Ek Phoolthi badlayel jivan - 1 books and stories free download online pdf in Gujarati

એક ફુલથી બદલાયેલ જીવન - 1

એક ફુલથી બદલાયેલ જીવન (ભાગ-૧)

મારૂં નામ મયુર, હું એક મધ્યમ પરિવારમાંથી આવું છું. મારા પિતા સ્કુલ ડ્રાયવર છે અને મારી માતા ઘર કામ કરે છે અને મારી એક મોટી બેન છે. હું આશા રાખું છું કે, તમને મારા જીવન વિશે આપને ખૂબ જ ગમશે. હવે હું શરૂઆત ત્યાંથી કરીશ જયારથી મને સમજણ પડવા લાગી. હું જાણું છું ત્યાં સુધી તો મને ધોરણ-૫ માંથી મને બધી જ વસ્તુની ખબર પડવા મળી હતી. મને તે સમયે એવું લાગતું કે હું મારા જીવન વિશે અને લોકો વિશે ગણું ઝડપથી શીખી રહ્યો હતો પણ હાલના સમયગાળામાં કોઈ પણ નાના છોકરાઓને જોવું તો એવું લાગે કે આ બાળકો તો મારાથી પણ વધારે ઝડપી સીખી રહ્યા છે. આગળ, જણાવું તો હું ધોરણ-૫ માં એક પ્રાઇવેટ સ્કુલમાં અભ્યાસ કરતો હતો. મને સવારે સ્કુલ જવાનો બવ જ કટાળો આવતો પણ જવું પડતું. મને સ્કુલમાં મારા મિત્રો જોડે મસ્તી કરવાની બવ જ મજા આવતી. પણ સૌથી બધારે મજા તો મારા ખાસ મિત્ર મનહર જોડે જ આવતી. હું અને મનહર એક જ બેચ પર બેસતા હતા. ભણતાં, મસ્તી કરતાં, જોડે નાસ્તો કરતાં અને મને ઘીમે ઘીમે સ્કુલમાં જવાની બવ જ મજા આવતી પણ મનહર ભણવામાં મારા કરતાં ૨૦ થી ૩૦ ટકા વધારે હોશિયાર હતો અને હું થોડો ભણવામાં નબળો હતો. હું પરીક્ષા આપવા જતો ત્યારે મને કંઇ જ યાદ ન રહેતું મારા બધાં મિત્રો પેપર આપવા બેઠા હોય ત્યારે ચોરી કરતાં, નાની - નાની કાપલી લઈને આવે અને ટીચર ના જોવે તેવી રીતે ચોરી કરીને કાપલીમાંથી લખતાં અને મને પણ આપતાં પણ હું કદી ચોરી ના કરતો. એવું નતું કે મને ચોરી કરતાં નતું આવડતું પણ મને એક જ વસ્તુને બીક હતી કે ટીચર જોઈ જશે તો મને મારશે એ બીક ના લીધે હું કદી એ ચોરી ના કરતો. આખરે જયારે પરિણામ આવતું ત્યારે હું સાત વિષયમાંથી છ વિષયમાં તો નાપાસ જ થતો અને જયારે વાલી મિટીંગમાં મારા મમ્મી-પપ્પા પરિણામ જોવાં આવતાં ત્યારે તો મમ્મી- પપ્પા ના હાથે મેથીપાંક તો મળતો જ હતો. ત્યારે એવું લાગતું કે કાસ થોડી ચોરી કરી લીધી હોત તો આજે મારે માર ના ખાવો પડત. પણ મને પરીક્ષામાં ચોરી કરવાનું કદી મન ના થતું બસ આવી રીતે જ હું પરીક્ષામાં ચાર થી પાંચ વિષયમાં નાપાસ થયાં કરતો અને મારા મમ્મી-પપ્પાની માર ખાતા રહેવું પડયું. હું મારા પપ્પાના હાથે બવ જ માર ખાતો જતાં પણ મને ભણવાનું બિલકુલ મન નતું લાગતું અને ઘીમે-ઘીમે આવું ચાલતું જ રહ્યું અને મારી સ્કુલના ટીચર પણ બવ જ સારા હતાં. જે મને આટલાં બધાં વિષયમાં નાપાસ થયાં પછી પણ મને વાર્ષિક પરીક્ષામાં માશ પ્રમોશન આપી ને આગળના ધોરણમાં પ્રવેશ આપી દેતાં જેથી મારૂં આખું વર્ષ ના બગડતું અને હું પણ ગણો ખુશ થતો. બસ આવી જ રીતે ઘીમે-ઘીમે મને માસ પ્રમોશન મળતું રહયું અને હું આગળનાં ધોરણમાં પ્રવેશ કરતો રહ્યો. હું અને મારો મિત્ર મનહર આખરે અમે બંને એ ધોરણ-૮ માં પ્રવેશ કરી લીધો અને અમારી સ્કુલ પણ સવારની થઈ ગઈ અને અમને બવ જ મજા આવતી. પણ આ બધી જ વાતમાં બે વાત તો સમાન હતી. એક મારી અને મનહરની મિત્રતા અને બીજું પરીક્ષામાં નાપાસ થવાનું બસ આ જ રીતે બધું ચાલતું ગયું અને આખરે એ દિવસ આવ્યો જે દિવસે બધાં શિક્ષકો પોતાના સન્માનની રાહ જોઈ રહ્યાં હોય છે. “ ગુરૂપૂર્ણિમા ” આ દિવસ બધાં જ શિક્ષકો અને ગુરૂઓ માટે ખૂબ જ સારો હોય છે. પણ આ દિવસ મારા માટે સારો ન હતો. આપણને ખબર જ છે ગુરૂપૂર્ણિમાનાં દિવસે આપણે આપણાં ગૂરૂને ફુલ કે પછી બુકે આપી આપીને સન્માન કરીએ છે અને હું પણ એ જ સન્માન માટે મારા ટીચર માટે ગુલાબનું ફુલ લેવાં મારા મિત્રો જોડે સાયકલ લઈને નીકળી પડયો પણ મે તમને કીધુંને આ દિવસ મારા માટે સારો ન હતો.............શું થયું આખરે એવું ..........


મારી બીજી આગળની વાત તમને બીજા ભાગમાં જણાવીશ.