Love@Post_Site - 4 books and stories free download online pdf in Gujarati

Love@Post_Site - 4

સ્વરા ઘરે આવી એને ત્રણ દિવસ થયા પણ ઘરમાં કોઈને એના પ્રેમ વિશે કહી શકી નહિ. રોજ રાત્રે રોહિત જોડે ચેટિંગ થાય. એક રાત્રે સ્વરાના પપ્પા ઘરે આવ્યા થાકીને સ્વરાને કીધું,બેટા, તેલ ઘસી દે ને આજ બહુ જ થાકોડો લાગ્યો છે.” સ્વરા એ સારુ એવું તેલ માલિશ કર્યું અને મોકો જોઈ એના અને રોહિતના પ્રેમની વાત ઉપાડી. પપ્પા, એક વાત કહેવી છે.” “હા, બોલને બેટા.જયસુખભાઈ બોલ્યા. સ્વરાએ ખચકાટ સાથે એના પપ્પાને વાત કરવાનું ચાલુ કર્યું,પપ્પા, આટલા મહિના બહાર નોકરી કરી પણ મને ત્યાં જ…” સ્વરા થોડું અટકી એના હાથ પણ અટક્યા તેલ ઘસતા. જયસુખભાઈએ પૂછ્યું બેટા શું થયું?સ્વરાના મનની બીક જયસુખભાઈ વરતી ગયા. આશ્વાશન આપતા કીધું બીવસ તું મારાથી? મેં ક્યાં કોઈદિ કાંય કીધું તને બોલને.” સ્વરાએ હિંમત ભેગી કરી વાત આગળ વધારી,મને એક છોકરો ગમી ગયો છે ત્યાંઅંદરથી સ્વરાનાં મમ્મી માલતીબેન પણ સાંભળી ગયા એ થોડું અકળાયા, અંદરથી અવાજ આવ્યો,જોયું હું નો'તી કે'તી છોકરીને આટલી છૂટ ન આપો છોકરી બગડી જશે.જયસુખભાઈએ રોક્યા માલતીબેનને,ટાઢા પડો ભાગ્યવાન પહેલા સાંભળી તો લો એ શું કયે છે એ?”, “બોલ બેટા! કોણ છે એ અને કેટલા સમયથી ચાલે છે અને કેટલે પહોંચ્યા તમે?સ્વરા થોડી રિલેક્સ થઈ અને બોલવાનું ચાલુ કર્યું, “પપ્પા, રોહિત નામ છે, એસ્ટેટ એજન્ટ છે. અને સારું એવુ કામ કરે છે. અહીં આવવાના થોડાં દિવસ પહેલા જ એને મને કીધું અને મારા પણ એના પ્રેમનો સ્વીકાર કર્યો મારા પણ મનમાં એ જ હતું. પણ જો તમે પરમિશન આપો તો જ આગળ વધીશ બાકી તમારાથી ઉપર કોઈ નહિ.”, “એ છોકરાને મળી શકીએ?જયસુખભાઈએ પૂછ્યું. સ્વરાએ ખાલી હકારમાં માથું હલાવ્યું. જયસુખભાઈએ કીધું, “તો અમે આ વખતે તારી જોડે જ આવીશું, તારુ ઘર અને એ છોકરાને પણ મળી લઈએ, શું ક્યો છો?અંદરથી માલતીબેનની હા આવી અને બે દિવસ બાદ નીકળવનું નક્કી થયું. હવે સ્વરા અસમંજસમાં મુકાઈ. વાત થઈ રાત થઈ પણ સ્વરાની આંખો બંધ ન થઈ, આખી રાત વિચાર્યું રોહિતને ચેતવી દઉ કે પપ્પા એની પરીક્ષા લેવા આવે છે, જો ચેતવી દયે તો કદાચ એમના અનુભવનીરૂએ રોહિત બરોબર ન હોય તો પણ એમને ખ્યાલ ન આવે. બસ એ જ વિચારમાં સવાર થઈ સૂર્ય કરતા અરૂણનો પ્રકાશ જ ધરતીને આંબે છે ત્યાં સ્વરાની નીંદર તૂટી એને ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે અને ઊંઘ આવી અને પોતે સૂઈ ગઈ. સવારે જયસુખભાઇ પણ ટ્રેનની ટિકિટ લઈ આવ્યા. બધી તૈયારીઓ જોશોરથી ચાલુ થઈ અને