Are you sad books and stories free download online pdf in Gujarati

તમે દુઃખી છો??

વાર્તા ની શીર્ષક છે કે તમે દુઃખી છો?..
જોકે જવાબ્ તો બધાનો એક જ હશે કે "હા"..
પણ દુઃખના કારણ તમે બધા અલગ અલગ કહેશો..
કોઈક ને ઘર માં મજા નથી રેતી,કોઈક ને લગ્ન નથ થયા,કોઈક પાસે જોઈતા પૂરતા પૈસા નથી..કોઈક ને પ્રેમ નથી મળતો , કોઈક નોકરી ની શોધ માં છે.એવા હજારો કારણ છે દુઃખી થવાના.
અને એ બાબત માં તમે ખોટા પણ નથી .
પણ દુઃખ ની વાસ્તવિક વ્યાખ્યા શુ હોય શકે?..
મારા મત મુજબ દુઃખ ની સૌથી ટૂંકી વ્યાખ્યા એજ કે " ધાર્યું ના થાય એટલે દુઃખી"..
અને વાસ્તવ માં આ સાચું જ છે કે તમે જે ધાર્યું હોઈ અને એ બની શકે નહીં તો તમે દુઃખી...
ઉદાહરણ: મનુભાઇ ને મોટર લેવી હતી પણ મનુ ભાઈ ના મમ્મી એ મનું ભાઈ ને માં ના સમ આપીને મોટર ની માંગ માંડ કરીને મુકાવી..
આતો એક છે પણ આવા તો કેટલાય છે...
મારો મત તો એ છે કે તમારે સુખી થવું હોઈ તો દુઃખી થવાનું છોડી દયો..તમે કેસો કે વાતો કરવી સહેલી છે તમે મારી જગ્યા એ હોય તો ખબર પડે..
પણ વાત માનો કે બીજાની થાળી માં ઘી બધાને જાજુ લાગે.
તો એના માટે શુ કરવી કે આપણે દુઃખી ના થઈએ..
તો પેહેલું કામ એ કરો ક તમે સુખી થવાનું ચાલુ કરી દયો..
નાની વાત ના ખુશ થાવ.
કયારેક તમે વેલા ઉઠી જાવ તો ખુશ થાઓ કે વાહ આજ તો હુ વેલો ઉઠી ગયો લાવ ને થોડું ચાલી લવ..
કયારેક વરી વિચારો કે ભગવાન તે મને 2 હાથ,પગ,કદ કાઠી આપી છે..
તે મને સરો મગજ આપ્યો છે,દુનિયા ને જોવા માટે 2 આંખો આપી છે તારા બનાવેલા રંગ હુ આ આંખુ થી કેવું મસ્ત રીતે જોઈ શકું છું..
આવ તો તમારી પાસે 1 લાખ કારણ છે ખુશ થવાના..
ભગવાન્ દુઃખ પણ એને જ આપે કે જેમાં આગળ આવવાની કલા છે.
તમે શાંતિ થી વિચારો કે તમારી પાસે વધીને કેટલા દુઃખ હશે?..
10-20 વધુ માં વધુ, પણ ખુશ થવા માટે કેટલા બધા કારણ છે..
હુ માનું છું કે દુઃખ પૈસા નું હોઈ,સ્વજ્જન ને ખોવાનુ હોય,પ્રેમ ભાંગણ નું હોઈ એવા કેટલાય દુઃખ હોય ક જેનાં
ઘાવ શરીર પર દેખાતા નથી પણ મન માં એ બોવ ઊંડે સુધી હોય છે..
મને તમે મને કહો મન એટલે શુ? એટલે ઊંડે સુધી ઘાવ એટલે શુ?
તમે કહેશો ક રેવાડ્યો ભાઈ તમને શું ખબર મારા પર સુ વીત્યું છે..
સાચી વાત છે મને નથી ખબર કે તમારા પર શુ વીત્યું છે પણ હુ એટલુ કહી શકું કે તમે દુઃખી કરવા વારુ તમારું ખુબ જ અંગત હશે..ખરું ને?
તમે કેસો ક તમને કેમ ખબર,પણ હુ એજ કેવા માંગુ છું કે આ દુઃખ નું કારણ જ "આશા" છે.. તમે જેટલા વધારે દુઃખી હસો એટલા જ વધારે તમે એના થી અટેચ હસો..
હુ તમને કહુ કે તમારો જન્મ થયો ત્યારે શુ દુઃખ હતું? કાંઈજ જ નય ને , તો પછી..જેમ જેમ તમે મોટા થતા ગયા તેમ તેમ તમારી આશા વધતી ગઈ અને વધતી જતી આશા એ તમારી પાસે થી તમારી મુસ્કાન છીનવી લીધી..
