Shwet Ashwet - 24 books and stories free download online pdf in Gujarati

શ્વેત, અશ્વેત - ૨૪

આજે હૈદરાબાદ ની ફ્લાઇટને ચાર વર્ષ થઈ ગયા હતા. પણ શ્રીનિવાસ હજુ એ ક્ષણ યાદ કરી શકતો હતો... તે ક્ષણ જ્યારે અહેલિયા તેની સામે આવી હતી. એ હૈદરાબાદની ફ્લાઇટ વખતે જ મળી હતી. જ્યોતિકા અને અહેલિયામાં ઘણી બાબતો સરખી હતી. બંનેઉના લગ્ન થયા હતા (બીજા પુરુષો સાથે), છોકરા હતા, અને બંનેઉને કોઈ બીજા સાથે.. આમ તો બંનેઉ અલગ અલગ હતા. અહેલિયા ખૂબ પૈસાવાળી હતી, અને જો તેની ગમતી નસ દબાવી હોત તો શ્રીનિવાસને કદાચ તેને સોનામાં તોલ્યો હોત. જ્યોતિકા એટલી પૈસાદાર ન હતી, પણ અહેલિયા જેમ કોલેજમાં ફેલ થઈ હતી, એમ સાવ ભણતર વગરની ન હતી. તેને તો સાયન્સમાં કોઈક બયોલૉજીમાં પોસ્ટ ગ્રાજયુએશન કર્યુ હતું. શ્રીનિવાસ તો માંડ - માંડ હિસ્ટોરિયન બન્યો હતો.

શ્રીનિવાસનો રસ એ બાબત પર પડ્યો કે અહેલિયા પણ પોરબંદરની હતી. તેના પપ્પા પૂણેના હતા, પણ તેઓ પોરબંદરમાં જજ રહી ચૂક્યા હતા. હોય શકે અહેલિયાને જ્યોતિકા કે તેની દીકરી વિષે કઈક ખબર હોય જે શ્રુતિ - એનું નામ શ્રુતિ હતું? - ની મૃત્યુનું નિમિત બન્યું હોય? આવું તો ઘણી વાર જાણવા મળે છે. વેન્ડેટા કહેવાય આને. ઘૃણાની વારસાગત.


પોરબંદરમાં શ્રુતિનું બેસણું હતું, તેના એક દિવસ પહેલા તનિષ્ક પરત અમેરિકા ફર્યા હતા. તનીષા અસહાય હતી. તેને પહેલી વાર શ્રુતિનું મૃતદેહ જોયું ત્યારથી એને પોરબંદરમાં ખૂબ અચૂકતું લાગતું હતું. એને લાગતું કે કોઈ તેનો પીછો કરી રહ્યૂ છે. સાંજે એક દિવસ તે ઘરની બહાર ગઈ હતી, શ્વાસ લેવા, કશુંક વિચારતા, અને જ્યારે તે પાછી આવી, ત્યારે તે એટલું હાંફતી હતી જાણે તે દોડતા - દોડતા જ આવી હોય. નિષ્કા પર બધાના ફોન આવતા હતા. તેઓના પેરેંટ્સ તો એજ ક્ષણે તેમણે લેવા પ્રાઇવેટ શીપ મોકલવાના હતા, અને તનીષાએ જ્યારે આ બધી વાત કરી, ત્યારે તો તેઓ બિસ્તરા પોટલા બાંધી જતાં જ રહ્યા.

ક્રિયા ઇચ્છતી હતી તેઓને રોકે. આ જે તેઓ કરી રહ્યા હતા, તે ક્રિયાને ખોટું લાગતું. હજુ તો બેસણું નથી થયું કે.. જતાં રહ્યા? ઘણા કારણ હતા તનિષ્કને રોકવાના. ક્રિયા તેઓને બ્લેકમેલ કરી શકતી હતી, તે આટલા મોટા ઘરમાં એકલી રહે? અને એ પણ જ્યાં મર્ડર થયું હોય? આવું તો ક્રિયાએ સ્વપ્ને પણ ન હતું વિચાર્યું.

સિયા અને સમર્થ ક્રિયા સાથે રહેવા આવી ગયા.

સમર્થ હજુ એવો જ લાગતો હતો, રૂપાળો. પણ ક્રિયા તો તેના રૂમની બહાર જ નહતી નીકળતી. આખા ઘરમાં એક શાંતિ હતી. એવી શાંતિ જેમાં રડો તો રડવાની પણ બીક લાગે. ઘોર શાંતિ.

સિયા અલગ વર્તતી. તે જ્યારે પણ ક્રિયાના રૂમમાં આવે ત્યારે એક સ્મિત સાથે આવે, ક્રિયાને મનાવે.

ખબર નહીં કેમ પણ સિયાને.. સિયાને જોઈ ક્રિયાને ગમતું. કોઈ તેનું પોતાનું હોય તેવું લાગતું.

પછી બેસણું હતું.

શ્રુતિની મમ્મી ક્રિયાને મળવા ન આવી, પણ શ્રુતિના પપ્પા અને ક્રિયા એક સાથે રડ્યા.

શ્રુતિ.

મારઇ ગઈ?

મારી નાખી એને?

એક જ ઘામાં માથું ફોડી, લોહી વહાવી.. મારી નાખી?

આ કેવું સમાપન? હજુ તો ઘણા પન્ના બાકી હતા.

હવે એ પન્ના નું શું?

કશુંજ ન હતું સમજાતું.

બે દિવસ.. ચાર દિવસ.. ક્રિયાએ શું કરવું કશુંજ ન હતું સમજાતું.

પાછા જતાં રહવું? ત્યાં વેકેશનમાં શું કરીશું?

સુરત જાઉ?

શ્રુતિ. બસ શ્રુતિનાજ વિચાર આવતા.

તો પછી શ્રુતિનું શું થશે?

બેસણામાં પહેરવા સિયાના કપડાં લેવા પડ્યા. મરેલી બહેનપણીના બેસણા માંટે કોઈ શોપિંગ જવાનું વિચારે?

અને એ પણ ક્રિયા?

એક જ ઘા.. લોહીમાં પડેલું શરીર યાદ આવતું.

ઊંઘતા, જાગતા, થાળીમાં, દાળમાં, આઈનામાં, ઓસીકા પર, તેની સામે..

ક્રિયા જ્યારે હોસ્પિટલમાં શ્રુતિને લઈને આવી હતી ત્યારે બ્લડ રીલેશનમાં નામ તેનું લખાવ્યું હતું.

હવે એ બ્લડ રીલેશનવાળું શરીર બળેલી રાખ હતું, હવામાં ક્યાંક..

પછી એક સવારે, ક્રિયાને બધુ જ સમજાઈ ગયું..