Adhuri Pooja - 17 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૭

Featured Books
Categories
Share

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૭

ભાગ - ૧૭
આજે, પૂજાનો મક્કમ નિર્ધાર પારખી ગયેલ ઈશ્વરભાઈ, છેવટે પૂજાને રોકવા કે, વાળવા/સમજાવવાનું બાજુ પર રાખી, તેઓ પણ પૂજાને સાથ આપવા તૈયાર થઈ જાય છે.
ઈશ્વરભાઈ :- જો પૂજા બેટા, હવે હું તને રોકવા નથી માંગતો, ને વધારે કંઈ કહેવા પણ નથી માંગતો.
જો તુ કહે છે તો, હું અત્યારેજ, અહીથી સીધાજ, તને દિવ્યા પાસે લઈ જાઉં છું, પરંતુ.....
તુ આજે, ખાલી મારી એક વાત માનજે બેટા, કે...
ત્યાં જઈને તુ, માત્ર તારા પપ્પા, અને ભાઈ વિનોદ સાથેજ વાત કરજે, ને એમને તારી રીતે સમજાવી એમની જૂની બધી ભૂલો માફ કરી, ને આગળ જે થાય તે જોયું જશે, તેમ કહી, હિંમત આપી એમને પાછા લઈ આવજે, કારણકે, જો એકવાર તેઓ આપણી પાસે આવી જાય, પછી આપણે દિવ્યાના બધાજ કાવા-દાવા અને કોર્ટ-કચેરી, બધે પહોંચી વળીશુ.
પૂજા :- બસ કાકા, આજે તમે મને, આમ હિંમત આપે એવી જ વાત કરો, હવે મને કોઈ વાતની ચિંતા નથી, આટલા વર્ષોથી તમારા જેવા માણસનો અમને મા-દીકરીનેસાથ મળ્યો છે, એ ખરેખર મારું ને મારી મમ્મીનું નસીબ કે, અમને તમારા જેવા કોઈ સહકાર આપવાવાળા મળ્યા, આજસુધી તો તમે, તમારાથી બનતી બધી મદદ અમને કરીજ છે, ને એનો મને ગર્વ છે તમારી પર, પરંતુ...
આજની અત્યારની મુશ્કેલીની આ ઘડીમાં, તમે જ્યારે સાથ આપવા તૈયાર થયા, હું બે હાથ જોડી તમારો આભાર માનું છું કાકા.
ઈશ્વરભાઈ :- ના ના બેટા, તુ તો મારી દીકરી સમાન છે, મારા માટે તો, જેમ મારી દીકરી આરતી એમ તુ, મે તમને બંનેને એકસમાનજ માન્યા છે.
પૂજા :- હા તો કાકા, હવે વધારે મોડું ના કરો, અને ગાડી સીધી લઈ લો દિવ્યાના ઘરે.
ઈશ્વરભાઈ :- બેટા, અત્યારે દિવ્યા આપણને તેના ઘરે નહી મળે, કેમકે, દિવ્યાએ જે દિવસથી તારા ભાઈ વિનોદને ફોસલાવીને તેની પાસે બોલાવ્યો હતો, ત્યારથી દિવ્યાએ તારા ભાઈ વિનોદને તેના ફામ હાઉસ પર નજર કેદ કર્યો છે, ને તારા પપ્પા પણ તેના ફામ હાઉસ પર છે, ને દિવ્યા પણ મોટે ભાગે ફામ પરજ રહે છે.
પૂજા :- હા તો, ચાલો આપણે પણ સીધા તેના ફામ પરજ પહોંચી જઈએ.
( ઈશ્વરભાઈ, ગાડી લઈને પૂજા સાથે, દિવ્યાના ફોર્મ પહોંચે છે. ત્યાં પહોંચી )
