Shwet Ashwet - 28 books and stories free download online pdf in Gujarati

શ્વેત, અશ્વેત - ૨૮

‘કોણ?’

‘શ્રુતિનો બોયફ્રેંડ કોણ છે?’

‘આરવ. તે અમારી સાથે સ્ટૅટસમાં હતો. મને પણ નહતી ખબર કે તે બંનેવનું ચક્કર ચાલે છે. અમે પોરબંદર ફરવા ગયા ત્યારે, સિયા પણ સાથે હતી, તેના ઘણા બધા ફોન આવતા હતા. અને તે ફોન નહોતી ઉપાડતી. જ્યારે ઉપાળ્યો ત્યારે તેની વાત મે સાંભળી લીધી.’

‘શું વાત કરતી હતી?’

‘ઘણી બધી. પહેલા તો તેને મળવા આવ્યો હતો, એટલે મળવાની વાત, પણ શ્રુતિ દુખી હતી, ડરતી હતી કે અમે એને જોઈ જઈશું તો..’

‘તો તને એ કેવી રીતે ખબર પડી કે બંનેવ રિલેશનશિપમાં છે?’

‘વાતોથી.’

‘એ કેવી રીતે ખબર પડે?’

‘.. અમ.. ન હતી પડતી. તે આરવને મળવા માટે ઉતાવળી થઈ રહી હતી. અને, હા, તે એને આર્યુ બોલાવતી હતી.’

‘આર્યુ?’

‘હા. આર્યુ.’

‘ક્યાં મળવાની વાત થતી હતી?’

‘કોઈ હોટેલમાં.’

‘કઇ હોટેલ?’

‘એ મને કઈ રીતે ખબર પડે? આરવ બોલ્યો હતો.’

‘તે ગઇ મળવા?’

‘હા. અમે શોપિંગ કરતાં હતા. સિયા સાથે હું ગઈ ત્યારે તે બીજે ક્યાંક જતી રહી.’

‘શું તે ગભરાઈ હોય તેવું લાગતું હતું?’

‘ના..’

‘આરવનું પૂરું નામ શું છે?’

‘આરવ ભટ્ટાચાર્ય. મને બીજું કશું નથી ખબર પણ એ દિલ્લીથી છે, અને ફર્સ્ટ યરમાં લોકો વાત કરતાં હતા કે તેનું અને નિષ્કાનું.. યુ નો, પ્રેમ પ્રકરણ ચાલતું હતું.’

‘કોણ લોકો?’

‘શ્રુતિએ જ મને કીધું હતું. એડેનાએ એ બંનેવને જોયા હતા જિમ્નેઝ્યમમાં. એકલા.’

‘તને આ બધુ યાદ છે?’

‘હા. હોય જ ને. મારા દાદાના આસિસ્ટન્ટનો દીકરો છે એ. અમે બંનેવ એકજ ફ્લાઇટમાં ગયા, એક જ કન્સલ્ટેંટ દ્વારા. પહેલા વર્ષમાં તો શ્રુતિ હતી અને એ હતો.’

‘શ્રુતિ અનેઆરવ એક બીજાને જાણતા હશે?’

‘મારા દાદા મારી બર્થડે પાર્ટી દર વર્ષે ઊજવતાં, અને દર વર્ષે તે ભેગા થતાં. તે સિવાય નહીં.’

‘કેટલું જાણતા હશે,એક બીજાને?’

‘ક્યાંક મળે તો “હેલ્લો” કહે તેટલું જ.’

‘અન્વ તને આ અફેર વિષે પહેલા ખબર ન હતી?’

‘એજ તો મને થયું! મને કેવી રીતે ખબર ન પડી.’

કૌસરે તેના જુનિયરને પોરબંદર અને આજુ બાજુની બધી મૉટેલ, રિસોર્ટ, હોટેલ અને લોજ ચેક કરાવવાનું કહ્યું;. તે વિચારવા બેસી.

કૌસરને લાગતું હતું કે તે જુઠ્ઠું બોલે છે.

બંનેવ તેની સાથે જોડેલા હતા. તો પણ ખબર ન પડી?

આ બધાની શરૂઆત ક્યાં થઈ હશે?

કોઈ એવી જગ્યાએ જ્યાં તે બંનેવ મળ્યા હશે, અને જ્યાં તે મળ્યા હશે, ત્યાં ક્રિયા પણ હશે.

તો ક્રિયાને કેવી રીતે ખબર ન પડી. શ્રુતિને નિષ્કા અને આરવના પ્રેમ પ્રકરણ વિષે ખબર હતી. પછી જ્યારે આ બંનેવનું અફેર ચાલુ થયું, ત્યાં નિષ્કા પછી આવી.

નિષ્કા?

આરવ?

બંનેઉને જોડતી કળી, ક્રિયા?

આરવને શ્રુતિ ઘરમાં લાવી.. ના, તે રાત્રે મોડો આવ્યો કે પહેલા આવી ગયો- ના ત્યાં તો તનિષ્ક ઘરે હશે. એ દિવસે તે લોકો ક્યાં હતા? ઘરે જ? પણ તેનું વિટનેસ કોણ?

ચાર લોકો એક બંજર ઘરમાં રહે. એક મારી જાય. બે ભાગી જાય. એક રહી જાય. હવે આ બધા જુઠ્ઠું પણ બોલી શકે અને સાચું પણ.

તેનો જૂનિયર પાછો આવ્યો. તેની સાથે એક ભાઈ હતા.

‘એલીનોર રિસોર્ટના સિક્યોરિટી ગાર્ડ છે. શ્રુતિ જેવી છોકરીને એક ગેસ્ટ સાથે જોયા હતા. તેઓ સ્કેચ બનાવવા તૈયાર છે.’

‘તો સ્કેચ આર્ટિસ્ટને બોલાવી જલ્દી થી કામ ચાલુ કરો. મેનેજરે શું કહ્યું?’

‘મેનેજરે કહ્યું ઘણા બધા યુવાનો કોઈ ટુર્નામેંટ માટે તેઓના રિસોર્ટમાં રોકાયા હતા. ગેસ્ટની ડિટેલ્સમાં કોઈ આરવ ભટ્ટાચાર્યનું નામ નથી. કદાચ એ ટુર્નામેન્ટ માંથી કોઈનું નામ ખોટું હોઇ શકે. ગ્રુપ આઈ ડીસ ચેક કરતાં વખતે ઘણી બધી હોટેલ બેદરકારી કરે છે.’

‘સ્કેચ બનાવી પોરબંદરમાં થતી બધી નેશનલ અને ઈંટરનેશનલ ટુરનામેન્ટ્સ વિષે જાણ.’

‘જિ.’ કહી તેનો જૂનિયર સ્કેચ બનાવવા એક ઇન્ટ્રોગેશન રૂમમાં ગયો.

કૌસર ફરી વિચારવા લાગી.

‘અમારો બંગલો એક ગુંડાએ ખરીદીઓ છે.’