Ayana - 16 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ16)


" આને શું થયું...." વિશ્વમ ને જોઇને અયાના બોલી...

એનો અવાજ સાંભળીને સમીરા અને ક્રિશય બંનેની નજર એકમેક થી છૂટી પડી...

ક્રિશય ઊભો થઈને વિશ્વમ પાછળ ગયો...

"શું થયું ભાઈ તને...."

" પેલો રૂદ્ર ..." દાંત ભીંસીને વિશ્વમે કહ્યું...

" ગઈ ભેંસ પાની મે..." ક્રિશયે એનું માંથી કૂટીને કહ્યું..

" શું બોલે છે ..." ક્રિશય તરફ નજર કરીને વિશ્વમે કહ્યું ...

"એકવાર તો સમજાવ્યું હતું ને ...હવે જો રૂદ્ર તારી સામે પણ આવી જાય ને તો તારે તારી ઉપર કંટ્રોલ રાખવાનો છે તો જ મેળ આવશે ને...."

ક્રિશયે કીધેલી વાત વિશ્વમ ને બે મિનિટ પછી સમજાય ત્યાં સુધી બંને મૌન ઊભા રહ્યા...

વાત પૂરી કરીને ફરીથી પોતાના ગ્રુપ તરફ આગળ વધ્યા...

"લાગે છે ખીર નો સ્વાદ બરાબર ભૂલ્યો નથી...." સમીરા બોલીને હસવા લાગી...ત્યારબાદ પેલી બંને પણ હસવા લાગી..

સમીરા ને હસતા જોઇને ક્રિશય ની નજર ત્યાં અટકી ગઈ...

સાથે બેસીને આખુ ગ્રુપ વાતોના વડા કરી રહ્યું હતું...

"કેમ કેવી લાગી હતી ખીર.... અમને ખૂબ હેરાન કર્યા છે ને સાયકો સાયકો કહીને....હવે ખબર પડી...." દેવ્યાની બોલી...

"હા યાર ...તમારું કામ ખૂબ અઘરું આવે છે... હવે અમે બંને બરોબર સમજી ગયા છીએ ... સેલ્યુટ છે તમને તો..." ક્રિશયે કહ્યું...

એટલી વારમાં દેવ્યાની નો ફોન રણક્યો ...

"હા પપ્પા...." દેવ્યાની વાત કરવા માટે ઊભા થઈને થોડી દૂર જતી રહી...

"તો ચાલો આપણે સૂઈ જઈએ...." સમીરા બોલી...

"થોડી વાર બેસ ને...." ક્રિશયે કહ્યું ...

" કેમ..." અયાના વચ્ચે જ બોલી ઉઠી ...

ક્રિશયે બાઝી તરત જ પલટાવી દીધી...અને અયાના તરફ જોઇને બોલ્યો...

"બસ એમ ...મને તને જોયા વગર ઊંઘ જ નહિ ચડે..."
સાંભળીને સમીરા ની આંખો ત્રણ સેકન્ડ માટે શરમાઈ ને ઢળી પડી...

"ચલ ચલ હવે...બધા નાટક ખબર છે તારા..." અયાના એ ક્રિશય ને ખભા ઉપર ટપલી મારી અને ત્યાંથી ઉભી થઈ...એની સાથે સાથે સમીરા પણ ઉભી થઇ ગઈ... બંને દેવ્યાની તરફ જવા લાગી...

વિશ્વમ ની નજર તો ક્યારની દેવ્યાની તરફ જ હતી...
' બે ત્રણ ગુંડા આવીને દેવ્યાની ને ઉઠાવી જાય અને વિશ્વમ એની પાછળ જઈને હીરા ની જેમ એને બચાવે ....એવો વિચાર વિશ્વમ ને ક્યારનો આવીને જતો રહ્યો હતો....તો બીજી જ પળે દેવ્યાની ને કોઈ નુકસાન થાય એવું વિચારવું પણ વિશ્વમ માટે પાપ થઈ ગયું...અને વિચારો ખેરીને એને જોવા લાગ્યો...'

