Vartaviswa Kalam's panel - Issue 12 - Editing - Darshana Vyas books and stories free download online pdf in Gujarati

વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 12 - સંપાદન - દર્શના વ્યાસ

સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામવર્ણવ્યવસાયસ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જનછેજીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈ પણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધ રૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.

રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.

સર્વાધિકાર સુરક્ષિત અંકના લેખકલેખિકાઓ ના

વાર્તાવિશ્વકલમનુંફલકસામાયિકઅંક -

સંપાદક:

દર્શનાવ્યાસ'દર્શ'

ભરુચ

મો: 7405544547

ઇમેઇલ: darshanavyas04@ gmail.com

એડિટર ટીમ:

રસિકભાઈ દવેસર, નંદિનીબેન શાહ, હિમાંશુભાઈ ભારતીય

ગ્રાફિક્સ:

ઝરણાબેન રાજા, અનિરુદ્ધભાઈ

ચિરાગભાઈ કે બક્ષી

ચેતવણી:આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સોઇલેક્ટરમિકેનિકલફોટોકોપીરેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં. 

સંપાદકની કલમે

,

.

.

...

'

7984738035

Email: darshanavyas04@


પ્રસ્તાવના

"મારે એક મૌનની નવલકથા લખવી છે, જેનો ઉલ્લેખ આપણે ક્યારેય નથી કહેતાં...! "

વર્જિનીયા વુલ્ફ નું વાક્ય કેટલું માર્મિક છે. વાર્તા લખવાના સપના આવે, એની સુગંધ હૃદયમાં ફેલાઈ જાય ત્યારે હાથ ધ્રુજી જાય લખવા માટે! કયારેક રૂચિપ્રદ ના લાગે ને કયારેક એની પાછળ મન પંતંગિયું બની ઉડવા લાગે. ભીતરે એક સુગંધિત પુષ્પ બની ફેલાયા કરે. વિહ્વળ કરી મૂકે, બેચેન કરી મૂકે, વાર્તાના પથરાળ રસ્તા પર મન ગોથા મારતું ભટક્યા કરે. ભીતરે ભટકી ભટકીને મૌન જ્યારે રાતરાણીની મહેંકની જેમ કાગળ પર કલમરૂપી માધ્યમથી તાદૃશ્ય થાય ને , ત્યારેજ કદાચ વાર્તાનું અસ્તિત્વ માનસપટ પરથી શબ્દચિત્ર બની આકાર પામે.

બસ આવી રીતે, વાર્તા વિશ્વના પટલ ઊપર આવા શબ્દરૂપી ચિત્ર વાચકો સમક્ષ પ્રસ્તૃત કરવાની તક ઝડપી લઈએ..... આવો આપણે સહુ સુગંધિત પુષ્પો સમાન શબ્દો વડે આપણી કલમને શણગારીએ......

- નંદિની શાહ મહેતા

અનુક્રમણિકા

-

-

-

-

ઋતંભરાબેન છાયા -

-

-

શૈલીબેન પટેલ -

-

૧૦ -

૧૧ -

.

લેખક - બેન

શીર્ષક -

E mail: darshanavyas04@gmail.com

મને ફૈબાને ત્યાં માધોપુર જવું બે કારણસર ખૂબ ગમતું, એક તો દરિયો અને બીજું તેમની પડોશમાં રહેતો સંયુક્ત પરિવાર. એ પરિવારમાં ત્રણ-ચાર છોકરાઓ એટલે ક્રિકેટ રમવા દરિયા કિનારે પહોંચી જતા, સાથે પેલી ચિબાવલી રુહી પણ આવતી. આજે પણ સાથે આવ્યાં વિના તેને ક્યાં ચાલ્યું!ધરાર આવી.

હું દરિયા સામે બેસતો દરિયાને જોતો ત્યારે એ પાસે આવી બેઠી. "આ દરિયો એકનો એક જ છે..જે પાછલાં વેકેશનમાં તે જોયો હતો તે અને ત્યાં જ તોય તેને જોતાં તું ધરાતો નથી?"

"ના એ એક જ નથી. વાદળ બની તે ઉંચે ચડ્યો અને મેઘ બની વરસ્યો! નદી, તળાવ,ખેતર,ગામ,મન બધું જ તરબોળ કર્યું તો પણ પોતાના સ્થાનેથી વિચલિત ન થયો. તેના ઘૂઘવાટને તે કદી કાન દઈ સાંભળ્યો છે? જાણે યુગોની કથા કહેતાં ઋષિ. તેના મોજાં મનને ભીંજવે. તેના કાંઠે બેસીને થાય બસ તેને જોતો જ રહું. કેટલીય નદીને તે રોજ તેનામાં સમાવે છે..."

રુહી વચ્ચે જ વાત કાપતાં બોલી, "નિબંધમાં કે કશે વાંચ્યું આ બધુ? મોટા માણસ જેવું બોલીને મારા પાસે હોશિયાર ના બન. મને તો નદી ગમે! પહાડને ચીરતી સતત વહેતી.. વહેણ સાથે તેના સ્વરૂપ બદલાય આપણાં મૂડ જેમ જ.. શાંત, ગંભીર, તોફાની સતત ગતિમય જ્યાંથી પસાર થાય બધે જ હરિયાળી પાથરતી જાય.

"પણ અંતે તો દરિયામાં જ વિલીન ને!એ વિના તારી નદી ને ક્યાં ચાલે?"કહેતા હું હસવા લાગ્યો.

"પોતાની મીઠાશ મૂકીને વિલીન થતાં પણ આવડવું જોઈએ..પણ તને એ નહિ સમજાય" સોળ વર્ષની રુહીના અવાજમાં ભાર ભળ્યો. તે મારી સામે તાકી રહી.

હું હજુ હસવાનું મૂકી નહોતો શકતો. એ જોઈ રુહી ચિડાઈ. "તું સાવ બચ્ચું છો તને શું ખબર પડે?"

તેણે મુઠ્ઠીમાં રેતી લઈ મારા માથામાં નાંખી અને દોડી ગઈ.

"રુહી..હું બચ્ચું! તો તું રુહ છે એ પણ ભટકતી હું તને નહિ છોડું."કહેતો ગુસ્સામાં હું પાછળ દોડ્યો.

એ હાથમાં આવે તો ને! અને આવે તો પણ ઘરે જઈ ફૈબાને ફરિયાદ કરે, પછી ફૈબાથી સંતાડી ગોળ શીંગનો લાડુ બનાવી લાવે. મનાવે, માફી માંગે, પણ આપણે બંદા ત્યારે રાજાપાઠમાં આવી જઈએ.

વેકેશન પૂરું થવામાં હતું, બે દિવસ પછી મારે ઘરે જવાનું હતું. મને માધોપુર ગમતું એટલે જવાનો અફસોસ મને હોય પરંતુ કાયમ લડતી પેલી ચિબાવલી રુહીના મોઢા ઉપર ઉદાસી ચડીને બેસી ગઈ હતી. એ લડે-ઝઘડે ભલે, તોય મને તો એ હસતી જ ગમે. રોજ હું કેટલું પજવું! ગુસ્સો કરે પણ ઉદાસ તો ક્યારેય ન હોય.

"એ રુહી.. પહેલીવાર ઘરે જતો હોઉં તેમ મોઢા ઉપર બાર વગાડીને શું બેઠી છો? ચાલ હસને હવે.."

"જવું જ હોય તો આવે છે કેમ! નહિ હસુ." વધુ મોઢું ફુલાવતાં તે બોલી.

"સારુ ના હસતી દરિયા કિનારે આવે છે?"

"ના નહિ આવું ત્યાં તમે બધા ક્રિકેટ રમો મને ક્રિકેટ નથી ગમતું."

"સારું ચાલ આપણે બે જ જઈએ તને ગમે તે રમીશું. તારું ગમતું રેતીમાં ઘર બનાવીશું."

તે રાજીના રેડ થઈ ગઈ. "તું રાહ જો હું હમણાં પાંચ મિનિટમાં જ આવી કહેતી વાવાઝોડા જેમ તે ઘરમાં ગઈ.

રાહ જોઈ કંટાળીને તેના ઘર પાસે જઈ મેં બૂમ પાડી.

"તું જલ્દી આવ... આ તો તારું રોતલું મોઢું જોઈ લઈ જઉ છું, બાકી હું કંઈ નવરો નથી તારા માટે...."મારુ બોલવું પૂરું થાય એ પહેલાં તો એ આસમાની રંગનું ફ્રોક પહેરીને સરસ તૈયાર થઈ આવી.

"આપણે લગ્નમાં નથી જવાનું દરિયાકિનારે જ જવાનું છે."

"હા.. તો?"

તેના તોરમાં આપેલા જવાબથી મને

ગુસ્સો આવ્યો એટલે દરિયાકિનારે હું ચૂપચાપ બેસી દરિયો જોતો રહ્યો.

"દરિયામાં પગ ઝબોળવા ચાલ ને મારી સાથે.." રુહીના આગ્રહને ગુસ્સામાં જ મેં નકાર્યો.

"સારું ના આવ... પલળતાં પણ આવડવું જોઈએ, એ તારા જેવા અબુધનું કામ નહીં. અમે કાંઠે બેસનાર નહિ. ભરપૂર ભીનાશ અનુભવતાં આવડે." પગ પછાડતાં તે દરિયા તરફ દોડી ગઈ.

રેતીમાંથી છીપલાં ઉપાડી દરિયામાં ફેકતાં અચાનક મારી નજર રુહી ઉપર ગઈ.

તેનું આસમાની ફ્રોક દરિયાનાં પાણીમાં ભીંજાતુ સાથળને ચોંટી ગયું હતું. તેના ખુલ્લા પગ, દેહનાં વળાંકને ચિતરતું ભીનું ફ્રોક! ઓહહ..આ રુહી! આખા શરીરમાં એક રોમાંચ દોડી ગયો જે આ પહેલાં ક્યારેય નહોતો અનુભવાયો. રોજ જોતો તે રુહી અચાનક અલગ લાગવા લાગી. અભદ્ર કહી શકાય પણ મારી નજર રુહી ઉપરથી નહોતી હટી રહી. એક જ દ્રશ્યએ મારુ બાળપણ યુવાનીમાં ફેરવાઇ ગયું. એ રેતીમાં ભીના પગલાં પાડતી મારા તરફ આવી રહી.

ફ્રોક સરખું કરતાં તે બોલી "રેતીમાં ઘર બાંધવા લાગશે?"

હું હજુ અચાનક ફૂટેલી જુવાનીના કેફથી અભાન તેને તાકી રહ્યો.

રેતીમાં પગ ખૂંપાવી તે પગ પર રેતી નાંખી ઘર બનાવવા લાગી..

"શું જુએ છે? મારા પગ પર રેતીનો ઢગ કર હું પછી હળવેથી પગ સેરવી ઘર બાંધુ."

તેના પગ ઉપર રેતી નાંખતા હાથ તેના પગને સ્પર્શતા હું રોકી ના શક્યો.

સ્પર્શ તેને કદાચ સમજાય ગયો. તેણે તરત જ રેતીમાંથી પગ સેરવ્યો.

તેનો હાથ પકડતાં "રુહી...વેકેશન પૂરું થશે પણ હું હવે ઘરે જઈ શકીશ કે કેમ?"

રુહીએ મારી આંખમાં જોયું. જાણે બધાં જ જવાબ મળી ગયાં હોય તેમ એકદમ શાંત સ્વરે ફરી પગ રેતીમાં ખૂંપાવતાં બોલી,

" ચાલ..હવે ઘર બાંધીશું"

શિર્ષક : વ્યથાના વાદળ

લેખન : બેન પંડ્યા

E-mail: vrundapandya@gmail.com

માનસ ઘણા દિવસથી અસમંજસમાં હતો. એનાથી સુમનની આવી હાલત જોઈ શકાતી ન હતી અને એ કંઈ કરી પણ શકતો ન હતો.

માનસ અને સુમનના લગ્નને આઠ વર્ષ થઈ ગયા હતા. એમનું લગ્ન બંનેના માતા પિતાની સંમતિથી એમની વચ્ચે પાંગરેલા પ્રેમનું પરિણામ હતું. બંને એકબીજા સાથે ખૂબ ખુશ હતા. બંનેની ખુશી જાણે ગગન ચૂમતી હતી. આઠ વર્ષના એમના લગ્નજીવનમાં એમને પાંચ વર્ષનો દીકરો હતો. હરખપદૂડાં માતાપિતા એ દીકરાનું નામ પણ માનસનો "મા" અને સુમન નો "સુમ" જેવા અક્ષરો લઈને માસૂમ પાડ્યું હતું. બાળકના આગમને બંનેની ખુશી ચાર ગણી કરી દીધી હતી. બંને એ પોતાનું ધ્યાન પોતાના વહાલા બાળકના ઉછેરમાં કેન્દ્રિત કર્યું હતું. સમયનું ચક્ર જાણે ખૂબ ઝડપથી ફરી ગયું. ખુશહાલ દંપતી હસીખુશીના હિલોળે બેઠાબેઠા વાતો કરી રહ્યાં હતાં.

"માનસ, મારી ઈચ્છા છે કે આ વખતે માસૂમની પાંચમી વરસગાંઠ આપણે ખૂબજ ધામધૂમથી ઉજવીએ. આપણે અત્યાર સુધી નાની નાની ઉજવણી તો કરી છે પણ આ વખતની વરસગાંઠ ખૂબ જ મોટી અને ભવ્ય કરીએ જેમાં આપણા પરિવાર અને મિત્રો સહિત બધા જ સામેલ થાય. હું એના જન્મ દિવસ પર કોઈ જ કસર રહેવા દેવા માંગતી નથી. તારું શુ કહેવું છે? "

"મારે શું કહેવું હોય? મારી હૃદયની રાણી કહે એટલે મારે માનવુ જ પડે. બોલ, તું કહે ત્યાં અને તું કહે એ રીતે આપણે ઉજવણી કરીશું બસ ! હવે કઈ ?"

બંને પોતાના હરખની વહેંચણી બધા સાથે કરવા આતુર હતા ને લગભગ મહિના પહેલા તો એમણે તૈયારીઓ શરૂ પણ કરી દીધી હતી પણ વિધાતા જાણે કોઈ બીજી તૈયારીમાં હતા.

