Love Agreement - 6 books and stories free download online pdf in Gujarati

એક લવ એગ્રીમેન્ટ - 6

આઈશા અને એરિકનો દિવસ તો સારો રહ્યો. આઇશાએ સવારે વહેલા ઉઠીને રસોડામાં જે હતું તે બધું જ જોઈ લીધું અને બે ટિફિન બનાવી તૈયાર કરી દીધા. આઈશાએ ઓટો કરી અને એરિક પોતાના બાઇક પર નીકળ્યો. કોલેજમાં જાણે બંને અજાણ હોય તેમ એકબીજા સાથે વાતો ટાળતા રહ્યા. પણ એક જ ક્લાસમાં હોય એટલે થોડું ટકરાવાનું રહેતું ગયું.

આઈશા એની મિત્ર રોશનીથી ખૂબ ગુસ્સા હતી. રોશની એને મનાવવાના પ્રયત્નો કરી રહી હતી છતાં આઈશા એની સાથે વાત કરવાનું ટાળવા લાગી.
જો કે આઈશાના વધારે મિત્રો હતા નહિ જેથી તે થોડી એકલી હોય એમ લાગવા માંડ્યું.

આઈશા:
રોશની ફરી મારી તરફ વાત કરવા આવી રહી છે. અહીંયા વાતો થશે તો બધાને જાણ થશે. અહીંયા મેં બધાને એમ જ કહ્યું છે કે હું મારા સગાંવહાલાંને રહું છું. હોસ્ટેલમાં થયેલ એ દિવસની કોઈને હજી સુધી જાણ નથી. ભગવાન કરે અને કોઈ જાણે પણ નહીં.
રોશનીને પકડીને હું બહાર શાંત જગ્યા પર લઈ ગઈ. અને ગુસ્સામાં બોલી "શુ છે? તારા લીધે જે હોસ્ટેલમાં થયું એ ઓછું છે કે હવે કોલેજમાં પણ નવું કરવું છે?"
હું ગુસ્સામાં છું. અને હોવ પણ કેમ નહિ. રોશની અને જયના કારણે મારુ કરિયર મારુ જીવન ખતમ થઈ જવાનું હતું. બંનેની નાદાનીના લીધે અત્યારે હું કિંમત ચૂકવી રહી છું. જો એ દિવસે બંને આમ ના મળ્યા હોત તો એરિક પણ ત્યાં ના હોત અને હું આમાં ફસાઈ ના હોત. જેટલી ગુસ્સા હું એરિક પર હતી તેનાથી વધારે રોશની પર છું. એ મારી મિત્ર હતી.

રોશની રડતા બોલી "પ્લીઝ મને માફ કરી દે. મને ખ્યાલ નહતો કે આવું કંઈક થશે. હું એ દિવસે આવું કંઈ વિચાર્યા વગર જ નીકળી હતી. સાચે યાર મને થોડો પણ વિચાર આવ્યો હોત તો હું આમ ના કરત.. "

'એ જ છે ને રોશની. વિચાર કરવો જોઈએ. તું મતલબી બનીને જતી રહી. અત્યારે હું ભોગવી રહી છું. જો ક્યાંય કોઈને પણ કઈ ખબર પડી અથવા મારા ઘરે જો કઈ જાણ થઈ તો મારું જીવન બરબાદ થઈ જશે. હું આ ડરમાં જીવી રહી છું. તારી નાની ભૂલનું પરીણામ હું ભોગવી રહી છું.'
હું ગુસ્સામાં બોલી. આખરે હું ગુસ્સાથી વધારે દુઃખી છું. રોશની પરનો મારો ગુસ્સો શાંત થતા સમય લાગશે. હું બસ દુઃખી છું. આ અચાનક થતા બદલાવને સ્વીકારવા તૈયાર નથી.

રોશની ફરી મારો હાથ પકડીને બોલી "હું શું કરું? જે થયું ગયું એ બદલી નહિ શકું. પણ બીજું તું કે એ કરું. મારા લીધે આ બધું થયું એ વિચારીને જ હું થાકી ગઈ છું. "

'કઈ જ નહીં. તું હવે કઈ નહિ કરી શકે. તો મને હમણાં છોડી દે મારા હાલ પર. કદાચ થોડો સમય મારે જોઈશે. ' આમ બોલીને હું નીકળી ગઈ. મારી ફ્રેંડના આંખોમાં મારા લીધે આંસુ જોઈને મારા પણ આંસુ નીકળી ગયા. એનો પણ વાંક નથી. એને જાણીજોઈને કઈ નથી કર્યું પણ થયું. મારી સાથે આમ થયું. મારા નસીબ કેમ આમ છે? આ વિચારવા વધારે સમય નથી. છેલ્લો કલાસ ભરવા હું ગઈ.

