Between in the doubtful waves - 5 books and stories free download online pdf in Gujarati

શંકા ના વમળો ની વચ્ચે - 5

સગાઈ ના બે મહિના પછી પહેલી વાર સોનાલી ને પોતાના સાસરે ઉત્તરાયણ કરવા જવાનું હતું, એ સવાર થી જ પોતાની જરૂરિયાત ની વસ્તુઓ પેક કરવા લાગી ગઈ હતી, સમય ક્યાં જતો રહ્યો અને સાંજ પડી ગઈ કંઈ ખબર જ ન પડી, આખા દિવસ ના કામ થી ફ્રી થઈ ને સોનાલી અગાસી માં શાંતિ થી અગાસી ની પાળી પર પોતાનો હાથ ટેકવી ઉભી - ઉભી આકાશ માં ઉત્તરાયણ પહેલા ચગતી થોડી થોડી પતંગો, સાંજ ની વેળા માળા માં પરત ફરતા પક્ષીઓ, અને આછાં કેસરી રંગ નો આથમતો સૂર્ય જાણે પોતાનું આગવું સૌંદર્ય વિખેરી રહ્યો હતો, આ આહલાદક સૌંદર્ય સોનાલી ખરા મન થી કલાક સુધી માણતી જ રહી.
બીજા દિવસે સવારે વહેલી ઉઠી પોતાનો નિત્ય ક્રમ પતાવી તે પોતાના સાસરે જવા માટે તૈયાર થઈ ગઈ. બરોડા - અમદાવાદ ની એક્સપ્રેસ બસ માં બેઠેલી સોનાલી ખૂબ જ ખુશ હતી. બારી ના કાચ માં જોતી અને મેઘલ ને મળવાની ખુશી માં અમદાવાદ બહુ જલ્દી આવી ગયું એવું સોનાલી ને લાગ્યું, તે બસ માંથી નીચે ઉતરી બહાર મેઈન રોડ પર આવી રિક્ષામાં પોતાના ફોઈ ને ત્યાં ગઈ. ફ્રેશ થઈ તેને પોતાના મમ્મીને ફોન કરી દીધો અને પછી નક્કી કરેલા પ્લાન મુજબ તેણે મેઘલ ને ફોન લગાડ્યો. મેઘલ સાંજે
ફોઈ ને ત્યાંથી સોનાલી ને પોતાના ઘરે તેડી ગયા.
બીજા દિવસે એટલે કે ઉત્તરાયણ ના દિવસે સોનાલી પોતાના નિત્યક્રમ મુજબ સવારે ઉઠી ગઈ. નિત્યક્રમ પતાવી, ફટાફટ તેણે પોતાની સાસુ સાથે મળી ને બધા ઘર ના કામ પતાવી દીધા, બપોરે 12 :00 વાગ્યા એટલે ઘર ના બધા એ સાથે બેસીને લંચ પણ લઇ લીધું, જમ્યા બાદ થોડો આરામ કરીને સોનાલી અને મેઘલ ઉપર અગાસી માં ગયા, સોનાલી ને પતંગ ચગાવવવાનો ખૂબ જ ગમતું , મેઘલ ને થોડો પતંગ ચગાવવા નો શોખ ઓછો હોય એવું લાગ્યું , અડધા કલાક પછી બંને નીચે ના રૂમ માં આવી ને બેઠા, સોનાલી અને મેઘલ વાતો કરતા હતા ત્યાંજ પોતાના સાસુ 2 –3 વાર કોઈ ના કોઈ બહાને આવી જતા અને મેઘલ ને કોઈ ને કોઈ રીતે ટોકી લેતા,
આજે સોનાલી ને આ બહુ જ અજુગતું લાગ્યું હતું, પહેલીવાર સોનાલી ના મન માં એમ થયું કે આવું કેમ?