જન્મદિવસના અઠવાડિયાં આગળ જ માસૂમ અચાનક બેભાન થઈ ગયો. તાત્કાલિક ધોરણે એને હોસ્પિટલમાં દાખલ કર્યો પણ કોઈ ચોક્કસ નિદાન આવ્યું નહીં. માસૂમના બધા જ રિપોર્ટ આગળ મોકલવામાં આવ્યા ને ત્યાંથી નિદાન થયું કે એને એક ગંભીર જિનેટિક બીમારી છે જેનો કોઈ ઇલાજ શક્ય નથી. ધીમેધીમે માસૂમ મૃત્યુ તરફ ધકેલાવા લાગ્યો. જોગાનુજોગ એના મૃત્યુનો દિવસ પણ વિધાતાએ એના જન્મદિવસે જ નક્કી કર્યો.

આખા પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું. કોણ કોને આશ્વાસન આપે ? કોણ કોને સંભાળે? એવી અવદશા ઘરમાં સૌની થઈ હતી.

સૌથી વધુ આઘાત સુમનને લાગ્યો હતો. સૌના હજારો પ્રયાસ છતાં એ ખૂલીને રડી પણ નહીં અને આ દુઃખદ ઘટના એની અંદર ઘર કરી ગઈ. એનાથી પણ વધારે આઘાત તો એને ત્યારે લાગ્યો જ્યારે એણે જાણ્યું કે એના અને માનસ દ્વારા અવતરતું દરેક બાળક આ ગંભીર બીમારીનો ભોગ બનશે ત્યારે તો એની હાલત ધરતી જગ્યા આપે તો પોતે અંદર સમાઈ જાય એવી થઈ ગઈ હતી. દીકરાનો ગમ એનાથી સહેવાતો ન હતો જયારે પ્રેમાળ પતિને છોડી શકાય એમ પણ ન હતું. અંદરઅંદર હજારો ગડમથલના અંતે એણે એકલતાનો સહારો લીધો. એવું ન હતું કે માનસ વિચારતો ન હતો કે બાળકના મૃત્યુંનું એને દુઃખ ન હતું. માનસ પણ એટલો જ દુઃખી ને સંજોગો ને પરિસ્થિતિ સામે લાચાર હતો. મોતને શરણે ગયેલા પુત્ર કરતા પણ વધારે દુઃખ એને એકલતા અને હતાશામાં ગરકાવ થઈ રહેલી સુમનનું હતું. સુમન હવે યંત્રવત બની ગઈ હતી.

કંઈ કેટલાય મનોચિકિત્સકને બતાવી જોયું. જેણે જે પણ કહ્યું એ કરી જોયુ. સુમન સામેથી માસૂમની બધી યાદો પણ હટાવી દીધી પણ આજના આધુનિક યુગમાં આપણે એટલી બધી યાદો ભેગી કરીએ છે કે ક્યાં ક્યાંથી શું શું હટાવવું ?

કોઈ એ યાદોને સહારે પોતાની આખે આખી જિંદગી જીવી જતા હોય છે જ્યારે સુમને એ યાદોને નાસૂર બનાવી દીધી હતી જે એને અંદર ને અંદર કોરી ખાતી હતી. એનું જીવન માસૂમના મૃત્યુ પર જ અટકી ગયું હતું. ડૉકટરના મતે બીજું બાળક જ એની પરિસ્થિતિમાં સુધારો કરી શકે એમ હતું ને વૈજ્ઞાનિક રીતે એ અશક્ય હતું .

એક દિવસ શું કરી શકાયના વિચારોમાં માનસ ખોવાયેલો હતો ત્યાં જ એના મગજમાં એક ઝબકારો થયો અને એની આંખોમાં નિર્ણય લીધાની ચમક આવી ગઈ. જેમ ડૂબતાને તણખલું પણ તારનાર દેખાય અને તરસ્યાને મૃગજળનો સહારો મળે એમ એના ચહેરા પર ચમક આવી ગઈ.

"મમ્મી પપ્પા હું બે ત્રણ દિવસ માટે બહાર જઈ રહ્યો છું .આવીશ ત્યારે કદાચ કેટલાયના ગમાઅણગમાંનો મારે સામનો કરવો પડશે પણ લગભગ મારી પત્નીના દુઃખોનો હું અંત કરી શકીશ." મમ્મી પપ્પાના આશિર્વાદ લઈને એ મક્કમ પગલે ચાલી નીકળ્યો.

બે દિવસ પછી જ્યારે પાછો આવ્યો ત્યારે સુમનના માતાપિતા અને એમની સાથે દસ વર્ષનો એક છોકરો હતો જે લગભગ સુમનનો પડછાયો લાગતો હતો.

મમ્મી પપ્પા હું જાણું છું કે તમારા મગજમાં હજારો પ્રશ્નો ઊભા થયા છે પણ પહેલા હું સુમન સાથે વાત કરીશ. એની સાથે વાત કરી એની અનુમતિ મેળવ્યા બાદ જ આગળ તમને વાત કરીશ એની પરવાનગી નહીં હોય તો એક પણ પ્રશ્ન તમે મને કે એને પૂછશો નહીં. આટલું બોલી એ સુમન પાસે દોડી ગયો.

"સુમન, મારી વાહલી ! તું આપણા દીકરા માસૂમના મૃત્યુ પછી અને જ્યારે તે જાણ્યું કે આપણા બંને થકી જન્મ લેનાર બાળક આ જ રીતની ખામી લઈને જન્મ લેશે ત્યારથી તું ખૂબ જ વ્યથિત રહે છે.તારી પરિસ્થિતિ મને બરાબર સમજાય છે. તે તારી દુનિયા આ રૂમ અને દીકરાની યાદો વચ્ચે જ મર્યાદિત કરી દીધી છે. અમારી વાતો પણ તું અધકચરી જ સાંભળે છે ને અડધું તું સમજે છે પણ આજે તને જે કહેવા જઈ રહ્યો છું એ ધ્યાનથી સાંભળ અને સાંભળે એનાથી પણ વધારે ચિંતન કરી સમજવા પ્રયત્ન કરજે. કોઈને પણ દોષારોપણ કરવાને બદલે તે સમયની અને અત્યારની પરિસ્થિતિને સમજીને નિર્ણય લેજે"

"સુમન આજથી લગભગ દસેક વર્ષ પહેલાં તારી સાથે બનેલી બધી જ ઘટનાની મને જાણકારી છે.

વૃક્ષો અને પહાડોથી ઘેરાયેલા એ રમણીય ગામ જ્યાં ચોમાસામાં ઝરણાંઓ એ ધરતીના ચરણસ્પર્શ કરી આગળ વધતા હતા. પહાડો વચ્ચે પાંગરેલા એ ગામમાં જાણે કુદરત પણ પોતાની ક્રીડા કરવા આવી હોય તેમ લાગતું પણ કહેવાય છે દરેક જગ્યા કુદરત સાથેસાથે વિકૃતિ પણ જન્મ લેતી જ હોય છે અને આવી જ વિકૃતિનો શિકાર તું પણ બની હતી"

"સુમનની આંખો ફાટી ગઈ જાણે એના પર આભ તૂટ્યું હોય એવી અનુભૂતિ એને થઈ એની આંખોમાં શરમ અને પીડા તરી આવ્યા.

"સુમન, તું મગજ પર ભાર લઈશ નહીં આ વાતની મને લગ્ન પહેલાથી જ જાણ હતી પપ્પા એ મને સઘળી વાત જણાવી હતી."

"તું જાણતો હતો? તો આટલા વર્ષો ચૂપ કેમ રહ્યો ક્યારેય કોઈ વાત ઉખેડી કેમ નહીં?"

"એ એટલે કે તું એ રાત અને એ વાત ભૂલી ગઈ હતી અને એમાં તારો એમાં કોઈ પણ પ્રકારનો વાંક હતો નહીં. જયારે આપણે આપણી દોસ્તીને પ્રેમનું નામ આપ્યું અને તું મને પપ્પાને મળવા લઈ ગઈ ત્યારે જ એમણે મને જણાવી દીધું હતું કે હવસખોર ગામના ઉતાર એવા સરપંચના દીકરાએ વહેલી સવારના અંધકારનો લાભ લઈને તારી સાથે પ્રકૃતિ વિરુદ્ધનું કાર્ય કરી છોડી દીધી હતી. શરમ બદનામીના ડરથી તમે ગામ છોડી શહેર તરફ આવ્યા પણ એ હવસનો અણસાર તારી કૂખમાં પાંગરવા લાગ્યો. મમ્મી પપ્પાની લાખ વિનંતી છતાં તે એ બાળકને તે હવસના બદલે પોતાનો અંશ પણ છે એમ માની જન્મ આપવાનો અફર નિર્ણય લીધો ત્યારે હંમેશા તારું ભલું ઇચ્છતા તારા માતાપિતા એ તારા બાળકને મૃત જન્મ્યો છે એમ જાહેર કરી અનાથઆશ્રમમાં મૂકી દીધો હતો."

"આજે પરિસ્થિતિની ગંભીરતા સમજાવી મેં એમને આજીજી કરી એટલે એમણે મને સરનામું આપ્યું ને હું તારા એ બાળકને અહીં મારી સાથે લાવ્યો છું. તું મળવાં માંગે છે એને? તું એને માસૂમ જેટલો પ્રેમ આપી શકીશ? બાળક તો તારુ જ છે ને ? માસૂમના જન્મ સમયે જેટલી યાતના તે વેઠી હતી એવી ને એટલી જ યાતના આ બાળક સમયે પણ ભોગવી હશે ને?"

સુમનના ચહેરા પર હસી અને ખુશી સાથે પ્રશ્નાર્થભર્યા ભાવ ડોકવા લાગ્યા. એ એકીટસે માનસ સામે જોઈ રહી .

"સુમન આમ મને જોઈશ નહીં એ તારું બાળક છે ને તું એની માતા છે મારા માટે એટલું મહત્વનું છે. રહી વાત મારી કે હું એનો પિતા નથી તો એ વાત મારા માટે કોઈ મહત્વની નથી કેમ કે મને એ દરેક વ્યક્તિ ને વસ્તુ પસંદ છે જે તને પસંદ છે. હું તો બાળક દત્તક લેવા પણ તૈયાર હતો પણ તારો જ અંશ આનથ આશ્રમમાં પલવાતો હોય તો એને જ માતાપિતાનું સુખ આપવું જોઈએ ને?"

સુમન ગદગદ થઈ માનસને જોઈ રહી.એની આંખમાંથી આજે આંસુનો દરિયો વહી નીકળ્યો.એની આંખોમાં તેજ આવી ગયું આટલા સમયથી હૈયામાં થીજી ગયેલી મમતા એ બાળક પર વરસી પડી.

મા દીકરાનું અદ્ભુત મિલન બધા છલકાતી આંખે જોઈ રહ્યા. વ્યથાના ઘેરાયેલા વાદળ જાણે વરસી ગયા અને સુખના સોનેરી કિરણો આ મિલનના સાક્ષી બન્યા.

શીર્ષક :

લેખન : બેન મજમુંદાર

સંધ્યાઆરતીનો સમય થયો અને હરદ્વારના ગંગાઘાટ ઉપર માણસો ઉભરાવા લાગ્યાં. થોડા સમય પહેલાંનું નિઃશબ્દ વાતાવરણ, કોલાહલથી છલકાઈ ગયું. બધા લોકો હાથમાં ફૂલ અને દીવા સાથેના પડિયા લઈ ઘાટ ઉપર આવવા લાગ્યાં. વનિતામંડળની બધી બહેનો પણ પોતાના પડિયા સાથે પગથિયા ઉપર બેસી ગઈ હતી. સહુ ગંગામૈયાના પ્રભાવમાં આવી, અભિભૂત થઈ, પ્રવાહને માણી રહ્યાં હતાં. આ બધાથી અલિપ્ત જેવા ગોપીબેન, એકલા ઘાટના પગથિયે થોડે દૂર જઈને બેઠાં હતાં. વહેતી નદી જોઈને એમનું મન બાળપણની મીઠી યાદોથી ભરાઈ ગયું હતું.

એ સિધ્ધપુર ગામ, એ ઠાકર ફળિયાનું એમનું ઘર, નાનીબહેન ગૌરી અને ખાસ તો ચોમાસામાં બે કાંઠે વહેતી સરસ્વતી નદી. કેટલા સુંદર દિવસો હતા! પિતા દયાશંકર ગોરપદું કરતા. મા શારદા ગાઢ ધર્મભાવનાવાળાં, નમ્ર, વિવેકી અને ખૂબ કામઢાં. એ સતત કંઈને કંઈ કામ કર્યા જ કરતાં. બન્ને દિકરીઓને પણ જોડે રાખીને ઘરનું કામ અને રસોઈ શીખવાડતાં. રોજ તો સ્કુલે જવાનું અને સાંજે માને મદદ કરવાની, ફક્ત રવિવાર આમાં અપવાદ રહેતો. રવિવારે બાપુ બન્ને દીકરીઓને સાથે લઈને સરસ્વતીના કિનારે જતા.

દર રવિવારે ગોપીને જાણે સરસ્વતી નદી સાદ પાડીને બોલાવતી. સવારથી એના પગ થનગની રહેતા. બાપુની બૂમ સંભળાય,"ગોપી.., ગૌરી... ચલો નદીએ" એની રાહ જોતી ગોપી સહુથી આગળ દોડતી. નદીએ પહોંચીને સીધો પાણીમાં ધૂબકો મારવાનો. બાપુએ બન્નેને તરતાં સરસ શીખવાડેલું. ગોપી તો પાંચ વર્ષની ઉંમરે જ તરતાં શીખી ગઈ હતી. ગૌરીને નદીએ જવાનો બહુ ઉત્સાહ નહિ જ્યારે ગોપીને તો નદીનું ગાંડુ વળગણ. નદીમાં નહાવાનું, રેતીની મઢુલી બનાવવાની, છીપલાં-કોડી વીણવાનાં, નદીમાં તરતી નાની-નાની લાલ-પીળી માછલીઓને કલાકો સુધી જોયા કરવાનું, કિનારે ઉગેલા મોટા ઝાડ પરથી નદીમાં ધૂબકા મારવાના અને કાંઈ નહિ તો પાણીમાં પગ બોળીને કલાકો સુધી વહેતા પાણીને જોયા કરવાનું; ગોપીના અતિપ્રિય શોખ હતા. નદીના પટ ઉપરથી આવતો ઠંડો પવન શરીરને અડે એ ગોપીને ખૂબ ગમતું. પાણી પીવા આવતા પંખીઓનો કલરવ એ એકધ્યાન થઈને સાંભળ્યા કરતી. શરીરને ઘેરી વળતો નદીના ઠંડા પાણીનો સ્પર્શ એને તરબતર કરી દેતો. સાંજે બાપુ એને પરાણે ઘેર લઈ જતા.

