Ayana - 21 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ 21)

લીલાવતી હોસ્પિટલ પહોંચીને બસ ત્યાં ઉભી રહી...

ગામથી લઈને હોસ્પિટલ વચ્ચેના અંતરમાં જેના ઘર આવતા એ બધાને ત્યાંજ ઉતારી દેવામાં આવ્યા હતા...

સમીરા બસમાંથી ઉતરી ગઈ હતી...

હોસ્પિટલ પહોંચ્યા ત્યારે બસમાં અયાના, દેવ્યાની , વિશ્વમ , ક્રિશય અને બીજા થોડા સ્ટુડન્ટ્સ હતા જે બસમાંથી ઊતરીને પોતાની ઘર તરફ ચાલવા લાગ્યા તો અમુક ને એના પરિવારના સભ્યો માંથી કોઈ લેવા આવ્યું હતું....

બસમાંથી નીચે ઉતર્યા ... ડૉ.પટેલે ક્રિશય અને વિશ્વમ ને થોડી વાર હોસ્પિલ રહેવા કહ્યું...

"તમને બંનેને ક્રિશય મૂકી જાશે..." અયાના અને દેવ્યાની ને જોઇને ડો.પટેલે જણાવ્યું...

"ના, અમે જતા રહેશું...." અયાના બોલી એટલે ક્રિશય ની નજર અયાના ઉપર આવી...

"હા અંકલ અમે જતા રહેશું...." દેવ્યાની એનું બોલવાનું પૂરું કરે એ પહેલા ક્રિશય હોસ્પિટલ ની અંદર ની તરફ ચાલવા લાગ્યો...ક્રિશય ને આ રીતે જોઈને વિશ્વમ ને થોડી હેરાની થઈ આવી....

એને જોઇને અયાના અને દેવ્યાની બંને પાછળ ફર્યા...

"પણ બેટા, તમારો સામાન પણ છે એને લઈને કેવી રીતે...." ડો.પટેલ એનું બોલવાનું પૂરું કરે એ પહેલા વિશ્વમે કહ્યુ...

"સર , હું મૂકી આવું છું આ બંનેને..." બોલતા બોલતા વિશ્વમે બંનેના બેગ ઉપાડ્યા...અને અયાના તરફ જોઇને ઉમેર્યું...

"શું છે...?"

"કંઈ નહિ ચાલ હવે...." હસીને અયાના એ કહ્યું અને પોતાના પપ્પા તરફ સ્માઇલ કરીને ત્યાંથી નીકળી....

અયાના ની ચિંતા છોડીને હવે ડો.પટેલ અંદર ગયા...

ડો.પટેલ ની કારમાં અયાના અને દેવ્યાની ની સાથે સાથે ક્રિશય નો બેગ અને પોતાનો બેગ પણ ગોઠવ્યા...

દેવ્યાની અને અયાના બંને પાછળ ની સીટમાં ગોઠવાયેલા હતા...
કારમાં બેસતાં જ જાણે બારીના કાચ ઉપર કોઈ મૂવી ચાલતું હોય એ રીતે અયાના એકધારી નજર માંડીને બેઠી હતી...

દેવ્યાની ની નજર વારંવાર ફ્રોન્ટ મીરર તરફ નજર રાખીને બેઠલા વિશ્વમ તરફ આવતી હતી...
વિશ્વમ રસ્તા ઉપર ઓછું અને મીરર માંથી દેખાતી દેવ્યાની ને વધારે જોઈ રહ્યો હતો...

દેવ્યાની નું ઘર આવતા જ વિશ્વમે ગાડી ઉભી રાખી...નીચે ઉતરીને વિશ્વમે દેવ્યાની ની બેગ આપી અને ફરી પોતાની સીટ ઉપર ગોઠવાયો.... અયાના ને ' બાય બાય ' કહીને દેવ્યાની ત્યાંથી ઘર તરફ ચાલવા લાગી...

