My country And I... - 2 books and stories free download online pdf in Gujarati

મારો દેશ અને હું... - 2 - પથ્થર

મારો દેશ અને હું માં...
શીર્ષક વાંચીને કાંઈ વિચારતા પહેલા પથ્થર એટલે શુ?
એક પથ્થર ની કિંમત કેટલી?
શું લાગે છે🤔 કેટલી?

1 પથ્થર ના જાણકાર ને ખબર....
2 કોઈ પથ્થરને પથ્થર સિવાય નુ રૂપ આપી શકનાર ને ખબર

પણ સવાલ એ છે કે આ બંને મા મહત્વનું કોણ?

મારા માટે કદાચ નંબર 2 વધુ સારુ રહેશે...
કારણ કે તે પથ્થર ના ગુણ જાણતો હોય કે ન જાણતો હોય પથ્થર ની કિંમતની ખબર હોય કે ન હોય પરંતુ તે કોઈ પથ્થર ને પોતાને લાગતું ગમતું કે જોઈતું રૂપ આપવા માટે પથ્થર પર નહિ પણ પોતાની જાત પર, પોતાની આવડત પર, પોતાના કર્મ પર આધાર રાખે છે.

તે પથ્થર ને કેળવે છે તેને નવું રૂપ આપી પોતાની કલ્પના થી સજાવે છે. પછી ભલે ને તે કોઈ કવિ હોય, કલાકાર હોય, કારીગર હોય કે કડીયો હોય, કણબી હોય કે પછી કોઈ રત્ન કલાકાર હોય...બધાનું એક જ કામ...સાદા પથ્થર ને પોતાના પરસેવા માં પલાળી ને પારસનું રૂપ આપવાનો પ્રયત્ન કરવો...

તેના માટે ખાલી પોતાના ઓજાર જ નય પોતાનું જ્ઞાન, ધ્યાન અને મન, તન ને ધન ઘસવું...અને ત્યારે કોઈ પથ્થર હીરો તરીકે, નંગ બની કોઈની અંગુઠીમાં જડાઇ ને સંબંધો ને જોડનાર મણિક તરીકે મૂલ્યવાન બને છે તો વળી કોઈ પથ્થર ખેતરની સીમ મા બે ભાઈઓના સંબંધ -મિલકત ને નક્કી કરે છે તો વળી કોઈ પથ્થર કોઈ ના જીવનના સપના નું ઘર બનાવે છે તો વળી કોઈ પથ્થર મહાલય નિર્માણ કરી કીર્તિ કમાય છે તો કોઈ એક ડગલું આગળ ચાલી કોઈ પથ્થર ને આકાર આપીને આ સુર્ષ્ટિ ના સર્જનહાર ને જ તેમાં પુરે છે અને કોઈ યોગ્ય કવિ પોતાની કલા-કલ્પના ને શબ્દોમાં ગુંથીને તે જ નિરાકાર નો ભાસ એ પથ્થર મા હોવાનું દર્શન કરાવે છે....અને આજ પથ્થર માણસ નો આધાર બની જાય છે....

પણ માણસ આ અલગ અલગ રૂપો માંથી આજ પથ્થર ને ક્યારેક કોઈની કબ્ર માટે તો ક્યારેક કોઈને દફન કરવા માટે ઉપયોગમાં લે છે ક્યારેક કોઈની જિંદગી લેવા તો ક્યારેક પોતાની જિંદગી બનાવવા હાથમાં લે છે...

મહત્વનું બને છે હેતુઓ, વિચારો, તપશ્ચર્ય અને આવડત...

આ દરેક નો ભાગ ભજવાયા બાદ પાકેલ કર્મ થી રંગાયેલ પથ્થર તે માનવ નુ ભવિષ્ય તૈયાર કરે છે કે એ સંસાર ની ટોચ પર બેસશે કે ઈશ્વર ના ખોળે, પ્રકૃતિના સાનિધ્યમાં રહેશે કે અધમતાના ઊંડાણમાં, કોઈનો જીવનદાતા બનશે કે મૌતનો મૃત્યુદાતા.

આજ પથ્થર, આજ માનવ ને પહેલા ઘડવો જરુરી છે. અને તેના માટે શુ કરવું એના વિશે ઘણું લખાયેલું છે, બોલાયેલું છે, વંચાયેલું છે, બનેલું છે પણ અમલ મા મુકાયેલું નથી. કેમ?

કારણ અઘરું કામ કોણ કરે? આપણાં ઘરની ગટર આપણે ને જ સાફ કરવી ગમતી નથી.એનો એક જ રસ્તો છે જવાબદારી... પાક્કી જવાબદારી.... નોટ છટક બારી.... પાકી પૂર્ણ સ્વૈછીક જવાબદારી....

