Introspection - 3 books and stories free download online pdf in Gujarati

આંતરદ્વંદ્ - 3

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત યા મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ લેવી. એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ-૩ ( આગળ આપણે જોયું કે મિ. વાઁગ લી કરી ને એક વ્યક્તિ એક ઓફર ના અનુસંધાને પ્રસૂન ને મળવા માગે છે. )
પ્રસૂન અને મિ. વાઁગ લી એક કેફેમાં કોર્નર ટેબલ પર બેઠા. મિ. વાઁગ લી પ્રસૂન ના મન ની વાત નો પડઘો પાડતા હોય એમ બોલ્યા લુક મિ. પ્રસૂન મારી પાસે

તમારો કોન્ટેક્ટ નંબર ક્યાંથી આવ્યો કે મને તમારી ઈન્ફોર્મેશન ક્યાંથી મળી એ ઈમ્પોર્ટન્ટ નથી ઈમ્પોર્ટન્ટ છે મારી ઓફર જે સ્પેશિયલી તમારા માટે જ છે.
અકોર્ડિંગ ટુ માય ઈન્ફોર્મેશન યુ આર અ જિનિયસ - તમે એક ઈન્ટેલિજન્ટ પરસન છો પણ તમારી હોંશિયારી તમે ખોટી જગ્યાએ વેડફી રહ્યા છો. જ્યાં તમારા કામ ની - તમારી ઈન્ટેલિજન્સ ની કોઈ કદર નથી. જો તમે મારી સાથે હાથ મિલાવશો તો માલામાલ થઈ જશો.
ઓકે મિ. વાઁગ લી મને તમારી ઓફર વિશે ડીપ માં જણાવો. ( પ્રસૂને મનમાં વિચાર્યુ લાવ જાણું તો ખરો આ ચાઈનીઝ નો પ્લાન શું છે? )
વાઁગ લી લુચ્ચું સ્મિત કરતાં બોલ્યો મિ. પ્રસૂન શું હું તમને ડફોળ લાગું છું કે હું તમને એમ જ મારો આખો પ્લાન જણાવી દઉં બટ એની વે હું તમને મારા પ્લાન ની શોર્ટ સમરી આપું તો અમારો દેશ નં- 1 બની આખા વિશ્વ પર સામ્રાજ્ય સ્થાપવા ઈચ્છે છે અને એ માટે નો પ્લાન ઈન પ્રોસેસ છે. એમાં મારા જેવા બિઝનેસમેન ને પણ ઈનવોલ્વ કર્યા છે. એના માટે અમારે પૂરા વર્લ્ડ માં નેટવર્ક બનાવવાના છે. અને તમારું ઈન્ડિયા અમારા હોટ લિસ્ટમાં છે. જો તમે ઈન્ડિયા માં મારો પ્લાન સક્સેસ બનાવવામાં મારી હેલ્પ કરશો તો આપણી 50 પરસન્ટ પાર્ટનરશિપ.
મિ. વાઁગ લી તમે ડફોળ તો નથી જ તો એમ ને એમ તો મને 50 પરસન્ટ પાર્ટનરશિપ ની ઓફર કરતાં નહીં હોવ પ્રસૂન બોલ્યો.
મિ. પ્રસૂન ધેટ્સ વાય આઈ સિલેક્ટ યુ ફોર માય ઓફર, યુ આર સ્માર્ટ મેન મોર ધેન આઈ થોટ. યસ મિ. પ્રસૂન ડિટેલ તો તમે જ્યારે મારી સાથે ડિલ કરશો ત્યારે જ તમને જાણવા મળશે બટ ઈન શોર્ટ એક એવી બીમારી ના germs પૂરા વર્લ્ડમાં આવવાના છે જે પૂરા વર્લ્ડ ના લોકો ને સકંજામાં લેશે. પણ એની કોઈ જ દવા નહીં હોય, લોકોને ક્યાંય એની દવા નહીં મળે અને એ દવા પછી માત્ર મારી કંપની માં બનશે અને લોકો પાસેથી પછી એ દવા ના આપણે મોં માંગ્યા ભાવ લઈશું.
મિ. વાઁગ લી તમારા દેશને તમારે નં- 1 બનાવવો છે તો આઈ હેવ નો ઓબ્જેક્શન બટ એના માટે તમે મહેનત કરો - ટેક્નોલોજી વિકસાવો, અમને ઈન્ડિયન ને તમે સમજી શું બેઠા છો? મારી પાસે પૈસા નથી તો શું મારે મારા દેશ સાથે ગદ્દારી કરી ને રૂપિયા કમાવવાના ? હું આવી રીતે મારા દેશ સાથે ક્યારેય ગદ્દારી નહીં કરું. પ્રસૂન ગુસ્સામાં કાંપી રહ્યો હતો.
આવી વાત માટે તમારી મને મળવાની હિંમત જ કેવી રીતે થઈ? તમને મારા વિશે માહિતી મળી હશે પરંતુ મારી દેશ ભક્તિ વિશે - દેશ માટે મારા દિલમાં રહેલ લાગણી ની તમને કદાચ માહિતી નથી.
કુલ ડાઉન મિ. પ્રસૂન , આઈ રિપીટ ધેટ્સ વાય આઈ સિલેક્ટ યુ, યુ આર નોટ ઓન્લી સ્માર્ટ બટ જેન્ટલમેન વિથ ગુડ હાર્ટ, તમે શાંતિ થી મારી ઓફર પર વિચાર કરીને મને જવાબ આપજો. અત્યારે મારું આ કાર્ડ રાખો પછી વિચારીને મને ઈન્ફોર્મ કરજો. આમ પણ આવા નિર્ણયો આ રીતે ઉતાવળે ઉભા ઉભા ના લઈ શકાય ગુડબાય.
શું પ્રસૂન વાઁગ લી ની આ ઓફર નો સ્વીકાર કરશે? વાઁગ લી પ્રસૂન ને આ ઓફર સ્વીકારવા તૈયાર કરી શકશે ? જાણવા માટે વાંચતા રહો.