One unique biodata - 24 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૪



શનિવાર હોવાથી યોગા ક્લાસમાં જવા માટે દેવ વહેલા ઉઠી તૈયાર થઈ મંદિરમાં પૂજા કરવા બેસ્યો.પૂજા કરીને રસોડામાં ગયો.ત્યાં જશોદાબેન પહેલેથી જ નાસ્તો બનાવી રહ્યા હતા.

"જય શ્રી ક્રિષ્ના મમ્મી"દેવ બોલ્યો.

"જય શ્રી ક્રિષ્ના બેટા"

"કેટલી વાર નાસ્તો તૈયાર થતા?"

"બસ તૈયાર જ છે,તું ડાઇનિંગ ટેબલ પર બેસ હું લઈને આવું"

"મમ્મી નિત્યા રેડી છે ને?"

"ના,હજી તો સુવે છે"

"હું એને બોલાવી લાવું"

"કુંભકર્ણ કેટલું ઉંઘશે,આમ તો જલ્દી ઉઠી જાય છે"દેવે રૂમમાં એન્ટર થતા સ્મિતાને જાગતી જોઈને કહ્યું.

"શશશ..............એના પગમાં પેઈન થતો હોવાથી રાતે લેટ ઊંઘી હતી"સ્મિતાએ દેવને કહ્યું.

દેવે નિત્યના પગ તરફ નજર કરી અને માથા પર હાથ લગાવીને બોલ્યો,"હાલ તો સોજો પણ નથી અને તાવ પણ નથી.તમે બહાર આવો"સ્મિતાને ઈશારો કરતા કહ્યું.

સ્મિતા અને દેવ રૂમની બહાર ગયાં.

"દીદી તમે ક્યારે જવાના?"

"તારા જીજું રેડી થાય એટલે"

"નિત્યાને તમારી સાથે લેતા જશો?"

"કેમ,તું ક્યાં જાય છે?"

"હું કોલેજ જાવ છું.યોગા ક્લાસ પતાવીને હું ત્યાં એક્સ્ટ્રા લેક્ચર માટે રોકાવાનો છું તો તમે ઘરે જતા નિત્યાને એના ઘરે મુકતા જશો ને?"

"હા,ચોક્ક્સ"

"એના રિપોર્ટસ અને મેડિસિન મારા રૂમમાં જ પડી છે એ પણ લઈ લેજો"

"સારું"

"દેવ તારે પહેલા કહેવું જોઈએ ને કે તારે ત્યાં રોકાવાનું છે,હું ટિફિન બનાવી આપત"જશોદાબેને કહ્યું.

"જરૂર નથી મમ્મી,હું કેન્ટીનમાંથી જ કંઈક જમી લઈશ"

"કંઈ વાંધો નઈ,તું નાસ્તો સરખો કરી લે"

"ઓકે"

*

નિત્યા ઉઠીને બહાર આવી અને જોયું તો સ્મિતા,પંકજકુમાર અને કાવ્યા પોતાના ઘરે જવા માટે તૈયાર થઈને બેસ્યા હતા.

"મને કોઈએ ઉઠાડી કેમ નઈ,કેટલું લેટ થઈ ગયું છે"નિત્યા બોલી.

"તારે વહેલા ઉઠીને શું કામ કરવાનું હતું?"સ્મિતાએ કહ્યું.

"મારે ઘરે જવાનું હતું"

"આ ઘર નથી?"પંકજકુમારે મજાકમાં પૂછ્યું.

"છે પણ......."નિત્યા આમ તેમ નજર ફેરવતા બોલી.

દેવના યોગક્લાસમાંથી આવવાનો સમય થઇ ગયો હોવાથી નિત્યા એની રાહ જોતા દરવાજા તરફ જોઈ રહી હતી એ જોઈને સ્મિતાએ નિત્યના કાનમાં કહ્યું,"દેવ યોગાક્લાસ પછી એક્સ્ટ્રા લેક્ચર માટે કોલેજમાં જ રોકાવાનો છે"

નિત્યાની ચોરી પકડાઈ ગઈ હોય એમ શરમાઈ ગઈ.