વાત પૂરી કરીને એ સમીરા અને અયાના ને મળી...

ક્રિશય અને વિશ્વમ બંને એ તરફ જોઈ રહ્યા હતા...

"વાઉ.... કોંગ્રેચ્યુલેશનસ્....." અયાના જોરથી બોલી ઉઠી...

ત્રણેય ખૂબ કૂદી રહી હતી અને દેવ્યાની ને અભિનંદન પાઠવી રહી હતી...

પેલા બંને જોઇને એકબીજા ને જોઈ રહ્યા...અને ક્રિશય બોલી ઉઠ્યો ...
"સાયકો ના ડોક્ટર પણ સાયકો જ હોય ને...." હસીને બંનેને એકબીજાને તાલી મારી અને ઊભા થઈને એની પાસે આવ્યા...

" શું થયું...." ક્રિશયે પૂછ્યું...

" રૂદ્ર ના ઘરેથી દેવ્યાની માટે હા આવી છે...." અયાના એ ખૂબ ઉત્સાહ થી કહ્યું...

"વાઉ..." ક્રિશય ના મોઢામાંથી નીકળી ગયું પરંતુ વિશ્વમ તરફ જોઇને એ ચૂપ થઈ ગયો....અને વાક્ય બદલ્યું...
"વ્હોટ... એણે આ ભટુરી ને સરખી જોઈ નથી કે શું...." બોલીને એ હસવા નું નાટક કરવા લાગ્યો ...અને દેવ્યાની તો જાણે શરમાઈ ને ત્યાંથી દોડીને નીકળી ગઈ...

અયાના અને સમીરા પણ બંને એની પાછળ ગઈ...

ક્રિશય તો હજી હસી રહ્યો હતો અને એક આંખે વિશ્વમ ને જોઈ રહ્યો હતો...

વિશ્વમ એને ગુસ્સાથી જોઈ રહ્યો હતો ...એને જોઇને ક્રિશય દોડવા લાગ્યો ...પેલો એની પાછળ દોડ્યો...

"સોરી એલા મોઢામાંથી નીકળી ગયું ..."

"એમ કેમ નીકળી જાય..."

" અંદરથી તો દુઃખી જ છું પણ બહારથી ઉત્સાહ બતાવતો હતો...સોરી સોરી...."

વિશ્વમ દોડતા દોડતા અચાનક ઊભો રહી ગયો... ક્રિશય એની પાસે આવ્યો...

" બસ યાર મને લાગે છે ઘણું મોડું થઈ ગયું છે...હવે કંઈ નહિ થાય...." વિશ્વમ બોલતા બોલતા રડુ રડુ બની ગયો...

ક્રિશય ફરી સિરિયસ થઈ ગયો...એના ખભે હાથ મૂકીને બોલ્યો...
" તે કસમ ખાધી છે ને કેમ્પ ના દિવસો પૂરા થાય એ પહેલા તારે એને કહેવાનું છે ...અને જ્યાં સુધી એ અહીંયા છે ત્યાં સુધી માં દેવ્યાની ખાલી તારી જ છે....એવા રૂદ્ર ઘણા આવીને જતા રહેશે પણ તારી જેવો વિશ્વમ એને ક્યાંય નહિ મળે...."

"સાચું..." આશાની કિરણ સાથે એણે ક્રિશય તરફ નજર કરી...

"શું સાચું....એવું તારે સાબિત કરવાનું છે...તું એને ખૂબ પ્રેમ કરે છે અને તારી જેવો છોકરો એને બીજો ન મળી શકે એમ..."

વાત સાંભળીને એ ફરી જોશ માં આવી ગયો અને એના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ ...

આ મકાન ની અંદર નીચે બે રૂમ હતા અને ઉપર બે રૂમ હતા....છોકરીઓ માટે ઉપર અને છોકરાઓ માટે નીચે રહેવાની વ્યવસ્થા થઈ હતી...બધા રૂમની અંદર પાંચ પાંચ પથારી કરવામાં આવી હતી....બધા પોતપોતાની જગ્યાએ જઈને સૂઈ ગયા...

