Ayana - 30 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ 30)

એક ડોક્ટર થઈને પણ ક્રિશય ને સમજાતું નહતું કે આવી પરિસ્થતિ માં એને શું કરવું જોઈએ...

"અયાના બસ હવે થોડી વાર જ ...કોશિશ કર ..." ક્રિશય પોતે એક ડોક્ટર થઈને પણ આવી પરિસ્થતિ માં બાઘા મારવા લાગ્યો...

"કેટલી વાર છે હવે ...ક્યારે ખોલવાનો છે..." બારણાં પાસે આવીને ક્રિશય વધારે પડતાં મોટેથી બરાડ્યો...

જાણે બહાર કોઈ હોય જ નહિ એ રીતે શાંતિ છવાયેલી લાગતી હતી...

અયાના થી હવે ઉભુ રહેવું પણ મુશ્કેલ હતું...એ નીચે બેસી ગઈ...એનો એક હાથ એના ગળા ઉપર હતો અને એ જોરજોરથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરતી હતી...
ચારેબાજુથી પેક થઈ ગયેલી રૂમ જોઇને એને અંધારા આવા લાગ્યા...જાણે ચારેબાજુની દીવાલ એની નજીક આવી રહી હોય એવું એને લાગવા માંડ્યું...

ક્રિશય હજુ પણ બારણાં પાસે ઊભો હતો ...એ જાણતો હતો કે અયાનાને ક્લોસ્ટ્રોફોબિયા છે પરંતુ એનાથી અત્યાર સુધી કોઈ વધારે પ્રોબ્લેમ નહતી થઈ...નાનપણમાં એકવાર રૂમમાં આવી રીતે ફસાય ગયા હતા ત્યારે જ ડોકટરે જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ આવી કોઈ સમસ્યા ઉભી થઇ જ નહતી.... અયાના તો એ વાતને સાવ ભૂલી જ ગઈ હતી...પરંતુ અત્યારે સામે આવી પરિસ્થતિ આવતા ક્રિશય ને તરત યાદ આવી ગયું ...
થોડું વિચારીને ક્રિશય દોડીને અયાના પાસે આવ્યો...

પોતાના બંને હાથ અયાનાના ગાલ ઉપર મૂકીને એ કંઈક બોલવા જતો હતો ત્યાં....
"અયાના ..."એ આગળ બોલે એ પહેલા અયાના એ એના બંને હાથથી ક્રિશય ના હાથ ઉપર સ્પર્શ કર્યો ... ક્રિશય એની સાવ નજીક આવી ગયો અને પોતાના હોઠ અને અયાનાના હોઠ દ્વારા શ્વાસ ની અવરજવર કરવા લાગ્યો ...
અયાનાએ ક્રિશય ને ધક્કો મારી ને પોતાનાથી દૂર ખસેડ્યો...
એને હજુ પણ એવું જ લાગી રહ્યું હતું રૂમની દીવાલ એની નજીક આવી રહી છે...એ કોઈ ઊંડા પાણીના દરિયામાં તણાઈ રહી છે...

"અયાના, કંઈ નહિ થાય...હું છું ને તારી સાથે...તું ધીરજ રાખ...આ પેક રૂમને જોવાનું બંધ કરી દે...મારી સામે નજર કર...તું એવું ઈમેજ કર કે તું કોઈ ખુલ્લા બગીચામાં મારી સાથે બેઠી છે..." અયાનાના બંને ગાલ ઉપર હાથ મૂકીને ક્રિશય કહેતો હતો....એ પણ થોડો ડરી ગયો હતો ...
એની સાવ નજીક આવીને ક્રિશય બોલ્યો...
" હું તને કંઈ નહિ થવા દઉં....તને વિશ્વાસ છે ને મારી ઉપર..." અયાના ની આંખો ચકળવકળ ફરતી ક્રિશય ની આંખો ઉપર આવીને સ્થિર થઈ ગઈ ...

અયાનાની આંખોમાંથી એક ક્યારનુંય તોળાઈ રહેલ આંસુ નીચે પડવાની તૈયારી માં હતું ત્યાં ક્રિશયે ફૂંક મારીને ઉડાડી દીધું...
પોતાના ચહેરા ઉપર ક્રિશય ના ફુંકની ઠંડી લહેર આવતા અયાનાની આંખો બંધ થઈ ગઈ...
ક્રિશયે એના હોઠ ઉપર હોઠ મૂકી દીધા...બંનેની અંદર કોઈ વીજળીના તાર જેવી ઝણઝણાટી વ્યાપી ગઈ...
ક્રિશય તો અંદરથી અને બહારથી તો વધારે ધ્રૂજતો હતો...
જાણે ઘણા વર્ષો પછી પોતાનો પ્રેમી મળ્યો હોય એ રીતે અયાના ક્રિશય ને પોતાની વધુ નજીક કરતી હતી , એના બંને હાથ ક્રિશય ના ગાલ ઉપર , એના ગળા પર ,એની પીઠ ઉપર ફરતા હતા...

