Jivanrath - 1 books and stories free download online pdf in Gujarati

જીવનરથ (ભાગ 1)

જીવનરથ

- સોહમ બ્રહ્મભટ્ટ

પ્રસંગ – ૧

આજનો યુગ એક જુદા જ માનસમાં જીવી રહ્યો છે. વિચાર, વાણી અને વર્તનમાં તદ્દન બદલાવ જોવા મળે છે. આજના યુગમાં પરિવાર વિખુટો પડતો જાય છે. અનહદ પ્રેમ કરનાર પ્રેમીઓ એકબીજાથી સાવ નજીવા કારણના લીધે અલગ થતા જાય છે.

હું કોઈ વિચારધારા તો ના બદલી શકું પરંતુ માનસપટ પર એક સારા વિચારનું બીજ રોપી શકું તો પણ ઘણું છે. મેં કરેલા સફર અને લોકોના અનુભવો જાણી આજે એક અદ્ભુત રામાયણનો પ્રસંગ યાદ આવે છે જે તમારી સૌ સમક્ષ રાખવા માંગું છું.

અયોધ્યા ગામમાં મંદિર પાસે અમુક લોકો બેસી વાતો કરી રહ્યા હતા. એમાં બે વ્યક્તિઓ વચ્ચે વાત ચાલી કે રામ ભગવાને અયોધ્યામાં જ કેમ જન્મ લીધો ? ભારતમાં તો ઘણા સારા પ્રદેશો છે. હિમાલયની તળેટીમાં અદ્ભુત કુદરતનો ખજાનો છે. ત્યાનું પ્રાકૃતિક સૌન્દર્ય મનભાવન છે. તો અયોધ્યા કેમ ? આ વાત થઇ રહી હતી એવામાં ત્યાંથી એક સંત પસાર થયા અને એ વ્યક્તિઓ વચ્ચેની આં વાત સાંભળી રહ્યા હતા. સંત નજીક આવ્યા સૌ કોઈએ એમને નમન કર્યું અને કહ્યું , ‘’ મહંત અમને આ પ્રશ્નનો ઉકેલ આપો કે રામ ભગવાન અયોધ્યાની ભૂમિ પર જ કેમ જન્મ લીધો. ? ‘’ સંત ત્યાં બેસે છે અને કહે છે ‘’ રામાયણનો એક પ્રસંગ સાંભળો તમને જણાવું.

પરોઢ ની ગુલાબી મન હદયને સ્પર્શ કરતી ઠંડી જેમાં નદીના વહેણનો મધ મીઠો સ્વર અને બીજી બાજુ સુરજની સવારી નીકળવાની તૈયારી...તે નદીના કાંઠે એક બ્રાહ્મણ નદીમાં નાહવા જતો હતો. સ્નાન કરી નદી ઓળંગવા જાય છે અને ગારા ( કીચડમાં )એક ગાયનો પગ ફસાયેલો ને બ્રાહ્મણ નું ધ્યાન ન જતા ગાયના પગ પર બ્રાહ્મણનો પગ મુકાઇ ગયો. ગાય ને ગુસ્સો આવતા.. ગાય બ્રાહ્મણને શ્રાપ આપે છે ‘’મારી માથે જેનો પગ આવ્યો હોય એનું મોઢું પશુનું થઇ જજો.’’

આ સાંભળી બ્રાહ્મણની આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી ‘’ ઓહો આ મારાથી પાપ થઇ ગયું . ગાય તો માતા કહેવા આપણી સંસ્કૃતિ પ્રમાણે સંસ્કાર પ્રમાણે ગવત્રી માથે પગ આવી જાય પાપ કહેવાય..બ્રાહ્મણ ત્યાં બેઠો રડવા લાગ્યો..પછતાવાનો ભાવ મોઢા પર સ્પષ્ટ દેખાતો હતો. એવામાં થોડીવારમાં અમુક બ્રાહ્મણો આવ્યા.

