Between in the doubtful waves - 3 books and stories free download online pdf in Gujarati

શંકા ના વમળો ની વચ્ચે - 3

(3)
બરાબર સવા નવ વાગે મોબાઈલ માં રીંગ સંભળાઈ સોનાલી એ તરત જ કૉલ રીસીવ કરી દીધો, થોડી સામાન્ય વાતચીત કર્યા પછી સોનાલી પોતાના પોઇન્ટ પર આવી, એણે મેઘલ ને સ્પષ્તાપૂર્વક કહ્યું કે તે પોતાના માં–બાપ પાસે બેસી ને શાંતિ થી એમની વાત અને વિચારો જાણે, સોનાલી ને એ વાત ની બરાબર ખબર હતી કે પતિ તો સવાર ના બહાર જાય તો રાત્રે જ ઘરે આવે, રહેવાનું તો ફેમિલી સાથે જ હોય, એટલે એને એક પ્રેમભાવના વાળું ફેમિલી જોઈતું હતું, હજુ તો સોનાલી આગળ કંઈ બોલે એ પહેલાં જ મેઘલે એને અટકાવી દીધી, અને સોનાલી ને કહી દીધું કે ગઈકાલે રાત્રે જ મેં મમ્મી–પપ્પા ને કહી દીધું છે કે સોનાલી ને આવી રીતે ક્યાંય લઈ જવાની નહિ, એને નથી ગમતું, સોનાલી સાંભળતી જ રહી ગઈ, એતો ક્યારેય આવું બોલી પણ નહોતી, સોનાલી ને મેઘલ તરફ થી આવા ધડાકા ની અપેક્ષા જ નહોતી, આમ તો એણે ખુશ થવું જોઈએ, પણ સોનાલી ચિંતિત હતી, હજુ તો સગાઈ ને થોડા જ દિવસ થયા છે ઉપર થી મેઘલને ઘર માં પણ મોટેભાગેચૂપ રહેતા સોનાલીએ જોયા હતા, મેઘલ ના આ ધડાકા થી તેના મમ્મી - પપ્પા ને કેવું લાગતું હશે ?
સોનાલી અને મેઘલ વચ્ચે સગાઈ પછી પહેલીવાર તર્ક થયો, સોનાલી એ વિરોધ કર્યો, સોનાલી વારંવાર કહેતી રહી કે માં–બાપ પાસે બેસી શાંતિ થી વાત કરી એમનું મન જાણવું જોઈએ, પછી સ્પષ્ટ થવું જોઈએ, પણ મેઘલ નો તો એક જ જવાબ હતો એમાં શું મન જાણવાનુ? સીધી જ ના પાડી દેવાની, હું તો આવો જ છું.
સોનાલી એ ટૂંક મા પતાવી બાય કહી ફોન કટ કરી નાખ્યો. અંદર રૂમ માં આવી પાણી ની બોટલ માંથી પાણી પીધું, અને પછી બેડ માં આડી પડી બુક વાંચવા લાગી, પણ એનું મન બુક માં લાગતું જ નહિ, એના મગજ માં મેઘલ ના જ વિચારો આવતા, આજે મેઘલે જે રીતે વાત કરી હતી, એના પર થી સોનાલી ને મેઘલ ખૂબ જ પ્રેક્ટિકલ મગજ ના લાગ્યા હતા, સોનાલી ની બહેન અને બહેનપણી ઓ ના મેરેજ થઈ ગયા હતા એટલે લગ્ન પછી ની જિંદગી વિશે સોનાલી ની સમજણ પાક્કી હતી, સોનાલી એ મેઘલ નો સ્વભાવ જાણવાનુ નક્કી કર્યું,
સોનાલી પાછી બહાર અગાસી માં ગઈ, મન માં મનોમંથન કરતી જાય અને હિન્દી ફિલ્મ કલ હો ના હો નું ગીત ગાતી જાય " હર ઘડી બદલ રહી હૈ......" સોનાલી દ્રઢપણે માનતી કે લગ્ન જીવન માં પાત્રતા જ મહત્વ ની છે, સોનાલી સ્વયં ને જાણતી હતી, પણ આજે સોનાલી મેઘલ ને જાણવા માંગતી હતી, એના નકારાત્મક પાસા ને જાણવા માંગતી હતી, પોઝીટીવ પોઇન્ટ તો બધા જ સ્વીકારે પણ એને નેગેટીવ પોઇન્ટ સાથે મેઘલ ને સ્વીકારવા હતા, સોનાલી ના વિચારો જીવન વિશે સ્પષ્ટ હતા, લગ્ન જીવન માં કોઈ પણ એક માં બીજા નો પાવર સહન કરવાની પાત્રતા હોય તો જ લગ્ન જીવન સફળ થાય.સોનાલી ને આજે મેઘલ નો અંદર નો સ્વભાવ જાણવાની અને સમજવાની ઇચ્છા થઈ આવી.
બહુ જ મનોમંથન કર્યા બાદ સોનાલી એ મન માં જ નક્કી કર્યું કે એ અઠવાડિયા સુધી મેઘલ નું ના ગમતું જ કરશે, એનાથી મેઘલ રિએક્ટ કરે તો સોનાલી ને એનો ગુસ્સો, વિચારવાની રીત, બધું જ જાણવા મળે, તો એ નક્કી કરી શકે કે એનામાં મેઘલ નો ગુસ્સો કે સ્વભાવ સહન કરવાની ક્ષમતા કે પાત્રતા છે કે નહિ ? આજે સોનાલી પોતાની જ ક્ષમતા ચકાસવા માંગતી હતી, એણે એના જ મન
ને પ્રશ્નો પૂછવા હતા, ઉપર આકાશ માં તારાઓ ને નિરખતી સોનાલી ના મન માં એક ઉત્કંઠા હતી, અને આંખો માં આવતી કાલ નો ઇંતજાર....
( ક્રમશઃ )