My country And I... - 3 books and stories free download online pdf in Gujarati

મારો દેશ અને હું... - 3 - શાળા

2 શાળા-

શાળા આ શબ્દ એટલે માણસ માટે બીજું ઘર(ભૂતકાળ ને યાદ કરીયે તો હોં... બાકી અત્યારે તો માત્ર નામ છે )... પણ શુ ખરેખર માં તેમ છે... ભ્રષ્ટાચારી અધિકારીઓ અને તેમની મદદ થી થઇ બેઠેલા કેટલાક શિક્ષકો અથવા પોતાના ઉપરી અધિકારીને માત્ર રિઝવવા કે માત્ર ક્ષુલ્લક લોકચાહના મેળવવા માસ્તર માંથી બની ગયેલા કેટલાક (રીંગ )માસ્ટરોએ શાળા ને એક સર્કસનો ખેલ બનાવી નાખ્યો છે. અભણ (શૈક્ષણિક રીતે નહિ માનસિક અને બૌદ્ધિક અભણ ) જેવા નેતાઓ ટોચના શિક્ષિત લોકોની સલામી જીલે છે. એક એન્જિનિરીંગ કરેલ એન્જીનીયર કે ડોક્ટર ને ખરા સમાજમાં કામ કરવાની તાલીમ આપવી પડે છે. સમાજ ને ઘડનાર શિક્ષકને એક બિન શૈક્ષણિક વ્યક્તિ શિક્ષણ વિશે સમજાવે છે. નવા નવા કાર્યક્રમ કે વિચારોની અમલવારી અમલદાર કોઈ પણ જાતના પાયાના સ્તરને જાણ્યા વગર લોકો પર અજમાવે છે. દરેક બાળક એક જ્ઞાન નો સર્જક છે એમ ગોખવીને એને જ ફરજીયાત એક બીબામાં ફિટ કરાવે છે. જે ટોચનું સ્થાન આપવું જોઈએ તે માસ્તરને માંગતરું કે મગતરું બનાવીને ઓલ રાઉન્ડર બનાવામાં આવે છે.

સમાનતાના પાઠ શીખવાતી શિક્ષણ પ્રણાલીમાં જ જ્ઞાતિ,ધર્મ, જાતિ આધારિત દરેક પગથિયે વિભાજન કરવામાં આવે છે. બહાર થી આવતો બાળક તો જાણતો પણ નથી હોતો કે પોતે કોણ છે કે ક્યાં સમાજ નો છે, તે ક્યાં ધર્મનો છે અથવા કઈ જાતિ છે અથવા જાણતો પણ હોય તો પણ સમજતો નથી હોતો પણ આ ઝેર એમ એનામા ન ઉતારે કે ઉતારવા ન દઈએ એવા તો આપણે ડાહ્યા નથી જ? પહેલો જ પ્રશ્ન એડમિશન વખતે કરીયે, "બેટા!કઈ જ્ઞાતિ?કયો ધર્મ?"હા એટલા ડાહ્યા કે જોઈને પાછું પૂછતાં નથી કે તું ભાઈ છો કે બેન?...અને આ બધાની સીધી એની નોંધ કરીયે એના એલ. સી. માં, જે એના આખા જીવન એમાં એને યાદ કરાવે કે તે કોણ છે. હા, આમાં કોઈ જ્ઞાતિવાદની વાત નથી કરતો. કહેવાતી ઉચ્ચ સ્થિતિ વાળા તેમાંથી ફાયદો ન મળવાના રંજ સાથે પોતાનું બિનજરૂરી અને સાવ નિર્થક અભિમાન મેળવે છે અને "કહેવાતી" નીચ સ્થિતિ વાળા તેમાંથી ફાયદો મેળવીને હિનપતનો રોલ ભજવે છે. દરેક ઘટના કે નિયમ કે પ્રથાનો એક સમય હોય છે. કોઈ પણ સારી વસ્તુ હંમેશા સારી નથી રહેતી. તેમાં બદલાવ થાય જ છે.તો પછી એ વાત કોઈ પદ્ધતિ કે પ્રથા માટે કેમ લાગુ નથી કરવામાં આવતી? નિષ્પક્ષ રીતે માત્ર કર્મને પ્રધાન ગણી, દેશ નિર્માણ અને સમાજ નિર્માણ ને લક્ષ્યાંકિત કરીને શિક્ષણ વ્યવસ્થા ઉભી ન કરી શકાય? કે જેમાં કોઈ બાળક ચાહે ગમે તે ભણે, ગમે તેટલું ભણે પણ જયારે સમાજ માં આવે ત્યારે અભ્યાસ અને સમાજ વચ્ચે વિરોધાભાસ ન જુએ, તે સાચા અર્થમાં સ્વં નિર્ભર બને, સ્વાવલંબી બને અને સાચો ભારતીય બને.