અયાનાને જાણે બ્રેક મળ્યો હોય એ રીતે દેવ્યાની ને બાય કહીને ફરી પાછી મૂવી જોવા લાગી...વચ્ચે વિશ્વમ નું ઘર આવતા એ ક્યારે પોતાનું બેગ મૂકી આવ્યો એની જાણ પણ અયાના ને ન રહી....

"તું ક્રિશય નું બેગ લેતી જાય...?" વિશ્વમે અયાના ને કહ્યું ત્યારે એનું મૂવી પૂરું થયું અને એને ખ્યાલ આવ્યો કે એ ઘરે પહોંચી ગઈ છે....

"તું આપી આવ..." બોલીને પોતાનું બેગ લઈને અયાના ત્યાંથી ચાલવા લાગી...

અયાના ને આ રીતે જોઇને વિશ્વમ ને ફરી હેરાની થઈ આવી....
' દાળ માં કંઇક તો કાળુ છે...' એકલો એકલો બબડીને વિશ્વમ ક્રિશય ની બેગ મૂકી આવ્યો અને ડબલ સ્પીડમાં ગાડી ચલાવીને હોસ્પિટલ પહોંચ્યો...

હોસ્પિટલ પહોંચીને વિશ્વમ સીધો ક્રિશય પાસે આવ્યો...

" કોઈ પ્રકારનો ઝઘડો થયો છે...?" અચાનક સાંભળીને ક્રિશય ચોંકી ગયો...

"ઝઘડો.... કોની સાથે....?"

" અયાના સાથે...." અયાના નું નામ સાંભળતા ક્રિશય ના ચહેરા ના ભાવ બદલાઈ ગયા જે વિશ્વમે નોંધ્યું...

"વિશ્વમ તને સર બોલાવે છે..." કોઈ કંઈ બોલે એ પહેલા પાછળ થી એક છોકરો આવીને બોલીને જતો રહ્યો...

" હા હું તને કહેતા ભૂલી ગયો હતો...તને સરે એની પાસે જવા કહ્યું હતું..."

" તું ભલે ભૂલી ગયો પણ મને મારો સવાલ યાદ જ છે ...જવાબ ગોઠવી રાખજે..." બોલીને વિશ્વમ ત્યાંથી સડસડાટ નીકળી ગયો...

' શીટ...' ટેબલ ઉપર પોતાનો હાથ પછાડીને ક્રિશય બોલ્યો...
' આ હવે પૂછ્યા જ કરશે...શું કહેવું મારે એને...'
' એક મિનિટ હું શું કામ એટલી ચિંતા કરું છું સિમ્પલ તો સવાલ છે...ઝઘડો થયો છે ...ના નથી થયો...એમાં શું વિચારું છું...'
વિચારોને ખેરવા માટે ક્રિશયે પોતાના બંને હાથ વડે બધા વાળ પાછળની તરફ ખસેડીને કાન આડા હાથ ધર્યા અને આંખો બંધ કરી....
આંખો બંધ કરતા જ ક્રિશય ને અયાના સાથે ડાન્સ કરતા વખતની એની આંખો એને નજર આવી ...
જટકા સાથે આંખો ખોલીને ફરીવાર બબડ્યો....
' શું છે આ બધું...પોતાની રિસર્ચ માટે મને પાગલ કરી દેવાની છે આ છોકરી....આજે ઘરે જઈને પૂછી જ લેવું છે કે એની પ્રોબ્લેમ શું છે....'

પોતાનું બોલવાનું પૂરું કરે એ પહેલી ઇન્ટરકોમ વાગ્યુ...એટલે ઇન્ટરકોમ ઉપાડીને " આવ્યો " બોલીને નીચેની તરફ ચાલવા લાગ્યો...

ક્રિશય નીચે આવ્યો ત્યાં એને સામે વિશ્વમ ને જોયો... વિશ્વમ મોટી સ્માઇલ કરીને ક્રિશય ને જોઈ રહ્યો હતો...