એ આવેલા બ્રાહ્મણ પણ એ નદીમાં સ્નાન કરતા જુએ છે તો એક બ્રાહ્મણનું મુખ પશુ સમાન થઇ ગયું. બધા બ્રાહ્મણો પૂછતા પહેલા બ્રાહ્મણે સંપૂર્ણ ઘટના જણાવી. બધા બ્રાહ્મણો ભેગા મળી ગાયનો પગ કીચડમાંથી બહાર કાઢી વિનંતી કરી , ‘’ હે મા..તું તો અમારી બધાની પવિત્રમાં પવિત્ર અને પૂજનીય ગાય છે ..હે મા આતો ભૂલથી બ્રાહ્મણનો પગ આવ્યો છે હવે આ શ્રાપ નું નિવારણ શું માતા ? ‘’ ગાય બ્રાહ્મણનો ભાવ સમજી કહ્યું .’’ હે બ્રાહ્મણ મારો શ્રાપ મિથ્યા તો જાય નહી પરંતુ એવી સ્ત્રી જેણે સપનામાં પણ પરપુરુષ નો ખ્યાલ ના કર્યો હોય...એવી સ્ત્રી આવી પરોઢમાં સવારે સૂર્ય ઉગ્યા પહેલા જો આ બ્રાહ્મણ પર પાણીનો ઘડો રેડે તો પાછો પશુ માંથી માનવ થઇ શકશે.

બ્રાહ્મણો મનથી મુંજાયા કે હવે આખા અયોધ્યામાં એવી સ્ત્રી શોધવા ક્યાં જવી જેણે સપનામાં પણ પર પુરુષનો વિચારના કર્યો હોય...એવામાં એક વિધવાન બ્રાહ્મણે આંખ બંધ કરી કહ્યું , ‘’ છે એવી એક સ્ત્રી ‘’..બીજા બ્રાહ્મણોએ પૂછ્યું , ‘’ કોણ છે એવી સ્ત્રી ..’’ બ્રાહ્મણ કહે ..’’ ભગવતી કૌશ્યલા..દશરથની પત્ની કૌશલ્ય પાસે જઈએ વિનંતી કરીએ..’’ બીજા બ્રાહ્મણો કહે , ‘’ એ આવે ખરાં ?’’ ..આગળ બ્રાહ્મણ કહે ..’’ એક બ્રાહ્મણને બચાવવા માતા કૌશલ્ય જરૂર આવે ...

રાજા દશરથના દરબારમાં અમુક લોકોને છૂટ હતી જે રાણીમા પાસે જઈ શકતા..જેમાં વિધવાનો , બ્રાહ્મણો ,ચારણો ,બારોટ , સાધુનો દીકરો જઈ શકે ..કાં તો રાજ કાજ ના કામ માટે આવેલા સંત પુરુષો જઈ શકતા. એમ રાજા દશરથ પાસે બ્રાહ્મણોએ આવીને વિનંતી કરી, ‘’ મહારાજ દશરથ અમે આપને મળવા નથી આવ્યા આજે અમારે માં ભગવતી કૌશલ્યનું કામ છે ..દશરથ કહે .’’ પધારો બ્રાહ્મણ ..’’

બ્રાહ્મણો કૌશલ્યા પાસે જઈ વિનંતી કરે છે ..’’ હે માં કૌશલ્યા એક બ્રાહ્મણ ઉપર શ્રાપ આવ્યો છે અને કોઈ એવી સ્ત્રી જેણે સપનામાં પણ કોઈ પરપુરુષનો ખ્યાલના કર્યો હોય એવી સૂર્ય ઉગે પહેલા આવી પાણીનો ઘડો માથે રેડે તો શ્રાપ માંથી મુક્તિ મળી શકે.. મા ભગવતી કૌશલ્ય આખા અયોધ્યામાં આપનાથી બીજું કોઈ પવિત્ર ન હોઈ શકે ..’’ આ સાંભળી મા કૌશલ્યના નયન અશ્રુઓથી છલકાય ગયા...’’ હે ભૂદેવો , તમે મને આટલા ભરોસાથી આ લાયક સમજી એ મારા સદભાગ્યની વાત છે. કૌશલ્ય એકવાર નહી બ્રાહ્મણને બચાવવા એક હજાર વખત આવે..જાવ બ્રાહ્મણ હું આવીશ અને તમારા બ્રાહ્મણને શ્રાપમાંથી મુક્તિ અપાવીશ..’’

