Prem Viyog - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વિયોગ - 2

નમસ્કાર!! એક વરસ થી લખવામાં નિષ્ક્રિય હતો .. જીવન નો એક પછી બીજી પડાવ આયો તો જરાક એની વ્યસ્તતા માં સપડાઈ જવાનું થયું.... મન હતું કે હવે લખવું નથી... પણ મારા વહાલા મિત્રો નો ખુબ જ પ્રેમ ભર્યો પ્રતિસાદ મળ્યો....એનાથી ખુબ જ પ્રોત્સાહન મળ્યું ....ને બીજું જ્યાં નવું કામ મળ્યું ત્યાં લોકોને નામ જણાતા એમને મને મારા લેખક હોવાથી ઓળખ્યો... એ લેખક તરીકે ની ઓળખાણ મારા હૃદય ને સ્પર્શી ગઈ ...સવાલ થયો કે "હવે નથી લખતા?" ત્યારે વ્યસ્તતા નું કારણ બતાવતા કહ્યું કે લખું છું બસ કામ માં સમય નથી પૂરું કરવાનો... બસ ત્યારથી ફરી નિર્ધાર કર્યો ..." એક બાર ફિર્સ હો જાયે"


( આગળ જોયું કે ... વિજય અને નિશા નો પ્રેમ અંકબંધ છે... સ્કૂલ થી લઈ કોલેજ સુધી પ્રેમ નો સિલસિલો યથાવત છે )

કોલેજ અલગ મળી પણ પ્રેમ અલગ ના થયો ... પ્રેમ ના સથવારે જીવન વીતી જશે એવી આશા હતી .. પણ જેમ પિક્ચર કે સીરિયલ માં ટ્વીસ્ટ ના આવે ત્યાં સુધી મજા નથી આવતી..... તો જીવન માં એ પણ પ્રેમ કથા માં..... ટ્વીસ્ટ ના હોય તો તો પ્રેમ અધુરો લાગે....
મારા પિતા ના એક બાળપણ ના મિત્ર હતા... અમારી જ નાત ના અને એમ કહીએ કે સુખ ને દુઃખ માં સાથે ઊભા રેહનારા....મારા પિતા અને એમના મિત્ર ના લગ્ન થયા એ પેહલા બંને એ એક બીજાને વચન આપેલું.. કે... આપણા લગ્ન થાય અને ઘરે બંનેના છોકરો અવતરે કે છોકરી આપણે આપણી મિત્રતા ને સંબંધ માં ફેરવી આપણી મિત્રતા ને જીવંત રાખીશું....
હવે થયું એવું કે મારો જન્મ થયો ને એના વરસ પછી મારા પિતા ના મિત્ર ના ઘરે રાધિકા નો જન્મ થયો ... વચન ની વાત સત્યતા માં ફરી જાય એ અવસર આવી ગયો ...
અહીંયા કોલેજ હતી પણ મારો ને નિશા નો પ્રેમ જન્મ જન્મ ના વચન માં બંધાઈ ગયો હતો.... બીજી તરફ મારા પિતા મારા લગ્ન ની વાત રાધિકા ના પિતા જોડે કરવા નીકળી પડ્યા... હું આ વાત થી અજાણ હતો... અને રાધિકા ને હું પ્રસંગ અને તેહવાર માં જોડે મળતા પણ ક્યારેય એના પ્રત્યે પ્રેમ ની લાગણી ઉપજી નતી..... એ પણ આ વાત થી અજાણ હતી .. ટીનેજ કાળ થી જોડે રમતા, હરતા ફરતા ઘરના સાથે... પણ એણેય કઈ વાત કરી ન હતી.... ને અચાનક મારા ને રાધિકા ના લગ્ન ની વાત મને મળી તો મારા પગ નીચે થી જમીન સરકી ગઈ..... ને કારણ પૂછ્યું તો એ વારસો જૂનું વચન યાદ દેવડાવી મને કહી દેવામાં આવ્યું કે તારા પિતા ના વચન નું પાલન થશે.......
હું અસમંજસ માં આવી ગયો... એક તરફ નિશા સાથે નો બાળપણ થી લઇ ભવોભવ ના સંગાથ ના વચન.... સુ કરવુ સુ ના કરવું કઈ સમજાતું ન હતું .......
જૂની પેઢી નું એવું સંભાળ્યું કે જ્યાં માતા પિતા કહેતા ત્યાં લગ્ન કરી લેતા પોતાના ભાવિ પતિ કે પત્ની નું મોઢું જોયા વિના!!!!!
પણ આ નવી જનરેશન.... આવેલી સ્થિતિ ની સહજપણે માની ને અપનાવી લે એ કેમ બને????
એમને તો એમનો પ્રેમ ને એમનું જીવન એ જ સર્વોપરી .....
પણ કહેવાય છે ને કે " ધાર્યું ધણી નું થાય "
ભલે ગમે તેટલા ઉછાળા મારો થવાનું એ જ છે જે કિસ્મત માં લખ્યું હશે....

( વિજય આ સમસ્યા નો સુ રસ્તો કાઢશે???? વિજય અને રાધિકા નું મિલન થશે??? આ સ્થિતિ માં નિશા સુ કરશે? આવતા અંક માં.......)