Love@Post_Site - 3 books and stories free download online pdf in Gujarati

Love@Post_Site - 3

સ્વરા રૂમે પહોંચી સુવાની ટ્રાઇ કરી પણ ઊંઘ આવે જ નહીં, વારેઘડીએ રોહિતનો એ સ્પર્શ એના હાથ પર ફિલ થતો, મનમાંને મનમાં ઝીણું ઝીણું હસતી હતી. સ્વરા બેડ પાર ઉંધી સુઈ ગઈ અને રોમેન્ટિક ગીત ચાલુ કર્યા.. ધીરે ધીરે સ્વરાને ઊંઘ ચડી ગીતો એમનેમ ચાલુ, અચાનક પરોઢિયે 4 વાગે નિંદર ઉડી પાછી એ જ ઘટના એની આંખ સામે આવી. સ્વરા એ વોટ્સએપ ખોલી રોહિતને ઓડિયો મેસેજ મોકલ્યો, પાછી સુઈ ગઈ. પોતાના નિયમ મુજબ સવારે 8 વાગે પછી જાગી, ફોન ચેક કર્યો, કોઈ મેસેજ નહીં, રોહિતે હજી જોયેલો પણ નહીં. સ્વરાને જાણે કંઈ ન પડી હોય એમ રોજીંદુ કામ પૂરું કરી પોસ્ટઓફિસે ગઈ. પોસ્ટઓફિસે એના ટેબલ પર રોહિતનો પત્ર હતો. સ્વરાએ પાછો મોબાઈલ જોયો એનો મેસેજ રોહિતે જોયો હતો, રાજી થઇ સ્વરાએ પાછો ઓડિયો પ્લે કર્યો, પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી, બાજી રમીએ અમે અને હા, જીત તમારી. પછી એ પત્ર વાંચ્યો, “તુમ ક્યા સમજોગે હમારે ખતો કો જાન નિકાલકે કલેજા રાખતે હૈ હમ. પ્રેમ સ્વીકૃતિના હર્ષ સાથે આજનો માહોલ થોડો અલગ રહે અને એ અલગતા આજ મળીશુ તેમાં પણ રહેશે માટે આજ સુનિશ્ચિત સમય અને સ્થળે પહોંચી જજો. તમારો રોહિત. સાથે એક કેફેનું એડ્રેસ પણ હતું અને સમય સાંજનો 7 વાગ્યાનો નિશ્ચિત હતો. સાડા 6 વાગ્યે રોહિત કેફે પહોંચ્યો કેશ કાઉન્ટરે બેઠેલા જુવાન્યાને પૂછ્યું, “કાં ભૂરા! શું ચાલે છે? શું વાંચશ ?” એણે જવાબ વાળ્યો, “કંઈ નહીં સાહેબ ઈતિહાસ વાંચું છું પરીક્ષા છે એટલે એની તૈયારી, પણ તમે ખાસ્સા સમય પછી આયા હો શેઠ ઘણી વાર યાદ કરતા હોય બોલો શું મોકલું?” રોહિતે એક મસ્ત સ્માઈલ સાથે કીધું, “કાંઈ નહિ, હું કહીશ થોડી વાર રહીને, તું વાંચ અત્યારેરોહિત કેફેની વચ્ચેના ડિઝાઈનર પિલ્લર પાસેના ટેબલે બેઠો જેથી એને કેફેનો ગેટ દેખાય પણ ગેટ પરની વ્યક્તિને રોહિત એટલી સહેલાયથી દેખાય. સ્વરાને એમ કે મોડી થશે એટલે સાતમાં પાંચ મિનિટની વાર હતી ત્યાં તે પહોંચી ગઈ. પિલ્લર પાસેથી રોહિતે સ્વરાને જોઈ અને મંત્રમુગ્ધ થઈ ગયો. અચાનક સ્વરના મોબાઈલમાં