Sanam tamari vagar - 14 - last part books and stories free download online pdf in Gujarati

સનમ તમારી વગર - 14 - અંતીમ ભાગ

પ્રીયા સ્વસ્થ થઇ અને આમતેમ જોઇ રહી હતી , મી.શાહ બોલ્યા : શુ થયુ બેટા ? , પ્રીયા બોલી ' કઇ નહી પપ્પા ' ; બસ આમ જ , હું અને વિક્રમ સાથે ગયા હતા , અને હમણા જ વિક્રમ અહીંયા ઉભો હતો , ખબર નહી ક્યા વયો ગયો ? - પ્રીયા ને આમ ચીંતા મા જોતા મી.શાહ તેમની ચીંતા ને સમજી જાય છે ને તેમના માથે હસતા હસતા હાથ ફેરવે છે , થોડીક વાર પછી પ્રીયા મી. શાહ ના ઘરે થી રજા લઇ પોતાની ઘરે જાવા નીકળે છે , પ્રીયા ને આમ ખુશી થતા જોઇ મી. શાહ ના ચેહરા પર પણ ખુશી આવી જાય છે .

રાતે પ્રીયા ને નીંદર નથી આવતી ને તેના અને વિક્રમ ના ખ્યાલ મા ખોવાઇ જાય છે ને મનમા ને મનમા હસવા લાગે છે ઘડીક પછી તે વીચારે છે કે આ ખોટુ થઇ રહ્યુ છે અને પાછી અમર ની યાદો મા ખોવાઇ જાય છે ને રડવા લાગે છે પછી યાદ મા ને યાદ મા તેને કએ નીંદર આવી જાય છે તેને ખબર નથી હોતી , પછી સવારે ૫ વાગ્યા નો આલારામ વાગતા પ્રીયા એકી જટકે બેડ પરથી ઉભી થઇ જાય છે ને રાતનુ બઘુ ભુલીને એક નવી એનર્જી સાથે તેમના નીત્ય ક્રમ કસરત કરવા પાસ ના બગીચા મા જાય છે ને પછી ૯ વાગ્યે ઓફીસ જવા નીકળી પડે છે ;

ઓફીસ મા તેની કેબીન મા પોતાનુ કામ મા લાગી જાય છે , પછી કોઇક કામસર પ્રીયા તેના આસીટન્ટ કમ દોસ્ત ને બોલાવે છે , વીક્રમ ને જોતા પ્રીયા ને કામ મા નથી લાગતુ તેણે વીક્રમ તરફ અટ્રેકશન થાય છે , પ્રીયા ને પણ કઇક અજુગતુ લાગે છે , તેને પણ કઇ નથી સમજાતુ કે આ શુ કરી રહી છે , વીક્રમ કામનુ કઇ કહી રહ્યો છે પણ પ્રીયા નુ ધ્યાન વીક્રમ તરફ જ છે , વીક્રમ તેના તરફ જોતા તેની સામુ માથુ હલાવતા ઇશારા થી કહે છે કે શુ થયુ ? ; તેના જવાબ મા પ્રીયા શરમ ની મારી નીચે જોતા કહે છે કે ' (ધીમેથી ) કઇ નઇ '. એમ કહીં પ્રીયા વિક્રમ જે ફાઇલ લઇને આવ્યો હોય છે તેમા તે ધ્યાન આપે છે ; વિક્રમ પ્રીયા ને ફાઇલ મા સમજાવી રહ્યો હોય છે ત્યા તરત પ્રીયા ના કેબીન મા ફોન ની ઘંટડી વાગે છે , પ્રીયા ફોન ઉપાડે છે ને હેલ્લો કહે છે ;