કલાસ પૂરો કરીને અમે બધા ગ્રુપમાં બેસેલા હતા. રોશનીની આંખો હજીપણ લાલ દેખાઈ રહી હતી. બીજા કોઈને આ વાતની જાણ નહતી. ત્યાં જ એક નવો ટોપિક આવ્યો. છેલ્લું અઠવાડિયામાં હું હોસ્ટેલમાંથી નીકળી જવાની ચિંતામાં હતી. જેથી કોલેજ માંડ માંડ ચાલતી હતી. આ વાત દરેકના ધ્યાનમાં આવી. આ વિશે પ્રશ્નો શરૂ થયા પણ મેં વધારે પ્રશ્નો ટાળી દીધા અને થોડા ખોટા જવાબ આપ્યા. રોશનીએ પણ વાત બદલવામાં મદદત કરી. અમારી વચ્ચેનો ઝગડો બાકી કોઈને ખબર નથી.

એમાં જ એકે પૂછ્યું "એરિક સાથે શુ ચાલે છે?" હું તો ગભરાઈ ગઈ. બધાને ખબર પડી ગઈ? અમે જોડે રહીએ છીએ? કેવી રીતે? હું ડરતા બોલી કે 'કેમ? અમારી વચ્ચે શુ હોય? કઈ નહિ. કઈ જ નથી. અમે ક્યાં જોડે આવ્યા. હું તો ઓટોમાં આવી અને એ એના બાઇક પર આવ્યો BMW R 1250' આ બોલ્યા પછી બધા મારી સામે જોવા લાગ્યા. કદાચ ડરતા ડરતા વધારે બોલાઈ ગયું. હવે શું કરું?
હું પણ કેમ આટલું બોલી ગઈ? બસ પ્રશ્ન જાણ્યા વગર બોલવા જ લાગી.
બધા હસવા લાગ્યા અને બોલ્યા 'નક્કી કઈક તો લોચો છે બોસ'
'એમ જ થોડી આટલી બધી માહિતી આવે'
'હા અને જોને હમણાંથી બંને વચ્ચે કોઈ ઝગડો પણ નથી થયો.'

આ બધું સાંભળીને હું તરત બોલી "ના એવું કંઈ નથી. બસ આ તો એનું બાઇક મને ગમતું નથી એની જ વાત કરતી હતી. જોને જાણે પૈસાદાર હોય એમ આમ બાઇક બધાને બતાવ્યા કરે છે. "

ફરી ટોળામાંથી કોઈ બોલ્યું 'પૈસાદાર તો છે જને. એટલે બતાવે. '

"હા હશે પૈસાદાર પણ આ કોલેજ છે. ભણવામાં કોઈ ધ્યાન જ નથી. આ ટેસ્ટ છે એની તૈયારી કરી કોઈએ?" અને બસ મેં બધાને ટેસ્ટની વાતોમાં વાળી લીધા. આજે તો માંડ બચી. સાંજે નીકળતા એરિક મારી બાજુમાં બાઇક લાવ્યો અને ધીમેથી બોલ્યો "જલ્દી આવજે. આજે જલ્દી જમવાનું મન છે. "
ઘણાની નજર દૂરથી અમારી તરફ હતી એટલે હું થોડી દૂર ગઈ અને જોરથી બોલી "હા તો રસ્તો તારા એકલનો નથી '"
આમ અજુગતું વર્તન કરવામાં મને પણ અજીબ લાગતું હતું પણ કરું શુ? કોઈને કઈ જાણ ના થાય એટલે હું પેહલાની જેમ વર્તન કરવા પ્રયત્ન કરવા લાગી. પણ એરિક કઈ સમજ્યો નહિ તેને કહ્યું 'શુ થયું?'
મેં એને આંખોથી ઈશારા કરીને દૂર ઉભેલા ક્લાસમેટ બતાવ્યા. તે થોડું સમજ્યો એટલે ત્યાંથી નીકળી ગયો.

ઘરે આવીને અમારે આ ચર્ચા ચાલી કે હવે કોલેજમાં કેવું વર્તન કરવું? એરિકને વાંધો ના આવ્યો. કોઈને એના વિશે શંકા પણ નહતી. પણ મારા તરફ દરેકનું ધ્યાન ગયું. હું અજુગતું વર્તન કરતી હતી. પણ હું શુ કરું? મારા લીધેજ તો બધાને ખબર નહિ પડે ને?