પડી ગયા.

ગાર્ગી એ કિવાને ઉઠાવીને પોતાના પર સુવડાવી દીધી."હજી તો મેડમને ice cream બોલતા પણ નથી આવડતું, આઈસી બોલતા જ આવડે છે, ને મમ્મા જાય પાછળથી તોફાન કરવાનાં પ્લાનિંગ કરે છે હે!"

આમ જ થોડી વાર ત્રણેય હસતા રહ્યા. પછી ગાર્ગી એ પોતાનું પેકીંગ પૂરું કરી, વેદ અને કિવા માટે રાતની રસોઈ પણ બનાવી દીધી.ત્યાં સાંજના 4 વાગી ગયા ને તેને લેવા ટ્રસ્ટની કાર પણ આવી ગઈ.

"Ok વેદ, bye. હું બે દિવસ પછી આવીશ તો પ્લીઝ કિવા ને તેનું હોમવર્ક કરાવી દેજે."

"Ok મેડમ, પ્લીઝ તારો ફોન હંમેશા ઓન જ રાખજે, અને હાં ચાર્જર લીધું છે ને? ચાર્જર ને ફોન બરાબર ચાલે છે ને? ત્યાં નેટવર્ક નો પ્રોબ્લેમ નહિ હોય ને?..."

"ઓ Mr. હસબન્ડ, એક મિનિટ, ચાર્જર ને ફોન બંને બરાબર ચાલે છે, ત્યાં નેટવર્ક issue હશે ને તો પણ ત્યાં નો landline નંબર તમને msg કરી દીધો છે, ને આમ પણ હું એકલી નથી જતી, સુમિત્રા મેડમ પણ સાથે આવે છે, તેમનો નંબર તો તમારી પાસે છે જ ને!તો હવે હું જાવ mr. ચિંતાતુર હસબન્ડ? કે હજી કોઈ સવાલ છે?"ગાર્ગી આટલુ બોલીને મરક મરક હસવા લાગી.

"ગાર્ગી તું પણ યાર! " વેદ ગાર્ગી ને ખેંચીને ગળે લગાડી દે છે ને કહે છે :"મને તારી ચિંતા થાય છે ને તને મસ્તી સુઝે છે!મને ખબર છે તું બધી પરિસ્થિતિ ને હૅન્ડલ કરી શકે છે, પણ મને ચિંતા થાય છે તો શું કરું?"

" સોરી વેદ,હવે તારી મસ્તી નહિ કરું. હું જાવ નીચે, નહિ તો તારા સાસુમાંનો પાછો ફોન આવશે. "

"સુમિત્રામાં ને મળવા તો હું ને કિવા પણ આવશું."

"ઓકે ,ચલો."