Astitva - 1 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વ એક રહસ્ય - ભાગ-1

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌સ્વસ્તિક સદન
‌‌
‌પ્રોફેસર સ્નેહના શહેરથી થોડે દૂર રહીશો ની સોસાયટી માં આવેલ બંગ્લોઝ નું નામ.

અહીં દરરોજ સવાર એકસરખી હોય છે....

ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા પ્રોફેસરે બૂમ પાડી, "નેહા મારી કૉફી ક્યાં છે?"

"બસ આવી ગઈ તમારી કૉફી ." મગ હાથમાં આપતાં નેહા બોલી.

પછી નેહા ફોન હાથ માં લઇ અપડેટ્સ ચેક કરી રહી છે.

"That's amazing!

હંઅઅઅ... Very interesting!"

"શું આટલું બંધુ intersting છે મેડમ?" સ્નેહ એ કટાક્ષમાં કહ્યું.

" આ મેગેઝીન માં એક આર્ટીકલ છપાયો છે."

"પુનર્જન્મ સત્ય કે છે માત્ર કલ્પના "

" હંઅઅઅ."

સ્નેહ શું પુનર્જન્મ વાસ્તવિકતા માં થતા હશે? નેહા એ સ્નેહને ચીડવવા જાણી જોઈ પ્રશ્ન કર્યો.


"જો નેહા એક તો હું આ બધામાં માનતો નથી , બીજું કે આ લેખકોની કલ્પના થી વિશેષ કઈ નથી. અને હું આ વિશે વધુ જાણતો નથી કારણ કે મારો પુનર્જન્મ થયો નથી." સ્નેહ એ અકળાતા કહ્યું.

નેહા ના હાસ્ય થી સ્વસ્તિક સદન ગૂંજી ઉઠ્યું.

# # # # # # # # # # # # # # # # #


yes, I did it... આજે મારી દસ વર્ષની મહેનત ફળી. પ્રોફેસર સ્નેહ બોલ્યા.

"હા, પ્રોફેસર તમે આ વિશ્વનું અશક્ય એવું કામ કરી દેખાડ્યું." નિશાંતે કમ્પ્યુટર ઓપરેટ કરતા કહ્યું.

ને થોડી વારમાં અલાર્મ સંભળાયું ... Now meeting time ...Now meeting...



# # # # # # # # # # # # # # #

મિટિંગ રૂમ

Good morning everybody..

સામે રહેલી સ્ક્રીન પર થી Mr. વિનાયકે બધાને અભિવાદન કરી મીટીંગ શરૂ કરી.


" Mr. Mahera, How long do you think it"ll take to finish the project?"


"Sir, I think I can complete my project by Sunday." પ્રો.સ્નેહે કહ્યું.

હું તમને ' Research work file' send કરું છું ને તેને ફાઈલ અપલોડ કરી.

" Well done, Mr. Mahera. તમારું આ રિસર્ચ દુનિયા ને જોવા માટે એક નવો જ દ્રષ્ટિકોણ આપશે ને વિજ્ઞાન ક્ષેત્રે આ અભૂતપૂર્વ સિદ્ધિ ગણાશે." C.E.O Mr.‌વિનાયકે ફાઈલ જોતા કહ્યું.

"Thank you sir! "

"અને આ Sunday ‌આ રિસર્ચ ને નિહાળવા માટે WASA team ‌(અહી WASA એ નાસા જેવી એક સંસ્થા) આવનાર છે. ને સાથે સાથે આપણા આગલા project માટે પણ ચર્ચાઓ પણ થઈ શકે... " Mr.વિનાયકના આ વાક્ય એ સ્નેહની ખુશી બમણી કરી દીધી.

મીટીંગ પૂરી થતાં તે આસિસ્ટન્ટ નિશાંત સાથે લેબમાં પહોંચ્યા.
પણ, નિશાંત જોઈ રહ્યો છે કે આજે પ્રોફેસર કંઈક ખોવાયેલા છે વારેવારે તેમની નજર ડીજીવૉચ માં જાય છે ને પછી કંઈક વિચારોથી ઘેરાય છે.

"સર, શું વાત છે, any problem? " નિશાંતે પૂછ્યું.

"Nothing.." કહી પ્રોફેસરે ટુંકાવ્યું.

"sir, આજે તો તમારી anniversary છે ને? Happy anniversary sir! "

"Thank you, પણ શું તને ખબર હતી ? "

"હા,સર ગઇ કાલે તેમે મને વાત કરી હતી".

"હંઅઅ... બરાબર."
############

હવે પાંચ વાગવા માં થોડી જ મિનીટોની વાર છે. પ્રોફેસર ઝડપથી પોતાનું કામ આટોપી રહ્યા છે. નિશાંત મનોમન બોલે છે , "પ્રોફેસર આજે આટલી ઉતાવળ માં કેમ છે?? દરરોજ તો સમય પૂરો થાય તેમનું કામ નહિ. કદાચ આજે ઘરે પાર્ટી જેવું હશે ! " ત્યાં નિશાંત ને યાદ આવે છે કે પ્રો.સ્નેહ બર્થ-ડે અને એનિવર્સરી ની ક્યારેય ઉજવણી નથી કરતા અને ના તો પાર્ટી માં જાય છે.


