Humdard Tara prem thaki - 18 books and stories free download online pdf in Gujarati

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 18. જોન્સ સાથે મુલાકાત

જેમ રાત નો નશો ધીરે ધીરે તેનો અસર દેખાડી રહ્યો હતો તેવી જ રીતે સ્વરા નો નશો પણ ધીરે ધીરે તેની આંખોમાં દેખાઈ રહ્યો હતો પરંતુ જેમ નશો વધતો હતો તેમ સ્વરા કોઈ ઊંડા દુઃખમાં ડૂબતી હોય તેવું લાગી રહ્યું હતું, તે ધીમે ધીમે કાઈક બબડી રહી હતી. એની આંખોમાં કોઈ પ્રત્યે ગાઢ નફરત હોય તેવું દેખાઈ રહ્યું હતું જેના લીધે તે સંપૂર્ણપણે ધ્રુજી રહી હતી. યશ પણ સ્વરા ને આ રીતે જોઇને થોડો ગંભીર બન્યો રાતીચોળ આંખો, માથું ઢાળીને ટેબલ પર ટેક આવેલો સ્વરા નો ચહેરો, વિખરાયેલા વાળ અને માત્ર છે બોલી જ રહી ન હતી પરંતુ તેનું હૃદય રડી રહ્યું હોય તેવું યશને થઈ આવ્યું થોડીવાર માટે તો યશ ને પણ સ્વરા ને નશામાં ઝંપલાવવાનો પસ્તાવો થઈ રહ્યો પછી તેણે સ્વરા સાથે પોતાની વાતો ચાલુ કરી કારણ કે તે જાણતો હતો કે સ્વરા બહુ ઓછા લોકો સાથે પોતાનું દુઃખ ઠાલવે છે બહુ ઓછા લોકો સાથે તે પોતાના અંગત જીવનની વાતો કરે છે અને છેલ્લા દસ_ બાર વર્ષથી તો તે સાવ અલગ જ જિંદગી જીવી રહી હતી યશ ના કહેવા પ્રમાણે એને પોતાનો સંપૂર્ણ જીવન, શ્રેણી, શહેર બદલીને એક નવી શરૂઆત તો કરી હતી જેમાં ક્યારેય તેણે યશના નિર્ણય ઉપર સવાલ કર્યો ન હતો પરંતુ આજે તેનો આ વિલાપ યશ ને કંઈક જુદો લાગ્યો.

સ્વરા અત્યારે સંપૂર્ણ રીતે નશામાં હતી અને સવાર પડતાં તે અત્યાર નું બધું જ ભૂલી જશે તે યશ જાણતો હતો આથી સ્વરા જે કરવા ઈચ્છતી હતી તેમાં યશે સ્વરા ને રોકી નહીં આજે સ્વરા પ્રથમ વખત યશ ને ફરિયાદો કરી રહી હતી શાદી કરીને યશ સાથે એક નામાંકિત નામ અને ભવ્ય શોહરત તો તેને મળી હતી પરંતુ પોતાની સુંદરતા અને ભૂતકાળ ની ગરીબાઈનો તેણે તિરસ્કાર ઘરના સભ્યો પાસેથી મળતો હતો , જોકે દાદીમાં એમ ને ખુબ જ ચાહતા હતા પરંતુ યશના સ્ટેપ મધર અને દેવ મલેક ની આંખો માં તેને એક નફરત દેખાતી હતી. કારણકે આ લગ્ન બંનેની ઈચ્છા મુજબના ન હતા તેઓ તો યશ માટે પોતાની માટે અને પોતાની સાથે કામ કરે તેવી છોકરી ઇચ્છતા હતા પરંતુ ક્યાંક નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું.

