Hacking Diary - 7 in Gujarati Novel Episodes by Parixit Sutariya books and stories PDF | હેકિંગ ડાયરી - 7 - વાઇફાઇ કિલ અને જામર

હેકિંગ ડાયરી - 7 - વાઇફાઇ કિલ અને જામર

મને બધા જ ટોપિક કરતા વાઇફાઇ વધુ દિલસ્પચ લાગે છે કેમકે જેટલા ઊંડા ઉતરતા જાવ એટલી રસપ્રદ વાતો જાણવા મળે !


વાઇફાઇ એ IEEE 801.11 ટેકનોલોજી પર આધારીત રેડિયો સિગ્નલ પર કામ કરે છે.


હું હોસ્ટેલ માં હતો ત્યારે અમે ત્રણ ભાઈબંધો એ ભેગા મળી એક રાઉટર નો અનલિમિટેડ પ્લાન નખાવ્યો હતો, એક રીતે અમારો રૂમ એક અડ્ડો જ હતો ! હોસ્ટેલ ની સામે રોડ હતો જે ક્રોસ કરી ને સામે જ કોલેજ હતી એટલે જે લોકો દુરથી આવતા હોય અથવા કોલેજ બંક માર્યો હોય ત્યારે મારા રૂમ માં ભેગા થતાં.


ગેમ,નાસ્તા પાણી,મોજ મસ્તી ની સાથે વાઇફાઇ પણ વાપરતા લગભગ ૮-૯ જણ વચ્ચે વહેચાતું એટલે દેખીતી વાત છે બધા ને સ્પીડ ઓછી આવવાની.


જેટલા વધુ લોકો વાઇફાઇ માં જોડાય તેમ નેટવર્ક ના ભાગ પડતા જાય અથવા મોટી સ્ક્રીન હોય જેમકે લેપટોપ , ટેબલેટ તો તે વધુ નેટવર્ક ખેચી લે એટલે બીજા ને સ્પીડ ઓછી થઈ જાય, દોસ્ત એટલા જીગરી કે ના પાડી શકાય નહિ !!


ગૂગલ પર રિસર્ચ કરતા ખબર પડી કે તેનો પણ એક ઈલાજ છે ;)


બધુ જ શક્ય છે , ગૂગલ ને ગુરુ માની રિસર્ચ પર લાગી જવું એકદિવસ ગમે એવી સમસ્યા હોય તેનો માર્ગ ગૂગલ માંથી જ મળશે બસ ધીરજ અને નવું જાણવા જિજ્ઞાસા હોવી જોઈએ.


૧) વાઇફાઇ કિલ
૨) નેટ કટ પ્રો


આ બન્ને એપ રુટ વગર ચાલે નહિ એટલે સૌથી પહેલા તો ફોન ને રુટ કરવો પડે, આ બન્ને એપ નામની જેમ જ સ્પેશિયલ છે. હું પહેલીવાર વાપરતાની સાથે જ તેનો કાયમી ગુલામ બની ગયો !! એટલી હદે બન્ને એપ મારી ફેવરીટ છે.


૧) વાઇફાઇ કિલ

એક એમબી થી પણ ઓછી સાઇઝ માં ઉપલબ્ધ વાઈફાઈ કિલ નો ઉપયોગ વાઇફાઇ માં જોડાયેલા લોકો ને બ્લોક કરવામાટે થાય છે. આ એપ ની મદદ થી તમારા વાઇફાઇ નેટવર્ક માં જોડાયેલા બધા લોકો ને બ્લોક કરી શકો છો. બ્લોક કરતાંની સાથે જ એ ફોન અથવા લેપટોપ માંથી ઇન્ટરનેટ જતું રહે છે !!


આ એપ ને ચલાવવા માટે રુટ પરમિશન આપવાની રહે છે. ત્યાર બાદ નેટવર્ક સ્કેન કરી જે ફોન અથવા લેપટોપ ને બ્લોક કરવું હોય તેના આઇપી એડ્રેસ ને ચેક કરી રન પર ક્લિક કરતા જ ખેલ શરૂ થઇ જાય છે, બધા ને નેટ આવતું હોય છે પણ જેને બ્લોક કર્યો હોય તેના ફોન મા નેટ લગભગ ના બરાબર આવતું હોય છે.


ખાસ રીતે આ એપ પ્રોબ અને ડીઓથ પર કામ કરતી હોય છે, જે ફોન ને બ્લોક કર્યો હોય તેના પર મોટા બાઇટ્સ મોકલવામાં આવે છે જેના લીધે નેટવર્ક સ્ટેબલ નથી રહેતું અને વાઇફાઇ ટ્રાન્સમિશન અટકી જાય છે જેના લીધે વાઇફાઇ માં કનેક્ટ હોવા છતાં નેટ નથી આવતું.


વાઇફાઇ કીલ થી બધુ જ નેટ જતું રહે છે જ્યારે નેટ કટ પ્રો એપ ની મદદ થી કેટલું નેટ મોકલવું છે એ મેનેજ કરી શકાય છે !


૨) નેટ કટ પ્રો

નેટ કટ નામ ની જેમ જ કામ કરે છે ક્યાં ફોન અથવા લેપટોપ ને કેટલા ટકા (૫, ૨૫, ૫૦, ૧૦૦...) નેટ મોકલવું એ બધુ જ આ એપ ની મદદથી મેનેજ કરી શકાય છે, તમારા ફોન મા ફુલ નેટ આવશે જ્યારે બીજા બધા જોડાયેલા ફોન ને ખાલી ૨૫% નેટ આવશે !!


