Dhuleti - 1 books and stories free download online pdf in Gujarati

ધૂળેટી - એક પ્રેમ કથા - 1

ત્યારે નેહા મને બોલી કે એ તો તારા જેવી ખુબજ હોશિયાર છે ત્યા મને પાછો તેને યાદ કરવા માટે નો એક ઓર કારણ મળી ગયુ તેટલુ કહી ને તે તેના ક્લાસ માટે નીકળી ગઈ પછી હુ પણ મારા બુક્સ લઈ ને ભણવા બેસી ગયો ત્યા મામી એ મને ચાં-નાસ્તો આપ્યો અને મામા-મામી જોબ માટે નીકળી ગયા.થોડીવાર પછી ડોરબેલ નો અવાજ આવ્યો હુ એ બુક્સ મુક્યા અને દરવાજૂ ખોલ્યુ તો સામે નેહા હતી, અને સાથે આંકાક્ષાં પણ હતી અને તેઓ અંદર આવ્યા અને મે દરવાજો બંધ કર્યો, ત્યા તો નેહા બોલી કે આ રહ્યો દીવ્યાંગ તુ તેને જ પુછી જો, હુ એક મિનિટ માટે આશ્ચર્ય ચકિત થઈ ગયો, ત્યા આંકાક્ષાં બોલી કે તમે એકાઉન્ટ મા તમે રેંકર છો તો મને શીખવાડશો,

હુ બોલ્યો ચોક્કસ શીખવાડીશ પણ સવારે નેહા બોલી કે તમે તો ખુબજ હોશિયાર છો ત્યારે તેનુ મોઢુ જોવા જેવુ હતુ બરાબર નેહા તરફ ગુસ્સાથી જોતી હતી, ત્યા હુ બોલ્યો તમે અટકો ત્યા મને કહેજો તે બોલી ઓકે, ત્યા પાછી નેહા બોલી કે દીવ્યાંગ કેવી રીતે તને કહેશે. મે કહ્યું એટલે નેહા બોલી અત્યારે તુ અહી છે પણ તુ કાલે જઈશ પછી તેમ કહુ છું.

મે કહ્યુ હા પછી મે તેને મારો નંબર આપી દીધો,
જાણે તેણે ભાવતી વસ્તુ મળવાની હોય તેમ તેણે મારો નંબર લીધો અને પછી નક્કી થયુ કે આપડે બહાર દાબેલી ખાવા જઈશુ અને ત્યાથી આપડે બંને ઘરે અને આંકાક્ષા તેના ઘરે પછી અમે નિકળ્યા અને દાબેલી ખાવા લાગ્યા ત્યા મને એકાએક ખાસી આવી ત્યારે આંકાક્ષા ને જોવા જેવી હતી તેણે તરતજ પોતાની ડીશ બાજુ પર મુકી ને મારી સામે તેણીએ તેનો બોટલ ધર્યો..
"પ્રેમને ક્યા કોઈ શબ્દોમા મપાય છે,
એ તો વહાલ બનીને બસ આખો મા ઉભરાય છે."

તે પિધા પછી થોડી રાહત થઈ પણ ત્યા ઉભેલી નેહા ને આ કઈક અલગ લાગ્યુ, ત્યારે તો તે કશુ બોલી નહી પછી અમે છુટા પડ્યા અને ઘરે આવ્યા ત્યા નેહા મને બોલી કે આજે આંકાક્ષા નુ કઈક અલગ રૂપ જોયુ લાગે છે હુ તો જાણે કાઈ ખબર ન હોય તેમ શુ બોલે છે તેમ કરી ને વાત ટાળી નાખી, કારણકે તે જાણે આજે નેહા સમજી ગઈ હોય તેમ લાગતુ હતુ,પછી તો સાંજે મામા મામી આવ્યા અને જમણવાર પતાઈ ને શાંતીથી સુવા ની તૈયારી જ કરી રહ્યો હતો, ત્યા તો ફોન ની મેસેજ ટોન વાગી અને જોયુ તો આંકાક્ષા નો મેસેજ હતો, હુ તો મનગમતી વસ્તુ મળી ગઈ હોય તેવુ લાગી રહ્યું હતું..

આકાક્ષાં:હાય,આઈ એમ આંકાક્ષા
દિવ્યાંગ: ઓહો, તમે છો
આંકાક્ષાં:કેમ,કોઈ બીજાના મેસેજ ની રાહ જોતા હતા
દિવ્યાંગ: અમે રહ્યા સિંગલ સમાજ ના વડા અમારા ક્યા તમારા જેવા નસીબ 😉
આકાક્ષા:અમે પણ સિંગલ જ છીએ, નહીતર પુછી લો તમારી બહેનને
દિવ્યાંગ:ના ના એટલુ જુઠ્ઠુ બોલો તેમ નથી લાગતા તમે
આંકાક્ષા:ઓકે પછી વાત કરીએ બાય ગુડ નાઈટ
દિવ્યાંગ:ગુડ નાઈટ
હવે તો રાત્રે સારી ઉંઘ આવશે કે નહી કાઈ ખબર ન હતી,કારણકે સામેથી તેનો મેસેજ આવેલો.

તેના પછીના દીવસે તો હુ મારા ઘરે આવવાનો હતો, તેથી સવારે ચા-નાસ્તો કરવા હુ અને નેહા બંન્ને જણા બેઠા હતા અને મામા-મામી મને બાય કહી ઓફીસ જવા નીકળ્યા આજે તેમને ઓફીસે જલ્દી જવાનુ હતું અને ત્યા તો ટાઈલ્સ પર પાણી ઢોળાયેલુ હતુ જે નેહા ને ખબર જ ન હતી અને લપસી ને તે ત્યા પડી ગઈ અને તેને પગ મા થોડૂ વાગ્યુ હતુ.