Anokhi safar - 1 books and stories free download online pdf in Gujarati

અનોખી સફર - 1

હું બોમ્બે જઈ રહ્યો હતો. ફ્લાઈટમાં આ મારી પ્રથમ મુસાફરી હતી. તેથી મને થોડો ડર લાગતો હતો. મારી બાજુમાં, મારા જેટલી‌ જ ઉંમરની એક ખૂબ જ રૂપાળી અને સુંદર છોકરી 👰 બેઠેલી હતી.

મારી સામે જોઈને તે સમજી ગઈ હતી કે હું થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો છું. મેં તેની સામે નજર કરી તો મને જેવી ગભરાહટ હતી તેમાંનું કશું જ તેના મોં પર નહોતું દેખાતું મેં તેની સામે જોઈને જરા સ્માઈલ આપ્યું તેણે પણ નિર્દોષ ભાવે મને સ્માઈલ😊 આપ્યું પછી મેં તેને પૂછી જ લીધું કે તમે પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરો છો..?? તે ખડખડાટ હસવા લાગી😃 અને બોલી, " ના,ના હું તો અવાર-નવાર કરું છું. " તમે પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરતાં લાગો છો ? " મેં માથું ધુણાવી "હા" પાડી તે ફરીથી ખડખડાટ હસી તેનું હસવાનું કારણ મને હજી સુધી સમજાયું નથી...!!

પછી તેણે મને સીધા બેસવા કહ્યું અને કમરનો બેલ્ટ બાંધતા શીખવ્યું. અને સાથે એમ પણ કહ્યું કે તમને કંઈ નહીં થાય ચિંતા ના કરશો હું તમારી સાથે જ છું. મેં તેને પૂછ્યું મારે જે જગ્યાએ પહોંચવાનું છે તે જગ્યા મેં જોઈ નથી તમે મને ટૅક્સી કરી આપશો..?? તેણે તેની પણ "હા" પાડી ત્યારબાદ મને ઘણી રાહત લાગી.

મેં સાથે એમ પણ પૂછી લીધું કે આ ફ્લાઇટ બોમ્બે કેટલી વાર પછી લેન્ડ થશે તેણે કહ્યું કે એક કલાક લાગશે અને આપણને એરપોર્ટની બહાર નીકળતાં બીજી પંદરેક મિનિટ થશે હવે હું બિલકુલ કમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો હતો.

પછી મેં તેને પૂછ્યું કે તમને વાંધો ન હોય તો તમારું નામ કહેશો. એ ફરીથી હસી અને બોલી, " કશીશ, મારું નામ કશીશ છે. અને તમારું? "
હું અપેક્ષિત તેના આ પ્રશ્નનો જવાબ આપવા માટે જાણે તૈયાર જ હતો તેથી તરત જ બોલી ઉઠ્યો કે, " વિવેક પરીખ મારું નામ વિવેક છે મને મારા બધા ફ્રેન્ડસ પ્રેમથી ''વીકી" કહે છે તમે પણ મને "વીકી" કહી શકો છો. "તેણે રસપ્રદ રીતે મારી સામે જોયું અને હસતાં હસતાં બોલી, "બોમ્બે શેના માટે આવી રહ્યા છો..?" હવે હું બિલકુલ ટેન્શન ફ્રી હતો માટે મેં એકદમ શાંતિથી જવાબ આપ્યો, " મને અહીંયા આઇ.ટી.માં જોબ મળી છે. હું કદી પણ અમદાવાદની બહાર આ રીતે એકલો નીકળ્યો નથી એટલે મને થોડું કન્ફ્યુઝન હતું. પણ તમે સાથે છો એટલે મને ફિકર નથી. તે ફરીથી હસીને બોલી, " ઓ.કે. "

આમ અમારી વાતચીત મુસાફરીના એક કલાક દરમિયાન ચાલુ રહી. અને એક કલાક ક્યાં પૂરો થઈ ગયો તેની ન તો મને ખબર પડી ન એને પડી. હવે બોમ્બે આવી ગયું હતું એટલે અમે બંને સાથે જ નીચે ઉતર્યા કારણ કે મારે જે એડ્રેસ પર જવાનું હતું ત્યાં પહોંચવા માટે મારે કશીશની હેલ્પ લેવાની હતી.

અમારો સામાન પીક-અપ કર્યા પછી કશીશે બહાર આવીને મને ટૅક્સી કરી આપી અને ટેકસી વાળાને આખો રૂટ પણ સમજાવી દીધો. હવે મારે તેની પાસેથી તેનો મોબાઈલ નંબર લેવો હતો તેથી સૌપ્રથમ તેણે મને જે હેલ્પ કરી હતી તેને માટે મેં તેનો ખૂબ આભાર માન્યો અને સાથે સાથે એમ પણ કહ્યું કે, " તમે મારી સાથે આ મુસાફરીમાં ન હોત તો મારી આ સફર આટલી સુંદર ન બની હોત..! ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમને વાંધો ન હોય તો મને તમારો કોન્ટેક નંબર આપશો..?? "
શું કશીશ પોતાનો કોન્ટેક્ટ નંબર આપશે...?
જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/8/2021