"તો હું ક્યાં એની વેઇટ કરું છું"

"તો દરવાજા પર કયાં મહેમાનના આવવાની રાહ જોતી હતી"

"તમારા બન્નેની ખુશૂર-ફુશૂર થઈ ગઈ હોય તો ચલ ચા-નાસ્તો કરી લે,સ્મિતા તને ઘરે મુકવા આવે છે"જશોદાબેને કહ્યુ.

"ના આંટી,હું ઘરે જઈને જ કરીશ"

*

કાવ્યા અને નિત્યા બંને ગાડીમાં બેસીને મસ્તી કરતા હતા.નિત્યાએ એક મહિનામાં ઘણી તકલીફ સહન કરી હતી પણ દેવની સરપ્રાઈઝથી આ એક મહિનાની તકલીફ ખુશીમાં બદલાઈ ગઈ હતી.નિત્યા જાણે ભૂલી જ ગઈ હતી કે એને કઇ થયું હતું.નિત્યાને આમ ખુશ જોઈ બધા જ ખુશ હતા.

"આજ-કાલ કોઈ નિત્યાની બઉં જ ચિંતા કરવા લાગ્યું છે"સ્મિતા નિત્યાને ચીડવતા બોલી.

"ઓહહ,એવું?"

"હા,પંકજ"

"કોણ છે એ?"

"તમને નથી ખબર"

"મને કેવી રીતે ખબર હોય"પંકજકુમાર પણ નિત્યા સાથે મજાક કરી રહ્યા હતા.

"નિત્યા કહી દઉં તારા જીજું ને?"

"બે મિત્રો એકબીજાની ચિંતા ન કરે?"

"ચોક્કસ કરે.પણ આમ આટલી મોટી સરપ્રાઈઝ તો કોઈ સ્પેશિયલ માટે જ પ્લાન કરી શકે?"

"દીદી પ્લીઝ,દેવ મારો સારો ફ્રેન્ડ છે બીજું કંઇ જ નથી"નિત્યા અકળાઈને બોલી.

"અમે તો દેવનું નામ લીધું જ નથી.સરપ્રાઈઝ તો અમે બધાએ મળીને પ્લાન કરી હતી"

"હા પણ આઈડિયા તો એનો હતો એટલે મને લાગ્યું કે તમે......."

"અરે મજાક કરીએ છીએ,પણ તું અમારા બધા જ માટે સ્પેશિયલ છે"

નિત્યાના મનમાં અચાનક સવાલ ઉઠ્યો કે શું દેવ માટે પણ હું સ્પેશિયલ હોઈશ કે એ મને ફ્રેન્ડ જ માનતો હશે! પછી એને એના જ સવાલ પર સવાલ થયો કે પોતે આ શું વિચારી રહી હતી.શું દીદી અને જીજું જે વિચારે છે એ સાચું હશે?
આ જ સવાલોના જવાબ આપતા મનમાં જ વિચારે છે કે જો મારા મનમાં એકાદ સેકન્ડ માટે પણ આવો કોઈ વિચાર આવે તો મારે એને મનમાં જ દબાવી દેવો જોઈએ કારણ કે એ પોતે જાણતી હતી કે દેવ પહેલેથી જ સલોનીને પસંદ કરતો હતો.

નિત્યાને આમ વિચારોમાં ખોવાયેલી જોઈને પંકજકુમાર બોલ્યા,"નિત્યા ઘર આવી ગયું છે,ઉતરવાનો ઈરાદો છે કે પછી મારા ઘરે લઈ જાઉં!"

"તમે અંદર આવોને"

"ના બકા,અત્યારે તારા જીજુંને ઓફિસ જવાનું મોડું થાય.પછી આવીશું"સ્મિતાએ કહ્યું.