બાપુ કાયમ માને કહેતા,"આ તમારી નદીઘેલીને માટે સાસરું પણ નદીકિનારે જ શોધવું પડશે નહિ તો એ ખૂબ સોરાશે."

કુદરતની સોડમાં રમતાં બાળપણ ક્યારે પાછળ છૂટી ગયું અને જુવાની અંગેઅંગ ફૂટી નીકળી એની ગોપીને ખબરેય ના પડી; પણ ગામના લોકોની ટકોરે માને વિચારતી કરી દીધી. પડોશના શાંતાકાકીએ માને કહ્યું, "શારદા, હવે દયાશંકરને સમજાવ કે દિકરી જુવાન થઈ છે. હવે પહેલાંની જેમ નદીમાં નહાવા પડે તે સારું ના લાગે. આ તો દિકરીઓ છે. પારકે ઘેર મોકલવાની.જરા દાબમાં રાખો."

બાપુનો જવાબ ગોપી આજે પણ ભૂલી નહોતી, "મારે તો આ જ મારા દીકરાઓ છે. એની માના સંસ્કાર ઉપર મને ભરોસો છે. એમ નદીએ નહાવાથી કાંઈ એમના સંસ્કાર ધોવાઈ નથી જવાના. મારે તો એમના સાસરાના ગામ પણ નદી કિનારે હોય એવા જ શોધવાના છે. એ...ય..ને પછી આખી જીંદગી નદીમાં ધૂબકા માર્યા કરશે."

સપનાની મહેલાતોનાં તો કાચી માટીનાં ચણતર, એને કડડભૂસ થતાં વાર કેટલી! અઢાર વર્ષની ગોપી માટે, જ્ઞાતિના સહુથી સુખી ધેરથી માંગું આવ્યું. સાવ સામાન્ય સ્થિતિના મા અને બાપુ માટે તો સ્વર્ગ, એક વેંત જ છેટું રહ્યું. ગોપીને પણ મહેશ પહેલી નજરે ગમી ગયો. ભર્યોભાદર્યો પરિવાર અને મહેમાન પરોણાવાળું ઘર. ગોપીને એ બધાનો જરા પણ વાંધો નહોતો પણ ફક્ત એક જ વાતે એ થોડી અચકાતી હતી કે સાસરું કલોલ હતું અને કલોલમાં નદી નહોતી. 'નદી વગર એ પોતે જીવશે શી રીતે!' એ વિચાર એને ખાઈ જતો હતો.

માએ એને સમજાવી, "બેટા, એવા ઘેલા કંઈ થવાય? આ ઘરમાં બધી રીતનું સુખ છે. ગામમાં નદી ના હોય એટલે કંઈ આવું ઘર જવા દેવાય? અને વારતહેવારે અહીં પિયર તો તું આવી શકીશને! ત્યારે મન ભરીને નદીએ બેસી રહેજે. કોઈ તને રોકશે નહિ."

ગોપીએ હા પાડી અને એક મહિનામાં લગ્ન લેવાઈ ગયાં. લગ્નના અઠવાડિયા પહેલાં એ ગૌરીને લઈને નદીએ પહોંચી ગઈ. સરસ્વતીને કિનારે ક્યાંય સુધી બોલ્યા વગર બેસી રહી. તે દિવસે ગોપીએ એની અંતરંગ સખી નદીને વચન આપ્યું કે પોતે થોડા થોડા વખતે મળવા આવતી રહેશે.

ગોપીના મનના ખૂણે એ વચન સચવાઈ રહ્યું. સાસરાના સુખમાં ગોપી થોડા જ વખતમાં સિધ્ધપુર અને સરસ્વતી બેયને વિસરતી ચાલી. સાસરિયાના માનપાન, મહેમાન પરોણાની સરભરા ઉપરાંત બે દિકરાઓએ બાકીની કસર પણ પૂરી કરી. ક્યારેક પિયર જવાનું થાય તો પણ નદીએ જઈ નહોતી શકતી. પછી તો સંસારની માયામાં બધું ભૂલાઈ ગયું.

પતિ મહેશ ખૂબ લાગણીવાળા હતા. એમને ગોપીના નદી પ્રત્યેના વળગણની ખબર હતી. એ કહેતા પણ ખરા કે 'ચાલ, બે દિવસ તને ક્યાંક નદીકિનારે ફરવા લઈ જઉં' પણ એ શક્ય બન્યું જ નહિ. છત્રીસ વર્ષના લગ્નજીવનમાં એવો નિરાંતનો દિવસ આવ્યો જ નહિ અને મહેશ એક દિવસ અચાનક ઊંઘમાં જ, ભર્યો પરિવાર મૂકીને મોટા ગામતરે ચાલી નીકળ્યા.

અસહ્ય દુઃખના ભારથી અધમૂઈ થઈ ગયેલી ગોપીએ વરસ માંડ પૂરું કર્યું. એવામાં મોટા દિકરાને જાણવા મળ્યું કે કલોલ વનિતામંડળની બહેનો હરદ્વાર જાત્રા કરવા જવાની છે. એમાં ગોપીની કેટલીક સખીઓ પણ હતી એટલે દિકરાઓએ પરાણે ગોપીને એમાં મોકલી.

આજે ગંગામૈયાના પાવન સ્પર્શથી ગોપીના મનમાં સરસ્વતી નદીની યાદ, દરિયાની ભરતીની જેમ દોડી આવી. ત્યાં જ અચાનક બૂમાબૂમ થઈ ગઈ. કોઈ સ્ત્રીનો પગ લપસ્યો અને એની સાથેના લોકો કંઈ ઉપાય કરે તે પહેલાં એ ગંગાના પ્રવાહમાં તણાવા લાગી. બે-ચાર લોકો એને બચાવવા કૂદ્યા પણ પ્રવાહની બીકમાં, ત્યાં બાંધેલી સાંકળો પકડીને પ્રયત્ન કરી રહ્યા.

અચાનક ગોપીના સ્થિર દેહમાં ચેતન આવ્યું. ઊભી થઈ, સાડીનો કછોટો મારીને, એ કંઈ પણ વિચાર્યા વગર પાણીમાં કૂદી પડી. લોકોના, "હાં..હાં.. અરે કૌન કૂદા? કોઈ ઔરત હૈ... ક્યા હિમ્મત હૈ..!" ના અવાજો વચ્ચે થોડી વારે ગોપી એ બહેનને ખેંચીને કિનારા પાસે લાવતી દેખાઈ. પછીનું કામ બીજા લોકોએ ઉપાડી લીધું.

વનિતા મંડળની બહેનોએ તો ગોપીના વખાણ કરીને ઘાટ ગજવી મૂક્યો. કોઈને ખ્યાલ ના આવ્યો પણ શાબાશીના ઢગ વચ્ચે અલિપ્ત જેવી ગોપી, એક જુદી જ દુનિયામાં પહોંચી ગઈ હતી. ઠંડા પાણીના સ્પર્શે આજે ફરીથી એની સૂતેલી ચેતનાને જગાડી દીધી હતી. પોતે આપેલું અને અત્યાર સુધી વિસરાઈ ગયેલું એક વચન, એના મન ઉપર હાવી થઈ ગયું હતું.

કલોલ પહોંચીને બે દીકરાઓ અને વહુઓને એક સાંજે ભેગા કર્યા. ગોપીએ ધીરેથી મનની વાત મૂકી,"હવે મને રજા આપો. મને સાદ પાડીને કોઈ બોલાવે છે. મેં મારી બધી જવાબદારી પૂરી કરી છે. તમારા બાપુ પણ હવે નથી રહ્યા. હવે મને જવા દો."

દીકરાઓ આઘાતથી જોઈ રહ્યા. નાનો તો રાડ પાડી બેઠો, "મા, ક્યાં જવાની વાત કરે છે? કેમ? તને કોઈએ કંઈ કીધું? તારું મન દુભાવ્યું?"

ગોપી,"ના ભાઈ, એવું કંઈ નથી. મેં મારો સંસાર સુપેરે નિભાવ્યો પણ હવે મને મારું ગામ અને મારી નદી સાદ પાડે છે. મારે બાકીની જીંદગી સિધ્ધપુર, સરસ્વતીને કિનારે પસાર કરવી છે. મને એનું ખૂબ વળગણ છે. હજી મારા મા-બાપુનું ઘર તો છે જ ને! અને તમે બધા ક્યાં દૂર છો? મારી એક બૂમે આવી જશો એની મને ખાત્રી છે. હવે મને રોકશો નહિ. આ મારો અફર નિર્ણય છે." ખૂબ રકઝક પછી માંડ દીકરા-વહુઓ તૈયાર થયા.

એક ઊગતી પરોઢે, થનગનતા પગલે ચાલી જતી એક નદીઘેલીને આવકારવા કુદરત પણ આતુર થઈ ઊભેલી જણાઈ.

શીર્ષક :

લેખન : બેન દેસાઈ

E-mail:

આ બરફથી ઢંકાયેલા પહાડો જોડે કેટલો જૂનો સંબંધ છે. એને છોડીને કેમ જવાશે અને રહેવાશે! આમ વિચારતી ગૌહર એક નાના પથ્થર પર બેઠી હતી. સાંજનો સમય હતો, અંધારું ધીરે ધીરે છવાઈ રહ્યું હતું. પાસે એક નાનું ઝરણું વહેતું હતું જાણે ગૌહરને કાનમાં કંઈક કહેતું ના હોય! ગૌહરનાં આંસુ આંખમાંથી નીકળી ઝરણામાં સમાઈ રહ્યા હતા.

ગૌહરનો જન્મ સોનમર્ગમાં થયો હતો. તે કાશ્મીરી પંડિત રામકુમારની દીકરી હતી. કાશ્મીરની હાલત વર્ષોથી જેવી હતી તેવી જ હતી. ભૂતકાળમાં અમુક લોકોથી એવી ભારે ભૂલો થઈ ગઈ હતી જેના પરિણામે આજ સુધી અને હજી કેટલી પેઢીઓ ભોગવશે ખબર ન હતી. રામકુમાર થોડા વર્ષો જમ્મુમાં આવીને વસ્યા હતા. તે સમયે કાશ્મીરી પંડિતોને જીવ બચાવવા માટે કાશ્મીર છોડવું ફરિજયાત થઈ ગયું હતું. મામલો થોડો શાંત થયો પછી તે પાછા અહીં આવી ગયા હતા. ગૌહરનો જન્મ અહીં જ થયો હતો અને તેનું નામ તેમના ખાસ મિત્રએ રાખ્યું હતું. તેમના મિત્ર હાજીભાઈનું કુટુંબ પણ અહીં જ રહેતું હતું. હાજીભાઈ ગૌહરને પોતાની પુત્રી જેવી જ ગણતા. તે અલ્લાહના બંદા હતા.

ગૌહર નાની હતી ત્યારથી તેને બરફથી છવાયેલા પર્વતો ખૂબ ગમતા. સવારે ઊઠે ત્યારથી આજુ બાજુ બરફ જ બરફ. કુદરતના ખોળે ઉછરેલી ગૌહર આમ નાજુક નમણી હતી પણ શરીર અને મનથી મજબૂત હતી.

ગૌહરને આ પર્વતો તેના પિતા સમાન લાગતા, એવું લાગતું કે આ પર્વતોએ જ તેને મોટી કરી હોય. પંડિત રામકુમાર અને તેમના પત્ની એક આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતાં. હાજીભાઈએ તેને મોટી કરી હતી. હાજીભાઈના પરિવારે તેને ખૂબ પ્રેમ આપ્યો હતો પણ ગૌહરને તેમની જોડે એવો ઘરોબો નહોતો બંધાયો. માતા પિતાના મૃત્યુ પછી તેને આ વસ્તીમાં રહેવું ગમતું ન હતું. તેને આ પરિવારથી ડર ન હતો પણ એને આ કોમથી નફરત થઈ ગઈ હતી પણ એમના અહેસાન આગળ તે આ કુટુંબને છોડી નહોતી શકી. તે આખો દિવસ પહાડોમાં ફરતી રહેતી. જેમતેમ વર્ષો કાઢતી હતી . જેલમ નદી ત્યાંથી વહેતી હતી. તે જેલમના પાણીમાં રમતી. તેને અહીંની ઠંડક કોઠે પડી ગઈ હતી. તે આ સુંદરતાને નિહાળતી અને તેમાં ખોવાઈ જતી. આ બધાની વચ્ચે તેને કશુંક ખટકતું અને તે હતું અહીં રહેવાનો ડર. આ સુંદરતાની પાછળ જે લોહીલુહાણ ધરતી હતી તે તેને દુઃખી કરતી હતી. તે જાણતી હતી કે અહીં સફેદ બરફની ચાદર પર ક્યારે લાલ રંગ છવાઈ જાય અને ક્યારે આ સુંદર નદી લોહીની નદીમાં ફેરવાઈ જાય એની ખબર પડે નહીં. તેનું મન એકદમ ખિન્ન થઈ જતું અને તે દુઃખી થઈ જતી. શિયાળામાં જ્યારે ખૂબ બરફ પડતો અને આખી ધરતી જાણે સફેદ રંગમાં ફેરવાઈ જતી ત્યારે ગૌહરને થતું કે કાશ આ સફેદ ચાદરની નીચે બધો ડર અને આતંક દટાઈ જાય અને ઉનાળો શાંતિ અને સુકુન લઈને આવે. આ ધરતી આતંકવાદ નામના શ્રાપથી મુક્ત થઈ જાય અને અહીંની સુંદરતાને કોઈ ક્રૂર કૃત્ય અભડાવી ના શકે. તેને હંમેશા આ સુંદર ધરતી માટે કશુંક કરવું હતું પણ શું કરી શકે.