સામે થી " પ્રીયા હું આદીત્ય બોલુ છું , આદીત્ય મહેરા " . પ્રીયા : હ બોલો how are you adi ? , આદીત્ય : fine , fine તમે બોલો મેડમ . પ્રીયા : i m fine good , બોલો બોલો શેના માટે ફોન કર્યો , આદીત્ય : બસ આમ જ હુ તમારા શહેર મા એક કંપની ને મળવા આવ્યો હતો તો વિચાર્યુ કે મેડમ ને મળતો જાવ , ઓહ એક વાત કહેતા રહી ગઇ કે મારી કાર હમણા જ તમારી કંપની ની નીચે થી પસાર થઇ ને મે કાર ને ધીમી પાડી દીધી ; પ્રીયા : અચ્છા તો તમે કાર મા છો એમ ને ; આદીત્ય : હા હું પોતે કાર ડ્રાઈવ કરી રહ્યો છુ . પ્રીયા : તો એમા પુછવાનુ શું હોય , આવીજાવ . આદીત્ય : ok ચાલુ તો આવું . થોડીક વારમાં આદીત્ય એન્ટર થાય છે પ્રીયા ની ઓફીસ માં ;

ઓફીસ મા એન્ટર થવાની પ્રીયા પાસે થી આદીત્ય પરમીશન માંગે છે , પ્રીયા : આવ આવ બેસ આદી પહેલા વિક્રમ ઉભો હોય છે તેને હાથ મીલાવે છે કેમ છે કેમ નહી એમ વાત કરીને પ્રીયા તેને તેની સામે વાળી ચેર પર બેસવાનો ઈશારો કરે છે .

આદીત્ય : ( થોડુક ગભરાઈને અચકાતા ) પ્રીયા મારે તને એક વાત કેવી છે , ( તેની નજર નીચી હોય છે ) , પ્રીયા : હ તો બોલ એમા ગભરાશ કેમ , ઉભોરે પહેલા બોલ શુ લેશ ચાં કે પછી કોફી , આદીત્ય તરત ના પાડે છે પછી વાત આગળ વધે છે પણ તે કઈ બોલી શકતો નથી , પ્રીયા ઉત્સુક હોય છે વાત જાણવા પછી આદીત્ય હીમંત કરીને તેની દીલ ની વાત પ્રીયા ને કહી દે છે કે હું (આદીત્ય ) તને (પ્રીયા ) પ્રેમ કરવા લાગ્યો છું ; પ્રીયા ની સ્થીતી જેવી કે જામેલા બરફ જેવી થઈ ગઈ હતી કઈ પણ બોલી કે ચાલી નોતી શકતી એમ નમ સ્થીર પરીસ્થીતી માં થોડીક વાર મા આદીત્ય એ ચપટી વગાડતા તેની સામે પછી તે હોંશ મા આવી અને પછી તેને શુ બોલવુ એ સમજાતુ નહોતુ , પછી આદીત્ય કહે કે તુ તારે વાંધો નહી ટાઈમ લઈને પછી મને કહેજે હું અત્યારે જવ છું , એમ કહી આદીત્ય ત્યાથી જાય છે , વિક્રમ ઓફીસ ની બહાર ઉભો હોય છે તેના ખંભા પર હાથ મુકી ને બાય કહી ને ત્યાથી જાય છે , ને આ બાજુ પ્રીયા બન્ને હાથ કપાળ પર દઇને વીચાર મા બેસી જાય છે , વિક્રમ ઓફીસ મા એન્ટર થવા પગ ઉપાડે છે પણ પછી વિચારી ને કે અત્યારે સમય નથી પ્રીયા પાસે જવાનો કે આદીત્ય એ શું કીધુ પ્રીયા ને કે પ્રીયા આટલી ટેંશન મા છે ?

ઓફીસ થી જતા પ્રીયા પહેલા તેની સહેલી મીનાક્શી ને ફોન કરીને તેને એક કેફે મા મળવાનુ કહે છે , ને પછી તે વિક્રમ ને પણ નથી મળતી ને ઝડપથી તેના ઓફીસ થી તે કેફે જવા નીકળી જાય છે .

