Sardar Udhamsih books and stories free download online pdf in Gujarati

સરદાર ઉધમસિહ

આ બાયોપિક ફિલ્મને રિવ્યુ કરવા માટે હું કાબિલ નથી.હું શું કોઈ જ નહીં હોય પણ આ ફિલ્મને રિવ્યુ કરવાનુ એક જ કારણ છે કે આ ફિલ્મ ઓસ્કર અવોર્ડ્સ માટે એટલા માટે નોમિનેટ ન કરવામાં આવી કેમ કે આ ફિલ્મમાં અંગ્રેજ સરકાર અને અંગ્રેજોનો વિરોધ અને નફરત ફેલાવવા માટે બનાવી હોય તેવુ જયુરીમા રહેલા સભ્યોને લાગયુ.
પણ એક ભારતીય તરીકે મને લાગે છે કે એવું કંઈ છે નહીં આ ફિલ્મ સાચું સામે આવે એ માટે જ બનાવી છે.

શહીદ સરદાર ઉધમમસિહને બહુ ઓછા ઓળખતા હશે.એક ભારતીય તરીકે તમને એમની ઉપર ગર્વ થાય જ.હા જે લોકો અહિસાની તરફેણમા હશે તે લોકોએ આમની વિષે કોઈ માહિતી નહીં હોય કેમકે આમના વિષેનો પાઠ પણ કોઈ ધોરણમાં ભણાવવામાં નથી આવ્યો.એવું ખાલી હિસાને લીધુ થયું હશે એવું મારુ માનવુ છે.આવી ફિલ્મો બનાવવા માટે સાહસ જોઈએ.આજે આપણે આઝાદીના ૭૫ વર્ષ (૨૦૨૨) ઉજવી રહયા છે ત્યારે આવા નાયકોના બલિદાન આપણે ભુલી ન શકયે.

ફિલ્મની વાર્તા કહેવાની રીત અટપટી છે પણ અત્યારે આજ રીતે ફિલ્મો બની રહી છે.ફિલ્મને ડીરેક્ટ કરી છે શુજીત સરકારે જેવો જુદા જુદા વિષયો ઉપર ફિલ્મ બનાવવા માટે પ્રખ્યાત છે.આ ફિલ્મની શરૂઆતમા તમને બંદૂકમાંથી ફાયર થતી ગોળીઓનો અવાજ સંભળાશે.આ ફાયરિંગ કોની ઉપર કેમ થાય છે તે માટે ફિલ્મ ભૂતકાળમા જાય છે.જયા ઉધમસિહ(વિકી કૌશલ) નામનો યુવક જે ગદરપાર્ટી અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઓર્ગેનાઇઝેશન(HSRO)ના સભ્ય છે.તે એક પેપરની પ્રેસમાં કામ કરતો હોય છે.તયા જ તેના મેનેજર સાથે પણ ઝઘડો થાય છે.તેમા તે બધા જ સાથે કામ કરતા યુવાનોને ગુલામીમાંથી નીકળવા પ્રેરે છે.તયા જ તેની એક સત્રી મિત્ર હોય છે જેનુ નામ રેશમા(બનિતા સંધુ) છે.તે પછી તેમની અને ભગતસિંહ(અમોલ પ્રશાર)ની દોસ્તીનુ ચેપ્ટર બતાવવામા આવે છે.તે પછી ભગતસિંહે સળગાવેલી દેશભકિતની જવાળા તે તેની અંદર સળગતી રાખે છે.
ઉધમસિહ અને રેશમા અમૃતસર મા હોય છે.તે દિવસે બૈશાખીના તહેવાર માટે ભારતીય લોકો જલિયાંવાલા બાગના મેદાનમાં ભેગા થવાના હોય છે.રેશમા પણ ઉધમને તયા આવવા કહે છે પણ ઉધમ ના કહે છે.તે જ દિવસે જનરલ ડાયર તેની બટાલિયન સાથે જઈને અંધાધૂંધ ગોળીબાર કરીને ભારતીયોની હત્યા કરી નાખે છે.જેમા ૧૦૦૦ થી ૧૨૦૦ લોકો જીવ ગુમાવે છે કેટલા લોકો ઈજાગ્રસ્ત થાય છે.આ હત્યાકાંડ પછી ઉધમ તયા પડેલા લોકો જેમા જીવ છે તેમને બચાવે છે.એ પછી જનરલ ડાયર અને લેફટનન્ટ ગવર્નર માઈકલ ઓડવાયરની સામે ઈનકાવયરી થાય છે.પણ કંઈ જ થતુ નથી.માઈકલ ઓડવાયર જનરલ ડાયર ને કહે છે કે તે સારું કામ કર્યું છે.આ બધું જ ઘટી રહ્યું હોય સાથે ઉધમસિહ પણ બદલો લેવા માટે યોજના બનાવી રહ્યા હોય છે.તે માટે રશિયા થઈને લંડન પહોચે છે તયા માઈકલ ઓડવાયરની તયા જ નોકરી કરે છે.તે બંનેના વાતચીતના સંવાદ જબરજસ્ત છે.એક દિવસ તે કોઈ કોનફરનસમા ગયા હોય તયા જ પુસ્તકમાં બંદુક સંતાડી લઈ જઈને તેને ગોળી મારી હત્યા કરી નાખે છે.તે પછી તેમને પોલિસ ધરપકડ કરી લઈ જાય છે પુછે તારુ નામ શું છે.તયારે તે રામ મહંમદસિઘ આઝાદ તેવો જવાબ આપે છે.

