Sami sanjnu svpan - 5 books and stories free download online pdf in Gujarati

સમી સાંજનું સ્વપ્ન.. - 5

(ભાગ - ૫)

ફોનમાં અજાણી યુવતીનો અવાઝ સાંભળ્યો, ગરિમાને અનેક વિચારો આવી ગયા પળવારમાં. સામેથી જ યુવતીનો અવાઝ આવ્યો ગરિમા આંટી, ને એનો અવાઝ ગળગળો થયો, કેવી રીતે કહું ?

ગરિમાને પણ જાણે હાશ થઈ, પૂછ્યું વ્યોમેશ ક્યાં છે ? તું મને ઓળખે છે ?

આર્યા - હા, આંટી હું આર્યા, વ્યોમેશ પાપાજીનાં દીકરાની વહુ. હું તમને નામથી સારી રીતે ઓળખું છું. પાપાજી રોજ તમારી વાતો કરે છે.

ગરિમા - હા, હું પણ તને ઓળખું છું, તારા ખુબ વખાણ કરે છે, મારી દીકરીથી જ તારી વાત કરે છે. વ્યોમેશ કેમ આજે અહીં આવ્યા નથી ?

આર્યા - રડવા લાગી, આંટી તમને મળીને પપાજી આવ્યા ત્યારે ખુબજ ખુશ હતા, એમની ખુશી જોઇને મે બધું પૂછ્યું તો તમારાં પ્રેમનાં એકરારની વાત કરી. આંટી તમે ખુબજ પ્રેમ આપજો એમને, જીવનસાથીના પ્રેમથી એ હમેંશા વંચિત રહ્યા છે, જીવન સંધ્યાના સમયે સાથી તો જોઈએ. બંનેની જરૂરિયાત હોય છે, બંનેએ જૂની યાદોને વિસ્મૃત કરીને નવી યાદો સાથે જીવનમાં પ્રયાણ પરિવર્તનશીલ પગલું છે.

આંટી, પાપાજીને તો હાર્ટ એટેક આવ્યો છે, અત્યારે i.c.u માં છે. અત્યારે નોર્મલ છે, બધાં રિપોર્ટ કરાવ્યા છે. એનજીઓગ્રાફિ કરાવી તેમાં બે નળીમાં બ્લોકેજ આવ્યાં એટલે બે સ્ટેન્ટ મૂકીને એનજીઓપ્લાસ્ટી કરી છે. ઓબસર્વવેશન માટે આજનો દિવસ i.c.u. માં રાખશે, કાલે રજા આપશે. હવે કોઈ ચિંતાનું કારણ નથી. આરામ કરવાનો હવે. કોઈ સ્ટ્રેસ એમને પડવો નાં જોઈએ.

ગરિમાને તો સાંભળીને ચક્કર આવવા લાગ્યા, અરે!!! આ શું થઇ ગયું ? કાલે છૂટા પડ્યા ત્યારે તો કંઇજ નહતું. હું આવું છું હોસ્પિટલમાં હમણાંજ. આર્યા બોલી નાં આવતાં અહીં અંદર જવાની મનાઈ છે, સાંજે તમે પાંચ વાગે આવજો, તો થોડીવાર મુલાકાત થશે.

સાંજના પાંચ ક્યારે વાગશે ? જાણે પાંચ યુગ વિતી ગયા. વિરહની ઘડીઓ પસાર કરવી અઘરી બની જાય છે, જ્યારે મનમિત માટે હોય ત્યારે સમય એક જગ્યાએ જ થંભી ગયો હોય એવું લાગે. દરેક પ્રક્રિયા મંદ લાગે. ગરિમા તો પોતાને જ કસૂરવાર ગણવા લાગી. મેં પ્રેમનો એકરાર નાં કર્યો હોત તો કદાચ આ ના બનત, આનંદનો ઉભરો જીરવી ના શક્યો તો પણ બને. બોર બોર જેવડા આંસુઓનો સૈલાબ આવ્યો. વ્યોમશ ને જોવા આંખો તરસી ગઇ.

💞નજર તરસી ગઇ મનમિત,
સમય થઈ ગયો સ્થગિત,
સાંજની આતુરતા પ્રણિત.💞

સમયની ગાડીને ધક્કા મારું કે જાતેજ પાંચ વગાડી દઉ, મનનાં વિચારોની કોઇજ બ્રેક નહી, કપરા સમયે વધારે ફાસ્ટ જાય. ચાર વાગતાં તો હોસ્પિટલ જવાં નીકળી. બહાર આવી તો ધોમધકતો તાપ પણ દિલમાં મિલનના તાપ સામે આકરો નાં લાગ્યો. રીક્ષાની જાણે હડતાળ હોય તેમ એક પણ રીક્ષા નાં આવી. ઓળખીતા લોકો મળે, વાતો કરવા ઊભા રહે તો એવું લાગે હે ભગવાન !!! આ ક્યાં મળ્યા ? મિલન ઝંખતું મનમિતનું, આ શું પળોજણ આવી ઊભા, આ લોકો જ ક્યારે સારા લાગતાં હતાં પણ અત્યારે નહીં.