આ લઈને આવવા માટે માનવ સમાજ ના પાંચ સ્તંભોને ઉભા કરવા પડશે... તેમને શક્તિ સાથે સત્ય સત્તા આપવી પડશે... તેમને સ્વતંત્રતા સાથે ફરજો અને તેમની પાસે થી બાહેંધરીઓ લેવી પડશે... સૌથી મોટી જવાબદારીઓ આપવી પડશે પહેલા જ કીધું એમ પાક્કી પૂર્ણ પણ મરજિયાત નહિ ફરજીયાત....
એ સ્તંભમા પ્રથમ સ્તંભ છે...

1 પરિવાર :-

પરિવાર એ માનવીય મૂલ્યો માટે પાયાનો સ્તંભ છે.આજ ના યુગમાં આ પરિવારનું મૂલ્ય અને તેની મહત્તા પરિવાર ન હોય ત્યારે જ સમજાય છે.

"નાનું કુટુંબ સુખી કુટુંબ " ની વિચારધારા એ મોટા કુટુંબ મા રહેલી માત્ર ઝગડવાની ટેવ કે વસ્તુઓની અછતનું જ દ્રશ્ય તાદ્રશ્ય કર્યું, પરંતુ એજ વસ્તુઓ વિના, સગવડ વિના, ભાઈ-બહેનો સાથે એક જ વસ્તુઓ વડે કામ પાડવાની કળા પણ આંચકી લીધી...

પહેલા સંયુક્ત કુટુંબ મા એક બાળક કેવી રીતે મોટુ થતું તે ખ્યાલ પણ ન આવતો અને અત્યારે એક વિભક્ત કુટુંબ માં રહેતા બંને વ્યક્તિ મૂળ કેળવણીના ઉદેશ્ય વિના કે પાયા વિના એક બિન અનુભવીની રીતે એક ભાવિ સમાજના પાયાનું ઘડતર કરે છે...કેટલીક વાર તો જે બાળક તૈયાર થાય છે તે માત્ર એક બીજા સાથે સ્પર્ધા કરવાનું સાધન માત્ર બની જાય છે અથવા કોઈ મશીન...

"મારો દીકુ જુઓ rhyme બોલે છે,જુઓ"
"બોલો દિકકા બોલો "

દિક્કુ શું ધૂળ બોલે??? અથવા youtube પર પ્રાણીઓ દેખાડી પર્યાવરણ સમજાવે? પણ..... માણસ ના લક્ષણ એ ક્યાંથી બતાવા?

શુ આ ઘડતર યોગ્ય છે?

સહનશક્તિ એ ભારત દેશનો ગુણધર્મ છે પરંતુ સમસ્યા એક જ છે કે તે ક્યાં વાપરવો તેની સમજ નથી. પરિવાર ને બદલે વ્યક્તિ દરેક જગ્યાએ સહન કરે છે.

સરકારમાં અત્યાચાર સહન કરે છે પણ માતા પિતા કે કોઈ વડીલ ના અનુભવ ના ચાર શબ્દો સહન નથી થતા... અહીંથી જ પતન ની શરૂઆત નથી થતી? ક્યારેક કોઈ વ્યક્તિ સહન કરે તો એને તેની નબળાઈ કે બુદ્ધિ હીનતા માની લેવામાં આવે છે, ત્યારે ક્યારેય પણ તે વ્યક્તિની સબંધ ટકાવવાની ભાવના કે લાગણીનું મૂલ્યાંકન કોઈ કરે છે?

થઇ શકે તો કોઈ વ્યક્તિ જયારે નવા પરિવાર નું સર્જન કરવા જાય ત્યારે, હું કહેવાતા 'ફેમિલી પ્લાનિંગ 'ની વાત નથી કરતો નક્કર પરિવાર ની વાત કરું છું, જયારે કોઈ નવા પરિવારનું સર્જન કરવા જાય ત્યારે તેમના માટે એક શાળા હોવી જોઈએ, તેમના માટે માત્ર ઉંમરની મર્યાદા નહિ પણ (કોઈ ધર્મ ની તરફેણ વાળો નય હોં...)સંસ્કાર અને સંસ્કૃતિ સાથેની પરિક્ષા હોવી જોઈએ...

માત્ર કુટુંબ વિસ્તાર કે વંશ વારશ કે વાસના ના લક્ષ્યને બદલે દેશ નિર્માણ કે પરિવારવાદ (ગાંધીવાદી વાળો નય હોં 🙂અને કોઈનો નક્કર કલ્પનાવાદ પણ નય હોં 🙂)નું લક્ષ્ય રાખવું જોઈએ....

(ક્રમશ:)