તેના અભ્યાસ માટે કોઈ વાલી કે વ્યક્તિને પોતાની મિલકત કે સન્માન ગીરવે મૂકવું કે વેચવું ન પડે, પોતે અભ્યાસ સાથે જ સમાજ -પરિવાર અને દેશની જવાબદારી સમજતો થાય...

એક ઘટના છે, સાંભળેલી કદાચ ખોટી બી હોય શકે પણ પ્રેરણા લેવા જેવી છે...
- દ્વિતીય વિશ્વયુદ્વ દરમિયાન જાપાનમાં જયારે ત્યાંના કારખાના બંધ હતા ત્યારે ત્યાંના ઘડતર રૂપી સામાજિક કારખાના એટલે કે શાળાઓ ચાલુ હતા... ત્યાંના નાગરિકોને પ્રશ્ન પૂછતાં જવાબ મળ્યો કે યુદ્વમાં મિલકત કે સંપત્તિ નષ્ટ થશે તો ચાલશે, અરે નાગરિકો મરશે તો પણ ચાલશે પણ અમારા દેશનું ભાવિ ઘડનાર જ જો નષ્ટ થશે કે કામ નય કરે તો કેમ ચાલશે?... શુ ચિંતા છે રાષ્ટ્રની આ લોકોને... આ પ્રજા રાજ કરે ભલે તેમની પાસે પૂરતી જગ્યા ન હોય...

આપણે અહીં હજુ પણ એવા લોકો મળે છે જે આજના વિકાસ અને આપણી પ્રગતિને અંગ્રેજોની દેન સમજે છે... આ દેશ ક્યાંથી વિકાસ થાય...
- પૃથ્વીનું સ્વર્ગ કહેવાતા સ્વીતઝરલેન્ડના લોકો જ્યાં સુધી પોતાના ગામ માં કોઈ વસ્તુ મળતી હોય, ભલે તે મોંઘી હોય અને બહાર નજીકના શહેરમાં સસ્તી મળતી હોય તો પણ તે પોતાના ગામમાંથી લેવાનું પસંદ કરે છે... આ કેળવણી જે બાળક લઈને આવે એને દેશપ્રેમ કે આર્થિક ઉન્નતિના પાઠ ભણાવવાં ન પડે...

પરીક્ષા લઈને શિક્ષકમાટેનો કોર્ષ કરાવીને એક વ્યક્તિ ને શિક્ષક બનાવામાં આવે, વળી ત્યારબાદ એજ શિક્ષકને તાલીમ આપવામાં આવે કે કેમ ભણાવવું. તો પછી તમારા તે કોર્ષ કે પરીક્ષાનું કામ શું? અને છતાં પણ જે ખરેખર માં લાયક નથી એતો ઉલ્ટા પ્રગતિ કરે છે. 'સત્યમેવ જયતે 'નો પાઠ ભણાવનારને એના જ વિદ્યાર્થીઓ સામે અસત્યમેવ વિજયતેનો પાઠ ભણાવી જાય. છતાં સમાજ ચૂપ...આમાં પણ જો કોઈ અવાજ ઉઠાવે તો એનો ન્યાય તો ભગવાન જ જાણે... 😄અને ન્યાય થી યાદ આવ્યું ત્રીજો સ્તંભ

3. ન્યાયતંત્ર...

(ક્રમશ:)