ચુંબન કરતા કરતા અયાનાના ગળે , કપાળ પર પરસેવા ના બુંદ ઉપસી આવ્યા હતા...
અચાનક એની આંખો બંધ થઈ ગઈ અને એની ડોકી ઢળી પડી...
ક્રિશય એની સામે જોતો હતો ત્યાં બારણું ખુલી ગયું... વિશ્વમ દોડીને અંદર આવ્યો...

"શું થયું આને... ઉપાડ ઉપાડ...જલ્દી..." વિશ્વમે કહ્યું...

અયાના ને ઉપાડીને ક્રિશય એને લઈને બહાર આવ્યો...ગિરીશે ટેબલ પહેલા જ ખાલી કરી નાખ્યો હતો...એની ઉપર અયાના ને સુવડાવી ને ક્રિશયે એના હાથ ને પોતાના હાથમાં લઈને થોડી વાર ધસ્યો...એટલી વારમાં ત્યાં સમીરા અને દેવ્યાની આવી પહોંચી...

"ઓહ માય ગોડ ...શું થયું આને..." દેવ્યાની દોડીને આવી અને બોલી...

"કંઈ નહિ બસ રૂમમાં પેક રહેવાથી એને..."

"તને તો ખબર જ છે ને ક્રિશય ...તારે તો ધ્યાન રાખવું હતું ને..." દેવ્યાની ક્રિશયની વાત કાપીને એને ખિજાવા લાગી...

"એ પણ અંદર જ હતો...એટલે જ અત્યારે અયાના ને કંઈ નથી થયું...નહિતર...." વિશ્વમે એના ફ્રેન્ડ બદલ જવાબ આપ્યો...

બધાની વાતચીત દરમિયાન સમીરા ક્રિશયને જોઈ રહી હતી...એ જે રીતે અયાના ની કેર કરી રહ્યો હતો એના માટે ચિંતિત હતો એ જોઇને સમીરાના મનમાં ભૂંસાય ગયેલા વિચારો ફરી પાછા આવીને ગોઠવાઈ ગયા...

ગિરીશ પાણી લઈને આવ્યો...
"એને કંઈ નથી થયું...તું શાંતિ તો રાખ..." ક્રિશયે બોલતા બોલતા અયાના ના ચહેરા ઉપર પાણીના છાંટા ઉડાડ્યા ત્યાં જ અયાના એ આંખો ખોલી અને બેઠા થઈને એક રાહતનો શ્વાસ લીધો... એને જોઇને બાકી બધા પણ ચિંતામુક્ત થયા...

"તું હવે ઘરે જતી રહે..." દેવ્યાની વધુ પડતું ટેન્શન લઈને બોલતી હતી...

"આઈ એમ ફાઈન દેવ્યાની...ઘરે જાવાની કોઈ જરૂર નથી...એ તો બસ ..." અયાના એ કહ્યું...

"હા જોયું તારું બસ..."એનું સાંભળ્યા વગર જ દેવ્યાની એ ચાલુ કરી દીધું...

"જો દેવ્યાની...." ક્રિશય દેવ્યાની તરફ આંગળી કરીને બોલવા જતો હતો ત્યાં વચ્ચે વિશ્વમ કૂદી પડ્યો ...

"એક મિનિટ , એક મિનિટ....આ કેસ હું સોલ્વ કરીશ..."

"તને હવે કાઈ પ્રોબ્લેમ નથી ને...એટલે કે તને લાગે છે કે તારે ઘરે જવું જોઈએ કે એવું કંઈ...?" અયાના તરફ ફરીને વિશ્વમ બોલ્યો ...

"ના...હું એકદમ બરોબર છું... મારે ક્યાંય જવાની જરૂર નથી..." ટેબલ ઉપર થી નીચે ઉતરીને અયાના બોલી...

"ગિરીશ તારે શું છે...." ગિરીશ તરફ ફરીને વિશ્વમે પૂછ્યું...

"મારે..." ગિરીશ વિચારીને બોલે એ પહેલા વિશ્વમે કહ્યુ...

"ઓકે ગુડ...ચાલો તમે તમારું ટેબલ ગોઠવીને ડ્યુટી ઉપર આવી જાવ...."

" અને તારે ..." દેવ્યાની તરફ ફરીને વિશ્વમે કહ્યું...

" મારે શું...?" દેવ્યાની એ સામે સવાલ કર્યો ...

