Ek Phoolthi badlayel jivan - 2 books and stories free download online pdf in Gujarati

એક ફુલથી બદલાયેલ જીવન - 2

એક ફુલથી બદલાયેલ જીવન (ભાગ-૨)

મારું નામ મયુર, મે તમને આગળના ભાગમાં જણાવ્યું હતું કે, “ગુરૂપૂર્ણિમા“ આ દિવસ બધાં શિક્ષકો અને ગુરૂઓ માટે ખૂબ જ સારો હોય છે પણ આ દિવસ મારા માટે સારો ન હતો. તો હું મારી જિંદગીની આ યાદગાર અને દુ:ખ-દાયક કહાની તમને આગળ જણાવીશ કે આખરે એ દિવસે એવું તો શું થયું મારી જોડે....?

મે તમને આગળના ભાગમાં જણાવ્યા મુજબ હું “ગુરૂપૂર્ણિમા“ નાં દિવસે મારા ટીચર માટે ગુલાબનું ફુલ લેવાં મારા મિત્રો જોડે સાયકલ લઈને નીકળી પડયો. અમે લોકો તારીખ-૧૮/૦૭/૨૦૦૮ ને શુક્રવાર ના રોજ સવારે ૦૭ વાગ્યાના હું અને મારા બીજા બે મિત્રો ફુલ લેવાં જતાં હતાં. અમે લોકો અમારી પોત-પોતાની અલગ સાયકલ લઈને જઈ રહ્યા હતાં અને ફુલની દુકાન અમારી સ્કુલથી ૧ કિલોમીટરના અંતરમાં હતી અને અમે ફુલ લેવાં નીકળી જ ગયાં હતાં પણ કોઈએ એવું વિચાર્યું નહિં હોય એવું થઈ ગયું. આખરે તમે પણ વિચારતાં હશો કે એવું તો શું થયું હશે........?

તો અમે લોકો ફુલની દુકાને પહોંચવા જ આવ્યા હતાં અને ફુલની દુકાન ચાર રસ્તાએ સર્કલની પેલી બાજુમાં હતી. તો હું ને મારા મિત્રો સાયકલ લઈને સર્કલ ફરીને ફુલની દુકાને જતાં જ હતા. તે સમયે જ પાછળથી બસ આવતી હતી અને હું બસને જોઈને સર્કલની સાઈડમાં ઉભો રહી ગયો. મે વિચાર્યું કે બસ નીકળી જશે પછી હું નીકળી જઇશ પણ એ દિવસ મારા માટે ખરાબ હતો એટલે એવું થવું પણ શક્ય ન હતું. તો હું સર્કલની સાઈડમાં જ ઉભો હતો અને બસે પાછળથી આવીને મને ટક્કર મારી અને હું નીચે પડી ગયો અને મારા પેટના ભાગ પર મારી સાઈકલ પડી ગઇ અને બસના ડ્રાયવરે તેની બસનો આગળનો ભાગ મારા પેટ પરથી ચઠાવી નાખ્યો એનાં પછી બસ ડ્રાયવરને એ પણ ખબર ન હતી કે કોઈ મારા બસ નીચે આવી ગયું છે અને એણે એની બસ ચાલુ જ રાખી. પાછળના બે ટાયર પણ મારા પેટ પરથી ચઠાવી નાખ્યાં હતાં. પાછળનાં બંને ટાયર મારા પરથી નીકળી ગયાં પછી જ બસ ડ્રાયવરને ખબર પડી કે કોઇક મારા બસ નીચે આવી ગયું છે. ત્યારે જઈને બસ ડ્રાયવરે તેની બસની બ્રેક મારી અને બસ ઉભી રાખી હતી. મારું આવી રીતે એકસીડન્ટ થતાં જ ત્યાં લોકોની ભીડ ભેગી થઈ ગયી અને બસનો ડ્રાયવર તો ત્યાંથી નાંસી ગયો હતો. પણ ત્યાં બસનો કંન્ડકટર બસમાં જ હતો તો ત્યાં આજુ-બાજુની પબ્લિક એ ભેગાં થઇને બસનાં કન્ડકટરને ખૂબ માર્યો હતો. જે સમયે બસના કંન્ડકટરને પબ્લિક મારી રહી હતી તે સમયે હું જોઈ રહ્યો હતો પણ પૂરેપુરું નહિં કેમ કે તમને ખબર જ છે. હું તે સમયે નીચે રોડ પર પડેલો હતો અને મારા પેટનાં ભાગ પર મારી સાયકલ હતી અને એ જ સાયકલ પરથી બસ ડ્રાયવરએ તેની બસના આગળના અને પાછળનાં ટાયર મારી સાયકલ પરથી લઇ જતાં મારી સાયકલનું વજન, બસનું વજન અને બસમાં બેઠેલાં પેસેજરોનું વજન આ બધું જ વજન મારા પેટ પરથી પસાર થઇ ચૂકયું હતું. છતાં પણ મારી આંખો ખુલ્લી હતી, મારી આંખોમાંથી થોડાક થોડાક આંસુ આવતાં હતાં અને તે સમયે હું બસના ડ્રાયવરને ભાગતાં જોઈ રહ્યો હતો. તેનાં નાંસી ગયા પછી પબ્લિકએ બસનાં કંન્ડકટરને મારી રહ્યા હતાં અને હું તે દેખી રહ્યો હતો પણ પૂરેપૂરૂં નહિં કેમ કે મારા શરીર પર વધારે વજન આવવાના કારણે મારૂં શરીર ધીમે ધીમે કામ કરવાનુ બંધ કરી રહ્યું હતું અને મને દુખાવો પણ વધી રહ્યો હતો અને મારા મોં માંથી લોહી પણ નીકળી રહ્યું હતું અને ધીમે ધીમે મારી આંખો પણ બંધ થવા લાગી. મને અમે થતું કે મારા મમ્મી-પપ્પા આવે એટલે સારું. તેમને જોવા મારી આંખો આમ તેમ ફરી રહી હતી અને જોતજોતામાં હું બેહોશ થઈ ગયો...

પછી શું થયું એ જ વિચારો છો ને તમે..........?

મારી બીજી આગળની વાત તમને મારા ત્રીજા ભાગમાં જણાવીશ.

----------------*----------------*-----------------