કેવા મસ્ત લાગતા હતા અપડે જયારે નાનપણ માં ઓપડે ખીલખીલાત્ કરતા...લોકો મારતા હતા આપડે હસવા માટે ,કોઈક ચોકોલેટ આપતું,કોક આપણે ઉંચકી લેતું,તો કોક અજીબો ગરીબ મોઢા બનવતું, ખાલી આપણી હસી જોવા માટે..
મારું તમને તમારું બાળપણ યાદ આપવા નું એક જ કારણ છે કે તમે તમારી જાતને જાણી શકો કે હુ આયવો હતો તયારે પણ ખાલી હાથે જ હતો અને જઈશ તો પણ ખાલી હાથે જ જઈશ..તો પછી મારિ ધારેલી સંપત્તિ,મારી ધારેલી પ્રિયતમાં ના મળવા થી હુ દુઃખી સુકામ થાવ..?
દુનિયા માં ખાલી એક વસ્તુ નિશ્ચિત છે આપણું મૃત્યુ.એ એક દિવસ આવશે અને જયારે અપડે મરણ પથારીએ પડ્યા હસું તયારે એજ વિચારતા હસું કે મારી જીવન માં મારા ખુશી ના પળો કેટલા?..ઝીરો??
તો પછી મારા વાલા શા માટે બીજા ઉપર આશા રાખો છો, શા માટે બીજા ની ખુશી ની રાહ માં પોતે દુઃખી થાવ છો..
જેને તમારો સાથે પસંદ હશે એ તમારી સાથે રેસે અને જે ચાલ્યો જાય એતો સારામાં સારું કેવાય કે જ્યા જાય ત્યા ખુશ તો રેસે..
તો પછી એક વાત કરીલો કે "દુનિયા જાય તેલ પીવા" આપડે તો જલસા માં રેવાનું...
35 વર્ષ થય ગયા લગ્ન નથી થયા મોજ કરો, ભગવાને આપણે ખુશ રહેવાનો વધારે સમય આપ્યો છે.
નોકરી ઓછી પગાર વારી છે કાઈ વાંધો નય અપડે ધંધો ચાલુ કરશુ...
પૈસા ઓછા છે?.. સારું છે ભાઈ નકર પૈસા ચોરી થવાના ડર માં નીંદર પણ નાઈ આવે..
મારી પાસે જમીન ,કારખાના નથી..
અરે એતો સારા ના સારું છે.. મને કાઈ ખોવાઈ જવાનો ડર જ નથી.
ગીતાજી માં લખ્યું છે કે દરેક સમસ્યા સમાધાન લઈને જ જન્મે છે..
તો કાઈ પણ વસ્તુ થી ડરવાની જરૂર નથી, ભગવાને ૮૪ લાખ યોની પછી માનવ જીવન આપ્યું છે તો જલસા થી જીવિએ ને..!!
નરસી મેહતા,સીતારામબાપા,જલારામ,હુ - શુ હતું આ લોકો પાસે?
કાંઈજ નય..ખાલી ખુશ થવા માટે ની એક ઈચ્છા હતી..
એટલા દુઃખ માં પણ એ મોજ જ કરી છે.. દુનિયા માં કાઈ ભેગું લઈ જવાનું નથી..તો પછી શુ મગજ મારી કરવી બાપા..
સમસ્યા એ રાત ની જેવી છે અને સમાધાન એ સવાર જેવું.
એટલે સમસ્યા આવે તયારે ધીરજ રાખવી અને એ યાદ રાખવું કે 6-7 કલાક માં સવાર થઈ જ જસે અને સમાધાન મળી જ જશે.
અંત માં એટલું જ કહીશ કે સુખ માં મોજ કરી છે તો દુઃખ માં ધીરજ રાખી લ્યો..કેમ કે ઉનાળામાં રસ્તા પર 100કિમિ/કલાક ની ઝડપે જાતો માણસ શિયાળા ની સવાર્ માં જાખર દેખાય ત્યા સુધી ચાલી શકે એટલી જ સ્પીડ ના ચલાવતો હોય છે..
એટલે જીવન માં કાઈ પણ સંજોગો માં હાર નાઈ માનવાની,બસ્ ચાલ્યા કરવાનું..
કેમ કે સમસ્યા નું ખરાબ માં ખરાબ પરિણામ શુ આવે? માણસ નું મૃત્યુ થઈ જય એનાથી વધારે તો કાંઈજ નય ને?..
પણ તમે એમાં પણ સ્કારાત્મક વિચારો ને તો જાણવા મળશે ક મોત થી મોટુ મોક્ષ કાઈ જ નથી..
મુર્ત્યું થયાની સાથે જ બધી આશા ચાલી જસે એટલે મોત પછી તો જલસો જ રેવાનો.
અંત માં એટલું કહીશ કે મોત નથી આવ્યું ત્યા મન ભરીને જીવી લ્યો અને મોજ થી હસી લ્યો..
નમસ્તે..!!!