IN THE MIDST OF CONFLICT PART - 4 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષની વચ્ચે ભાગ - ૪

પણ વિરલને એ સમજાતું નહોતું કે આ વિરંચી અચાનક જ કેમ આટલું બધું અભ્યાસમાં ધ્યાના આપવા લાગ્યો? પણ એ એ વાતે ખુશ હતો કે હાશ હવે તેનું મન વિભુતિમાંથી બીજે ક્યાંક લાગ્યું. પણ વિરલને એ વાતની જરાપણ ખબર નહોતી કે આ બધું જ એ જેના માટે કરી રહ્યો છે તે વિભુતિ જ છે. ક્યારેક વિરંચીને એમ પણ થતું કે ચાલને આ બધું જ છોડીને બસા હું તેના તરફ જોયા જ કરૂં. પણ નહી. આ શક્ય નથી. પ્રેમમાં કંઈક પામવું હોય તો કંઈક ગુમાવવું પણ પડે જ છે. પ્રેમ એટલો આસાન નથી. એનો માર્ગ ફુલો પાથર્યા હોય એવો સુંવાળૉ પણ નથી. પ્રેમનો માર્ગ કાંટા ભર્યો જ હોય છે. અને આટલી બધી મહેનત કર્યા પછી પ્રેમ મળે તેનો આનંદ વળી અદભુત હોય છે. પ્રેમ એ કંઈ આમ જ થઈ જતો નથી. એ તો કોઈ અજાણ્યું અચાનક જ સામે આવી જાય અને આપણા મનમાં ક્યારેય ન અનુભવેલા ક્યારેલ ન માણેલાં સ્પંદનો ઉઠે ને ત્યારે સમજી જવાનું કે આ જ એ વ્યક્તિ છે જે મારા માટે જ જન્મી છે. એ જ તો પ્રેમ છે.

માટે વિરંચીએ એ અભ્યાસખંડમાં જે અભ્યાસ કરી પોતાના પગ પર ઉભા રહી, કંઇક બની જઈ પોતાના પ્રેમનો એકરાર કરવાનો નિર્ણય લીધો. અને અભ્યાસમાં પુરેપુરૂં ધ્યાન આપવા લાગ્યો. વિભુતિ પણ એ જ વર્ગખંડમાં હતી કે જે વર્ગખંડમાં વિરંચી હતો. શરુઆતમાં વિભુતિને પણ એવો અનુભવ થતો કે કોઈ છે જે સતત તેની તરફ જોયા કરે છે, અને તેની દરેક બાબ્તોનું નિરિક્ષણ કરે છે. પણ તેને એ નહોતી ખબર કે શરૂઆતમાં જે ઢબુનો ઢ વિરંચી હતો અને આજે અભ્યાસમાં તેના કરતા પણ આગળ નીકળી ગયો છે તે જ એ વ્યક્તિ છે કે જેના શમણાંમાં એ રોજ આવે છે. સુતા જગતા એ તેનું જ નામ જપ્યા કરે છે.

આમને આમ દિવસો, મહિનાઓ, વર્ષો વિત્યા કરતા હતા. અને આમ જ અભ્યાસ કરતા કરતા બોર્ડનું વર્ષ આવ્યું. એમાં પણ દર વખતની જેમ જ વિરંચી અને વિભુતિ વચ્ચે પણ અભ્યાસની હોડ જામેલી હતી. વિરંચી તેના પ્રેમને પામવા માટે મહેનત કરતો હતો જ્યારે વિભુતિને તો બસ એક દિવસ પોતાનું નામ કરવું હતું. વિભુતિ પોતાના અભ્યાસમાં રત રહેતી હતે. જ્યારે વિરંચીનું મન ક્યારેક તેની તરફ ભટકી જતું હતું. તે ક્યારેક સલામત અંતર રાખીને શાળાએ કે ટ્યુશનમાંથી છુટતી વેળાએ તેની પાછળ જતો હતો. વિભુતિને પણ એવી અનુભુતી થતી હતી કે કોઈ તેની પાછળ આવે છે પણ આ લાગણીને શું કહેવાય તેની તેને ખબર નહોતી. તેને તો બસ આ એક ફીલ્મીવેળા લાગતા હતા. કોઈ તેના પ્રેમમાં આટલું બધું પાગલ હશે તેની તેને ખબર નહોતી.

વિરંચી અર્ધવર્ષિક પરિક્ષા વખતે અભ્યાસમાં થોડો કાચો પડ્યો અને તે પોતાના વરનાં ટોપના ૧૦ વિદ્યાર્થિઓમાં પણ નહોતો આવ્યો. આ વાતનું તેને મન પર ખુબ જ લાગી આવ્યું. તે થોદો નિરાશ થઈ ગયો. પણ આ વખતે તેના સુખદુઃખનો સહારો વિરલ તેની મદદે આવ્યો. અને તેને આ નિરશામાંથી બેઠો કરવા માટે તેની સાથે વાતચિત કરી. અને તેને એ સમયે જાણ થઈ કે ભાઈ તો વિભુતિને પામવા માટે અભાસમાં મચી પડ્યો હતો પણ આ વખતે તે વિભુતિના સપના જોવામાં જ એટલો બધો ખોવાઈ ગયો હતો કે, અભ્યસમાં ધ્યાન આપી શક્યો નહી. આ નિરાશામાંથી તેને બેઠો કરી વિરંચીને તેના ધ્યેય તરફ વાળવાનો પ્રયત્ન કર્યો.

(શું લાગે છે? વિરંચી ફરી પાછો અભ્યાસની લય પકડી શકશે? આવતા અંકની રાહ જુઓ.)