મેસેજ આવ્યો પણ રોહિતનો સ્વરાએ જોયું શું? “સોરી?” મનમાં વિચારવા લાગી કેમ સોરી કીધું? શું થયું હશે? મેસેજ ખોલ્યો વાંચ્યું સોરી પછી ત્રણ એન્ટર કરી લખ્યું હતું, “કપડાં પરની લાલાશ અને ગાલની લાલી મને આંજી દે માટે રંગીન સ્તંભ પાસે તારા વાળના અંધારામાં બેસવા રાહ જોવું છું.” સ્વરા પિલ્લર પાસે ગઈ ત્યાં રોહિતને જોઈ સ્માઈલ આપી બેઠી. રોહિતે પોતાના માટે ચા અને સ્વરા માટે કોલ્ડકોફી મંગાવી. રોહિતની ચા વહેલી આવી એને બે હાથે ચાની પ્યાલી પકડી સ્વરાએ એના હાથ પર હાથ મુક્યો. રોહિતના ઠંડા હાથની વચ્ચે ગરમ ચા હતી અને હાથની ઉપર સ્વરના હાથની ગરમી. બંનેની આંખો એક થાતી હતી ત્યાં સ્વરની કોલ્ડકોફી આવી. બસ આમ આંખોથી આંખોમાં પ્રેમનો એજહાર થઈ ગયો અને એમ સ્વીકૃતિ પણ. રોહિતે ચા પીધી અને સ્વરાએ કોલ્ડકોફી પણ બન્નેના ડાબા હાથ એકબીજાના હાથમાં હતા જાણે એકબીજાના દિલ એકબીજા સુધી અડવા માટે કોઈ પૂલ બનાવ્યો હોય. બન્ને અઢળક વાતો કરી ખાસ્સો સમય વિતાવ્યો અને છુટા પડ્યા. બન્ને માટે આજ રાત લાંબી થઈ ગઈતી ઘરે પહોંચી પાછી ફોન પર પણ વાતો થઈ સ્વરાએ મનોમન નક્કી કર્યું કાલ મમ્મી પપ્પાને વાત કરી લઈશ. સવારે સ્વરા ઉઠી ફ્રેશ થઈ ત્યાં એના ઘરેથી ફોન આવ્યો મમ્મીનો અવાજ કાને પડતા સ્વરા ખૂબ ખુશ થઈ. “અરે મમ્મી! હમણાં તમને બેયને યાદ કરતી હતી મારે એક ખુબજ જરૂરી વાત કહેવી છે મમ્મી પરમદિવસે બે દિવસની રજા છે હું ઘરે આવીને કહીશ. પપ્પા ક્યાં છે મમ્મી?” ફોનમાંથી અવાજ આવ્યો હા બેટા! આપું તારા પપ્પાને”, “હા બોલ બેટા કેમ છે? કેવું ચાલે ઓફિસમાં કામ?” સ્વરાએ જવાબ આપ્યો, “સારુ છે પપ્પા ઓફિસે પણ કામ સારુ ચાલે છે હું પરમદિવસે આવું છું એક ખાસ વાત કરવી છે તમારા જોડે I think તમે બહુ ખુશ થશો. તમારા બેયની તબિયત કેવી છે?” ફોનમાંથી અવાજ આવ્યો, “સારી છે બેટા આતો રોજ તારો અવાજ સાંભળવા જોઈએ તું ભલે પોસ્ટ માસ્તરની થઈ પણ મારા માટે તો ઢીંગલી રહેવાની. તું આવ અને તારી અહીંયા બદલીનું કેટલે પહોંચ્યું? તું આઘી છો એટલે થોડી ચિંતા થાય છે.” સ્વરાએ કીધું, “પપ્પા ચિંતા કરો હું અહી ઠીક છું ચાલો ઓફિસે જવું છે પછી વાત કરુંઅને સ્વરા ઓફિસે ગઈ.