"ઓકે...અને સમીરા તારે...." સમીરા તરફ બોલીને વિશ્વમ બોલ્યો ત્યારે સમીરા નું ધ્યાન ક્રિશય તરફ હતું ...

વિશ્વમ અચાનક સમીરા તરફ ફર્યો એટલે ક્રિશય ની સાથે સાથે બધાનું ધ્યાન એની તરફ આવ્યું...

"હં...હા..." સમીરા ને તો કંઈ ખબર જ નહતી...

"સમીરા મારે તારી સાથે વાત કરવી છે..." ક્રિશયને લાગ્યું કે સમીરા કદાચ એને અને અયાના ને આ રીતે સાથે જોઇને કંઈ ઉંધુ વિચારે એ પહેલાં એની સાથે વાત કરી લેવી જોઈએ...

ક્રિશય સમીરા સાથે જાય એ પહેલા જ વિશ્વમ બોલી ઉઠ્યો...

"ઓ ભાઈ....ફાઈલ મળી ગઈ...?"

"અરે...ઇ તો ભૂલી જ ગયો...સારું થયું યાદ અપાવ્યું..."

"તો જાવ પેલા ઈ કરો...વાત તો પછી પણ થાય ...કેમ ભાભી..." વિશ્વમ ના મોઢેથી બોલાયેલ શબ્દ સમીરા સિવાય બીજા બધાને અજુગતુ લાગ્યો...

ભાભી સાંભળીને ક્રિશય ની અને અયાના ની નજર એક થઈ ગઈ જેની નોંધ સમીરા એ લીધી હતી... દેવ્યાનીને સમીરા સાથે કોઈ ખાસ દુશ્મની નહતી પરંતુ એને એવું જ લાગતું હતું કે સમીરા એની બેસ્ટ ફ્રેન્ડ ના પ્રેમ ની વચ્ચે આવી હતી....
વિશ્વમે પણ ભાભી શબ્દ ઉપર ભાર મૂકીને ક્રિશય તરફ નજર કરી ...એની નજર માં ક્રિશયને સાફસાફ સમજાતું હતું ...એ એવું પૂછી રહ્યો હતો કે ભાભી કહેવાનો અધિકાર સમીરા ને જ છે કે પછી અયાના ને...

"હું પહેલા ..ફાઈલ..." ક્રિશય જાણે પરમિશન માંગતો હોય એ રીતે સમીરાને કહી રહ્યો હતો ...

સમીરા પણ જાણે પરમિશન આપતી હોય એ રીતે એની સામે સ્માઇલ કરી ...

ક્રિશય દોડીને ત્યાંથી ફાઈલ શોધવા માટે નીકળી પડ્યો ...
દેવ્યાની અયાના ને લઈને ચાલવા લાગી...
ગિરીશ એના કામમાં વ્યસ્ત થઈ ગયો...
વિશ્વમ ને જાણે યાદ આવ્યું હોય કે ફાઈલ ક્યાં છે એમ એ દોડીને ક્રિશય ની પાછળ ગયો ...
સમીરા હજુ પણ ત્યાં જ ઉભી હતી...

ક્રિશય જે રીતે અયાના ની કાળજી લઈ રહ્યો હતો એ વિચાર વારંવાર સમીરા ના મનમાં આવી જતો હતો...થોડીવાર ઉભી રહીને એ પણ ત્યાંથી નીકળી ગઈ...

ડો.પટેલ ની ઓફિસમાં બેસીને અયાના એ ના પાડી છતાં દેવ્યાની એ બધું ફૂંકી દીધું...
ડો.પટેલ સાવ શાંતિ થી વિચારવા વાળા માણસ હતા એણે શાંતિથી અયાના સાથે વાત કરી અને ઘરે જવા માટે પણ કહ્યું...પરંતુ એણે ના પાડી દીધી ...

ત્યાંથી બહાર નીકળીને દેવ્યાનીને એક પેશન્ટ ને ઇન્જેક્શન આપવાનો સમય થઈ ગયો એટલે એ ત્યાંથી જતી રહી...
અગત્સ્ય ની ફાઈલ યાદ આવતા અયાના ફરીવાર એ રૂમ તરફ આવી...

"તમે રહેવા દો...મને કહો હું લઈ આવું છું..." અયાના ને જોઇને ગિરીશે કહ્યું ...

અયાનાના કહેવા પ્રમાણે ગિરીશ અગત્સ્ય ની ફાઈલ લઈને આવ્યો...

ફાઈલ લઈને અયાના ત્યાંથી ચાલવા લાગી...
અગત્સ્ય ની ફાઈલ વાંચવા માટે એ ખૂબ ઉતાવળી બનતી હતી...

(ક્રમશઃ)