ek Prem aavo pan books and stories free download online pdf in Gujarati

એક પ્રેમ આવો પણ

" અરે હવે જલદી કરને બેટા. નહી તો તારે સ્કૂલ જવામાં મોડું થઈ જશે." રાજ પોતાની પાંચ વર્ષની દીકરી રિયા ને બાઈક પર બેસતા - બેસતા બોલાવી રહ્યો હતો. આજે રિયા પણ સ્કૂલ જવા માટે ઉત્સાહ થી ભરેલી હતી. રિયા નો હાથ પકડીને મધુ બહાર આવતા રાજ પર બનાવટી ગુસ્સો કરવા લાગી. "શુ કામ ને આટલી બૂમાબૂમ કરો છો હજુ સ્કૂલ જવાનો સમય પણ નથી થયો."
રાજ અને મધુ નું એકમાત્ર સંતાન એટલે રિયા. આમતો રાજ પોતાના પરિવાર નું ખૂબ ધ્યાન રાખતો. ઘરની બધી જવાબદારી ખૂબ સારી રીતે નિભાવતો હતો. મધુ પણ પોતાની ફરજ પૂરી ઈમાનદારીથી નિભાવતી હતી. મધુ અને રાજ નું લગ્નજીવન ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું હતું પણ આ લગ્નજીવન માં મધુને રાજની એક આદત જરા પણ ગમતી ના હતી. એ આદત હતી રાજ એક દિલફેંક આશિક મિજાજ ધરાવતો હતો. આ રાજની આદત ને લઈને મધુ ઘણીવાર રાજ ને કહેતી આ જ્યાં ત્યાં દિલ આપવાનું બંધ કરી દો. પણ રાજ ક્યારેય સુધર્યો નહિ. રાજ કાયમ માટે બીજી સ્ત્રીઓને કામુક નજરથી જ જોયા કરતો. મધુથી આ વાત સહેવાતી નઈ. પણ છતાં તે મુક બનીને બધું જોયા કરતી. પણ ક્યારેય રાજનો વિરોધ ના કર્યો.
આ તરફ રાજ પોતાની દીકરી રિયા ને લઈને આજે સ્કૂલે મૂકવા જાય છે . રિયાને એની સ્કૂલમાં મૂકતી વખતે રાજની નજર એક યુવાન સ્ત્રી પર પડે છે એ યુવાન સ્ત્રી ને જોતા જ રાજ એને જોતો રહી જાય છે અને રાજ એને પામવા માટે કોઈ રસ્તો ગોતવા લાગે છે . ધીમે ધીમે રાજ એ સ્ત્રીનું નામ પણ જાણી લે છે એનું નામ હોય છે નીતા. રાજ નીતા ગાંડાની જેમ પાછળ પડી ગયો હોય છે. જ્યારે રાજની આ બધી હરકતો નીતાથી અજાણ નથી હોતી . નીતા એકબાજુ ઊભી રહીને રાજને પૂછે છે . "હું ઘણા સમય થી તમને મારો પીછો કરતા જોઈ રહી છું તમારે બીજું કોઈ કામ નથી કે આમ મારો પીછો કર્યા કરો છો."
રાજ નિતા ની સામે કંઈ બોલી નથી શકતો બસ એ નીતાને જોયા જ કરતો હોય છે. નીતા પણ રાજને જોઈને મનમાં મલકાઈ જાય છે. રાજ નીતા ને બસ એટલું કહે છે કે "હું તમારા સાથે દોસ્તી કરવા માંગુ છું સુ તમે મારા ફ્રેન્ડ બનશો ? નીતા પણ રાજને જોઈને પહેલી નજર માં જ પ્રેમ કરવા લાગી હોય છે એટલે નીતા કંઇપણ વિચાર્યા વગર રાજની દોસ્તીનો સ્વીકાર કરે છે.
આમ ન આમ રાજ અને નીતા કાયમ મળવા લાગે છે.ધીમે ધીમે રાજ અને નીતા એકબીજા ના ગળાડૂબ પ્રેમ માં પડી જાય છે. નીતા ને રાજની જિંદગી વિશે કોઈ ખબર નથી કે રાજ સુ કરે છે . એ ક્યાં રહે છે. અને રાજના લગ્ન થઈ ગયાં છે એ વાત ની પણ નીતા ને કોઈ ખબર નથી. પણ જ્યારે રાજની જિંદગી વિશે ખબર પડે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. નીતા રાજને ખૂબ પ્રેમ કરતી હોય છે. જ્યારે રાજ એક દિલ ફેક આશિક હોય છે. પણ નીતા સાથે રાજને આ વખતે સાચો પ્રેમ થઈ ગયો હોય છે. રાજ પોતે પરણિત છે એવું નીતા ને કહેવા માંગે છે. પણ રાજ નીતા ને કહી નથી શકતો. આખરે એક દિવસ રાજ હિંમત કરીને નીતા ને પોતાના વિશે જણાવી દે છે. નીતા ના પગ નીચેથી જમીન સરકી જાય છે. નીતા ગુસ્સામાં આવીને રાજ ને મારવા પણ લાગે છે. રાજને એમ હતું કે મારી સચ્ચાઈ સાંભળીને નીતા મને છોડી દેશે . પણ નીતા રાજને ખૂબ પ્રેમ કરતી હોવાથી રાજને માફ કરી દે છે.પણ નીતા રાજને એક સલાહ આપે છે . રાજ ભલે તે મારા સાથે આવું કર્યું હોય પણ કોઈ છોકરી સાથે આવી રમત ના રમતો મારી જિંદગી તો તે ખરાબ કરી જ છે. બીજી કોઈ છોકરીની જિંદગી ખરાબ ના કરતો. અને તું એમ હોય કે મને તારા વિશે કોઈ ખબર નથી તો તારી જાણ માટે તને કહી દવ મે રિયા ને પૂછ્યું હતું કે "રિયા તને જે ભાઈ સ્કૂલ મૂકવા આવે એ કોણ છે. ત્યારે રિયા એ મને કીધું હતું કે એ વ્યકિત બીજું કોઈ નહિ પણ મારા પપ્પા છે." ત્યારે જ મને તારા વિશે બધી ખબર પડી ગઈ હતી . હું ત્યારે જ તને છોડી દેવાની હતી. પણ મને થયું કે તને હવે સુધારવો પડશે એટલે હું તારા સાથે રહી. પણ આજે તે સામે થી મને તારી સચ્ચાઈ જણાવી તો મને તારા પર જરા પણ ગુસ્સો નથી આવતો. કેમકે તું હવે પહેલા જેવો નથી રહ્યો. તું હવે છોકરીઓને સન્માન ની નજરે જોવે છે. એટલું જ મારા કાફી છે . મને ગર્વ થાય છે કે હું તને પ્રેમ કરું છું .