ત્યા તેની સહેલી પહેલે થી જ હોય છે પ્રીયા જલ્દી થી આવી ને તેની સામે બેસી જાય છે ને ઝડપથી બધી વાત તેને કહી દે છે ને પછી કહે છે કે તુ બોલ હવે તેને હું શુ કવ ? તેની સહેલી ખુબ શાંત હોય છે તે તેને ( પ્રીયા ) ને સમજાવે છે કે , જો પ્રીયા તે આદીત્ય પહેલા વિક્રમ નો વિચાર કર્યો ? તે ( વિક્રમ ) તને દીલો જાં થી તને પ્રેમ કરે છે તે તને મહેસુસ થયુ ? અને તે આપણો મીત્ર છે પહેલે થી આપણુ વર્ષો જુનુ ગ્રુપ છે તો તુ પહેલા તેનુ વિચાર , પ્રીયા મુંજવણ મા પડી ને મનમા ને મનમા કહેવા લાગી કે મે તેને ખાલી એક દોસ્ત ના નઝરે થી જ તેને જોયો છે , તેની સહેલી કહે કે તુ નીરાતે ઘરે જઇને વિચાર જે ; પછી બન્ને સહેલી પોતપોતાના ઘરે જવા નીકળી પડે છે .

પ્રીયા ઘરે આવીને ફ્રેશ થઇને તેના ને વિક્રમ નુ બઘું યાદ કરે છે પહેલે થી લઇને અત્યાર સુધી નુ બધું ; થોડીક વાર પછી તે બેડ પરથી ઉભી થઇને પહેલા વિક્રમ ને ફોન કરીને તેના ઘરે બોલાવે છે અને પછી આદીત્ય ને ફોન કરીને તેના પર્પોજલ નો જવાબ ના મા આપીને તરત ફોન કાપી નાખે છે , કારણ કે આજે તે બવ ખુશ હોય છે ખુશીથી તે નાચવા ઝુમવા લાગે છે અને પેલી બાજુ આદીત્ય તે સાંભળી ને બવ ગુસ્સે થઇ જઇને અપસેટ થઇ જાય છે , પ્રીયા વિક્રમ ની રાહ મા સરસ તૈયાર થાય છે , તે લાલ સાડી પહેરે છે અસલ ઘાટી ને સોનેરી કલર ની બીંદીયા કપાળ પર લગાવીને તૈયાર થાય છે , અસલ તે પરી લાગે છે , થોડીક વાર મા વિક્રમ ત્યા આવી પહોંચે છે , વિક્રમ પ્રીયા ને જોતા જ અવાચક થઇ જાય છે , થોડીક વાર તો વિક્રમ તેના આંખ પર ભરોસો જ નથી કરી શકતો કે આ શુ છે , પછી પ્રીયા શરમાતા શરમાતા વિક્રમ ને I LOVE YOU કહી દે છે , વિક્રમ એકદમ આ સાંભળતા તેને શુ સાંભળ્યુ તેના પર તેને યકીન નથી આવતું , ત્યારે પ્રીયા રડતા રડતા વિક્રમ ને વાત કરે છે કે તુ મને પહેલે થી પ્રેમ કરતો હતો તો મને કેમ તે પહેલા મને કીધુ નહીં ? વિક્રમ : હું ડર તો હતો કે વર્ષો જુની આપણી દોસ્તી તુટી જશે એટલા માટે મે.........
પ્રીયા : હું પણ સમજી શકી નહી કે તુ મને પ્રેમ કરશ , હું તને ખાલી મારો સારો દોસ્ત માનતી હતી . એની વે આજે મારા માટે ખુશી નો દીવસ છે . પછી બન્ને એકબીજામા ખોવાય જાય છે.

થોડાક દીવસ પછી....

મી. શાહ ની ઓફીસ મા મી. શાહ ની હાજરી મા પ્રીયા ને વિક્રમ ની સગાઈ નુ એલાન થાય છે. ને બન્ને જણ ખુબ ખુશી થી રહેવા લાગે છે.

THE END.......

જય સ્વામીનારાયણ.