Love Agreement - 1 books and stories free download online pdf in Gujarati

એક લવ એગ્રીમેન્ટ - 1

'સોદો છે આપણી વચ્ચે. માત્ર એક એગ્રીમેન્ટ.' એરિકએ આ વાત યાદ કરાવતા આઈશાને કહ્યું. એરિક અને આઇશા એકબીજાના જાણે દુશ્મન હતા. કોલેજ શરૂ થયાના 6 મહિનામાં જ આ વાત દરેક સ્ટુડન્ટસને ખબર હતી. છતાં અત્યારે એકજ છત નીચે રહેવા બંને તૈયાર થયા હતા. હવે આ એમની મરજી કહો કે મજબૂરી એ તો આગળની વાત જાણશો ત્યારે જ તમને ખ્યાલ આવશે.

કોલેજના શરૂઆતમાં.

એરિક એક પૈસાદાર પરિવારનો રાજકુમાર. આઈશા પૈસાતો ઠીક ઠાક પણ એના આદર્શોની પાકી અને નીડર. બનેંએ કોલેજ શરૂ થઈ અને એકબીજાને પહેલી નજરે જોતા જ સમજી લીધું હતું કે બોસ આપણું નહિ બને.

એરિકના પપ્પા ખૂબ સખત સ્વભાવના હતા. તે કંઈપણ ચલાવી લેવામાં માનતા નહિ. એંગ્રિમેનના જેમ. પણ મમ્મીનો માનીતો અને રાજકુમાર એરિક હતો. એરિકની તમામ જીદ પુરી કરવી કે એના દરેક બેદરકારીની સફાઈ એની મમ્મી આપી દેતી હતી.
ઘનશ્યામભાઈ ઓડર આપતા કહ્યું "કાલેથી ઓફીસ આવી જજે સમયપર."
'પણ પપ્પા મારે કોલેજ હોય..' એરિક ના પાડતા બોલ્યો.

એની વાત વચ્ચે જ બંધ કરાવી ઘનશ્યામભાઈ બોલ્યા "શેની વળી કોલેજ? રોજ રખડતો જ રહે છે. થોડું ઓફિસમાં આવ તો કઈક કામ શીખીને જવાબદારી સંભાળતા શીખે."

'બિચારો હજી તો નાનો છે. તમે પણ શું વળી જવાબદારીને બધું લઈને બેઠા છો' વંદનાબેન બચાવ કરતા બોલ્યા.

"તારા આ સ્વભાવના લીધે જ આ બગડી ગયો છે. જાતે પાણીએ પિતા નથી આવડતું. ઘરમાં રસોડું પણ નથી ખબર. અરે એની ઉંમરમાં હું તો .." ઘનશ્યામભાઈ પોતાની વાત પૂરી કરે તે પેહલા જ વંદનાબેન બોલ્યા 'હવે એ તમારી વાત મુકોને. એ જમાનો ગયો હવે. હાલ તો એના આ જ દિવસો છે.'

"ઓફિસમાં તો આવવું જ પડશે. અત્યારથી શીખશે તો આગળ કંઈક કરી શકશે. બાકી કોલેજમાં એ શું કરે છે મને ખબર છે."

'શુ કરું છું પપ્પા? તમે ક્યાં કોઈ પૈસા આપો છો. આટલો પૈસો છે છતાં મારે તો જીવન એ જ છે. ' એરિક પણ અકળાઈને બોલ્યો.

"તે તારી આ મમ્મી મારી પાછળ તને જે રૂપિયા આપે છે એનું શું? " ઘનશ્યામભાઈ બોલ્યા.

'મમ્મીતો આપે જ ને બિચારી. તમે ફી કે પેટ્રોલ સિવાય કંઈ નથી આપતા. મારા કોઈ શોખ હોય કે નહીં! ' એરિક બોલ્યો.

ઘનશ્યામભાઈ જાણે જોઈતું હોય એ મળ્યું એમ હસતા બોલ્યા " સારું જા આપીશ તને પૈસા. બોલ કેટલા આપવાના છે મહિનાના?"

'ખરેખર પપ્પા? તમે એમ માની જાવ એવું બને નહિ. બોલો આની પાછળનું કારણ?' એરિકે પૂછ્યું.

"તું કાલથી ઓફીસ આવે તો તને પગાર આપીશ." ઘનશ્યામભાઈ પોતાની વાત મૂકી.

એરિકને આ વાત સાચી લાગી કે અઠવાડિયામાં બે જ દિવસ શનિવાર અને રવિવારે ઓફીસ જઈને પપ્પાનું કામ શીખવાનું. અને એમાં પણ પગાર મળશે. આનાથી સારું બીજું શું હોય? તે તરત જ માની ગયો.

વંદનાબેન "પોતાના છોકરાને જ આમ હેરાન કરો છો."
'હેરાન નહિ. આગળ તો તું જો. આપણાં છોકરાને કાબેલ બનાવી દઈશ. જવાબદાર બનાવીશ. મેં આગળ બધું જ વિચારી રાખ્યું છે. બસ આ વખતે વચ્ચે આવતી નહિ' ઘનશ્યામભાઈ બોલીને ચાલી ગયા.