એટલી જ જોરશોરથી સ્વરાની મુંજવણ પણ વધતી જતી હતી. બપોરે એને નિર્ણય લીધો રોહિતને મેસેજ કરવાનો કે પપ્પા આવે છે એને મળવા. પણ, રોહિતનો જવાબ રાત્રે મરીઝના અંદાઝમાં આવ્યો, મારા પ્રયાસ અંગે ન આપો સમજ મને, બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું. હવે સવારે સ્વરાની ચિંતા વધી અને બીજે દિવસે બધા નીકળ્યા સ્વરા જોડે. રોહિતના ઘરે આવ્યા મળ્યા બધાને વાતચીત થઈ. જયસુખભાઈએ સ્વરાને કીધું, ચાલ આવ્યા છીએ તો બે ત્રણ દિવસ તારી જોડે રોકાઈને જ જઈએ. સ્વરાના ઘરે ગયા ત્યાંના મકાનમાલિકે પણ સ્વરાના ઘણા વખાણ કર્યા, એ સાંભળી જયસુખભાઈના શર્ટના બટન હમણાં તૂટે ન તૂટે એવું થવા લાગ્યું. પછી તો ચા- પાણી પીધા જમ્યા અને સૂઈ ગયા. સવારે સ્વરા ઊઠી પોસ્ટ ઓફિસે ગઈ અને પાછળથી જયસુખભાઈ રોહિતની ઓફિસે. આખરે દિકરીનો બાપ છે જોખમ ન લે. રોહિત એના કલાયન્ટ જોડે બેઠો હતો કોઈ પ્લાન ડિસ્કસ કરતો હતો. જયસુખભાઈને જોઈ આવકાર્યા વેઈટિંગમાં બેસાડ્યા અને થોડીવાર રાહ જોવા કીધું એ પણ માની ગયા. રોહિત એમનું આવવાનું કારણ સમજી ગયો અને થોડી સુજ બતાવી એની કેબીનનો દરવાજો ખુલ્લો રાખ્યો જેથી જયસુખભાઇ વાત સાંભળી શકે. ક્લાયન્ટના ગયા બાદ જયસુખભાઈ અંદર ગયા અને પૂછ્યું, કેટલાનો સોદો કર્યો અને દલાલી કેટલી નક્કી કરીરોહિતે કીધું, અંકલ સિતેરનો સોદો છે અને બે પૈસા આપણાજયસુખભાઈ અજાણ બની પૂછ્યું, બે પૈસા એટલે?રોહિતે સજાવ્યું, એક રૂપયે બે પૈસા એટલે કે બે ટકા કમિશન લેવાનું બેય તરફથી અને આ જે હતા એ બિલ્ડર છે આખા એપાર્ટમેન્ટ માટે આવ્યા હતા. અને તમે જે અંદરબ્રિજ પાર કરીને આવ્યા ત્યાંથી આગલા મેઈન રોડ સુધી મારો એરિયા છે અને આખો પોર્શ એરિયા.એમ કહી રોહિતે એની જમણી દિવાલ બાજુ આંગળી ચીંધી.જયસુખભાઈએ હવે સીધો સવાલ કર્યો, “તો મહિને કેટલા કમાય લે છે?” રોહિતે જાણે જવાબ તૈયાર રાખ્યો હોય એમ કીધું, તેજીમાં મહિને પચાસથી સિતેર અને મંદી હોય તો વિશથી ચાલીશ વચ્ચે કેમકે આ ધંધામાં ફિકસ આવક નથી હોતી અને સમય પહેલા જવાબદારી આવી એટલે સહેલો ધંધો આ લાગ્યો અને ફાવી ગયો.” “તને શુ લાગે છે આમ તું સ્વરાને ખુશ રાખી શકીશ?જયસુખભાઇએ પૂછ્યું. રોહિતે પણ કળથી જવાબ વાળ્યો, અંકલ હજી પણ આપણા સમાજમાં લગ્નો છોકરીનું ફેસ જોઈને અને છોકરાની આવક જોઈને થાય છે, જો કે તમે ચિંતા ન કરો સ્વરાને હું ખૂબ જ પ્રેમ કરુ છુ. કોઈ તકલીફ નહિ પાડવા દઉ ઈવન પૈસા બાબતે પણ નહિ જો કે એની નોકરી ચાલુ જ રહેશે એટલે એ રીતે પણ એ સ્વતંત્ર રહી શકશે.પછી બન્ને એ ચા પીધી અને જયસુખભાઈ પાછા ઘરે વળ્યા.