આ ગામમાં ખૂબ શાંતિનું વાતાવરણ હતું...સવાર સવાર માં પક્ષીઓનો કલબલાટ સંભળાતો હતો...

અયાના ની આંખ તરત ખુલી ગઈ...

એ નાહીને ફ્રેશ થઈને બહાર આવી...મકાન ની પાછળ આવેલ બાલ્કની માંથી ગામની નદી દેખાતી હતી...નદી ની અંદર આકાશમાં ઉગતા સૂરજ ની રોશની હતી...ખૂબ સોહામણું દ્ર્શ્ય હતું...
અયાના ને આ બધું જોવું ખૂબ ગમતું હતું...એ નદી ઉપર થી લહેરાતા પવન ને માણી રહી હતી... એવામાં એની નજર નદી પાસે બેઠેલા એક યુવાન ઉપર પડી....એ યુવાન ના હાથમાં સફેદ ગુલાબ નું ફૂલ હતું ....

આ સુંદર સવાર ના વાતાવરણમાં એ યુવાન પણ ખૂબ સોહામણો દેખાઈ રહ્યો હતો...

સફેદ ખુલતા ખુલતા કપડામાં એની સફેદ ત્વચા ખૂબ મેળ ખાતી હતી...એના રેશમી હમણાં જ ધોવાયેલા વાળ હવામાં ફરફરી રહ્યા હતા...

એને જોઇને અયાના એક મિનિટ માટે અટકી ગઈ ...એ યુવાન આશ્રમ ની પાછળ ના ભાગમાં આવતા તળાવ પાસે બેઠો હતો.... અયાના ને એને મળવાની તીવ્ર ઈચ્છા થઇ આવી...
ત્યાં જવા માટે એ ફટાફટ પાછળ ફરી ત્યાં એની નજર એની પાસે ઉભેલા ક્રિશય ઉપર પડી...

દસ મિનિટ પહેલા નો જાગી ગયેલો ક્રિશય મકાન ની પાછળ ની બાજુ થી સીધો ઉપર જ આવ્યો ...ઉપર આવીને એણે સવારની સુંદરતા પહેલા અયાના ને જોઈ... અયાના ઉભી ઉભી એક નજરે બધુ નિહાળી રહી હતી...એના ખુલ્લા વાળ પવન સાથે લહેરાતા હતા...એના વાળની પાતળી લટ વારંવાર એના ચહેરા ઉપર આવતી હતી...
ક્રિશય ને એક મિનિટ માટે વિચાર આવી ગયો કે ખૂંખાર ની જેમ વાત કરતી અયાના અત્યારે કેટલી શાંત અને સુંદર દેખાઈ રહી છે...ઉગતા સૂરજ ની કિરણ એના ચહેરા ઉપર આવતા એની ત્વચા અને ભૂરી આંખ વધારે ચમકી રહી હતી...

"તું અહીંયા...." અયાના એ ક્રિશય ની તંદ્રા તોડીને પૂછ્યું...

"હા ...હું... અહીં..." ક્રિશય ને પણ ખબર ન હતી એ ઊઠીને સીધો ઉપર કેમ આવ્યો હતો એટલે એને વાક્ય બનાવતા વાર લાગી હતી છતાં બનાવી ન શક્યો...

"ચાલ ગામની સેર કરવા માટે ...." ક્રિશયે વચ્ચે જ કહી દીધું...

" તે નાહી લીધું છે...?"

"નહિ...એમાં નાહવાની શું જરૂર છે ....એ કામ તો આવીને પણ થાય...પણ આ સવાર ની તાજગી પછી નહિ મળે...."

ક્રિશય ના શબ્દો સાંભળીને અયાના ને એવું લાગતું હતું કે ક્રિશય એને જોવા માટે જ ઉપર આવ્યો હતો અને હવે આ સવાર નો સમય પણ એ એની સાથે જ વિતાવવા માંગે છે...એટલે એને હા માં ડોકું ધુણાવ્યું અને નીચેની તરફ ચાલવા લાગી...

(ક્રમશઃ)