આ તરફ આઈશાના ઘરે વાત કંઈક અલગ હતી. આઈશાના માતપિતાનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. ત્યારે તે ખૂબ નાની હતી. તેના મામા અને મામી એ જ ઉછેર કર્યો હતો. પણ છતાં તે આ વાતથી અવગત હતી. તેના મામા અને મામી સારા હતા. પણ જેમ જેમ આઈશા મોટી થઈ મામીને એક જ ચિંતા રેહવા લાગી કે બસ આઈશના ક્યાંક લગ્ન કરાવી દઇએ એટલે શાંતિ. જો કંઈક આડુંઅવળું થાય તો સમાજમાં શુ નામ રહે? લોકો પણ મેણા મારે કે પારકી છોકરી સચવાઈ નહિ.
આઇશાની કોલેજ દૂરના શહેરમાં હતી ત્યાં કોઈ જાણીતું પણ નહતું. મામીનું તો આ કોલેજમાં મોકલવાનું કોઈ મન નહતું પણ આઇશાએ જીદ કરી એટલે તેઓ માની ગયા. છતાં એની મામીએ કહી દીધું કે "જો ક્યારેય પણ કંઇ ઉપરનીચે થયું કે કોઈ વાત અમારા સુધી આવી તો એ જ ઘડી એ તારી કોલેજ પુરી અને લગ્નની તૈયારી શરૂ. "

આઈશા હોસ્ટેલમાં રહેતી હતી. બસ એને આ કોલેજ પુરીને જોબજ શોધવી હતી જેથી તે પોતાની રીતે જીવી શકે.

આઇશાને બધા લેક્ચર ભરવા હોય અને એરિક બંક મારવાના આઈડિયા સાથે આવે. એકવાર તો બને સામસામે આવી જ ગયા હતા.
એરિક: ચલો આજનો લેક્ચર નથી ભરવો. ચલો બધા.
આઈશા: તારે જે કરવું હોય તે કર. પણ હું લેક્ચરમાં બેસીસ.
એરિક: ઓ દેવી તમે બેસો તો બધાની ગેરહાજરી થાય. બધા જતા રહીએ તો વાંધો ના આવે.
આઈશા: મારે શું લેવા દેવા બધા સાથે? હું બેસીસ.
એરિક: શુ ઉખાડી લઈશ લેક્ચર ભરીને?
આઈશા: તારે શુ છે? તારા જેમ અમીર રાજકુમારી નથી.
એરિક: હદ ના વટાવીશ.
આઈશા: તું પણ એ જ ધ્યાન રાખ. છે કોણ તું જે તારી વાત હું માનું?

બંનેની વાતો ત્યાં પુરી થાય તે પેહલા સર આવી ગયા અને બધાને લેક્ચર ભરવો જ પડ્યો. આ એમના દુશ્મનની શરૂઆતના બણગાં ફૂંકાઈ ગયા હતા. આગળ તો જાણે એકબીજાને જોઈને જાણે દિવસ ખરાબ થઈ જતો હતો.

પાંચ મહિના સુધી આમ જ રહ્યું. વિચારો એક મહિનામાં એવું તે શું થયું કે બંને એક છત નીચે આવી ગયા?

થયું એવું કે એરિકનો મિત્ર જય અને આઇશાની મિત્ર રોશની એકબીજાના પ્રેમમાં પડી ગયા. હવે અવારનવાર બંનેને એકબીજા સાથે બેસવાનું જાણે થતું રહેતું હતું. પાછા જય અને રોશની આમના સારા મિત્રો હતા જેથી આ થતું રહેતું. એરિક દેખાવે કોઈ હીરોથી ઓછો નહીં અને એમાં પણ પૈસાદાર એટલે એના માટે જાણે લાઇન લાગતી હતી.
આવીજ રીતે એક દિવસ આ ચાર જોડે કેન્ટીનમાં મળી ગયા. બીજી જગ્યા ખાલી નહતી. જેથી જોડે બેસવું જ પડ્યું.
ત્યાંજ એરિકની સામે બે થી ચાર છોકરીઓ આવી ગઈ. બોલી 'તારે કંઈ જોઈએ છે? અમે લાવી આપીએ'
મોઢું મચકોડતા આઈશાને જોઈને એરિક બોલ્યો "કેમ તને શેની જેલસી થાય છે? તું કેમ અકળાઈ ગઈ? હું છું જ એ જેની પાછળ લાંબી લાઇન હોય"

'તારા ભ્રમને તોડીશ નહિ પણ હકીકતમાં આ તારા પૈસા પાછળ છે.' આઈશા બોલી.

"તે ભલેને હોય. તું આ લાઈનમાં કયાં નંબરે છે" એરિક હસતા બોલ્યો.

'મારુ દિમાગ ખરાબ છે જે હું લાઈનમાં લાગુ? ' આઈશા બોલી.

"એ સો ટકા ખરાબ છે." એરિકે કહ્યું.
'તારા જોડે વાત કરીને મારો દિવસ અને મગજ બંને ખરાબ થાય છે. ' આમ કહીને આઈશા ત્યાંથી નીકળી ગઈ.

હવે આમની આ ટોમ અને જેરી જેવી સ્ટોરી આગળ શું વળાંક લેશે તો તો જાણવાનું રહ્યું.