હંમેશાથી માં ની કિટ્ટી પાર્ટીઓમાં અને દેવના દોસ્તો ની વચ્ચે સ્વરા ઝલિલ થતી, અપમાનિત થતી પરંતુ તે ક્યારેય યશ ને કહેતી નહીં , તેની આ ચુપ્પી ને એની નબળાઈ સમજીને દેવ હમેશા આ ગેરવર્તુણ કરતો રહ્યો સ્વરાના અગમ્ય ને દેવ મલિક ક્યારેય જોતો નહીં, અને નશામાં ડુબેલા માણસને તેનાથી શું લેવા દેવા પણ હોય ?? તે સ્વરા ને એક ખૂબસૂરત પૂતળું સમજતો જેની સાથે તે અડપલા અટકચાળા કરવા માંગતો.પોતાની બીજી પાર્ટી ગર્લ ની જેમ સ્વરાને તે નચાવતો, ભીડભાડ વચ્ચે તે થોડા અડપલા આવું કરી પણ લેતો અને તેની માતા પણ આમાં તેને સંપૂર્ણ સહકાર આપતી અહીં તેના આ અટકચાળા ને વધુ જુસ્સો મળતો. માતાના આ વર્તનને કારણે જ સ્વરા પોતાની આશંકાને પોતાના સુધી રાખતી તેને ક્યારે યસ ને આ બધી ઘટનાઓ વિશે કહ્યું ન હતું યશ પણ પોતાના ભાઈના ઐયાસીપણા ને જાણતો હતો પરંતુ પોતાની ભાભી માટે પણ તેના આ જ વિચારો છે તે ક્યારેય પારખી શક્યો નહીં આજે સ્વરા નું રુદન તેને કંપાવી રહ્યું હતું . સ્વરા હજી આવા કેટલા એ દુઃખ પોતાની અંદર છુપાવીને બેઠી છે આજે યશ જાણવા માટે છંછેડાયો હતો કોઈપણ સ્ત્રી માટે પરિવારના સભ્યો કે કોઈ બીજા પર પુરુષ એ કરેલા આવા અશોભ નીય અડપલા માફી સમાન જ હોય જ નથી. પરંતુ યશ માટે તે આટલું બધું સહન કરી રહી હતી તે યસ આજે જાણી રહ્યો હતો એના અંદર દબાયેલી આ તિરસ્કૃત ની ભાવના હવે તે સમજી રહ્યો કારણ કે જ્યારે પણ દેવ માલિકનું નામ આવતું ત્યારે સ્વરાના ભાવો બદલાઈ જતા તેની સામે ન જવાની કે સામું ન જોવાની તેની ભાવના આટલી હદે ગા નફરત માં પરિણમી છે તે યશ અત્યારે સમજી રહ્યો . સ્વરના મનની અંદરની અગ્નિને શાંત કરવા તે તેને પંપાળી રહ્યો પરંતુ તે જાણતો હતો કે સ્વરા ક્યારેય તેને સામેથી આ બધું નહીં કહે અત્યાર સુધી સુધારા સામે ચાલીને પોતાના સંપૂર્ણ હોશ અને હવામા આ ઘટનાઓના રહસ્ય ખોલે નહીં અને જાતે જ દેવ મલિક સાથે બદલો લેવા તૈયાર થાય નહીં ત્યાં સુધી આ માટે કંઈ નહીં કરી શકે પરંતુ....

તે ઈચ્છતો હતો કે દેવ મલિકને આનો જવાબ મળે તેને પોતાની ભૂલનો પણ ભાન થાય જે રીતે સ્વરા દેવ મલિક નું નામ સાંભળીને ડરી રહી છે તેમ દેવ મલિક પણ એનું નામ સાંભળીને ડરે તે ઈચ્છતો હતો કે દિલ્હીમાં સ્વરા નું એટલું નામ થાય જેટલું 12 વર્ષ પહેલા તેનું નામ બદનામ થયું હતું આથી તે બની શકે તેટલી જલ્દી સ્વરા ને યુએસ મોકલવા માંગતો હતો. જોકે આ માટેના તમામ શેડ્યુલો યશ પહેલેથી જ નક્કી કરી ચૂક્યો હતો .

ડોક્ટર જોન સાથે તેની મુલાકાત અને તેમની સાથે તેમની ટ્રેનિંગ સ્વરા માટે સંજીવની ના નવા દ્વાર ખોલશે અને આ માટે સ્વરા યુ.એસમાં યોજાનારા એક ડોક્ટર ઇવેન્ટમાં પણ હાજરી આપવાની હતી .જ્યાં જોન્સ સાથે તેની મુલાકાત તેને એક નવા પાયદાન ઉપર લઈ જવાની હતી કારણ કે ડોક્ટર jones યુએસના એક નામાંકિત ડોક્ટર તો હતા પરંતુ સંજીવનીના મૂળ સુધી તેઓ જોડાયેલા હતા ડોક્ટર જોન્સ અને સંજીવની નું નામ એ રીતે જોડાયેલું હતું કે બંને એકબીજાના પૂરક જ હોય આથી સ્વરા ને સંજીવની માં જવા માટે કપરી મહેનત હવે કરવાની હતી.