Ayana - 27 in Gujarati Love Stories by Heer books and stories PDF | અયાના - (ભાગ 27)

The Author
Featured Books
Categories
Share

અયાના - (ભાગ 27)

આખી રાત અગત્સ્ય ના ફોનની રાહ જોયા બાદ અયાના બે થી ત્રણ કલાક સૂઈને વહેલા ઊઠી ગઈ... વહેલા ઉઠ્યા બાદ એને નીચે જવાનું મન ન હતું એ જાણતી હતી કે જો આ રીતે વહેલા ઊઠીને નીચે જશે તો જાતજાતના સવાલ નો સામનો કરવો પડશે જેના જવાબ આપવાના મૂડ માં એ જરીક પણ નહતી...

ગોરી ત્વચા ઉપર સફેદ ટુવાલ વીંટળાયેલો હતો ...માથાનો એકપણ વાળ ન દેખાઈ એ રીતે ધોયેલા વાળને એક સફેદ ટુવાલ માં વીંટાળેલ હતા...અરીસામાં પોતાના ગોરા મુખડા ઉપર સહેજ ભૂરી આંખો ની વચ્ચે લસરપટ્ટી જેવા સીધા નમણા નાકની જમણી બાજુના ગાલ ઉપર પડતા ખાડા ને જોઇને અયાના શરમાઈ ગઈ ...

માથાનો સફેદ ટુવાલ કાઢીને ભીના વાળને હવામાં લહેરાવ્યા...પાણીના અમુક ટીપાં અરીસા ઉપર પડ્યા જેને સાફ કરીને અયાના એ ફરી એકવાર પોતાના ચહેરાને ખૂબ જીણવટ પૂર્વક નિહાળ્યો....ત્યારબાદ એક પછી એક ડ્રેસ ટ્રાય કરતી અયાના આજે કંઇક અલગ જ મૂડમાં હતી ...પીળો , લીલો, ગુલાબી, વાદળી , કેસરી જેવા પંદરથી વધારે કલર ના ડ્રેસ ટ્રાય કર્યા બાદ એને ખ્યાલ આવ્યો કે એની પાસે કપડા ની અછત હતી....

લાસ્ટ માં બ્લેક ટ્યુનિક પસંદ કર્યા બાદ કાનમાં બ્લેક નાના માણેક અને ચહેરા ઉપર મેકઅપ ના નામે આછી મરુન લિપસ્ટિક કરીને અયાના બ્રેકફાસ્ટ માટે નીચે આવી ...

સમીરા તો ક્યારની તૈયાર થઈને બેસી ગઈ હતી અને એના સ્વર્ગવાસી મમ્મી પપ્પા ના ફોટા સામે બેસીને વાતો કરી રહી હતી...
' હા , આજે હું ક્રિશય ને પૂછી લઈશ કે એને અયાના માટે કોઈ ફિલિંગ છે કે નહિ ...કેમ કે હું આ રીતે કોઈના રસ્તા માં આવવા નથી માંગતી...'
તે જ ક્ષણે અયાના એ કહેલી વાત સમીરા ને યાદ આવી ગઈ ... જો ક્રિશય અયાના ને પ્રેમ કરતો નહિ હોય અને એને અયાના વિશે આ વાતની જાણ થશે તો કદાચ બંને વચ્ચે ની મિત્રતા પણ ઓછી થઈ શકે એમ છે....
અને જાણે અજાણે સમીરા આવી ભૂલ કરવા માંગતી ન હતી ...
એટલે ક્રિશય ને કંઇપણ પૂછવાનું સમીરા એ ટાળ્યું અને હોસ્પિટલ માટે નીકળી પડી ...

ક્રિશય પાર્કિંગ માં જ્યારે આવ્યો ત્યારે એણે અયાના ને પણ ત્યાંથી બહાર નીકળતા જોઈ ....
અયાના ને જોઇને ક્રિશય થોડી સેકન્ડ માટે અટકી ગયો ...
બ્લેક કપડા માં અયાના ખરેખર ખૂબ જ સુંદર દેખાતી હતી...આજે તો એણે બધા વાળ ઉપર બાંધી દીધા હતા જેમાંથી બે થી વધારે લટો લટકી રહી હતી અને કપાળ થી લઈને ગળા સુધી બંને બાજુથી નીકળેલ મોટી મોટી લટો ના કારણે એનો ચહેરો વધારે આકર્ષિત લાગી રહ્યો હતો ...ચહેરા ઉપરની ભૂરી આંખો અને આછી મરુન લિપસ્ટિક ના કારણે એનો ચહેરો ખૂબ જ જબરદસ્ત લાગી રહ્યો હતો...

ફટાફટ બાઈક ચાલુ કરીને ક્રિશયે ગાડી ચલાવી અને અયાનાની ગાડી પાસે લાવીને ચલાવા લાગ્યો...

