Conflict - 6 in Gujarati Fiction Stories by Dt. Alka Thakkar books and stories PDF | આંતરદ્વંદ્ - 6

Featured Books
  • Wheshat he Wheshat - 2

         وحشت ہی وحشت قسط نمبر (2)   تایا ابو جو کبھی اس کے لیے...

  • Wheshat he Wheshat - 1

    Wheshat he Wheshat - Ek Inteqami Safar
    ترکی کی ٹھٹھورتی ہوئی...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودفیصل ایک ایسے گھر...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودرضوان ایک ایسے گھر...

  • صبح سویرے

    رجحان ہم ہمت کے ساتھ زندگی کا سفر طے کر رہے ہیں۔ کندھے سے کن...

Categories
Share

આંતરદ્વંદ્ - 6

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ લેવી.
એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ - ૬
આગળ આપણે જોયું કે ચીન બાયોલોજીકલ વોર માટે વુહાન ની લેબમાં વૈજ્ઞાનિકો દ્વારા કૃત્રિમ વાયરસ બનાવવાના પ્રયોગો કરી રહ્યું હતું હવે આગળ....
ચીન માં કૃત્રિમ વાયરસ ના રિસર્ચ ની સાથે સાથે એ વાયરસ સામે લડવા માટે ની દવા નું પણ રિસર્ચ ચાલી રહ્યું હતું. આ દવા ના બદલામાં તે બધા દેશો પાસે થી અઢળક ધનસંપત્તિ મેળવી તેનો ઉપયોગ પોતે મહાસત્તા બનવા માટે કરવાના સ્વપ્ન જોઈ રહ્યું હતું. આ દવા ના બદલામાં બધા પાસે થી મોં માગ્યા દામ મેળવી શકાશે અને એ માટે બધા બિઝનેસમેન ને કેમિકલ- ડ્રગ્સ ફેક્ટરીસ્ ભારત સહિત ઘણા દેશોમાં સ્થાપવાના, ત્યાં ના ટેલેન્ટેડ લોકોને તેમાં જોડવાના અને દવા માટે રિસર્ચ કરવાના પણ ઓર્ડર્સ અપાઈ ચૂક્યા હતા.
* * * * *
અમેરિકાથી મંગાવેલ ઈંજેક્શન નો ફસ્ટ ડોઝ નમ્યા ને અપાઈ ચૂક્યો હતો. નમ્યા ની હાલત થોડી સુધારા પર હતી. થોડા દિવસ હોસ્પિટલમાં ડોક્ટરો ના અંડર ઓબ્ઝર્વેશન માં નમ્યા ને રાખી ને, હોસ્પિટલમાં થોડા દિવસ ના સ્ટે બાદ નમ્યા ને હવે રજા મળી ગઈ હતી. પ્રસૂન અને રમ્યા સાથે હવે એ ઘેર હતી. પ્રસૂન ની ખુશી સમાતી નહોતી. રમ્યા અને પ્રસૂન ખૂબ જ ખુશ હતા. ધીમે ધીમે નમ્યા આ બીમારીમાંથી બહાર આવી જશે એ વિચાર માત્ર થી પ્રસૂન પોતાને દુનિયા નો સૌથી ખુશ કિસ્મત ઈન્સાન સમજતો હતો. મારી નમ્યા ને હવે કંઈ જ નહીં થાય, એનો ઈલાજ હું કરાવી શકીશ. આવા વિચારો માં રાચતા પ્રસૂન ને મિ. વાઁગ લી ના ફોન કોલે યાદ કરાવ્યું કે હવે તેને એન્ટી વાયરસ દવાનું રિસર્ચ કરવાનું છે.
સમય તેનું કામ કરી રહ્યો હતો. નમ્યા ની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. સમયાંતરે તેને હોસ્પિટલમાં રૂટીન ચેક-અપ માટે લઈ જવી, રિપોર્ટ્સ કરાવવા એ બધા ની સાથે સાથે પ્રસૂન આ ડ્રગ્સ ( દવા ના) રિસર્ચ માટે રાત દિવસ મથતો રહેતો. એને થતું હતું કે જેણે મારી દીકરી ની જિંદગી બચાવવા માટે મને સાથ આપ્યો છે, જરૂરિયાત સમયે જે વ્યક્તિ મારી સાથે ઉભો છે મારે એને ૧૦૦% વફાદારી આપવી જોઈએ અને એ રાત દિવસ સમય જોયા વિના ભૂખ્યો ને તરસ્યો કલાકો સુધી - દિવસો સુધી રિસર્ચ માટે લાગેલો રહેતો. પણ પ્રસૂન એ બાબત થી અજાણ હતો કે જેને એ પોતાની ૧૦૦% વફાદારી આપવા માગે છે એણે પોતે જ આ સંબંધ ની શરૂઆત દગો આપવા માટે જ કરી છે. ક્યારેક માણસ ની નાની અમથી નાદાની પણ એને બરબાદી ના કગાર પર લાવી મૂકે છે.
પ્રસૂન જ્યાં રાત દિવસ રિસર્ચ માટે અથાગ મહેનત કરતો ત્યારે મિ. વાઁગ લી પોતાના કુટિલ મિશનને ઝડપથી સફળ બનાવવા માટે ના ષડયંત્ર ને આકાર આપી રહ્યો હતો. સારી જગ્યા જોઈ એક બિગ ફાર્માસ્યુટિકલ કંપની સ્થપાઇ ચૂકી હતી. પ્રસૂન એ કંપની નો બરાબર નો પાર્ટનર હતો. પૂરી ૫૦% કંપની એના નામે હતી. રમ્યા પણ આ વાત થી ખૂબ ખુશ હતી. તેઓ હવે ફેક્ટરી ના માલિક હતા. હવે દુઃખ ભર્યા દિવસોનો - મધ્યમ વર્ગીય જિંદગી માં બદલાવ આવી રહ્યો હતો. મધ્યમ વર્ગીય માણસ ની જિંદગી- તેની મુશ્કેલીઓ તો એક મધ્યમ વર્ગીય જિંદગી જીવતો વ્યક્તિ જ સમજી શકે. મોંઘવારી ના આ યુગમાં અથવા તો વરસોથી સૌથી વધારે જો કોઈ પિસાતું હોય તો તે છે મિડલ ક્લાસ ફેમિલી. અમીર ને તો કોઈ જ ફરક પડતો નથી હોતો જ્યારે ગરીબ છે એ કોઈ ની પાસે મદદ માંગી પોતાનો જીવન નિર્વાહ ચલાવી લે છે. જ્યારે મધ્યમ વર્ગ ના તો મદદ માટે પોતાનો હાથ ફેલાવી શકે છે, ના તો કોઈ ને કંઈ કહી શકે છે ના સહી શકે છે બસ હસતાં મોઢે તકલીફો નો સામનો કરે છે . રમ્યા એ આવા દિવસો જોયા છે તેથી તે આમાંથી બહાર નીકળવા માંગતી હતી. એમાં જાણે વાઁગ લી એના માટે સમસ્યા નું સમાધાન બની ને આવ્યો હોય એવું એને લાગતું.

શું વાઁગ લી પોતાના ષડયંત્ર ને અંજામ આપી શકશે ?
શું પ્રસૂન આ બધું રોકી શકશે? જાણવા માટે વાંચતા રહો આગળ નો ભાગ