Astitva - 2 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વ એક રહસ્ય - ભાગ-2



(આપણે આગળ જોયું કે પ્રોફેસર સ્નેહ કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને હવે પોતે પરીક્ષણ નો હિસ્સો બનવા માગે છે. પણ તેમની પત્ની ડૉ.નેહા સ્નેહના નિર્ણય થી ચિંતા વ્યક્ત કરે છે ને અંતે પ્રોફેસર ને ભૂતકાળ માં પરીક્ષણ સમયે જે ઘટના બની હતી તે યાદ કરાવે છે.)


આજથી ત્રણ વર્ષ પહેલાં પણ તમે તમારી જીદ પર આમ જ અડગ રહ્યા હતા જેનું પરિણામ શું આવ્યું તમને ખબર છે.

ને પ્રોફેસર ભૂતકાળ માં સરી પડે છે.

##################

ઈ.સ 2045 .

5 નવેમ્બર નો એ દિવસ હતો. સમગ્ર ટીમ સાથે કોરીડોરમાં હું પરિક્ષણ માટે નું અંતિમ રિહર્સલ ચાલી રહ્યું હતુ.આ પ્રસંગે આ સંસ્થા ના C.E.O સહિત ઘણા અગ્રણીઓ આ એક અકલ્પનીય એવા પ્રોજેક્ટ પરિક્ષણ ના સાક્ષી બનવાના હતા.

જ્યારે વિશ્વના ઉચ્ચ કોટિના દેશો જેમાં નિષ્ફળ ગયા ને પછી થાકી આ પ્રોજેક્ટ ને માળિયા પર ચડાવી બેઠા ત્યારે હું આ 'ટાઈમ ટ્રાવેલ' ની સફળતા ની ઘણી નજીક હતો.
આખરે મારી તપસ્યાનો અંત આવવાનો હતો.

સવારે 10:30 એ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. કોરીડોરની બહાર એક મોટું મશીન( એટલે કે ટાઈમ મશીન) પૂર્વાયોજીત રીતે ગોઠવાયેલું હતું . મારો આસિસ્ટન્ટ નિશાંત તમામ કંટ્રોલ સાથે રેડી હતો. હું મશીન ની અંદર રહેલી ચેરમાં ગોઠવાયો ને ઓટોમેટિકલી મારા હાથ પગ ખુરશી સાથે બેલ્ટથી બંધાઇ ગયા આ એક જરૂરી સ્ટેપ હતું કારણ કે આ મશીન પ્રકાશ કરતાં પણ વધુ વેગથી ટાઈમ ટ્રાવેલ કરવાનું હતું. એવી ઘણી બધી સેફ્ટી ની બાબતો નો ખ્યાલ રાખી મેં આ મશીન તૈયાર કર્યું હતું.

મેં મશીન માં બેઠા બેઠા ખુરશી માંથી બંને હાથ ના અંગુઠા વડે ok નું સિગ્નલ આપ્યું. બહાર થી નિશાંતે મશીનઓપરેટ કર્યુ.

કનેક્ટિવિટી ...done.

ને પછી ટાઈમ સેટ અપ

Now- 5/11/2045
Returns- 5/12/2045

હંઅઅઅ... બધુ જ બરાબર છે.

મેં આંખો બંધ કરી સહેજ ભગવાન ને પણ વિનવી લીધા.

ને count down શરુ ...10...9..‌8......ને છેલ્લે ..1 ની સાથે પ્રંચડ અવાજ અને ધ્રૂજારી સાથે મશીન સ્ટાર્ટ થયું. મારી ખુશી નો પાર ના રહ્યો. હું પ્રો.સ્નેહ દુનિયા નો એક આગવી ઓળખ ધરાવતો જીનિયસ સાયન્ટિસ્ટ બનવાને હવે થોડી જ ક્ષણો દૂર હતો.

"રોકો... please stop... જલ્દી આ મિશનને રોકો.." અવાજ કાને અથડાયો હું પરિસ્થિતિ સમજી શકું ત્યાં મારી આંખો સમક્ષ અંધકાર ઘેરાવા લાગ્યો પોતાની આંખો ને જાગ્રુત રાખવાનો મારો પ્રયાસ પણ નિષ્ફળ જતો હતો. ને અંતે એ અંધકારે મને સપાટામાં લઈ લીધો.

####################

તા-5/12/2045

City Hospital

(એક બંધ રૂમ જેની ચોતરફ માત્ર મોટા મોટા મેડિકલ equipment છે તેના હાથ પર કેટલીક નળીઓ તથા મોં પર ઑક્સિજન માસ્ક ને માથા પર કંઈક બેલ્ટ જેવું લગાડેલ છે. તે એક બેડ પર સૂતો છે . તેની બાજુમાં એક અસ્પષ્ટ માનવ જેવી આકૃતિ જોવે છે. )

ડૉ.આમિર પ્રોફેસર સ્નેહ હવે હોશમાં આવી રહ્યા છે. રોબોટ નર્સ ની વાત સાંભળી ડૉક્ટર એ સીધું I.C.U ભણી પ્રયાણ કર્યું.

"પ્રોફેસર, How are you feeling right now."

Good, પરંતુ હું અહીં કેવી રીતે??? આશ્ચર્યની સાથે સ્નેહએ કહ્યું."

" પ્રોફેસર અત્યારે તમને આરામ ની જરૂર છે મેન્ટલ સ્ટ્રેસ તમારી માટે હાનિકારક છે. well, તમારા રિપોર્ટ નોર્મલ હશે તો તમે ડિસ્ચાર્જ થઇ જશો."

" Thank you doctor" સ્નેહ એ ઔપચારિકતા લાવતાં કહ્યું પણ તેનું મન હજુ પણ પ્રશ્નો ના ગર્ત માંથી બહાર આવી શક્યું નથી.

હું અહીંયા આવી રીતે કેમ? મારા મિશન નું શું થયું? ને અચાનક તેની નજર સામેની દીવાલ પર લગાવેલા ડીજીટલ ક્લોક પર જાય છે.

ઓહ... આ શું? આજે તો 5 December, આજે તો મારા મિશન નું પરીક્ષણ પૂર્ણ થવા નું હતું. પણ હું તો અહીં હોસ્પિટલમાં...!

શું બન્યું કેવી રીતે બન્યું જાણવા સ્નેહ પળેપળ વ્યાકુળ થતો હતો. તેના સપના વેંત દૂર રહી હાથ તાળી દઈ ગ્યાં કદાચ એ વાત થી પૂર્ણ રીતે વાકેફ ન હતો. જેના સપના તેના શ્વાસ ને મિશન તેનું જીવન એ પ્રોફેસર સ્નેહ હજુ મિશન ની અનેકાધિ વાતો થી અજાણ...

To be continue....

પ્રોફેસર ને હોસ્પિટલમાં કેવી રીતે પહોંચ્યા? પછી આગળ મિશન નું શું થયું? આ એક માસના સમયગાળામાં શું ઘટિત થયું? શું નેહા ફરી થી આ પરીક્ષણ માટે સ્નેહ ને મંજૂરી આપશે?
સવાલોના જવાબ સાથે મળીશું.

અસ્તિત્વ એક રહસ્ય ભાગ-૩

" આપના અમૂલ્ય પ્રતિભાવ આવકાર્ય."