આમ આ એક ક્રાતિકારીના જીવન ઉપર બનાવેલી ફિલ્મ છે.ફિલ્મનુ ડાયરેક્શનમાં ડાયરેકટર નો અનુભવ ઉડીને આખે વળગે તેવો છે.ઉધમસિહની માનસિક સિથતી શું હતી તે બતાવવામા તે સફળ રહયા છે.તેઓ આ ફિલ્મ માટે ઈરફાન ખાન સાહેબને ઉધમસિહનો રોલ કરવા કહ્યું હતું પણ તે ન બની શકયુ તેથી આ ફિલ્મ વિકી કૌશલ ને મળી.તેઓનુ કામ પણ સારુ છે.તેમના માટે આ ફિલ્મ સારી સાબિત થઈ શકે છે.કદાચ નેશનલ અવોર્ડ્ પણ મળી શકે છે.બનીતા સંધુનુ કામ પણ સારુ જ છે.તેઓ આ ડાયરેકટર જોડે બીજીવાર કામ કર્યું છે.આ પહેલાં તેમણે ઓકટોબર ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.અમોલ પ્રશાર જેમણે ભગતસિંહને પડદે ઉતારવામાં કોઈ જ કમી નથી રાખી.તેમને જોવો એટલે પોઝિટિવ વાઈબ આવે એ નકકી.બીજા વિદેશી કલાકારો પણ છે.રીતેષ શાહ અને શુભેનદુ ભટ્ટાચાર્યે આ ફિલ્મનુ વાર્તા અને પટકથાલેખન કરેલુ છે.રીતેષ શાહે કહાની,ટીન, રેડ જેવી ઘણી ફિલ્મ લખેલી છે.શુભેનદુ અને શુજીત બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કરેલુ છે.

આ ફિલ્મમા અમુક દરશયમા ચોકકસ થી તમારી આંખમાં પાણી આવી જશે.જલિયાંવાલા બાગના જે દરશયો છે તે પછીના દરશયો તમારા મસ્તિષ્કમાં ઘર કરી જશે આ જોતા જ તમે ચોકકસ રડી પડશો.

જે અભણ લોકોનુ એવું માનવુ છે કે આઝાદી ૨૦૧૪ પછી મળી એમણે આ ફિલ્મ ચોકકસથી જોવુ જોઈએ અને જાણવું જોઈએ કે ભૂતકાળમાં શું થયું હતું.

અમૃતસરમાં જલિયાંવાલાબાગની બહાર જ શહીદ ઉધમસિહની પ્રતિમા મુકવામાં આવી છે.સુવર્ણમંદિરની નજીક જ આ સમારક આવેલુ છે.તેમના નામે એક જીલલાનું નામ પણ ઉધમસિહનગર રાખવામા આવેલું છે જે ઉતરાખંડમાં આવેલું છે.

દેશભકિત અને દેશદાઝદાઝથી ભરપૂર આ ફિલ્મ બધાયે જોવી જ જોઈએ.આવનારી પેઢી માટે આ ફિલ્મ એક અમૂલ્ય દસ્તાવેજ છે.

છેલ્લયા તેમને યાદ કરતા લખવાનું થાય ત્યારે તેમણે જ કહેલું લખું છું.
"I Do Not Mind My Sentence,Ten,Twenty or Fifty Or to be Hanged.I have Done My Duty."