"ગુડ મોર્નિંગ...." ક્રિશય ની નજર અયાના ઉપરથી ફરતી જ નહતી...

" આમ આગળ ધ્યાન આપ...." બોલીને અયાના હસવા લાગી...

એના ગાલ ઉપર પડેલ ખાડો એના ચહેરા ને વધારે આકર્ષિત બનાવી રહ્યો હતો...

"તુમ સે નઝર હટ હિ નહિ રહી હે..."

"તો હટા લો વરના એક્સિડન્ટ હો જાયેગા...."

" નહિ હોગા...હમ વો હૈ જિસ... ..." ક્રિશય ની શાયરી શરૂ થાય એ પહેલા જ એની સામે આવતી એક ગાડી ના કારણે એણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને માંડ માંડ ગાડી ને રસ્તા ઉપર લીધી ...
એને જોઇને અયાના હસવા લાગી ...

દેવ્યાની નું ઘર આવતા એ ઉભી રહી એને જોઇને હસતા હસતા ક્રિશયે ગાડી આગળ ચલાવી....

" ક્યાં હુઆ..." દેવ્યાની ને જોઇને અયાના બોલી ઉઠી...એ હજુ પણ એના જૂના અંદાજ માં જ હતી ...

"તે ક્યારથી હિન્દી ચાલુ કર્યું ..."

"સોરી...એ આ ક્રિશય ના લીધે...એ છોડ તને શું થયું છે..."

" નથીંગ... લેટ્સ ગો...." બોલીને દેવ્યાની ગાડીમાં ગોઠવાઈ ગઇ એટલે અયાના એ હોસ્પિટલ તરફ ગાડી ચલાવી...

' ઓહ શીટ...' હોસ્પિટલ પહોંચીને ક્રિશય ને ખ્યાલ આવ્યો કે એ વિશ્વમને પિક અપ કરતા ભૂલી ગયો હતો ...

ગાડી પાછી વાળતા ક્રિશય ની સામે સમીરા આવી...
"ક્યાં જાય છે....?"

" હમણાં જ આવું..."બોલીને ક્રિશયે ગાડી પાર્કિંગ માંથી બહાર કાઢી...

બહાર આવતા જ એની ગાડી ની સામે અયાના ની ગાડી આવી.... અયાના એ માંડ માંડ બ્રેક લગાવી...
"ક્યાં ધ્યાન છે તારું..."

" તુજમે રબ દિખતા હૈ યારા મે ક્યાં કરું..."ફ્લર્ટિંગ સ્ટાઈલમાં ક્રિશયે કહ્યું....

"શટ અપ...." અયાના બોલી અને ગાડી સાઈડમાંથી લઈને પાર્કિંગ ની અંદર આવી...

હસતા હસતા ક્રિશયે ફુલ સ્પીડ માં ગાડી ચલાવી...

વિશ્વમ હજુ પણ ત્યાં જ બેઠો હતો...

"સોરી...સોરી...સોરી....સોરી...હું ભૂલી જ ગયો..." ક્રિશય ને ખ્યાલ આવ્યો કે એ બોલ્યો એનો એક પણ શબ્દ વિશ્વમ ના કાને નથી પડ્યો...

"વિશ્વમ..."

વિશ્વમ હજુ પણ એ જ અવસ્થામાં બેઠો હતો... ક્રિશય ગાડીમાંથી નીચે ઉતર્યો...

"ઓય....બહેરો થઈ ગયો કે શું ..." વિશ્વમ ના ખભા હલબલાવી ને ક્રિશયે કહ્યુ...

"હ...હા...ચાલ..." કંઈ પણ ન થયું હોય એ રીતે વિશ્વમ બોલ્યો અને ઊભો થઈને ગાડી ઉપર બેસી ગયો ...
ક્રિશય એની પાસે આવીને ઊભો રહ્યો...

"હવે બોલીશ કે મારે પૂછવું પડશે ... શું થયું છે એમ..."

"નથીંગ ... લેટ્સ ગો...." ગાડી ચલાવામાં વિશ્વમે એટલી ઉતાવળ કરી કે જો સમય પર ક્રિશય બેસી ન ગયો હોત તો વિશ્વમ એકલા જ ગાડી લઈને જતો રહેવાનો હતો...

પોતાના મમ્મી ના કહ્યા મુજબ અગત્સ્ય નો કોલ આવાનો હતો અને એ અહી શિફ્ટ થવાનો હતો...પરંતુ ન તો એનો કોલ આવ્યો હતો કે ન તો એ અહીંયા શિફ્ટ થયો હતો...છતાં એને યાદ કરતી અયાના ખૂબ જ સારા મૂડ માં હતી....

રિસેપ્શન પર જઈને અયાના એ ખાતરી પણ કરી લીધી હતી પરંતુ એ વિશે એને કંઈ જાણવા ન મળ્યું...