હવે પ્રોફેસરનું વર્તન તેને વધારે ચિંતિત કરી રહ્યું હતુ. છતાં તે વધુ પૂછપરછ કરવાની હિંમત ન કરી શક્યો. " હું નીકળું છું તું પણ તારું કામ પતાવી નીકળી જજે હવે સમય પણ થઈ ગયો છે.આટલુ એકી શ્વાસે બોલ્યા ત્યારે નિશાંત ની તંદ્ધા તૂટી ને હકાર માં માત્ર માથું હલાવ્યું. પણ નિશાંત એટલું તો જાણતો હતો કે આ બધી દુવિધા પરિક્ષણ ને લીધે છે. હવે નેહા મેડમ જ સર ને સમજાવી શકે!
######################

ઘરમાં પ્રવેશતા જ ............

"Happy anniversary my dear husband!" ના અવાજ સાથે ઘરની તમામ લાઇટ્સ ઑન થઈ.
સામે નેહા સહિત તમામ સભ્યો નવા પોશાક માં સજ્જ થઇ ઊભા હતા.

ડૉ.નેહા પ્રોફેસર ના સ્વભાવ થી પરિચિત હતા એટલે તેમને વાત સંભાળતા કહ્યું ," સ્નેહ બાળકો નું ખૂબ મન હતું એટલે આ નાની પાર્ટી અરેન્જ કરી છે તમે રેડી થઈ જાઓ પછી કૅક કાપશુ."

"Ok" પ્રોફેસરે કહ્યું.

થોડી વાર બધા સાથે પાર્ટી ઍન્જોય કરી તે સ્ટડી રૂમ માં ચાલ્યા ગયા. થોડી વારમાં અવાજ આવ્યો ખટખટ.....ખટ...

નેહા ને જોઈ પ્રોફેસરે કહ્યું" sorry, હું તારા માટે કોઇ ગીફ્ટ લાવી શક્યો નથી"

" કશો વાંધો નહીં ,હુ પણ તમને કંઈ નહીં આપું" નેહા એ મજાક કરતા કહ્યું ને સમગ્ર રૂમ પતિ-પત્ની ના હાસ્ય થી ગુંજી ઉઠ્યો.

પછી સ્નેહએ કંઈક વિચારતા કહ્યું "પણ મારે તો ગીફ્ટ જોઈએ છે .મને ખબર છે તું મને ના નહિ પાડે , મને તારા થી વધારે કોણ સમજે છે?"

" Ok , પ્રોફેસર બટર લગાવાનુ બાજુમાં રાખી બેફિકર કહો." નેહા એ કહ્યું.

" નેહા તું જાણે છે કે મેં મારા જીંદગી ના દસ વર્ષ આ પ્રોજેક્ટ ને આપ્યા છે અને આ પ્રોજેક્ટ ની સફળતા જ મને એક આગવી ઓળખ અપાવશે. હવે હું આ પ્રોજેક્ટ ના અંતિમ તબક્કામાં તારો સપોર્ટ ઈચ્છું છું." સ્નેહ એ કહ્યું.

" આમ વાત ને ગોળ ગોળ ના ફેરવશો થોડું સ્પષ્ટ કહો." ગંભીર સ્વરે નેહા બોલી.

"નેહા હું આ પ્રોજેક્ટ નું પરીક્ષણ કરવાના પ્રયાસો માં છું અને મને તેની પરમિશન પણ મળી ગઈ છે. આને આ પરીક્ષણ નો હું પોતે જ ભાગ બનવા માંગુ છું." આટલું કહેતાં પ્રોફેસર નેહા ના ચહેરા પરના ભાવ સ્પષ્ટ પણે વાંચી શકતા હતા.

પણ તમારા પર આ પરીક્ષણ શા માટે??? આવા પરીક્ષણ માટે તમે તમારા આસિસ્ટન્ટ ને પણ કહી શકો અથવા આવા પરિક્ષણ માટે સ્વેચ્છાએ કેટલાક લોકો તૈયાર હોય છે. તમારે જીવન દાવ પર લગાડવાની જરૂર નથી ." નેહા એ કહ્યું.

"પરંતુ હું તેમનું જીવન ખતરામાં નાખવા નથી માગતો." સ્નેહ એ કહ્યું.

"તો તમે તમારી જીંદગી ભયમાં નાખશો? તમારી જરૂર દેશને છે. અને અમને પણ... "આટલું કહેતાં નેહા રોવા જેવી થઈ ગઈ.

"નેહા તું આવી વાત કરે છે ,તું ક્યારેય નવીન ડોક્ટર ના હાથમાં તારા દર્દી ને સોંપી તેનું જીવન ખતરામાં મુકી શકે? તો પછી હું કેવી રીતે આમ કરી શકું. ને હું આ દેશને વિજ્ઞાન ન થકી એક નવીન સિદ્ધિ ભેટ કરવા પ્રયાસ કરું છું. એક ગર્વથી ભરેલા સ્વરે સ્નેહ બોલ્યો.

" I understand but ....

ગયી વખતે પરીક્ષણ સમયે કેટલીક complication ઊભી થઈ હતી ને તમને...... એટલું કહેતાં નેહા અટકી ગઈ.

To be continue....

પ્રોફેસર ક્યાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે??

પ્રોફેસર કેમ પરીક્ષણ સ્વંય પર કરવા ઈચ્છે છે?

ભૂતકાળ માં પરીક્ષણ સમયે શું ઘટિત થયું હતું?

શું નેહા સ્નેહ ને પોતાના પર પરીક્ષણ કરવા એક પત્ની તરીકે મંજુરી આપશે?

જાણવા માટે વાંચતા રહો.
અસ્તિત્વ એક રહસ્ય: ભાગ-૨