Satto rupiyano ke jivanano - 4 in Gujarati Short Stories by Krishna books and stories PDF | સટ્ટો! રૂપિયાનો કે જીવનનો?? - ભાગ-4

સટ્ટો! રૂપિયાનો કે જીવનનો?? - ભાગ-4

કામ, ક્રોધ, મદ, મોહ,અને ઈર્ષા. મનુષ્ય જીવન નાં પાંચ વિકાર. જે મનુષ્ય જીવનનો સર્વનાશ કરવા માટે એક મજબુત પરિબળ બની જાય છે.જો સમયસર આ પરિબળોપર બંધ બાંધવામાં ન આવે તો એના વધતા જતા પ્રવાહમાં, ધસમસતો પુર આવી શકે છે ને એ પુરમાં કેટકેટલાય નિર્દોષ તણાઈ જાય છે. મિત્રો, કેહવાય છે ને કે જન્મ મૃત્યુ તો પેહલેથીજ ઈશ્વરે નક્કી કરી રાખ્યું છે, આપણે તો બસ નિમિત્ત માત્ર બનીએ છીએ. કોનું મરણ કેવી રીતે થશે એ તો ઈશ્વરના ચોપડે લખાયલુજ છે, બસ સમય આવ્યે એ થઈ ને જ રેહશે.

ભાઈ, મોટા ભાઈ, મારે તમને ને ભાભીને એક વાત કેવી છે, પણ પ્રોમિસ આપો કે તમે બંને નારાજ નહિ થાઓ. બોલો આપોછો પ્રોમિસ?

અરે બેટા, શુ વાત છે? કેમ આમ ગોળ ગોળ ફેરવીને વાત કરે છે!! બધું ઠિક છે ને? અમને ચિંતા થાય છે, જો આમ ફેરવીને વાત ન કર, સીધું સીધું કઈ દે તો. શ્વેતા ચિંતા કરતાં પરાગને કહે છે. શ્વેતાની વાત વચ્ચે જ આદર્શ બોલે છે, પરાગ શુ થયુ છે, તે ફરીથી સટ્ટાબાજી ચાલુ કરી છે??
કે કૉલેજમાં કોઈ ગડબડ કરી છે કોઈ છોકરી સાથે??

આદર્શની વાત સાંભળીને પરાગનું મોઢું જંખવાઇ જાય છે. એટલે આદર્શ શ્વેતાને કહે છે, જો શ્વેતા તારા લાડે જ આને બગાડી મુક્યો છે, ફરી લાડસહેબ કોઈ કાંડ કરી આવ્યા છે. હવે તમારા શુભ મોઢે તમારા વખાણ કરસો કે મારે બીજા કોઈથી ખબર લેવી પડશે.

આદર્શની વાત સાંભળીને પરાગ થોડો ભોંઠો પડે છે, નીચે જોઈને કાન પકડીને શ્વેતાના પગમાં બેસી જાય છે, કહે છે ભાભી પ્લીઝ ભાઈને કહો ને નારાજ ન થાય. તમે પ્રોમિસ કર્યું તું ને, કે ગુસ્સો નહિ કરો. તમે બન્ને મને પ્રેમ જ નથી કરતા. પરાગે બન્નેની દુઃખતી નસ પર હાથ મૂક્યો. કેમ કે પરાગને ખબર હતી કે પ્રેમની વાત આવે એટલે આદર્શ ભાઈ એકદમ ઢીલા પડી જાય છે. પરાગની વાત સાંભળીને આદર્શ એકદમ ભાવુક થતાં કહે છે "એય નાનકા તને એમ લાગે છે કે અમે તને પ્રેમ નથી કરતા!!! તું બોલ શું કરીએ અમે તારા માટે, તું કે તો આ બધી મિલકત, બધી જાયદાત, તારા નામ પર કરી દઉં. તને જે જોઈતું હોય એ તારી નજર સામે હાજર કરી દઉં. તું કે તારી માટે આ તારો ભાઈ જીવ પણ આપતા નહીં અચકાય." આદર્શની વાત સાંભળીને શ્વેતા હસે છે, ને કહે કે " શું તમે પણ, આ નાનકાને ખબર છે કે એ તમને ઈમોશનલ બ્લેકમેઇલ કરશે એટલે તમે એને ગુસ્સો નહીં કરો." એટલે પરાગ હસતા કહે છે, " શુ ભાભી તમે જરા પણ ભાઈને ઈમોશનલ થવા નથી દેતા." કેટલો પ્રેમ કરો છો તમે ભાઈને.

શ્વેતા કહે છે, બસ બસ હવે બઉ થયું ઈમોશનલ અત્યાચાર, હવે બોલીશ તુ કે શું વાત કરવી છે, શું કાંડ કર્યું છે. એટલે પરાગ કહે છે ઓકેકે બોસ, હવે નો મજાક, ઓનલી સિરિયસ વાતો.
પરાગ: ભાઈ ભાભી તમને નથી લાગતુ કે હવે હું નાનકો નથી રહ્યો, હું મોટો થઈ ગયો છું.
આદર્શ: હા મોટો તો તું થઈ ગયો છે પણ ફ્ક્ત કદ થી , બાકી તારી હરકતો એકદમ પાંચ વર્ષનાં છોકરા જેવી જ છે.
પરાગ: શું ભાઈ તમે મારી મશ્કરી કરો છો, જાઓ હું તમને કઈ કહેતો જ નથી.😏😏😤😤
શ્વેતા: જોર જોરથી હસે છે, અરે અરે મારો નાનકો જુઓ તો કેવો ચિડાય છે.

કેટલું સરસ ખુશ ખુશાલ પરિવાર હતો, કેટલો પ્રેમ હતો ત્રણે વચ્ચે, પણ કેહવાય છે ને કે પ્રેમને પણ નઝર જરૂર લાગે છે. આવીજ નઝર લાગી આ માલતી નિવાસ પર. આગળ શુ થયું, પરાગ શુ કેહવા માંગતો હતો, માલતી નિવાસ મા રચાયેલા આ ખૂની ખેલમાં કોણ મુખ્ય કિરદાર છે, એ જાણવા મળીએ આગળના ભાગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏


Rate & Review

TRUSHAR

TRUSHAR 3 months ago

Anand

Anand Matrubharti Verified 4 months ago

Sukesha Gamit

Sukesha Gamit 5 months ago

Falguni Dost

Falguni Dost Matrubharti Verified 5 months ago

Nishita

Nishita 5 months ago