સોનાલી ને અચાનક જ મન માં જ યાદ આવી ગયું, આવી જ રીતે પોતે પહેલી વખત મેઘલ સાથે કંકુ પગલાં વખતે ફરવા ગઈ હતી, ત્યારે પણ પોતાના સાસુ ના 2 –3 વાર ફોન આવી ગયા હતા, એ વખતે પણ મેઘલ ના ચહેરા પર અણગમા ના ભાવ આજ ની જેમ જ આવી ગયા હતા, બીજી વાર મેઘલ બરોડા પોતાના ઘરે આવ્યા હતા ત્યારે પણ સાસુ ના વારંવાર ફોન આવતા હતા, અને મૉટે ભાગે મેઘલ ના ચહેરા પર આવા જ અણગમા ના ભાવ ઉપસી આવતા, આજે સોનાલી ને બરાબર ખબર પડી ગઈ હતી કે સાસુ નું મેઘલ ને વારંવાર બાળક ની જેમ ટોકવું મેઘલ ને ગમતું નહોતું.
મેઘલ કોમ્પ્યુટર ઓન કરી ને પોતાના
ક્લાયન્ટ ને રીપ્લાય કરતા હતા, સોનાલી શાંતિ થી સામે ની ચેર પર બેઠી હતી, નજર એની કોમ્પ્યૂટર પર હતી, પણ મન માં અનેક વિચારો નું જાણે વાવાઝોડું ચાલુ થઈ ગયું હતું, સોનાલી વિચારતી જ રહી કે મેઘલ દેખાવ માં , વાણી - વર્તન માં પરફેક્ટ, સારું કમાતા, બધી જ વાતે પરફેક્ટ લાગતા હતા, તો વારંવાર ઍમની મોમ એમને ટોકતા કેમ હશે ? મેઘલ ને ના ગમતુ હોય એ શું મેઘલ ઘર માં કહી નહીં શકતા હોય ? મેઘલ નહીં કહેતા હોય કે પછી ઘર માં સ્વતંત્રતા જ નહીં હોય? શું પોતાના દીકરા પર વિશ્વાસ નહીં હોય મમ્મીને એટલેકે પોતાના થનારા સાસુ ને? કે પછી દીકરો દૂર જતો રહેશે એની ઇનસિક્યુરિટી ફિલ કરતા હશે? સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિને થોડી ઘણી ઇનસિક્યુરિટી ફિલ થાય, પણ આટલી બધી ? એ સોનાલી એ પહેલી વાર જોયું.
ઘણા બધા વિચારો પછી સોનાલીનાં મને તારણ કાઢી નાખ્યું કે અહીંયા ઘર માં પોતાના ઘર જેવું વાતાવરણ જરાય નહોતું, સોનાલી ના ઘરમાં પૂર્ણ સ્વતંત્રતા હતી, પોતાના ગમાં –અણગમા સોનાલીના માં –બાપ ને ખબર રહેતા. એક વિશ્વાસ એક ભરોસો પોતાના સંતાનો પ્રત્યે કાયમ રહેતો, પણ અહીંયા મેઘલ પોતાનો ગમા–અણગમા પોતાના મા – બાપ ને કદાચ
સંપૂર્ણ રીતે સમજાવી શકયા નહીં હોય, અથવા તેમના મમ્મી સમજી નહીં શક્યાં હોય, એવું પણ બને. પણ જે હોય તે બોન્ડિંગ તો નહોતું જ, જેમાં અવિશ્વાસ વધારે અને હક ઓછો વર્તાતો હતો, જેમાં ડર વધારે, ઇનસેક્યુરિટી વધારે અને આત્મવિશ્વાસ ઓછો વર્તાતો હતો.
સોનાલી વિચારતી દાદર ઉતરી નીચે ડ્રોઈંગ રૂમ માં આવી ને પોતાના સાસુ સાથે બેઠી, થોડી હસી –મજાક, વાત–ચીત કરી ત્યાં તો બપોર ની ચા નો સમય થઈ ગયો, સોનાલી એ બધા માટે ચા બનાવી અને બધા એ સાથે મળીને ચા પીધી, પછી મેઘલ સોનાલી ને લઈ ને સાંજે પોતાના કાકા ના ઘરે લઈ ગયા હતા, ત્યાં આખું ફેમિલી ભેગું થયું હતું, સોનાલી ને ખૂબ મઝા આવી આનંદદાયક ઉત્તરાયણ લાગી હતી.