આ એપ પ્રમિયમ ફીચર સાથે ઉપલબ્ધ છે જેમાં ફુલ સ્કેન અને એક્સ્ટ્રા ફીચર્સ માટે પ્રીમિયમ લેવું પડે છે. જેમ મે અગાઉ કહ્યું તેમ બધુ જ શક્ય છે ;) પ્રીમિયમ પણ ફ્રી માં મળી જાય બસ એક કામ કરવું પડે તેના માટે "ગૂગલ ને ગુરુ" બનાવો ;)


વાઇફાઇ કિલ ની સરખામણી માં આ એપ માં વધારાના ફીચર્સ અને ફંકશન છે સાથે સાથે કેટલું નેટ કોને મોકલવું એ પણ મેનેજ કરી શકાય છે. દુઃખ ની વાત એ છે કે બન્ને એપ રુટ ફોન પર જ ચાલે છે.


આ જ કારણસર હેકરો રુટ કરેલા ફોન વાપરતા હોય છે જેથી આવી સ્પેશિયલ એપ નો ઉપયોગ કરી શકે.!!


વાઇફાઇ જામર વિશે સાંભળ્યું હશે જ્યાં પરિક્ષા લેવાતી હોય તે વિસ્તારો માં ઘણી જગ્યા એ જામર લગાવવામાં આવે છે જેથી કોપી ના કેસ અટકાવી શકાય.


વાઇફાઇ અને નેટવર્ક જામર બન્ને અલગ અલગ છે.


વાઇફાઇ જામર ખાલી વાઇફાઇ નેટવર્ક ને ટાર્ગેટ કરે છે , કાલી લિનક્સ દ્વારા આ જામર ને સક્રિય કરવામાં આવે છે. આગળ વાત કરી એમ ડિઓથ પેકેટ પર આ જમર કામ કરતું હોય છે, એક સાથે ઘણા બધા અને મોટા પેકેટ વાઇફાઇ સિગ્નલ તરીકે ટાર્ગેટ પર મોકલવામાં આવે છે જેનાથી એટલા બધા પેકેટ એકસાથે આવતા વાઇફાઇ મુંજાઈ જાય અને લોડ વધી જાય જેથી ઓથેંતિકેશન માં પ્રોબ્લેમ થતાં બધા જ જોડાયેલા લોકો ને બહાર ધકેલી દે છે.


આ એક રીતે વાઇફાઇ કિલ ની જેમ જ કામ કરે છે પણ વાઇફાઇ કિલ અને નેટ કટ માં જે તે વાઇફાઇ માં જોડાવું પડતું હતું , એપ દ્વારા વાઇફાઇ માં જોડાયા વગર તેને બ્લોક ન કરી શકાય જ્યારે કાલી લિનક્સ માં જે વાઇફાઇ જામર બનાવવામાં આવે તેના દ્વારા વગર વાઇફાઇ માં કનેક્ટ થયા વગર તેમાં જોડાયેલા લોકો ને બ્લોક કરી શકાય છે !!


આ જામર એટલી હદે ખતરનાક છે કે આજુબાજુ માં કોઈ વાઇફાઇ માં જોડાઈ જ ન શકે !


મે મારી સોસાયટી માં એક ટેસ્ટ માટે આ જામર ચાલુ કરેલું, લેપટોપ માં જામર એક્ટિવ થઇ ગયા બાદ મે ઘરના બીજા બે ફોન ને એકબીજા સાથે વાઇફાઇ - હોટસ્પોટ ની મદદથી કનેક્ટ કરવાની કોશિશ કરી પણ થયા નહિ !!, મારા ઘરની સામે થી જમણી બાજુ બીજા ઘર માં ભાઈબંધ પાસે એક મૂવી લેવા ગયો તેણે ઝેન્ડર , ગૂગલ ફાઈલ, બન્ને દ્વારા નાખવાની કોશિશ કરી પણ કનેક્ટ જ ના થાય.


થોડી વારે જામર બંધ કરી ફરી કનેક્ટ કર્યું તો તરત થઇ ગયું !


જે ગેમ વાઇફાઇ - હોટસ્પોટ પર ચાલતી હોય છે જેમકે Mini Militia , Special Force group 2, વગેરે પર પણ વાઇફાઇ જામર ની અસર થતી હોય છે. મને યાદ છે કોલેજ કોમન રૂમ માં હું બેઠો હતો મારા ભાઈબંધો Mini Militia રમી રહ્યા હતા એટલે ફટાફટ હું તેના વાઇફાઇ માં કનેક્ટ થઈ ગયો અને વાઇફાઇ કિલ ચાલુ કરી દીધું !, ગણતરી ની સેકન્ડ માં જ બધા ના કેરેક્ટર પોતાની જગ્યા એ ચોંટી ગયા. નવાઈ સાથે બધા એકબીજા ની સામે જોઈ રહ્યા એટલે શક ના જાય એટલે ફરી અનબ્લોક કરી દીધા તો ફરી ગેમ ચાલુ થઈ ગયી !!


નેટવર્ક જામર એ સીમ કાર્ડ જ બ્લોક કરી દે છે આ જામર ને પબ્લિક જગ્યાએ વાપરવું ગૂનો ગણાય છે. આ એક હાર્ડવેર મશીન છે રેન્જ પ્રમાણે અલગ અલગ કિંમત માં મળતા હોય છે. આ જામર ને ચાલુ કર્યા બાદ તેની રેન્જ ના વિસ્તાર માં કોઈપણ પ્રકારનું નેટવર્ક આવતું નથી !

Rate & Review

Laksh Hirani

Laksh Hirani 3 months ago

VIJAY MEENA

VIJAY MEENA 3 months ago

Nikul Nikul

Nikul Nikul 3 months ago

Ranjitsinh

Ranjitsinh 3 months ago

Bhavesh Dadhaniya

Bhavesh Dadhaniya 3 months ago