ક્રિશયે પોતાના ભવા ઊંચા કરીને પૂછ્યું...' શું થયું '

" મને એક વિચાર આવ્યો છે... દેવ્યાની માટે રૂદ્ર ના ઘરેથી હા આવી છે ...સગાઈ ક્યાં થઈ છે... એટલે હજુ મારી પાસે ટાઇમ છે સગાઈ સુધી...ગમે એ થાય એના પરિવાર ને કનવેન્સ કરી જ લેવાનો છું...."

"વાહ મેરે શેર ...યે હુઈ ના બાત...." ક્રિશય પણ ખૂબ ખુશ થઈ ગયો બંને એકબીજાને ગળે વળગી પડ્યા...

ઘરે પહોંચીને દેવ્યાની ને જાણ થઈ કે એની અને રૂદ્ર ની સગાઈ પંદર દિવસ પછી જ રાખી દેવામાં આવી છે...
આ સાંભળીને દેવ્યાની ખૂબ ખુશ થઈ ગઈ બધાને ગળે મળીને એ પોતાની રૂમમાં આવી ...
રૂમમાં આવીને દરવાજો અંદરથી બંધ કર્યો...બેગને બેડ પાસે ઉભી રાખી...બારી ઉપર પડદા ઢાળી દીધા....અને બેડ ઉપર આડી પડી...અત્યાર સુધી ખુશ દેખાતી દેવ્યાની હવે પોતાના આંસુ રોકી શકે એમ ન હતી અને આંખોમાંથી આંસુ સરસર સરવા લાગ્યા....રડવાનો અવાજ બહાર ન જાય એટલે મોઢા આગળ હાથ રાખીને રડી રહી હતી....

ઘરે આવીને અયાના પોતાની મમ્મી ને મળી અને પોતાની માટે બટાકાપૌવા બનાવાનું કહીને ઉપર પોતાની રૂમ તરફ આવી દરવાજો બંધ કરીને નાના હોમથીયેટરમાં મોટા અવાજે મ્યુઝિક ચાલુ કરીને બેડ ઉપર પડી અને અત્યાર સુધી રોકી રાખેલું રુદન બહાર ઠાલવ્યું...
બેડ ના મખમલ ચાદર માં પોતાનો ચહેરો છુપાવીને અયાના જોર જોરથી રડવા લાગી....

ઘરે પહોંચતા જ સમીરા એ ઘરનું કામ પતાવ્યું અને કોફી બનાવીને પોતાની બુક્સ અને લેપટોપ લઈને બેડ ઉપર ગોઠવાઈ...
કોફી પીતા પીતા સમીરા ને અયાના યાદ આવી ....અને ત્યારબાદ ક્રિશય સાથે વિતાવેલો સમય યાદ આવતા એના ચહેરા ઉપર રોનક છવાઈ ગઈ...
પોતાના લેપટોપ મા ફેસબુક ની અંદર ક્રિશય ની આઈડી ખોલીને ક્રિશય ના ફોટા જોઇને સ્માઈલ કરી રહી હતી...પહેલા દિવસે જ્યારે એ ક્રિશય ને મળી હતી ત્યારે એ સમીરા સાથે ઝઘડી રહ્યો હતો અને અત્યારે ....એ વિચારીને સમીરા ને હસુ આવતું હતું....
કોઈ હીરા જેવા દેખાતા ક્રિશય ના ફોટાને લેપટોપ ઊંચું કરીને એને ચુંબી લીધું ....ત્યારે એનું ધ્યાન દીવાલ ઉપર લટકતા એના મમ્મી પપ્પા ના ફોટા તરફ આવ્યું એટલે લેપટોપ એની તરફ ફેરવ્યું અને બોલી ઉઠી...
"તમારા જમાઈ..." અને શરમાઈ ને હસવા લાગી....

(ક્રમશઃ)