આજે પણ તે આવા જ વિચારો કરતી બેઠી હતી. તેને ક્યાં ખબર હતી કે તેની જાણ બહાર કશુંક રંધાઈ રહ્યું હતું. તે એટલે દુઃખી હતી કારણ હાજીભાઈ તેને દિલ્હી રામકુમારના દૂરના પિતરાઈ ભાઈને ત્યાં મોકલવાના હતાં. અહી અમુક લોકોએ આતંકવાદીઓને એવી જાણ કરી હતી કે ગૌહર તેમની દીકરી ન હતી અને એક કાશ્મીરી પંડિતની દીકરી હતી. હાજીભાઈ એટલે ગૌહરને અહીંથી મોકલવા ઉતાવળા હતા. ગૌહરને ક્યાંય જવું ન હતું , તે આ બરફ વગર તો જીવી જ ના શકે અને આ પર્વતોને છોડીને જાય! પોતાનાં પિતાની છાયાને કેવી રીતે છોડીને જાય. તે દુઃખી થઈને બેઠી હતી ત્યાં જ અબ્દુલ તેને જમવા માટે બોલાવવા આવ્યો. આ ઘરમાં તેનું છેલ્લું ભોજન હતું. તે સાવ થોડું જમીને પાછી બહાર જતી રહી. હાજીભાઈએ તેને બહાર ન જવા સમજાવી કે રાત્રે એકલી બહાર જવું, તે તેના જીવને જોખમમાં મૂકવા જેવું છે. ગૌહરે તેમની વાત ના માની અને ઘરની બહાર જતી રહી. ખૂબ ઠંડી હતી તે એક પથ્થર પર જઈ બેસી ગઈ. નદીના વહેવાનો અવાજ એને ખૂબ ગમતો હતો. એ તો જાણે કોઈ મધુર સંગીત સાંભળતી હોય એમ લીન થઈ ગઈ હતી.સમય કેટલો થયો એનો એને ખ્યાલ જ ન રહ્યો પણ અચાનક બંદૂકની ગોળીઓનો અવાજ આવતાં તે સાવધ થઈ અને એક મોટા પથ્થર પાછળ સંતાઈ ગઈ. થોડો કોલાહલ સંભળાયો અને અમુક લોકો આમતેમ કોઈને શોધવા ભાગતા હોય એવું લાગ્યું. તે ડરીને ત્યાં છુપાઈ રહી.

તેને ખ્યાલ આવી ગયો કે તેની જ શોધખોળ ચાલી રહી છે. થોડી વારમાં શાંતિ પથરાઈ ગઈ પણ કોઈ આકૃતિ તેના તરફ આવતી દેખાઈ એટલે તેણે કાંઈ પણ વિચાર્યા વગર બાજુમાં વહી રહેલી જેલમમાં પડતું મૂક્યું. એટલા ઠંડા પાણીમાં કોઈની બચવાની શક્યતા જ ના હોય એમ વિચારી તેને શોધવા આવનાર પાછા જતા રહ્યા .

પાણીમાં તણાતી ગૌહર કોઈ શીલાને અડીને રહી ગઈ. તેની આંખો ખુલી ત્યારે તે એક આર્મીકેમ્પમાં હતી. તે રાત્રે તેને આર્મીના જવાનોએ બચાવી લીધી હતી. તે લોકોએ તેને ભાન આવતા બધી વિગત પૂછી. તે લોકોએ તેને પાછા મોકલવાની વ્યવસ્થા કરી પણ તેણે ત્યાં નહિ મોકલવા માટે વિનંતી કરી અને કહ્યું કે તે અહીં રહીને દેશ માટે કંઈ કરવા માંગે છે. તેના વિશે પહેલા પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણ થઈ કે તે રાત્રે આતંકવાદીઓનું એક ટોળું તેને શોધતા હજીભાઈને ત્યાં આવ્યું હતું. તે લોકોને જાણ કરનાર હાજીભાઈનો એક દીકરો જ હતો. તે આતંકવાદીઓની વાતોમાં આવી ગયો હતો અને પોતાનાં જ કુટુંબનો દુશ્મન થઈ ગયો હતો. તે રાત્રે ગૌહર ન મળતાં આખા કુટુંબને બેરહમીથી ખલાસ કરી દીધું હતું. ગૌહર બચી ગઈ હતી તેને થયું કે સાચેજ આ પર્વતો તેનું પુત્રીની જેમ રક્ષણ કરે છે. પણ તેને હાજીભાઈને માટે દુઃખ થયું. ગમે તેમ પણ તેમણે એનું પાલન પોષણ કર્યું હતું. તેણે નક્કી કરી લીધું કે તે આ પહાડોમાં જ રહેશે અને આ સુંદરતામાં પોતાનું જીવન પસાર કરશે. અને તેને આર્મીમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવી . ત્યાંથી એ એક કાબિલ ઓફિસર બની પાછી આવી અને અહીં આ પ્રદેશમાં રહી દેશની સેવામાં જીવન સમર્પિત કરી દીધું.

શીર્ષક

લેખનઋતંભરાબેન છાયા

E-mail:

આયુષના દાદાજીએ ડાઈનીંગ ટેબલ પર જમતા જમતા પૂછી જ લીધું, ”વહુ બેટા,કાલે વહેલી સવારે તો આયુષની બસ આવી પહોચશેને?"

”હા,દાદાજી લગભગ આઠેક વાગે આવી જશે.”મહેક બોલી.

આયુષ અને આલેખ અરવિંદભાઈના લાડકા પૌત્રો. ચિરાયુ અને મહેક તેમના દિકરો વહુ. મુડી કરતાં વ્યાજ વહાલું હોય તેમ અરવિંદભાઈને આયુષ અને આલેખ ખૂબ વહાલા.

નટખટ આલેખ તો બોલ્યો જ,

“દાદાજીને ઉંઘ આવવાની નથી,દાદાજી..વહેલા ના ઉઠતા..બસ દસ વાગ્યા પહેલાં નહિ આવે.” આલેખ પણ જાણતો હતો કે દાદાજીને આયુષ ખુબ વહાલો છે અને એ સ્કૂલના લાંબા પ્રવાસેથી આવતીકાલે પાછો ફરી રહ્યો છે એટલે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

અરવિંદભાઈ મરક મરક હસતા પોતાના રૂમમાં જવા ઉભા થયા અને બધાને કહેતા ગયા, ”કાલે રજાનો દિવસ છે ઉઠવાની ઉતાવળ કરતા નહિ બધા આરામ કરજો. મારી તો ઉંમરને કારણે ઉંઘ ઓછી થઈ ગઈ છે. હું તો લગભગ જાગતો જ હોઉં છું." એમ કહીને પથારીમાં લાંબા થયા અને ઉંઘ માટે પડખું ફેરવતાં ફેરવતાં..ભૂતકાળમાં સરી પડ્યા.

‘નાની એવી હાર્ડવેરની હાટડીથી કમાણીની શરુઆત કરી હતી.કયારેય અપ્રમાણિકતા પોતાના ધંધામાં કરી નથી એટલે આજે અદ્યતન મોટો શૉ રુમ ધરાવે છે. પુત્ર ચિરાયુ પણ પિતાના પગલે જ ધંધામાં કુશળ પુરવાર થયો.પોતાના પરિવારને કોઇ અગવડ ન પડે એટલે અમદાવાદમાં જ શાહીબાગ વિસ્તારમાં આલિશાન ફ્લેટ લીધો હતો.ખાસપસંદગીથી બીજે માળે ફ્લેટ લીધો હતો. પત્ની હંસાના નસીબમાં નવા ફ્લેટમાં રહેવાનું સુખ નહોતું. બહુ નાની વયે જ સાથ છુટી ગયો હતો.નવા ફ્લેટમાં પાંચ જણાં રહેતાં હતાં. સુખી પરિવાર જાણે સ્વર્ગમાં રહેતો હોય તેટલા આનંદથી રહેતા હતાં.પુત્રવધૂ મહેક,પિતાતુલ્ય સસરાનું ખૂબ જ ધ્યાન રાખતી હતી.`

ભૂતકાળમાં સરી પડેલા અરવિંભાઈની રાત ક્યાં પસાર થઈ ગઈ તે ખબર ન પડી.પોતાના બેડરૂમની ઘડિયાળે સવારના 6ના ટકોરા માર્યા ત્યારે દાદાજીની આંખ ઉઘડી ગઈ અને તેજ વખતે બારણે ટકોરા પડ્યા.આયુષની બસ વહેલી આવી ગઈ અને બસ દરેક્ને ઘરે ઉતારી ગઈ. દાદાજીએ દરવાજો ખોલ્યો અને આયુષને જોતાં જ ભેટી પડ્યા.”આવી ગયો બેટા,બધું ઓ.કે.છેને ?.” "હોવ,દાદાજી,પણ તમે શું કામ વહેલા ઉઠી ગયા?” “અરે! બેટા, મારી તો ઉંઘ જ

ઓછી થઈ ગઈ છે.”

આયુષનો અવાજ સાંભળીને બધા ધીરે ધીરે પોતાના રૂમની બહાર આવ્યાં.બધાં વાતો એ વળગ્યાં ત્યાં દાદાજી બોલ્યા,”ચાલો બધા થોડો આરામ કરી લ્યો.રજા છે, શાંતિથી ઉઠજો.

ત્યાં આયુષ બોલ્યો,

”પણ આજે 26મી જાન્યુઆરી છે મારે સ્કુલે ધ્વજવંદન માટે જવાનું છે”.

”બેસ બેસ હવે આટલી મુસાફરી કરીને આવ્યો છે. ક્યાંય જવાની જરુર નથી. તું હવે ઘડીક આરામ કર અને સુઇ જા.” દાદાજી બોલ્યા.

અને બધા આજ્ઞાંકિત બનીને આરામ કરવા પોતાના રુમમાં ગયા. અરવિંદભાઈ નાહીને ચા નાસ્તો પતાવી નજીકના મંદિરમાં દર્શને ઉપડ્યા.

આજે અરવિંદભાઈ ખુશ હતા કારણકે આજે આયુષ હેમખેમ ટ્રીપમાંથી પાછો ફર્યો હતો એટલે પ્રભુ દર્શન જરુરી હ્તું. નિરાંતે દર્શન કરી,હનુમાન ચાલીસાના પાઠ કરી,ઓટલે ઘડીક બેસીને ઘર તરફ જવા નિકળ્યા. થોડુંક હજી ચાલ્યા હશે અને એમને અચાનક એવું લાગ્યું કે પગમાં બેલેન્સ નથી જળવાતું,પગ નીચેથી જમીન જાણે સરકતી હતી.એમણે સ્થિર ઉભવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ ન ઉભી શક્યા અને અચાનક ગબડી પડ્યા.એમને ચારે બાજુ કિકિયારીઓ, કોલાહલ અને ધડાકાભેર મકાનોને ધરાશયી થતાં જોયાં.વાહનો પણ ડ્રાઈવરની અંકુશ બહાર હતાં.અરવિંદભાઈની સમજ બહારનું હતું આ બધું. હા..એ હતો 26જાન્યુઆરી,2001 નો ગોઝારો દિવસ! સવારે 8:46નો સમય! અમદાવાદનો શાહીબાગ વિસ્તાર હતો. ભુજમાંથી 6:9ના રિક્ટર સ્કેલ ઉપર શરુ થયેલા ધરતીકંપે અમદાવાદ શહેરને પણ ઘમરોળી નાખ્યું. ધરા ધ્રુજી અને પછી મચ્યું મોતનું તાંડવ...! થોડીવાર પછી અરવિંદભાઈને કોઇકે ઉભા કર્યા.તેમને સમજણ ન પડી કે આ શું થઈ રહ્યું હતું?

સામે મોટાં બિલ્ડીંગોને પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થતાં જોયાં. માણસોની દોડાદોડમાં એક જ શબ્દ સંભળાતો હતો, “બચાવો..બચાવો”. અરવિંદભાઈને થોડું ભાન આવ્યું.એમને એમનું ઘર,છોકરાંઓ,દિકરો, વહુ બધાં યાદ આવ્યાં. સવારમાં આવેલ આયુષ,બધાને પરાણે સુવા માટે મોક્લેલા એ બધું યાદ આવી ગયું.

એમણે હિંમતથી દોડવા માટે પગ ઉપાડયા પણ આ શુ! ગોઠણ અને કોણી

સારાં એવાં છોલાયાં હતાં.કપડાં પણ લોહીવાળા થઈ ગયાં હતાં.એ દોડી શકતા નહોતા. કોઇ મદદ કરી શકે તેમ નહોતું એટલે દોડવાની ગતિએ ચાલવાનું શરુ કર્યુ.જીવ મુંઝાતો હતો,શરીર કળતું હતું ,કોઇએ મૂઢમાર માર્યો હોય તેવું લાગવા માંડ્યું હતું.તેમ છતાં તેઓ ભાગ્યા.

અરવિંદભાઈ હાંફતા હાંફતા પોતાના ફ્લેટના બિલ્ડિંગ નજીક પહોંચ્યા અને આ શું જોયું? બિલ્ડિંગ આખું ધરાશયી થઈ ગયું હતું.

એમને ચક્કર આવી ગયાં. મહામહેનતે મગજ કાબુમાં રાખ્યું. તૂટેલાં ધાબાં અને ચિરાયેલી દિવાલો, તુટેલી નિસરણીઓ અને વેરણછેરણ ઘરવખરીનો સામાન,ક્યાંક બે ચાર મૃતદેહો તો ક્યાંક કપાયેલા અંગો…અરવિંદભાઈ વિસ્ફારિત આંખે બધું જોઇ રહ્યા.ધૂળના ગોટેગોટા માણસોની વેદનાની કિકિયારીઓથી મૂઢ થઈ ગયેલા અરવિંદભાઈ પણ ક્યાં ગયો મારો ફ્લેટ? કયાં ગયું બિલ્ડિંગ? એમ આક્રંદ સાથે બુમો પાડતા મકાનના ભંગારના ટેકરા પર ચડી ગયા. તેમનું મગજ હવે કાબુમાં નહોતું.

આયુષ,આલેખ….ચિરા….યુ, મ…હે..ક..ક્યાં છો બધા..! મેં તો આરામ કરવાનું કહ્યુતું…તમે…તો…” અરવિંદભાઈ ભાંગી પડ્યા.અનેક ચીસો,બૂમો અને આર્તનાદમાં તેમનું રૂદન સમાઈ ગયું. લાગણીઓનું પૂર બેફામ બન્યું હતું. અરવિંદભાઈ માથું પછાડતા ત્યાં જ બેસી પડયા.