બ્રાહ્મણો ત્યાંથી જાય છે..બીજા દિવસે પરોઢ થવાની અણી પર હતો ..સોળે શણગાર સજી કૌશલ્યા એ એની બાનડી ( દાસી ) ને ઉઠાડી ..હાલ બેટા , ‘’ રથ તૈયાર કરો ...ત્યાં દાસીએ પૂછ્યું મા અટાણમાં સવારમાં ક્યાં જવું છે ?..કૌશલ્ય હરખ માંને હરખમાં દાસીને વાત કરે છે કે એક બ્રાહ્મણએ શ્રાપ લાગ્યો છે.. મોઢું પશુનું થઇ ગયું છે અને પરપુરુષનો ખ્યાલ ન કર્યો હોઈ એવી સ્ત્રી આવી પાણી રેડશે તો એમને મુક્તિ મળશે...તો એક બ્રાહ્મણની વિનંતી માટે.. એક બ્રાહ્મણને બચાવવા અત્યારે આપણે નદી કાંઠે જવાનું છે...

મરક મરક દાસી હસતાંહસતાં કહે બસ આટલી જ વાત છે ..’’આવા કામ માટે રાજરાણી કૌશલ્યએ ધક્કાના ખવાના હોય આ કામ તો અયોધ્યાની બાનડીઓ( દાસીઓ) કરી આવે..આપ આરામ કરો હું જાવ છું ..મેં પણ ક્યારેય પરપુરુષનો ખ્યાલ કર્યો નથી..’’ હરખના આંસુ આવી ગયા કૌશલ્યાને અને આશીર્વાદ આપ્યા ..સોળે શણગાર થઇ ...રાજરાણી કૌશલ્યનો રથ લઇ દાસી જયારે નીકળી ત્યારે ...ગામમાં વાળવા વાળી સ્ત્રી સવારમાં પૂછે છે, ‘’ બહેન અટાણે કઈ બાજુ ? ‘’ હરખાતા હરખાતા દાસીએ તમામ વાત કહી અને તેણે સાવરણો નીચે મૂકી કહ્યું , ‘’ આ કામ માટે અયોધ્યાની દાસીને ના જવાનું હોય ...રાજ મહેલની દાસીને ધક્કાના ખાવાના હોય આ કામ તો અયોધ્યાની એક વાળવા વાળી પણ કરી આવે ....આ ભૂમિ ભગવતી કૌશલ્યના સંસ્કારની ભૂમિ છે અહ્યાં કોઈ સ્ત્રીએ પરપુરુષનો ખ્યાલ નહી કર્યો હોય...’’ રથ પર સવાર થઇ નીકળે છે એ બ્રાહ્મણને શ્રાપમાંથી મુક્ત કરે છે...

આ એક ટૂંકો પ્રસંગ કહેતા બ્રાહ્મણ કહે છે , ‘’ જે સમાજમાં, જે વર્ગમાં, જે વિસ્તારમાં એકે એકે સ્ત્રીનું ચારિત્ર્ય આટલું અણીશુદ્ધ હોય ત્યાં ભગવાન રામ જન્મે..’’ આજ છે અયોધ્યા અને આજ છે અયોધ્ય્યાની ભૂમિ જ્યાં નોમના દિવસે રામ જન્મ્યા હતા. તમારામાં.. મારા માં દરેકમાં વિવેક , મર્યાદા , આદર , સંસ્કારનું પ્રસ્થાપન કરવા માટે ..

તો આ રામાયણનો રામ જન્મ પહેલાનો પ્રસંગ વાંચી તમારો અમુલ્ય પ્રતિભાવ આપશો. બીજા અદભુત સંસ્કાર સિંચનના પ્રસંગો લઇ આવતો રહીશ..બસ સૌ સાથે રહીએ એકબીજાને મદદ કરતા રહીએ અને જીવનને અનમોલ બનાવતા રહીએ..અભિમાન , ધ્રુણા , અહંકાર, ઈર્ષા , ક્રોધનો ત્યાગ કરી એક શુદ્ધ સમાજની સ્થાપના કરીએ.

આભાર.