"સારું,બાય ચકલી🖐🏻.જય અંબે દીદી એન્ડ જીજું"

"જય અંબે"

*

નિત્યા બપોરે જમીને ધીમે ધીમે ચાલતી હતી એટલામાં એની મમ્મી પાણીનો ગ્લાસ લઈને આવી અને કહ્યું,"બઉં ના ચાલીશ,સોજો આવી જશે પગમાં.લે આ પાણી અને દવા લઈને સુઈ જા"

નિત્યાને યાદ આવ્યું કે દવા અને રિપોટ્સની ફાઇલ તો દેવના ઘરે જ ભૂલી ગઈ.નિત્યાએ તરત જ દેવને કોલ કરવાનું વિચાર્યું અને બીજી જ સેકન્ડે વિચાર માંડી વાળ્યો અને એની મમ્મીને કહ્યું,"મમ્મી જશોદા આંટીના ઘરે રહી ગઈ છે.પપ્પાને ફોન કરીને કહી દેજે એ લેતા આવશે"

"પણ અત્યારે નથી લેવાની?"

"ના,હવે એક જ ટાઇમની છે"

"સારું"

*

દેવ કોલેજથી આવીને એના રૂમમાં ગયો.થાકેલો હોવાથી દેવ ફ્રેશ થઈને સુઈ ગયો.રાતે ડિનરનો સમય થતાં જશોદાબેન દેવને બોલાવવા એના રૂમમાં ગયા.

"બેટા તારી તબિયત તો બરાબર છે ને?"જશોદાબેને દેવના માથા પર વહાલથી હાથ ફેરવતા પૂછ્યું.

"હા મમ્મી,બસ થોડો થાક લાગ્યો હતો એટલે સુઈ ગયો હતો"

"તો આ મેડીસીન્સ શેની છે"

"અરે આતો નિત્યાની છે.મેં દી ને કહ્યું હતું કે નિત્યાની મેડિસિન યાદ કરીને લઈ લે"

"કંઈ વાંધો નહીં તું ડિનર પછી આપી આવ"

"ઓકે"

દેવ અને જશોદાબેન ડિનર કરતા કરતા વાતો કરતા હતા એટલામાં અચાનક જશોદાબેને પૂછ્યું,"દેવ એક વાત પૂછું?"

(જ્યારે પણ જશોદાબેન દેવની પર્સનલ લાઈફ,એના ફ્રેન્ડ્સ કે બીજું કંઈ પણ દેવના લગતું જાણવાનું હોય તો એ ડાયરેક્ટ દેવને ક્યારેય નહીં પૂછતાં.એ દેવના વિશે નિત્યાને જ પૂછી લેતાં.કેમ કે પોતે દેવને કોઈ ઓકવર્ડ સિચ્યુએશનમાં નહોતાં નાખવા માંગતા.)

"હા પૂછ"

"તું અને સલોની કોલેજ સમયથી જ બેસ્ટ ફ્રેન્ડ હતા તો કાલ એને આપડા ઘરે ઓકવર્ડ કેમ લાગતું હતું.મેં જોયું કે તમે બંને મળીને વાત પણ નથી કરી,કંઈ પ્રોબ્લેમ છે?"

"ના મમ્મી,સરપ્રાઈઝમાં ને સરપ્રાઈઝમાં કાલ તો મારી પાસે ટાઈમ જ ક્યાં હતો"દેવે નીચું જોઈને જવાબ આપ્યો.

"અચ્છા,તો મારાથી જ સમજવામાં ભૂલ થઈ ગઈ હશે!"

કાલ નિત્યાએ પણ આજ સવાલ કર્યો હતો અને દેવે સુવાનું બહાનું બનાવીને વાતને ટાળી હતી.દેવે વિચાર્યું કે,"મમ્મીને તો ખોટી કહી દીધું પણ નિત્યા તો નહીં જ માને.જ્યાં સુધી પુરી વાત નહીં જાણી લે ત્યાં સુધી એ પૂછશે.પણ મારે હવે એને આ બધી જૂની વાતો કરીને એને ટેનશન નથી આપવું.પણ મેડિસિન આપવા તો જવું જ પડશે"

દેવ અને સલોની વચ્ચે શું પ્રોબ્લેમ થઈ હશે?"