ઈશ્વરભાઈ :- જો બેટા, આ ગાડી દિવ્યાની છે, તો દિવ્યા ગાડીને કે મને અહીંયા જોઈ જશે, તો મારી નોકરી તો જશેજ, સાથે-સાથે આપણી આખી વાત બગડી જશે, કેમકે, હું જ્યાં સુધી દિવ્યાની કંપનીમાં એક ડ્રાઈવર તરીકે છું, ત્યાં સુધી હું દિવ્યાની દરેકે-દરેક હિલચાલ પર નજર રાખી શકીશ, અને મને દિવ્યાની દરેક હિલચાલની બધી જાણકારી પણ મળતી રહેશે.
પૂજા :- હું સમજુ છું કાકા, તમારી વાત સો ટકા સાચી છે. તો તમે અહીથી ક્યાંક થોડા દૂર ઉભા રહો, ને હું અંદર જાઉં છું.
( ફરી ઈશ્વરભાઈ પૂરા ભાવુક થઈ )
ઈશ્વરભાઈ :- જો બેટા, તુ ખાલી તારા પપ્પાને શાંતિથી સમજાવી દેજે, અને દિવ્યા સાથે સહેજ પણ, કોઈપણ પ્રકારની, આનાકાની કે જીભાજોડી ના કરતી, બેટા, દિવ્યા સ્વભાવથી બહુજ ખરાબ છે, અને બધી વાતે પુરી ને, એની જીદને વળગી રહેવાવાળી, એકદમ ધુની મિજાજની છે.
પોતાનો ઈગો સહેજ પણ હટ થાય તો, તેને કંઈ પણ આડુંઅવળું કરતા, સહેજ પણ વાર નથી લાગતી. એ ખૂબજ ઘમંડી છે, બેટા.
( આટલું કહી, ઈશ્વરભાઈ કંપનીની ગાડી લઈને, દિવ્યાના ફામની પાછળની સાઇડે, કે જ્યાં થોડું જાળીઝાંખરા જેવું હતું, તેની પાછળ ગાડી ઉભી રાખી, ને સંતાઈને ઉભા રહે છે, ને પૂજાને કહે છે કે, )
ઈશ્વરભાઈ :- શાંતિથી જજે બેટા. ને હું ભગવાનને પ્રાર્થના કરતો, ને તારી આવવાની રાહ જોતા અહીયાજ ઊભો છું.
( પૂજા ગાડીમાંથી ઉતરી, ફામ તરફ જઈ રહી છે, ઈશ્વરભાઈ, પ્રભુને પ્રાર્થના કરતા પૂજા તરફ જોઈ રહ્યા છે, પૂજા ફામ તરફ, પરાણે બે ડગલા આગળ જઈને પાછી આવે છે, અને ઈશ્વર કાકાને કહે છે કે, )
કાકા : - જીઓ કાકા, તમે મારા પિતા સમાન છો, અને તમારી દીકરી આરતી, આરતી મારી બહેન જેવી છે, નથી ને આજે મને કંઈ થઈ જાય, તો મારી "મા" નું ધ્યાન રાખજો, અને મારા મૃત્યુ પછી મારી આંખો આરતીને આપશો.
( ઈશ્વરભાઈને પૂજાની આ વાતથી દિલમાં એકદમ ફાળ પડે છે, ને તુરંત પૂજા ને )
ઈશ્વરભાઈ :- ના ના બેટા, આવું અશુભ ના બોલ, ભગવાન બેઠા છે, એવું કશું નહિ થાય, તુ ખાલી તારા ગુસ્સા પર કાબુ રાખજે.
પૂજા :- હા કાકા, જય માતાજી.
( આટલું કહી પૂજા, આગળ વધે છે, ને વળી પાછી, ચાર ડગલા જઈને પાછી આવે છે, કેમકે આજે પૂજા આગળ-પાછળની કોઈ વાત અધૂરી રાખવા નથી ઈચ્છતી, આજે તો
" જે પૂજાના હૈયે છે, તે હોઠે છે "
પૂજા પાછી આવી, ફરી ઈશ્વરભાઈ ને )
પૂજા :- અને હા કાકા, કરણ બહુ સારો વ્યક્તિ છે, શક્ય હોય તો, આરતી માટે કરણ વિશે વિચારજો, મને ખુશી થશે.
( આટલું બોલી, પૂજા વીજળીવેગે દિવ્યાના ફોર્મમાં જાય છે. )
વધુ આગળના, અને આ વાર્તાના અંતિમ ભાગ ૧૮ માં