પાંચેક કલાકની અથાગ મહેનત પછી સરહદના સૈનિકોએ મોટી ક્રેઇનો અને ટ્રકની મદદથી મૃતદેહો કાઢ્યા.અરવિંદભાઈ એક ખૂણામાં બેસીને કુદરતના પ્રકોપને કોસતા હતા.ત્યાં તેમણે હાથ વગરનો આયુષ અને પગ વગરની મહેકના મૃતદેહોને જોયા. બિહામણાં ચહેરા અને ફાટેલી આંખો! દ્રશ્ય અસહ્ય થઈ પડ્યું. ત્યાં જ છુંદાઈ ગયેલા ચહેરાવાળા બિહામણાં બે મૃતદેહો બહાર આવ્યા…તે આલેખ અને ચિરાયુના હતા. ધરતીનો કંપ અને કુદરતની અણધારી હોનારતે અરવિંદભાઈને જીવતે જીવ ભાંગી નાખ્યા.તેઓ મોટેથી રાડો પાડવા મંડ્યા..”મેં તો ઍ લોકોને રજામાં આરામ કરવાનું કીધું હતું. આમ કાયમ માટે….અરેરે..મેં શું કામ આરામ ના કર્યો? પ્રભુદર્શનની શુ જરૂર હતી? બે-ચાર લોકોને તો ચાર ખભા ઉપાડીને વળાવે..પણ મારા ચાર લાડકાઓને મારા એકલાના ખભા ઉપર કે..વી..રીતે..?

હે પ્રભુ,ક્યા કર્મોનો આ બદલો મને મળી રહ્યો છે? જવાનું મારે હતું. લાઈનમાં હું પહેલો હતો અને આ બધાં મને ઓવરટેક કરી ગયાં! મેં તો આરામથી ઉઠવાનું કીધું હતું અને તેં તો ચિરનિંદ્રામાં પોઢાડી દીધા? અરવિંદભાઈના આક્રંદને સાંભળવાવાળું કોઇ નહોતું.

અર્ધપાગલ અવસ્થામાં અરવિંદભાઈ આજુબાજુમાં દોડતા માણસોને રોકીને પોતાના ફ્લેટની ચાવી બતાવીને કહેતા

હતા,”હું મારા ફ્લેટની ચાવી લઈને ક્યાં જઈશ?હે પ્રભુ,તે મને તારા દર્શને શું કામ તેડાવ્યો”?અરવિંદભાઈના વસવસાનો કોઇ જવાબ આપી શકે તેમ નહોતું .એક ઍમ્બ્યુલન્સ આવી ને તેમને હોસ્પિટલે લઈ ગયા…

શીર્ષક

લેખન

E mail: rasikdave53@gmail.com

આજે મે મહિનાની ગરમીની તપ્ત રાત્રે અગાશીમાં ખુલ્લા આકાશ નીચે નિધિને યાદ કરતો પથારીમાં લાંબો થયો છું.

વસંતના વધામણા બાદ આંગણાના આંબામાં મંજરી મહેકી રહી છે. તેને શ્વસતો નિધિના વિચારો કરૂ છું ને એ દિવસ યાદ આવે છે.

તેની મમ્મીના આકસ્મિક નિધનથી હું અને નિધિ સાવ નોધારા બની ગયા. મારા એકલા પર ઘરની અને નિધિની જવાબદારી આવી પડી.

નિધિ મારી દીકરી ત્યારે હજુ પાંચ વર્ષની જ હતી પણ ચબરાક બહુ જ હતી. જાતજાતના પ્રશ્નો કરી એ મને અવારનવાર મૂંઝવી દેતી.

અગાશીમાં રાત્રે સૂતાસૂતા આકાશના ચમકતા તારાઓને જોતાજોતા તેણે મને પૂછ્યું,"પપ્પા આ આટલા બધા તારાઓ કોણે બનાવ્યા હશે? આમ આપણા માથા ઉપર અદ્ધર લટકે છે તો એ નીચે કેમ પડતા નહીં હોય? અને આવડો મોટો થાળ શેમાંથી બનાવ્યો હશે?

એને પાછો કઈ કાંધી પર મૂક્યો હશે?"

"જો બેટા! આ આપણી આસપાસ જે કંઈ છે એ બધું જ ભગવાને બનાવ્યું છે. આ તારા, ચંદ્ર, સૂર્ય, ગ્રહો-નક્ષત્રો, આપણી પૃથ્વી વગેરે. જેમ આપણે ઘર બનાવીએને એમ એને બધાને ભગવાને બનાવ્યા છે. આ બધા જે થાળમાં રાખ્યા છે એને અવકાશ કહેવાય જેને આપણે આકાશ કહીએ છીએ એમાં આ બધું આવેલું હોય. આ નાના ટમટમતા તારાઓ છેને એ આપણા સૂર્ય જેવા હોય છે પરંતુ એકબીજાથી ખૂબ ખૂબ દૂર હોય. વળી આપણાથી તો કૈં કેટલાય અંતરે હોવાથી આપણને નાના ઝબૂકતા એલઈડી લેમ્પ જેવા લાગે." મેં મારી ક્ષમતા મુજબ જવાબ આપવા કોશિશ કરી.

" તો હેં પપ્પા, આ ભગવાન ક્યાં બેસીને આ બધુ બનાવતા હશે? એને બનાવવાની માટી ક્યાંથી લાવ્યા હશે? "

એની ઉત્સુકતાનો કોઈ જવાબ મારી પાસે નહોતો આથી મેં કહ્યું," ભગવાન આ બધુ પોતાનામાંથી બનાવે." એને સંતોષ ન થયો. પરંતુ જયારે નેતિનેતિ કહી ગયેલા વિદ્વાન ઋષિઓ સામે હું તો પામર જંતુ.

"એ બધુ તો ઠીક પણ ભગવાન પોતે ક્યાં રહેતા હશે? "

"ભગવાન છેને એ બધી જ જગ્યાએ રહે."

"તો એ મારામાં, તમારામાં, બધા જીવોમાં, ઝાડમાં, બધે રહે તો એ દેખાય કેમ નહીં? આપણે બધુ જોઈ શકીએ તો એને કેમ ના જોઈ શકીએ"?

મેં કહ્યું, "જો બેટા ભગવાન અદ્રશ્ય રૂપે આપણી સાથે હોય, જ્યારે આપણે તેને સંભારીએ ત્યારે એ આપણી સાથે હોય એટલે આપણને ભલે દેખાય નહીં પણ આપણને મદદ કરતા જ હોય, આપણું ધ્યાન રાખતા જ હોય. એમ આપણે અનુભવી શકીએ. જેમ આ હવા દેખાતી નથી તેમ છતાં આપણે અનુભવી શકીએ છીએ જ્યારે એ પવન બની ફરકે છે એમ." મને આવડે એવો મેં જવાબ આપ્યો.

અને હા આપણે આથી જ આપણી શ્રદ્ધા મુજબ મંદિરમાં એની મૂર્તિ રૂપે સ્થાપના કરી તેને નમન કરીએ છીએ. આપણા સુખદુઃખમાં એનો સાથ મેળવીએ છીએ."

" પણ પપ્પા, તમે કહેતા હતાને કે મમ્મી ભગવાન પાસે ગઈ છે તો એ ત્યાં ક્યાં રહેતી હશે? શું એ આપણને જોતી હશે? એને હું ને તમે યાદ આવતા હશું? એ હવે પાછી નહીં આવે તો એ ત્યાં શું કરતી હશે? એને એની આ નાનકડી નિધિ અને તમારી પાસે આવવાનું મન નહીં થતુ હોય?"

"જો બેટા, મમ્મી રોજ તું અને હું સૂઈ જઈએ પછી તારી અને મારી સંભાળ લેવા અને જોવા મને રોજ સપનામાં આવે છે. તે તને બહુ યાદ કરે છે. ભગવાને એને એટલી છૂટ આપી છે કે તે અદ્રશ્ય રહીને આપણને જોવા આવી શકે છે પરંતુ અહીં સદેહે પાછી ના આવી શકે અને હા પેલો ધ્રુવનો ચળકતો તારો છેને એની જેમ એ પણ એક તારો બની ગઈ છે."

" પણ પપ્પા મમ્મી તો મને ખૂબ વહાલ કરતી હતી તોય કેમ મને અહીં મૂકીને જતી રહી."

" એ તો ભગવાન બોલાવે એટલે જવું પડે! " : લે ચાલ હવે સૂઈ જા મારી ડાહી દીકરી.

હવે એક વાત પૂછું પપ્પા તો શું મને ભગવાન બોલાવે તો મારે પણ જવું પડશે? ના પપ્પા, હું તો કહી દઈશ કે મારા પપ્પા અને હું મમ્મી વિના એકલા પડી ગયા છીએ એટલે હું તો નહીં આવું! હું આવતી રહું તો પછી મારા પપ્પા તો સાવ એકલા પડી જાયને! તો હું એને એકલા મૂકીને કેમ આવું? જાવ હું નથી આવતી! એનું ધ્યાન કોણ રાખે? મારા સિવાય એનું હવે છે ય કોણ? પહેલા તમે દાદા-દાદીને અને પછી મારી મમ્મીને તો બોલાવી લીધી હું તો નહીં જ આવું. "

" લે બેટા, ચાલ હવે સૂઈ જા". હું મૂંઝાઈ ગયેલો કે

નિધિને હું કેમ સમજાવું કે કુદરતના નિયમને અને નિયતિને રોકી શકાતા નથી.

આજે અગાશીમાં સૂતાસૂતા નિરભ્ર આકાશને જોતા તારાઓમાં છૂપાયેલા સ્વજનોને જોઉં છું ત્યારે પોતાની દુનિયામાં રમમાણ નિધિની બાળપણની વાતો યાદ કરૂં છું અને હિજરાઉં છું.

એને પણ સાસરે વળાવ્યાને પૂરા પાંચ વર્ષ થયા છે. એક બાળકનો નાના બની ગયો છું.

મોબાઈલની રીંગ વાગે છે. નિધિનો કોલ છે.

પૂછે છે, " પપ્પા જમ્યા કે?

તબિયત કેમ છે? મને આપની ચિંતા રહે છે. દવા તો સમયસર લો છો ને?"

'હું ભારે હૈયે હળવેથી કહુ છું હા.'

"પપ્પા, તમે અહીં મારી સાથે રહેવા આવી જાઓને!"

'હા બેટા જરૂર પડ્યે આવી જઈશ' : કહી હું મોબાઈલ સ્વીચ ઓફ કરૂં છું.

આકાશને તાકી રહુ છું.

મનમાં ગણગણુ છું. 'આ દીકરીઓ તો નિત્ય પ્રેમાળ ઝરણા છે. એના પ્રેમવારિ અવિરત ખળકતા રહે છે. કદાચ આથી જ પૃથ્વી આટઆટલા અત્યાચારો અને પાતકોનો ભાર ઉપાડી રહી છે અને રસાતાળ નથી જાતી.'

શીર્ષક

લેખન

E mail: bhavikapatel0777@gmail.com

"સોમનાથ મંદિર પાછળનો ઇતિહાસ તને હું એક વાર્તા થકી જણાવું ."

સંસ્કૃતમાં એક સરસ વાક્ય છે," भारते जन्म दुलभम्।"

ભારત દેશમાં જન્મ થવો એક ગૌરવની વાત છે. ફોનની રીંગ વાગતા મોહનભાઈ ફોન ઉપાડવા માટે જાય છે.

"હેલો ડેડ હાઉ આર યુ?" રોહન બોલે છે.

"દીકરા અમે બંને તો મજામાં છે. તું કેમ છે? વહુ અને અમારા પૌત્ર પૌત્રી કેવા

છે?" મોહનભાઈ.

"ડેડ અમે બધા મજામાં છીએ. મેં તમને સરપ્રાઈઝ આપવા માટે કૉલ કર્યો છે. ડેડ

અમે ઇન્ડિયા આવી રહ્યા છીએ . મારા પ્રોજેક્ટનું કામ ઇન્ડિયામાં ટ્રાન્સફર થઈ ગયું છે."

" વાહ દીકરા તેં તો ખૂબ સરસ સરપ્રાઈઝ આપ્યું. બહુ ખુશીની વાત છે. અત્યારે જ

તારી મોમને કહીશ તો ખુશીના આંસુથી ઘરને મહેકાવી દેશે. જલ્દીથી તમે ઇન્ડિયા આવી જાવ."

"અરે નીરૂ.... નીરૂ.... ક્યાં છે?" મોહનભાઈ બૂમ પાડતા બોલે છે.

"અરે શું થયું? હું અહીંયા જ છું." નીરૂબેન

" અત્યારે રોહનનો ફોન આવ્યો હતો. તારો છોકરો અમેરિકાથી ઇન્ડિયા આવી રહ્યો છે."

" સાચું કહો છો તમે?" નીરૂબેન ખુશીથી બોલે છે.

" હા નીરૂ, તેઓ હંમેશા માટે ઇન્ડિયા આવી રહ્યા છે. તેમના સ્વાગત માટેની તૈયારી ચાલુ કરી દે."

રોહન પરિવાર સાથે ઇન્ડિયા આવે છે.

મોહનભાઈ તેમને એરપોર્ટ પર લેવા માટે જાય છે. તેઓ બધા ઘરે આવે છે અને નીરૂબેન છોકરા અને વહુનું સ્વાગત કરે છે. ઘરે આવી બધા સાથે બેસીને વાતો કરે છે અને દાદા દાદી તેમના પૌત્ર પૌત્રીને ખૂબ વ્હાલ કરે છે.

" નીરૂ બે દિવસ રોહનને આરામ કરવા દઈએ અને પછી બધાને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે લઇ જઇશું."

" સારું, એમ પણ એરિક અને એરિકા પ્રથમવાર ઇન્ડિયા આવ્યા છે. તો બંનેને ઇન્ડિયાની સંસ્કૃતિ વિશે થોડું થોડું જ્ઞાન આપીએ.

બંનેને નવું નવું જ્ઞાન મેળવવાનો ખૂબ ઉત્સાહ હોય છે."

" દાદા તમે ક્યાં જવાની વાત કરો છો?" એરિક બોલ્યો.

"બેટા આપણે બધા બે દિવસ પછી સોમનાથ દરિયાકિનારે ફરવા માટે જવાના છીએ ."

" દાદા મને દરિયાકિનારો ખૂબ ગમે છે. હું મોમ ડેડને કહી આવું આપણે દરિયા કિનારે જવાના છે."

બે દિવસ પછી બધા સોમનાથ જાય છે. ત્યાં મહાદેવના દર્શન કરે છે. એરિક એરિકા પ્રથમ વખત મંદિરમાં દર્શન કરવા જાય છે. દરિયાના મોજાં જેમ કિનારાને અથડાઈને પાછા વળી જાય તેમ તેમ એરિકાના મનના પ્રશ્નો માનસપટ પર અથડાય છે. અથડાતા પ્રશ્નો અંગે એરિકા દરિયાકિનારે બેઠા બેઠા દાદા સાથે ચર્ચા કરે છે.