રાજ નીતા કહે છે "નીતા તારું ને મારું એક થવું આ જન્મમાં શક્ય નથી. હું તો તારા સાથે ટાઇમપાસ કરતો હતો. પણ તને ક્યારે હું પ્રેમ કરવા લાગ્યો એની મને ખબર જ ના રહી . નીતા હું તને અપનાવી શકુ એમ નથી કેમકે હું તને અપનાવી લવ તો મઘૂ નું સુ કરવું . હું મઘુ ને છોડી શકું એમ નથી. તારી ભલાય એમાં જ છે કે તું મને ભૂલી જા અને કોઈ સારા છોકરા સાથે ઘર વસાવી લે. હું તારા પ્રેમને લાયક નથી મને માફ કરજે."

નીતા રાજનો ચહેરો પોતાના હાથ માં લઈને રાજની આંખો માં આંખ મિલાવી ને એટલું કહે છે. "રાજ પ્રેમ માં એવું તે ના હોય ને લગ્ન કરીએ તોજ આપણે એક થયા કેવાય. રાજ હું તને પ્રેમ કરું છું મારા માટે બીજા કોઈ પુરુષ વિશે વિચારવું એ પણ પાપ છે. હું તને પ્રેમ કરું છું કરતી હતી અને કરતી રહીશ. ભલે તું મને બોલાવે કે ના બોલાવે. પણ હું બીજા કોઈ છોકરા સાથે લગ્ન તો નહી જ કરું.
રાજ નીતાને પોતાની કસમ આપતા એટલું કહે છે." નીતા જો તું મને સાચ્ચે જ પ્રેમ કરતી હોય તો તને મારી કસમ છે તું બીજે લગ્ન કરી લે." નીતા હસતા મોઢે એટલું જ બોલી રાજ તારી ખુશી માટે તો મારો જીવ પણ આપી દવ લગ્ન સુ વાત છે. સારું ચાલ હું લગ્ન કરવા રાજી છું.આમ કહી નીતા રાજ ના ગળે લાગી જાય છે રાજ અને નીતા આજે એકબીજા ને ગળે લાગીને બસ રડતા જ હોય છે..

બીજા દિવસે સવારે રાજના મોબાઈલ માં મેસેજ આવે છે કે નીતા હવે આ દુનિયા માં નથી......

આ એક સત્યઘટના પર આધારિત છે. પાત્રોના નામ બદલાવેલ છે. .
આ મારી પહેલી ટૂંકીવાર્તા છે . કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો...🙏🙏