પ્રેમમાં સારું નરસું કંઈ યાદ નાં રહે, હું અને મારો પ્રેમી. એક અલૌકિક અનુભૂતિ બંને વચ્ચે થાય, સઘળું તુચ્છ લાગે એવું ગરિમા અનુભવી રહી. મને પાંખ હોય તો હમણાં ઉડીને પહોંચી જવું એટલું દિલ બેતાબ થઇ રહ્યું હતું.

આર્યાનો કોલ આવ્યો આંટી કેટલે રહ્યા ? દસ મિનિટ જ બાકી છે પછી તમને નહિ મળવા દે, જલદી આવો.

હા, હું લિફ્ટમાં આવું છું પણ ખબર નહીં આજે આ લિફ્ટને પણ શું થયું છે, આવતી જ નથી !!! હું દાદર
ચડીને આવુ છું, અરે નાં !!! ત્યાં જ ઉભા રહો, તમે દસમા માળે કેમ કરીને ચડશો. હું જ આવુ છુ, લિફ્ટ અહીં કોઈ ખુલ્લી રાખીને જતું રહ્યુ છે એટલે નથી આવતી.

આર્યા ગરિમાને તરત ઓળખી ગઇ કે હા આજ આંટી હશે. ચહેરાની રેખાઓ સ્પષ્ટ મૂંઝવણમાં જણાતી હતી. આછા પ્રસવેદના બુંદો મોતીની જેમ ચમકી રહ્યા હતાં. પણ ચહેરો હતાશ દિસતો હતો. આર્યા હાથ પકડીને લિફ્ટમાં લઇને ઉપર ગઇ, ફ્ટાફ્ટ i.c.u માં મોકલ્યા.

આર્યા એવું માનતી હતી કે ગરિમાને જોઇને પાપાજી એકદમ સ્વસ્થ થઈ જશે. ચહેરો ખુશીથી છલકાઈ ઉઠસે. રિકવરી પણ સ્પીડી થશે. હું તો આંટીને રોજ ઘરે પણ મળવા બોલાવીશ. મારાં પાપાજી ખુશ તો હું ખુશ.

ત્યાંજ વ્યોમેશનો દીકરો પરમ આવ્યો પાપાને મળવા પણ અંદર ગરિમા હતી એટલે આજે ખબર કાઢવા જવા નાં મળ્યું. ગરિમા વિશે એટલી જ ખબર હતી કે પાપાજીને ખુબજ ગમતી હતી અને પ્રેમ કરે છે એવું આર્યા પાસેથી જાણ્યું હતું. જ્યારે અત્યારે ગરિમાને અહી જોઈ તો રિકોલ મેમરી થઇ, વાત આટલી વધી ગઇ છે.

મને બિલકુલ પસંદ નથી, આ ઉંમર છે પ્રેમ કરવાની ?
પપ્પા તો પુરુષ છે કે કોઈ ગમી જાય, પ્રેમ થાય પણ એક સ્ત્રી થઇને અને એ પણ વિધવા, કેવી રીતે પ્રેમ કરી શકે પરપુરુષને, એમને શરમ જેવું કંઇ છે ? નજરો ઉઠાવીને અહી સુધી આવી ગયા. ગુસ્સા પરનો કાબુ ગુમાવી બેઠો હતો પણ આર્યા સમજાવતી રહી ઘરે જઈને શાંતિથી વાત કરીશું, અત્યારે આ વાતોનો કોઈ અર્થ નથી.

પરમ - હા મને ખબર છે તું પૂરેપૂરી ભાગીદાર છે. મારી માંની જગ્યા કોઈ લે મને નહીં ગમે.

આર્યા - પાપાજીને ભલે માં થી પ્રેમ નાં મળ્યો હોય. તું જ કહેને તને કેટલો પ્રેમ મળ્યો ? દીકરાને જે પ્રેમ નાં કરે, નાં એની દેખરેખ રાખે, ગયા છે વર્ષોથી અલગ રહેવા, તને મળ્યા ક્યારેય ?

પરમ - મળે કે નાં મળે, એ મારી સમસ્યા છે. સમાજમાં રહેવાનું, બધાં જાણશે જ્યારે શું મોઢું બતાવીશ બધાંને. તારી અને મારી પ્રેમ કરવાની ઉમર છે, આ તો ડોસો જ ડોસીને પ્રેમ કરવા લાગ્યો. પાપાજી ને હું નહીં મળવા દઉ.