"દાદા આ મંદિરની સ્થાપના કોણે કરી હતી?" એરિકા

" આ દરિયા કિનારા સાથે અમારી ઘણી યાદો જોડાયેલી છે. દીકરા તારા ડેડ ને હું દરરોજ સાંજે અહીંયા દરિયા કિનારે બેસવા આવતા અને તારા ડેડને તારી જેમ જ બધું જોઈને કંઇને કંઇ પ્રશ્નો થતા અને મને પ્રશ્નો પૂછતાં. ચાલ આજે તારા પ્રશ્નોના ઉકેલ લાવીએ.

તટ પર સોમનાથ મહાદેવનું શોભી રહ્યું છે. સમુદ્રનામોજાં ઉછળી ઉછળીને મંદિરનું રક્ષણ કરી રહ્યા છે.

દરિયા કિનારે આવેલ સુંદર અને ૨મણીય જગ્યા છે પણ આનાથી વધુ અતિ સુંદર સોમનાથનો ઇતિહાસ છે.

વૈદિક કાળમાં ઘણા બધા ઋષિ મુનિઓ થઈ ગયા. તેમાંના એક મહાન ઋષિ અત્રિ હતા.

તેમની પત્ની અનસૂયા. અત્રિ અને અનસૂયાને માનવજાતિના માટે કાર્ય કરે તેવા પુત્રની જરૂર હતી. તે માટે બંનેએ મહાદેવની તપશ્ચર્યા કરી. બંનેની તપશ્ચર્યાના પ્રસાદરૂપે એક પુત્ર થયો. તેનું નામ ચંદ્ર રાખ્યું. ચંદ્ર અત્રિના ખોળામાં નાનાથી મોટા થયા હતા એટલે તેમણે પિતા પાસેથી દિવ્યતા અને પ્રેમ જેવા ગુણો પ્રાપ્ત કર્યા. ચંદ્રે મોટા થઈને‌ ખોટા માર્ગે વળી ગયેલા લોકોને સાચો માર્ગ બતાવ્યો હતો. ચંદ્રમાં શીતલતા, શાંતિ અને શૌર્ય જેવા ગુણો. તેમણે‌ માનવજાતિ માટે ખૂબ સારા કાર્યો કર્યા હતા.

ચંદ્ર અને દક્ષની પુત્રી રોહિણીના લગ્ન થયા હતા. પરંતુ રોહિણી સાથે તેઓ સત્તાવીસ બહેનો હતી અને બધાએ એક જ મહાન પુરુષ સાથે પરણવાનું નક્કી કર્યું હતું. ચંદ્ર બધી જ બહેનો સાથે પરણવા તૈયાર થઈ ગયા હતા. ચંદ્રએ બધી બહેનો સાથે લગ્ન કર્યા હતા. રોહિણી ચંદ્રને બધા કાર્યોમાં સાથ આપતી હતી. ત્યારે બીજી પત્નીઓને લાગે છે કે અમારી ઉપેક્ષા થતી જણાતી હતી. એક દિવસ દક્ષ તેમના ઘરે ગયા ત્યારે બધી પત્નીઓએ ચંદ્રની ફરિયાદ કરી. દક્ષે ચંદ્ર પાસે જઈને વાત કરીને બીજીવાર આવી ભૂલ ન થાય તે માટે વચન લીધું હતું.

ચંદ્રે આવી ભૂલ બીજી વાર કરી હતી . તેથી દક્ષએ ગુસ્સે થઈને ચંદ્રને ક્ષયરોગનો શ્રાપ આપ્યો હતો. આ શ્રાપથી ચંદ્રની પત્નીઓને ખરાબ લાગ્યું હતું. તેથી તેઓ પિતા પાસે શ્રાપ ખેંચી લેવા માટે વિનવવા લાગી હતી. દક્ષએ ચંદ્રને બ્રહ્મદેવ પાસે જવાની સલાહ આપી હતી. ચંદ્ર અને રોહિણી બ્રહ્મ દેવ પાસે ગયા હતા. બ્રહ્મદેવે તેમને મહાદેવની આરાધના કરવાનું કહ્યું હતું. બંને મહાદેવની આરાધના કરી હતી અને મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને તેમની ભક્તિ કરી હતી. ત્યાં મહાદેવનો કાયમ માટે વાસ રહી ગયો હતો. સોમ એટલે ચંદ્ર અને ચંદ્રએ તે જગ્યા પર મહાદેવને નાથ કહીને બોલ્યા હતા. ત્યારે મહાદેવ તે જગ્યા પર પ્રગટ થયા હતા. તે જગ્યાને સોમનાથ તરીકે ઓળખવામાં આવી હતી. આ સોમનાથ મંદિર ભારતમાં બાર જ્યોતિલિંગમાંનું એક

જ્યોતિલિંગ છે.

ભગવાન શ્રીકૃષ્ણે પણ આ પવિત્ર સુંદર રમણીય સોમનાથની ભૂમિ પર પોતાનો દેહ ત્યાગ કર્યો હતો."

"દીકરા આ છે પવિત્ર ભૂમિ સોમનાથનો ઇતિહાસ." મોહનભાઈ

"વાહ દાદા ખૂબ સુંદર વાર્તા દ્વારા તમે ઇતિહાસ કહ્યો. ઇતિહાસ જાણીને ખૂબ આનંદ થયો છે." એરિકા

"ડેડ તમે પણ મને નાનો હતો ત્યારે અહીંયા દરિયા કિનારે બેસીને વાર્તા કહેતા હતા. બાળપણની યાદો તાજી થઈ ગઈ છે." રોહન

" ચાલો હવે બધા ઘરે જઈએ. ફરી પાછા અહીંયા દરિયાકિનારે આવીશું." નીરૂબેન

એરિક એરિકા મહાદેવને નમસ્કાર કરી છે અને ઘરે જવા માટે નીકળે છે.

શીર્ષક

લેખનશૈલીબેન પટેલ.

E mail: shailipatel.3@gmail.com

"લઈ લ્યો..લઈ લ્યો.. લઈ લ્યો.."

" 10 રૂપિયામાં એક અને 25 રૂપિયામાં ત્રણ..."

" લઈ લ્યો..."

"ખુશીઓનો ખજાનો લઈ લ્યો."

"હું વેચવા નીકળ્યો ખુશીઓ અને તમે ખરીદતા જાવ ખુશીઓ.." લઈ લ્યો... લઈ લ્યો..

રાતના લગભગ આઠના સુમારે સાયકલ પર સવાર રહીમચાચા ખુશીઓ વેચવા આવ્યા હતા. હાઇરાઇઝ બિલ્ડિંગમાં એમની બૂમો દબાઈ ના જાય એટલે એમણે માઈક સાથે રાખેલું.

રાતના સન્નાટામાં નવીન અવાજ અને નવીન રજૂઆતે નાના-મોટા સૌના મન મસ્તિષ્કમાં કુતૂહલ જન્માવેલું. બારીમાંથી, બાલ્કનીમાંથી લોકો ડોકિયાં કરવા લાગ્યાં.

કઈ ખુશીઓ સસ્તામાં વેચાય છે? તે જોવા સૌ નીકળ્યાં.

કોમન પ્લોટમાં સ્ટ્રીટલાઇટના અજવાળામાં એલઈડી લાઇટથી જગમગતા લાલ,પીળા,વાદળી રંગ દેખાતા હતા. ઊંચાઈથી જોતા રંગબેરંગી આગિયાઓ ઝગારા મારતા હોય એવું દૃશ્ય સર્જાયેલું.

ઝગારા મારતાં આ આગિયા હાઇરાઇઝ બિલ્ડિંગના અમીરોમાં ઉત્સાહ લગાવી શક્યા નહીં. મોબાઈલની ટચ સ્ક્રીનમાં પસાર થતી એમની મહામૂલી મિનિટો વેસ્ટ થઈ જતી હોય એવું લાગતાં અંગ્રેજી અપશબ્દોનો ઉપયોગ કરી આ અમીરો મોં મચકોડી ઘરમાં પાછા ફરવા લાગ્યાં.

પણ જયાં મોટેરાઓ ઘરમાં વાપસી કરતા હતા ત્યાં નાના ભૂલકાંઓએ સસ્તી ખુશીઓ ખરીદવા કોલાહલ મચાવી દીધેલો. સાતમા માળેથી, પાંચમા માળેથી અને ચોથા માળેથી તો લિટરલી ભેંકડા સંભળાવવા માંડેલા. આ જોતાં નીચેના માળવાળા બાળકોને પણ શૂરાતન ઉપડેલું. નીરવ શાંતિવાળા વાતાવરણમાં અચાનક કાગારોળ જેવો શોર મચી ગયો.

એકબીજાના ફ્લેટમાં નજર કરતાં ધનવાનો એકબીજાને સ્માઇલ આપી રહ્યાં.બાળહઠ સામે હાર માનતાં ગોસિપ કરવા માંડયા. બાળકોને અંકુશ ન રાખી શક્યાનો દોષ મુસ્લિમ રહીમચાચાને માથે નાખી તેમને અંગ્રેજીમાં અપશબ્દો કહી રહયાં. અમીરોને માટે અંગ્રેજી ભાષામાં વધુ કઠોર શબ્દો વાપરવા એ પણ એમની અમીરાઇનું પ્રદર્શન હતું.

આખરે બાળહઠ આગળ હાર સ્વીકારી મોટેરાઓએ પોત-પોતાની નેનીને ઈશારો કરી નીચે લઈ જવા કહ્યું.નેનીને ઓર્ડર આપી સૌ ઘરમાં ગયાં.

અમીરો વચ્ચે રહેવા ટેવાયેલું આ નેનીગ્રૂપ માલિકોના ઈશારાઓ સમજતું અને તરત જ હુકમનું પાલન કરતું.

થોડી વાર થઇ હશે અને અચાનક ધ્રુજારી અને ભેદી અવાજો સંભળાવા માંડ્યા. ઊંચાઈ પર ધ્રુજારી જલ્દી અનુભવાય.બે પળમાં બધાને સમજાઈ ગયું કે ભૂકંપનો આંચકો છે.બધા જીવ બચાવવા નીચે દોડ્યાં.

થોડીવાર પહેલા જેમના ચહેરા પર અમીર હોવાનું ઘમંડ છલકાતું હતું એ જ ચહેરાઓ હવે તંગ બન્યા હતા.

બેબાકળા આમ તેમ ફાંફા મારતા લિફ્ટના દરવાજે રાહ જોતા ઊભા રહ્યા,પણ અચાનક બત્તી ગુલ થઇ ગઈ.

બધા જેમતેમ એકબીજાનો સહારો બની મોબાઇલની ટોર્ચનો સહારો લઇ સીડીયો ઉતારવા માંડ્યા

પળવારમાં ધડાધડ કરતાં બધા ફ્લેટની બહાર આવી ગયા. સદ્દનસીબે બધા બાળકો તેમની નેની સાથે પહેલાં જ નીચે આવી ગયેલાં.

હાંફળાફાંફળા બધા બહાર આવેલા. હજુ જરા પોરો ખાય એ પહેલાં જ પત્તાના મહેલની જેમ બિલ્ડિંગ કડડભૂસ થઈ ગઈ.ચારેબાજુ ધૂળના ગોટે ગોટા ઉડયા. બધાના શ્વાસ અધ્ધર.નાના મોટા સૌ સ્તબ્ધ થઈ ગયેલા. ધડાકા સાથે વિહ્સલનો તીણો અવાજ સૌના મગજને સુન્ન કરી રહેલો. એકદમ અવાજથી ગભરાયેલા એક બાળકે જોરથી ચીસ પાડી એની સાથે બધા બાળકો ભેંકડા તાણવા માંડયાં. બેબાકળી સ્ત્રીઓ પણ ઘરની હાલત જોઈ બાળકો સાથે રડારોળ કરવા માંડી. ફ્લેટના યુવાનો ભેગા થઈ બધાને એક તરફ લઈ જવા માંડ્યા.બધા પોત પોતાના મોબાઈલથી સગાવ્હાલાને કોન્ટેક કરવા મથવા માંડ્યા પણ બધુ વ્યર્થ.

એકાદ કલાક વીતી ગયો પણ શું કરવું એ હજુ કોઈને સમજાતું નહોતું. બાળકો રડી રડીને બદહાલ થઈ ગયેલાં. એમની કેરટેકર નેની પણ આવા સમયે એમને છોડી પોતાના ઘર તરફ ભાગી ગયેલી. નેની વગર નહીં ટેવાયેલા બાળકોને મા-બાપ સાથે કમ્ફર્ટેબલ ફીલ ન થતાં તેમણે વધુ ઉધામા મચાવવા માંડેલા.

ચારેકોર અંધકાર અને ગમગીન વાતાવરણ થઇ ગયું એવામાં અચાનક ક્યાંકથી ઝીણો પ્રકાશ આ ટોળા તરફ આવતો દેખાયો.બધા મૂકબધિર થઈ જોઈ રહ્યાં.

આ એજ રંગબેરંગી એલઇડી લાઇટ હતી જેના માટે બાળકોએ હઠ લીધી હતી. પ્રકાશ નજીક આવતો ગયો, એ રહીમચાચા હતા.લાલ-લીલી અને ભૂરી એલઈડી લાઈટ લગાડેલા ફુગ્ગા લાવ્યા હતા. એમને જોઈ બાળકો ગેલમાં આવી ગયાં. દરેક બાળકને ફુગ્ગો આપતાં અને વ્હાલ કરતાં ચાચા ખરેખર ખુશીઓનો ખજાનો લાવ્યા હતા. હવે રડતાં બાળકો ખિલખિલાટ હસવા માંડ્યાં.

ઘડીભર સમય થંભી ગયો. ફુગ્ગા માટે પૈસા ચૂકવવા જ્યારે મોટાઓએ ગજવામાં હાથ નાંખ્યો ત્યારે ત્યાં ખાલીપો જ મળ્યો. ઘમંડથી ઉભરાતા ચહેરાઓ અત્યારે ઝંખવાણા પડી ગયાં.થોડીવાર પહેલા જે રહીમચાચાને અંગ્રેજીમાં ભાંડતાં હતાં, હવે એ જ રહીમ ચાચાને આ અમીર નબીરાઓ "થેંન્ક યુ" કહી રહ્યા હતા.

બધા જ ફુગ્ગા બાળકોમાં વહેંચી રહીમચાચા સાયકલ પર ફરી સવાર થયા અને આ વખતે માઈકમાં મોજથી લલકારી રહ્યા...

"કિસી કી મુસ્કુરાહટોં પે હો નીસાર..

કિસી કા દર્દ સકે તો લે ઉધાર...

કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર...

જીના ઇસી કા નામ હૈ...

શીર્ષક

લેખન

E mail: a

સતત ત્રણ રાત ઊંઘ વગરની વીતાવ્યાં પછી,આજે થોડી ઊંઘ લઈને સવારે ઊઠીને નિત્યક્રમ આટોપીને મંજુમાસી ચ્હા પીતાં પીતાં સુબોધ સાથે વાતો કરી રહ્યાં છે.

"મારી બહેનથીયે વધારે નજીક સખી વર્ષા અગમની અનંત યાત્રાએ ચાલી નીકળી. એને આજે ત્રણ દિવસ થઈ ગયા. પણ, મને એ ત્રણ દિવસ ત્રણ વરસ જેવા લાગ્યા. બેટા. તું વર્ષાનો છોકરો છો, પણ તારા કરતાં બાવીસ વધારે વર્ષોથી હું તારી માને ઓળખું. અમે બાલમંદિરથી સાથે છીએ.... ના.. ના.... એ 'છીએ' શબ્દ હવે ત્રણ દિવસનો વાસી થઈ ગયો. આજે મને મારી સખીની બહુ જ યાદ આવે છે."

"તો માસી, આજે મને માની બધી જ વાતો કહો. માના સ્વર્ગવાસ સાથે ફક્ત સહવાસ સમાપ્ત થયો છે. એમના સંસ્કાર થકી તો, મા મારા દરેક શ્વાસમાં જીવંત છે. એટલે માના સ્વર્ગવાસે હું કરુણાને શરણે નહિ જાઉં." સુબોધ બોલ્યો.

'મને ગમ્યું બેટા. હું ભગવાનને યાદ કરી લઉં. કારણ કે, હજુ એકાદ બે અઠવાડીયા સુતકમાં દીવા નહિ કરાય. જમીને ઘણી બધી વાતો કરીએ.'

"વર્ષાને, ઓળખવાની ક્ષણ વરસાદના ટીપાના સાક્ષીભાવે મને મળી. એ દિવસે એનો બાલમંદિર જવાનો પાંચમો દિવસ હતો. મને યાદ છે, એ જુન મહિનો જ હતો. કદાચ ચોવીસમી તારીખ હતી. એ દિવસ મારો બાલમંદિર જવાનો પહેલો દિવસ હતો. એને ઘેરથી એ બાલમંદિર જવા નીકળી અને રસ્તામાં મુશળધાર વરસાદ તુટી પડ્યો. એ હજુ એની નાની છત્રી ખોલે ત્યાં તો એ અડધી ભીંજાઈ ગઈ હતી. મારું ઘર બાલમંદિરની પાસે એટલે મને મારા પપ્પા ચાલતા જ મૂકવા આવતા હતા. મેં વર્ષાને પલળતી જોઈ, ત્યાં તો મારા પપ્પાએ એને ઊંચકી લીધી અને એમના રેનકોટમા વીંટી લીધી. 'બેટા, ક્યાં રમવા નીકળી છો આવા વરસાદી વાતાવરણમાં?'"

પપ્પાના સવાલના જવાબમાં વર્ષાએ સહજતાથી કહ્યુ, 'હું તો બાલમંદિર જઉ છું. આ વરસાદ થોડો મને પૂછીને આવ્યો કે હું ઘેરથી છત્રી લઈને નીકળું? આમેય મને વરસાદ બહુ એટલે બહુ એટલે બહુ જ ગમે.'

આ વર્ષાના સૌથી પહેલા શબ્દો છે જે મેં સાંભળ્યા. અરે! મને એ વખતની એની નાચતી અલ્લડ આંખો પણ યાદ છે. પછી, પપ્પાએ એને મારી ઓળખાણ કરાવી. એણે તરત હોઠ ઉપર બે આંગળી મૂકીને મારી સામું હસતાં હસતાં કહ્યું "બુચ્ચા!"

એ અમારી પહેલી પલળી ગયેલી મુલાકાત. આજે મને વિશ્વાસ છે કે એ પલળવાનું માધ્યમ ફક્ત વરસાદનું પાણી જ નહોતું. સખીપણાના સ્નેહના બીજનું એ વાવેતર હતું.

પછી અમે ઘણા પલળ્યા - વરસાદમાં, એકમેકને સમજવામાં, પરિપક્વતાનો પાણી પચાવવામાં .... હું કેટલુ ગણાવું?

એ દિવસે અમે સ્કુલમાં ખૂબ મસ્તીમાં રમતાં હતાં. અને એકાએક વર્ષા ઊભી રહી ગઈ. મને ઈશારાથી પાસે બોલાવીને પૂછ્યું 'આવું હોય?'

"તને પણ આવું જ થયું હતું?" હું એને બાજુના ખાલી ક્લાસમાં લઈ ગઈ અને થોડી હિમ્મત આપી. બાળકીમાંથી મુગ્ધા બનવાનો સૌપ્રથમ અનુભવ થયો અને ઘેર જતી વખતે વરસાદ આવ્યો !

અલબત્ત, એ દિવસે તો એ વર્ષા માટે વિલન જ હતો. માંડ માંડ ફ્રોક ઉપર ડાઘા ના દેખાય એવી ગોઠવણ કરતા. અમે એને ઘેર પહોંચ્યા. ત્યારે તારી નાની પહેલા ચિંતાનું અને પછી આનંદનું રોઈ પડી હતી.

એ દિવસે તારી નાનીએ વર્ષાના જન્મદિવસને યાદ કર્યો. અને આંસુનો જથ્થો કેમ અચાનક વધી ગયો ? એ એમને પણ ખબર ના પડી.

'મંજુ, આ આવી ત્યારે પૂરજોશમાં વરસાદ આવતો હતો. એના પપ્પા પણ ગુડ્ઝ ટ્રેનના ગાર્ડના ડબામાં મહામહેનતે વિનંતિ કરીને બેસીને પહોચ્યા હતા. વર્ષાને તાજી જન્મેલી જોવા વ્હાલથી એમણે હાથમાં લીધી ત્યાં વરસાદની વાછટ એ બંનેને પલાળી ગઈ. એમનાથી અનાયાસે જ બોલી જવાયું, વર્ષાઋતુ ફળી. અને ત્યારથી એનું નામ બસ વર્ષા જ રાખવાનું નક્કી થયું.'

તારી મમ્મી સૉરી તારી મા અને વરસાદ જાણે એકબીજાને ચીઢવતાં, ખીજવતાં અને વ્હાલ પણ એટલો જ કરતા.

એક વખત કોલેજના છેલ્લા વર્ષની પહેલી ટેસ્ટ પરીક્ષા આપીને આવતી. હરવખતે પાછો એ - વરસાદ જ તો ! મળવા આવ્યો, પણ આ વખતે એનો દમામ કાંઈ વિશેષ જ હતો. ખભે પર્સ અને એક હાથમાં છત્રીમાં વરસાદથી સંતાકૂકડી રમવાની ચેષ્ટા કરતા કરતા. એની નજર કાર્તિક ઊપર પડી. કાર્તિક એના કરતાં એક વરસ આગળ એટલે ખબર ખરી કે આ કાર્તિક. કાર્તિક પાસે છત્રી નહોતી એટલે એ થથરતો એક બસસ્ટેન્ડમાં શેડમાં ઊભો રહી ગયો હતો. એણે કાર્તિકને બોલાવ્યો અને એની છત્રીમાં એને ઘેર મૂકી ગઈ.

વરસાદની સાક્ષીએ થયેલી આ મુલાકાત અગ્નિની સાક્ષીએ દ્વન્દ્વમાં પરિણમી અને એક વાર ઘેર મૂકવા આવેલી વર્ષાને કાર્તિક વાજતે ગાજતે ઘેર લઈ આવ્યો.

વરસાદને કદાચ ઈર્ષ્યા થઈ હશે એટલે બે વર્ષ એ આ શહેરથી રિસાઈ ગયો. લગભગ આકરો જ દુકાળ બંને જણે એકમેકના સથવારે ભોગવી લીધો. વર્ષાની વિનંતીને પછી જાણે મિત્રભાવે સ્વીકારીને એ 'ઉપરવાળા' રિઝ્યા અને ધરતી રસાતાળ થઈ. એના બીજા જ વર્ષે તું આવ્યો. તને ખબર છે? ...જાણે ઈતિહાસ ફરી એક વાર તારા જન્મ વખતે આળસ મરડીને બેઠો થયો. વર્ષાને આ બાજુ દુખાવો ઊપડ્યો અને કાર્તિકની ટ્રેન અમદાવાદથી ઊપડી. ફરી એક વાર ધોધમાર વરસાદ, ટ્રેનની સ્પીડ ધીમી, કાર્તિકના ધબકારાની સ્પીડ આસમાને અને તારો જન્મ.

બેટા, વર્ષા અને વરસાદ આજીવન એકબીજાના સુખદુઃખના સાથી બની રહ્યા. ક્યારેક કાર લાંબુ ચાલીને બહુ ગરમ થઈ જાય ત્યારે વરસાદ અચાનક જ એના વાદળા મોકલીને વાતાવરણ ઠંડુ કરી આપે તો ક્યારેક કોઈ એંધાણ વગર આવીને સરસ આયોજન ખેરવી નાખે."

"માસી, તમે હવે થાક્યા હશો. થોડો આરામ..."

' ના, બેટા આજે મારી સખી અને વરસાદ .... મને કહેવા દે. વર્ષા પછી વરસાદથી ખૂબ એટલે ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. કારણકે, એ જ ઘનઘોર વરસાદી ક્ષણો વચ્ચે કાર્તિકની ટેક્સીને ગમખ્વાર અક્માત નડ્યો. વર્ષા હંમેશા માટે એકલી થઈ ગઈ. બેટા, તું જ વર્ષા માટે પછી શ્વાસ લેવાનું નિમિત્ત રહ્યો હતો. તે પણ તારી માનો સાથ એવો નિભાવ્યો કે, તે આજ સુધી લગ્ન પણ ના કર્યા.'

વર્ષા આ બાબતે જીવ બાળતી પણ આંસુને પી જવાનું એ શીખી ગઈ હતી.અથવા ક્યારેક વરસાદમાં જઈ રોઈ લેતી જેથી એના આંસુ કોઈને ના દેખાય.

"બેટા, વર્ષાને છેલ્લે વરસાદ તો લઈ ગયો એ વાત હું કેમ ભૂલુ?"

આ વખતે હું ઘણા સમયે આવી, કે મને સમયે બોલાવી. તું તારે અચાનક કામ આવી ગયું. હું હતી એટલે દિલ્હી ગયો, એ પણ સમજ્યા.પણ જે વરસાદે અંગત સાથ નિભાવ્યો એના પછી કદાચ એની આતુરતાનો યે અંત આવ્યો હશે !

બાકી ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે વીજળીનું ગાયબ થવું, વર્ષાનું સલામતીને કારણે મેઈન સ્વિચ બંધ કરવા જવું અને ત્યાં જ તારું નામ લઈને ફાટ્ટી ચીસ પાડવી આ બધું થોડી જ ક્ષણોમાં વરસાદે આટોપી લીધું - કદાચ એને ય ઉતાવળ હશે.

૧૦

શીર્ષક

લેખનઅર્ચિતાબેન દીપક પંડ્યા

E mail:

એક વિસ્તરેલો લીમડો અને એની સામે જ એક જૂનો ઓરડો. બંને જાણે એકમેકને વર્ષોથી જોતા જોતા પીઢ થયા! કુટુંબના જેમ જેમ સભ્યો વધ્યા એમ એમ મકાન પણ મોટું થયું, લીમડો પણ ઘટાટોપ થયો. એ ઓરડામાં બે ભરેલા ચાકળાની વચ્ચે એક જૂની ઘડિયાળના કાંટા એક ઘરડાં થયેલ જીવનનાં સાક્ષી બની રોજિંદી ભરમારમાં ફર્યા કરતાં. જે રીતે કાંટા અચૂક ફરતા રહેતા, એ રીતે એ ક્ષીણ થતાં જતાં શરીરની સંભાળ લેવા ઘરના માણસો આ ઓરડામાં અચૂક દેખા દેતાં. પછી પાછા પોતાની વ્યસ્ત જિંદગીમાં ગોઠવાઈ જતાં.

પથારીવશ માજીનો દીકરો દવા બરાબર લેવાય છે કે નહીં એ જોઈ જતો. વહુ માજીને સમયસર જમાડતી અને નર્સે ડાયપર બરાબર બદલ્યું છે, કે નહીં એ જોતી. માજીને ભાંઠા ન પડે એનું બરાબર ધ્યાન રખાતું. ઘરનાં બધાં, છોકરાના છોકરાઓ પણ વારે તહેવારે જન્મદિવસે મોટાદાદીને પગે લાગવા આવતાં. આ બધાંથી નિર્લેપ લાગતાં માજી જરૂરી પ્રતિભાવ આપી પાછા સૂઈ જતાં, આખો દિવસ ખાટલે સૂઈ રહેતા માજીનો વાતનો વિસામો હતો, બારીમાંથી દેખાતો લીમડો!

માજી એકલતાથી ઘોળાયેલી યંત્રવત્ ક્ષણોમાં નિદ્રા દ્વારા પરમશાંતિ શોધવાનો પ્રયાસ કરતાં. આ ઓરડામાં ખાસ રાચરચીલું નહોતું અને અનુભવોથી ઠાંસોઠાંસ ભરેલા. કેટલાંય કિસ્સાઓ હતા, આ જ જગ્યાએ ક્યાંક ક્યાંક વણાયેલા. એ મોટા જૂના પલંગ પર પડી રહેલાં આ માજીનાં વૃદ્ધ શરીરની બંધ આંખો કેટલાંયે પ્રસંગો વારંવાર જોયા કરતી.

લગ્ન વખતની વડવાઓની ભેટ એવો પલંગ, કાળક્રમે એ જ માજીની દુનિયા બની ગયો. બાજુના જૂના જમાનાનાં ટેબલ પર પસ્તીનો એક વ્યવસ્થિત ગોઠવેલો થપ્પો પડી રહેતો. મોટાદાદા હતા ત્યારથી એક ડટ્ટો પલંગ પર પડી રહેતો. એ ડટ્ટાને માજી ખસેડવાની ચોખ્ખી ના પાડતાં. ઘણીવાર એમનો હાથ એની પર પડતો. ડટ્ટા પર ગોઠવાયેલા અને તારમાં ભરાયેલા કાગળોનો અવાજ યાદોના ઊંડા સમંદરમાં નાવડી બનીને લઈ જતો. પછી તો કેટલાંય પ્રસંગો ત્યાં ફરી જાગતા.