ગુમસુમ બેઠેલી દેવ્યાની ને જોઇને અયાના એ ફરી પૂછ્યું...
"કાલે તો બહુ ખુશ હતી આજે શું થયું....રૂદ્ર સાથે ઝઘડો...."

"ના ના એવું કંઈ નથી...

"તો હવે બોલીશ કે મોઢા માં મગ જ ભર્યા રાખવાના છે ..."

એજ સમયે ત્યાં સમીરા આવી અને બંનેને જોઇને દેવ્યાની એ એના પપ્પા સાથે સાંજે થયેલ વાત વિગતવાર જણાવી...

"તો તે શું ડિસીઝન લીધું છે...." સમીરા એ કહ્યું...

"આ છે મારું ડિસીઝન ...." પોતાનો ફોન આગળ ધરીને દેવ્યાની બોલી...

ક્રિશય અને વિશ્વમ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધી માં વિશ્વમે સાંજે આવેલ દેવ્યાનીનો મેસેજ ક્રિશય ને બતાવી દીધો હતો પરંતુ એ વાત ઉપર કોઈ ચર્ચા થઈ ન હતી....
"તો તે એને કીધું કેમ નહિ ...." ક્રિશય બોલી રહ્યો હતો ..

" હું શું કહુ...એને જે વિચાર્યું છે એ સાચું જ હશે...."બોલીને વિશ્વમ ઝડપથી ચાલીને પર્કિંગમાંથી બહાર આવ્યો...અને લિફ્ટ માં જતો રહ્યો...

બહાર ઊભેલા ક્રિશયને આ જોઇને ખૂબ નવાઈ થઈ આવી...એ જે વિશ્વમ ને ઓળખતો હતો એ દેવ્યાની ને આ રીતે ભૂલવામાં માનતો જ નહતો...એ તો એની સગાઈ સુધી લડવા તૈયાર હતો પરંતુ આજે તો વિશ્વમ સાવ તૂટી જ ગયો હતો ...
થોડા સમય વિચારીને ક્રિશય દાદર ચડીને ઉપર આવ્યો એને ખ્યાલ હતો જ કે દેવ્યાની એને દરરોજ ની ફિક્સ જગ્યાએ જ મળી રહેશે...
ક્રિશય ઉપર આવ્યો ત્યારે દેવ્યાની ની સાથે સાથે સમીરા અને અયાના પણ હતી ...એની જાણ પણ એને હતી જ પોતાનો વિચાર સાચો પડ્યો એટલે એને પોતાની ઉપર થોડો ગર્વ થઈ આવ્યો....

" આ બધું શું છે...." ક્રિશય મોટા મોટા પગલે દેવ્યાની તરફ આવ્યો અને બોલ્યો...

સમીરા અને અયાના પણ આશ્ચર્ય થી દેવ્યાની ને જોઈ રહી હતી...

*

દેવ્યાની એ સાંજે જ વિશ્વમ અને રૂદ્ર ને મેસેજ કરી દીધો હતો...
રૂદ્ર ને કરેલ મેસેજ માં દેવ્યાની એ એના અને વિશ્વમ ના જે નહિવત જેવો સબંધ હતો એના વિશે લખ્યું હતું...સાંજે થયેલ પોતાના મમ્મી પપ્પા સાથેની વાતચીત પણ લખી હતી...
જેમાં એની પાસે રૂદ્ર અને વિશ્વમ માંથી કોઈ એકની પસંદગી કરવાની હતી...

વિશ્વમ ને કરેલ મેસેજ માં દેવ્યાની એ લખ્યું હતું કે એના પપ્પા એ જ્યારે લગ્ન માટે ચોખ્ખી ' ના ' કહી દીધી હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં દેવ્યાની ને વિશ્વમ સાથે એટલો બધો લગાવ નહતો રહ્યો પરંતુ કેમ્પના દિવસોમાં અને એકસાથે એક જ હોસ્પિટલ માં વારંવાર એકબીજાને મળતા દેવ્યાની ને કોઈ પ્રેમ નામની કળી એના દિલમાં ફૂટી રહી હોય એવું લાગતું હતું...એ એક પ્રકારનું આકર્ષણ હતું જેને એ પ્રેમ નામ આપવા માંગતી ન હતી....
પોતાના મમ્મી પપ્પા એ એની સાથે લગ્ન માટે પરવાનગી આપી દીધી છે એ વાત પણ દેવ્યાની એ કોઈ જીજક વગર લખી નાખી હતી....

જેની માટે ઘણું વિચારીને સવારના પાંચ વાગ્યે દેવ્યાની એ રૂદ્ર અને વિશ્વમ ને મેસેજ કર્યા હતા જેમાં છેલ્લી લાઈન બંનેમાં સરખી લખાઈ હતી ...જેમાં એણે વિશ્વમ ને મૂકીને રૂદ્ર ની પસંદગી કરી હતી ...અને રૂદ્ર સાથે લગ્ન કરવાની ઈચ્છા બતાવી હતી....

*

(ક્રમશઃ)