આર્યા - પરમ જીવન સંધ્યાના આરે કોઈ જીવનસાથી હોય, પ્રેમ કરતું હોય, લાગણી રાખતું હોય, એકબીજાની કેર કરતાં હોય. જીવવાની મજા જ કંઈ ઓર હોય છે. નવાં પ્રેમમાં પાગલ બનેલાની જેમ યૌવનમાં પ્રવેશવા દે. મસ્તી માણવા દે, બંને મેચ્યોરડ છે. મર્યાદાઓની ખબર છે. પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. એ તો ક્યારે પણ કોઈની સાથે થઇ શકે છે. પ્રેમ લાગણીઓનાં અહેસાસનો મેળો છે.

પરમ - મર્યાદાની ખબર હોત તો આ પ્રેમ થાત જ નહીં

આર્યા - હું તો માનું છું કે જીવનમાં પરિવર્તન આવશ્યક છે. ગરિમા આંટીમાં એવું કંઈક ખેંચાણ અનુભવ્યું હશે. દિલમાં સ્પંદનો થયા હશે. જે મીઠા લાગ્યા હશે. તું વિચાર પરમ આટલી ઉંમર ગઇ, પ્રેમ કોઈની સાથે નાં થયો અને આંટી સાથે જ કેમ ?

દિલનું ખેંચાણ સીમા પાર કરી ગયું હશે. કેટલી કશ્મકશ ભરી વિચારોમાં રાતો ગુજારી હશે બંનેએ. આ ઉંમરે સ્વીકાર કરવો અઘરો છે પરમ, બંનેના મિલનને તું હસતાં સ્વીકારી લે. પાપાજીએ તારી ખુશીયો માટે કેટલો ભોગ આપ્યો છે, તું એમના માટે એની પડખે નાં રહી શકે. સ્વજનનો સાથ હોય તો હર મુશ્કિલ મિટાવી શકાય.

ગરિમા i.c.u. માં ગઇ, જોયું વ્યોમેશ એની બાજુ જોતો હતો, પગરવનો મધુર રવ કાનોમાં પહોંચતા જ વ્યોમેશે આંખો ખોલી, જાનું આવી છે ? દિલમાં હજારો ઘંટડીઓ રણકી ઊઠી. દિલનાં દર્દની દવા જ સામે આવી ઊભી હતી. મીઠા રોષ સાથે ગરિમાએ કહ્યું, વ્યોમેશ તમે તબિયતનું કેમ ઘ્યાન રાખતાં નથી ? તમને મારાં લીધેજ આ બધું થયું. મારે પ્રેમનો એકરાર જ કરવા જેવો નહતો. તમને સ્ટ્રેસ થયો હવે શું થશે ? અને હાર્ટ એટેક આવ્યો. ઈશ્વરનો ખુબ ખુબ આભાર તું જલદી સ્વસ્થ થઈ ગયો.

ગરિમાનો હાથ વ્યોમશનાં હાથને પંપાળતો હતો, સાંત્વના આપતો હતો, હું છું તમારી સાથે. સ્પર્શમાં ઘણી વાતો થઇ. નજરોથી મૌન વંચાયું. આત્મીયતાની અનુભૂતિ થઈ. ગરિમા આંસુ પી ગઇ હતી, બતાવા માંગતી નહતી, ઉદાસ જોઇને વ્યોમેશ વધારે તડપી ઉઠે તો ? આટલા દર્દમાં વધારે ક્યાં દર્દ આપુ ? મનને સ્વસ્થ કર્યું. હસતાં હસતાં જ વાતો કરી, આરામની જરૂરત હતી હવે આરામ થશે.

વ્યોમેશે એક શરત કરી રોજ તારે મારે ઘરે ખબર પૂછવા આવવાનું.

અરે !! હું કેવી રીતે રોજ આવુ ? તારો દીકરો ને વહુ શું સમજશે ?

મારી જોડે તું અને આર્યા છો, મને કોઈની ચિંતા નથી. બંને મને સાથ આપજો. પરમ જલદી નહિ માને, પણ હું તેનો બાપ છું સમજાવી દઈશ.

અનુભવથી જ વ્યક્તિનો ખ્યાલ આવે છે. તારી લાગણી, તારી સમજદારી જ પરમને તારી તરફ ખેચી લાવશે. અપેક્ષાઓ કદાચ એને તારા તરફથી હશે, આ ઉંમરે મને માં જેવો પ્રેમ કરી શકશે ? હું એમની અપેક્ષામાં ખરો ઉતરિશ ? આપણને બંનેને સાચો પ્રેમ છે ? અપેક્ષામાં ખરો ઉતરશે ત્યારે બંનેનાં અપેક્ષાના છેદ ઉડશે એટલે રહેશે માત્ર પ્રેમ ભર્યો સબંધ !!!

( આગળનાં ભાગમાં જોઈએ પરમનો શું નિર્ણય ? દોસ્તો તમને શું લાગે છે ? પરમ શું જવાબ આપશે )

ક્રમશ: ...

""અમી""