માજીની ભૂતકાળની સફર એમને આનંદથી ભરી દેતી. માજી બારીમાંથી દેખાતા લીમડા જોડે કોઈ મિત્ર હોય એમ મનની બધી વાત કરતાં. યાદ આવતા એ દિવસો એમને, જ્યારે પોતે કેન્દ્રમાં રહીને, ઘૂમતી જિંદગીના તાણને એમણે માણ્યું હતું. લીમડાની સાક્ષી લઈ ભૂતકાળ સંભારતા. જવાબદારીપૂર્ણ દિવસો ભલે કસોટીવાળા અને ખરબચડા હતા પણ એમણે હસતાં હસતાં ગરવાઈથી વિતાવેલા. હવે તો જીવનની દિશા જ બદલાયેલી હતી, એમની રોજની વસ્તુઓ કે પરિસ્થિતિ કંઈ ખાસ કશું બદલાતું નહીં. એમનાં પલંગની ચાદરો જે જૂની થઈ હોય, એ વપરાતી. થોડી સુંવાળી હોય તો માજીને કરડે નહીં અને બગડે પણ નહીં.

લગભગ વીસ વર્ષથી આ ઓરડામાં કશું જ બદલાયું નહોતું, સિવાય કે ઝાંખા થઈ જતાં રંગો! જિંદગી તો જાણે હવે બુંદ બુંદ ઢોળાતી જતી હતી કાળના પ્રવાહમાં! પવનના હળવા થપાટા લીમડાને વાગતા ત્યારે એના પાન જાગી ઊઠતા, મંદ મંદ એકધારો અવાજ માજીના કાનમાં જાણે કેટલીયે વાતો કરતો. માજી પણ પછી અનુભવોની, યાદોની વાતો એને કરતાં, નહીં તો બીજું કોણ સાંભળત?

કેવો હતો ભૂતકાળ! ખૂબ મહેનતથી દીકરાને ડૉક્ટર બનાવ્યો. કુટુંબમાં પહેલો ડોક્ટર બન્યો. સમાજમાં અત્યારે એનું માન, એ કુટુંબ માટે ગૌરવ બની ગયું. એને લીધે જ પિતાની એક સાધારણ ક્લાર્કની નોકરી હોવા છતાં મોટા ઘરનું માંગુ આવ્યું અને પરણાવ્યો. એનાં ય બે છોકરાઓ, મોટા દીકરાને ત્યાં પણ નાનો દીકરો. કેવો ભર્યો ભર્યો સંસાર! આ રીતે માજીની જીવનઘડીની રેત સરકતી જતી હતી.

એમાં માજી ક્યાંક કોઈ વળગણી પર અટકી પડ્યા હતા. નહોતા આગળ જતાં કે નહોતી પાછળની વાતો ભૂલી શકતાં. જાણે ધસમસતા સમયનો માર સહન કરવાની આદત પડી ના ગઈ હોય ! એ અડીખમ ઊભાં હતાં અને આંગણાંમાંથી દેખાતો અડીખમ લીમડો!

ઘરમાં શું ચાલી રહ્યું છે, એની સાથે માજીને આમ ખાસ કોઈ લેવાદેવા હતી નહીં. પણ અવરજવર અને દૂરથી આવતા અવાજોથી દીકરાનો સંસાર બરાબર ચાલી રહ્યો છે એવો એમને સંતોષ રહેતો. ઘણીવાર મહેમાનોથી ઘર ભરાયેલું હોય ત્યારે નાનો પ્રપૌત્ર રમતો રમતો આવી ચડતો. ઊંઘતા માજીના પગ પર ગાડી ચલાવતો. એમાં જો કોઈવાર માજી જાગી જાય તો મોઢામાંથી બૂમ તો એના દીકરાના નામની જ નીકળી જતી.

"દીકરા મહેશ, તોફાન ન કરીશ હોં!"

કૃશ થયેલ શરીરનું મન એમને ભૂતકાળનાં દિવસોમાં લઈ જતું. કદાચ એમનો એ સુવર્ણયુગ કહેવાય! સંસાર સાથે, સંસાર માટે જીવવાની એક યુવાન હૈયાંની નિષ્ઠાપૂર્વક જીવાતી ક્ષણો! હવે એ ક્ષણો આ જૂના ઓરડાની દિવાલમાં ચૂનાની છૂટી પડેલી પતરીઓની જેમ પડું પડું થઈ રહી હતી. એકાંતે ઓરડાને જકડી લીધો હોય ત્યારે બાથરૂમના નળમાંથી સતત ટપકતાં નળનું ટપ ટપનું સંગીત એ ખાલીપાને માત દેતું. લીમડાના પાનના અવાજ સાથે સંગત કરતું.

આ ઓરડાને ભલે સ્થિરતા વ્હાલી હોય, પણ બહારની દુનિયાને ચહલપહલ અને મસ્તી ગમતી હતી. આજે પણ ઘરમાં ખૂબ મહેમાનો હતા અને ઘરના સભ્યો બધાં રોકાયેલાં હતાં. બધાં મોટી ઉંમરના લોકોની વાતોથી માજીનો પ્રપૌત્ર કંટાળ્યો. નાના શર્વિલ માટે રમવાની શાંત અને સુરક્ષિત જગ્યા મોટાદાદીનો ઓરડો જ હતો. એનાં નાના મોટાં રમકડાં લઈ એ રમ્યા કરતો હતો. શર્વિલના હાથમાંથી રમકડું છટક્યું, એનાં અવાજે મોટાદાદી જાગી ગયા.

'કોણ? શર્વિલ? "તું કેમ અહીં આવી ગયો?'

"ત્યાં બધાં વાતો કરે છે એ મને સમજણ નથી પડતી. એટલે કંટાળો આવ્યો."

'સારું સારું, રમ અહીંયાં.'

બાળનજરે પથારીમાં પડેલા ડટ્ટાને કૂતુહલથી જોયું.

"આ શું છે મોટાદાદી?"

' દીકરા, તું ગુજરાતી વાંચતાં શીખ્યો છું ?'

"હા... થોડું થોડું વાંચુ છું."

'આમાં રસીદો છે.'

"રસીદ એટલે શું?"

'આપણે કોઈને કંઈ આપ્યું હોય એ એને મળ્યાની ખાતરીની ચીઠ્ઠી.'

"તો, મારાથી પણ રસીદ અપાય?"

'તું, કોને રસીદ આપીશ?'

"મારી મોમને. મારું બહુ ધ્યાન રાખે છે, મને પ્રેમ આપે છે એટલે એની રસીદ."

'હા.... તો આપજે ને? જો રસીદ બનાવતાં શીખવું. આ રસીદો જો. શાની શાની છે?'

"મોટાદાદી, આ તો તિજોરી, ફ્રીજ, પછી આ માઈક્રોવેવ, વોશિંગ મશીન... અહાહાહા કેટલી બધી રસીદો.."

'હં...બેટા. આ બધું પહેલીવાર ખરીદ્યું ત્યારની રસીદો.'

"મોટાદાદી, આ વોરન્ટી એટલે શું? બધામાં વોરન્ટી લખ્યું છે, સામે તારીખ છે."

'બધામાં ? તો તો વોરન્ટી વગરની રસીદો તો આમાં છે જ નહીં?'

શર્વિલને એમાં ઈલેક્ટ્રોનિક ટૉય કારની રસીદ મળી. એ દોડતો એના પપ્પાને બતાવવા દોડ્યો. મોટાદાદી તો લવારીએ ચડી ગયા. એમણે કાયમ દેખાતા લીમડાને ફરિયાદ કરી.

"સાંભળ્યું, મહત્ત્વની રસીદો તો મળતી નથી. આ મહેશને ડોક્ટર બનાવીને પછી સોનાનાં ગિરવે મૂકેલા ઘરેણાં છોડાવ્યા એની રસીદ, મોટીવહુ રસોઈ શીખ્યા વગર જ સાસરે આવી હતી, એને મેં જ બધું શીખવાડ્યું, એની રસીદ, મહેશનો નાનો દીકરો મારી પાસે હતો અને ધગધગતા તાવે ખેંચ આવીને બેભાન થઈ ગયો હતો, ને સાજો થયો ત્યારે એના માટે પગે ચાલીને ડાકોર ગઈ, એની રસીદ, સાજી માંદી હોઉં, ગમે તે પરિસ્થિતિમાં બધાંને ખૂબ સાચવ્યા છે, એની રસીદ... અને આવી કેટલીયે.. મારા ત્યાગની, મહેનતની, નિષ્ઠાની, પ્રેમની, કેટલી ગણાવું? પણ એ બધી ગઈ ક્યાં?"

થોડીવારમાં શર્વિલ હસતો હસતો હવે ઈલેક્ટ્રોનિક કારના રીમોટથી રમતો રમતો આવ્યો. એની સાથે મહેમાનોનાં આનંદ અને ઘરનાં સભ્યોનાં અવાજમાં છલકાતી ખુશી, સુગંધ પ્રસરે એમ માજીના ઓરડામાં આવી ગઈ. માજીને સામે ગોઠવાયેલા ચાકળાના રંગો સજીવ થતાં લાગ્યા. ત્યાં એમને ખોવાયેલી રસીદ દેખાઈ, જે રસીદો પીળી ઝાંખી હતી તે ગુલાબી બનીને ખુશીમાં ઓગળી જતી લાગી.

ઓરડામાં રહેલી ચૂનાની પતરી જાણે વીતેલી ક્ષણો બનીને ખરી અને એમાંથી ખુશીના તારલા બારીવાટે અનંત તરફ દોડ્યાં. આજે લીમડાની ડાળથી આવીને બારીએ એક બુલબુલ બોલ્યું હોય એવું લાગ્યું. પૂનમની રાતે ચાંદાનું ચાંદરણું લીમડાથી ચળાઈને ઓરડામાં ધસી આવ્યું. માજીની આંખ પર એ શીતળતાએ જાદુ કર્યું. એમના સુખ દુઃખના સાથી લીમડા ભણી એમણે નજર કરી અને કહ્યું,

"મને દેખાઈ, રસીદ અહીં જ છે. વોરન્ટી વગરની રસીદ આપણી પાસે જ છે, એનું સ્વરૂપ બદલાઈ ગયું છે, પણ મારી રસીદ મળી ગઈ, સાંભળો છો?"

પવનની એક લહેર સાથે લીમડાએ જાણે માથું ધૂણાવ્યું, કુદરત એનાં સંગીતમાં મસ્ત અને ખુશ હતી ત્યારે લીમડાનું એક પીળું પાન ઊડીને માટીમાં ભળી ગયું.

૧૧

શીર્ષક

લેખન

E mail: swatimshah@gmail.com

" અલી જસી, ઓણ આવ. મુ બે મનટ તારી વાટ જોસે. પછી આંહુડાં નો પાડતી." મીઠાનાં રણમાં કોસ પાડતા લાલીયાએ બૂમ પાડી.

લાલીયો અને જસી બાળપણના ભેરુ. સાથે રમતાં ક્યારે બન્નેનાં મન મળી ગયાં એનો બેમાંથી એકેય ને ખ્યાલ ના રહ્યો.

અગરિયાના છોકરાં. માબાપ મીઠાનાં રણમાં ખેતરમાં દાડી એ જાય. એકાદ બે જે ઝાડ હતા તેના ફૂટે હિંચકે હિચોળાઈ મોટાં થયાં. બાળપણ એટલે શું! આમથી તેમ ભેરુ બની રખડ્યા કરવું. થોડાં મોટાં થાય એટલે દાડીએ જોડાય. શરુઆતમાં તો વહેળો બદલવો, કોસ સરખો કરવો જેવાં કામ કરતાં.

સાથે ઉછરેલા એટલે માનસિક બદલાવ કરતાં શારીરિક બદલાવ ઉપર વધારે ધ્યાન જતું. જોનાર, સમજાવનાર તો કોઈ હતું નહીં. શરુઆતમાં અંગોને અડી છેડછાડ કરવી ગમવા લાગી. પરંતુ એકવાર લાલીયો અને જસી એના બાપુ કાલુને સાથે પકડાઈ ગયેલા. બંનેને એવા તો ધીબેડી નાખ્યા કે વાત ના પૂછો.

માર તો ખાધો પણ પ્રેમ મજબૂત થઈ ગયો. બસ મીઠાનાં ઢગ ખડકાયા કે તેની પાછળ બંનેની રમતો ચાલતી.

લાલીયાની બૂમ જસીને કાન પડતી ને માંડતી દોડવા. આજ તો લાલીયો ક્યાંકથી જસી માટે ઝાંઝરી લઈ આવ્યો હતો. આકાશમાં એકાએક કમોસમી વાદળો જોઇ લાલીયાની ધીરજ ખૂટી. દૂરથી હાંફતી જસી આજે તેને વધારે રુપાળી લાગી.

બધાં અગારિયા ઝડપથી કામ નિપટાવવામા લાગી ગયેલા. " એલા, આગંણા ઓણેથી‌ પલાસ્ટીક આણજે." આમ જાતજાતની બૂમો અને દોડાદોડ શરુ થઇ ગઈ.

હાંફતી જસી એક ઊંચા મીઠાનાં ડુંગર ઓઠે સંતાયેલા લાલીયા પાસે જઈને વળગી. આભના મેઘ માંડ્યા ગરજવાને વરસવા. પ્રેમમાં પાગલ બેલડીને જોનાર તો કોઈ હતું નહીં. લાલીયાએ ઝાંઝરી જસીના પગે પહેરાવવા જસીનો પગ પોતાના ગોઠણ પર ટેકવ્યો. મીઠાનાં પાણીથી ફોલ્લા પડેલા એ પગને લાલીયાએ ચુંબનથી છલકાવી દીધાં.

મેઘ પણ આજે ગાંડો થઈ સાંબેલાધારે વરસવા લાગ્યો. પ્રેમમાં પાગલ યુગલને ઉપરથી ધસતા આવતાં મીઠાનો કોઈ અંદાજ ના રહ્યો ને છેવટે બંને મીઠામાં દટાણા.

કમોસમી મેઘ છેવટે પ્રેમી યુગલને ભરખી ગયો. તે દણથી અગારિયાએ મીઠાનાં ખેતરનાં માલિક પાસે પતરાના છાપરાંની માંગણી કરી. પરંતુ આ અગારિયાઓને પગ સડતા બચાવવા બુટ માંડ માંડ આપ્યા તે વળી આગળ હુ મદદ કરે!