Talash 2 part 8 books and stories free download online pdf in Gujarati

તલાશ 2 - ભાગ 8

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 

 એક વિશાળ બંગલાના દીવાનખંડમાં ખાદીના કપડા પહેરેલા 8-10 લોકો બેઠા હતા. હમણાં કલાક સવા કલાક પહેલા એ શહેરના નામાંકિત ઉદ્યોગપતિની પત્નીની બર્થડે પાર્ટી માંથી નીકળીને અહીં આવ્યા હતા. ચારે તરફની ખુરશી વચ્ચે રાખેલ ટિપોય પર 2-3 જાતની શરાબની બોટલ ખુલ્લી પડી હતી. એ લોકો કંઈક ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. છેવટે એક નેતા જેવા દેખાતા માણસે કહ્યું. ઓ.કે. તો આ ફાઇનલ રહ્યું. એણે આપણને બધાને, બધાની પાર્ટી ફંડમાં ઓછામાં ઓછા 100 - 100 કરોડ આપવા પડશે. હું સવારે જ એની સાથે.વાત કરું છું."

"પણ એ ઇન્કાર કરશે તો?" બીજા 2-3 જુનિયર જેવા લગતા લોકોમાંથી એકે પૂછ્યું. 

"તો એના ખરાબ દિવસો શરૂ. આપણી પહોંચ કઈ ઓછી થોડી છે." કૈક ગર્વભેર નેતાએ કહ્યું.

"પણ એની પહોંચ પણ ઓછી નથી, યાદ છે ને તે દિવસે.પી.એમ.ઓ.માં લગભગ 2 મહિના પહેલા." જુનિયરે  કહ્યું અને નેતાને એ દિવસ યાદ આવી ગયો.

"હા એ વાત બરાબર છે પણ, હવે કોઈ એની મદદ નહીં કરે. 2-4 દિવસમાં જે થવાનું છે. એ પછી સહુ પોતાનું બચાવવામાં પડ્યા હશે. ખુદ વડાપ્રધાન પણ. હાહાહા. કહી નેતા એ અટ્ટહાસ્ય કર્યું., 

"શું લાગે છે." બીજા પક્ષના એક નેતા જે આ પાર્ટીમાં સામેલ હતા.એમણે પૂછ્યું. 

"જનતાની નજરમાં ભલે આપણે અલગ અલગ હોઈએ. આખરે તો આપણે  એક જ છીએ મારો વિશ્વાસ કરો અન્ના તમનેય લાભ મળશે જ.

"પણ ક્યારે? આઈ મીન ક્યારે આ ખેલ શરૂ થશે.?

"બસ એકાદ દિવસમાં. ન્યુઝ ચેનલો જોતા રહો. અને એટલું યાદ રાખજો દરેક મોટી દોડની શરૂઆત એક નાનકડા ડગલાં થી થતી હોય છે. પણ તમે પણ હેલ્પ કરશો તો ઝડપ થશે."

"તમે જે કહો એ કરવા હું તૈયાર છું."

"તો સાંભળો." કહી નેતા એ બીજા પક્ષના નેતા ના કાનમાં કંઈક કહેવા માંડ્યું. 

xxx

જીતુભા ઝડપથી રેસ્ટોરાંમાંથી બહાર આવ્યો. એને સિન્થિયા એ કહ્યું હતું કે હોટેલના બેઝમેન્ટમાં પહોંચવું જોઈએ. પણ એને સિન્થિયા પેલી નીના અને અજાણ્યા યુવકની પાછળ ક્યાં ગઈ એને શોધવી કે પહેલા બેઝમેન્ટમાં જવું? 2 ક્ષણ વિચાર કરીને એણે મનોમન નિર્ણય લીધો અને રેસ્ટોરાંની પાછળ રહેલી હોટેલના બેઝમેન્ટ તરફ ઝડપથી પગ ઉપાડ્યો

xxx

સિન્થિયા ની ચીસથી ચોકી નાઝ અને અઝહર ઝડપથી પાછળ ફર્યા. જોયું તો સિન્થિયા માથે હાથ દઈને બેસી પડી હતી અને એની પાછળ શાહિદ ઉભો હતો. નાઝ બોલી પડી "વાહ મારા શોહર આ યુરોપિયન બીચથી તે મને બચાવી લીધી."

"પણ ઓલો અઝહર હજી કુકર જેમ ઝાડ ભીંજવવા ઉભો હોય એમ ઉભો છે એને કહે ટાંગ નીચે જમીન પર મૂકે આપણે આને પણ લઇ જઈએ ઓલી યુરોપિયન ગોરી પાસે. કંઈક માં.... ઓઓઓઓ .." એનું વાક્ય અધૂરું રહ્યું અને એક ચીસ એના ગળા માંથી નીકળી ગઈ એની પિસ્તોલ કે જેનાથી એણે સિન્થિયાના માથામાં બટ માર્યું હતું એ લગભગ 2-3 ડગલાં દૂર પડી હતી અને એના હાથ માંથી લોહી વહેતું હતું. નાઝે આ જોયું અને ચીસ પાડી. "અઝહર શાહિદને સંભાળ" કહી પિસ્તોલ લેવા દોડી, પણ થોડી સ્વસ્થ થયેલ સિન્થિયાએ એક કીક મારી અને પિસ્તોલ દૂર ફેંકી દીધી એ જ વખતે નાઝે સિન્થિયાના પેટમાં એક જબરદસ્ત મુક્કો મારી દીધો. દરમિયાન અઝહર અને શાહિદ હોટેલની લગભગ 8-10 ફૂટ ઉંચી દીવાલ પાસે ભાગીને પહોંચ્યા હતા. ભાગતા ભાગતા જ અઝહરે કહ્યું "નાઝ એને મૂક પડતી. અત્યારે જીવ બચાવવો સમય છે." એક જ સેકન્ડમાં પરિસ્થિતિને માપી ને નાઝ છલાંગ લગાવતા વોલ પાસે પહોંચીને જમ્પ માર્યો. વોલ પર ચડી ગયેલા અઝહર અને શાહિદે એને ખેંચી લીધી અને સિન્થિયાને બચાવવા પહોંચેલ જીતુભા એના પર બીજી ગોળી ચલાવે એ પહેલા એ ત્રણે દીવાલ કૂદીને હોટેલ પરિસરમાં ગાયબ થઇ ગયા. માંડ 12-15 સેકન્ડમાં આ બધું બની ગયું. 

"સિન્થિયા સિન્થિયા, આર યુ ઓકે?" જીતુભાએ  સિન્થિયાની નજીક પહોંચી અને પૂછ્યું.. 

"હૂઊઉ મ યસ.માથામાં થોડા સણકા ઉપડે છે." પોતાના માથાનો પાછળનો ભાગ દબાવતા એ બોલી. 4-500 ગ્રામ મેટલની પિસ્તોલના બટનો ફટકો એના માથામાં શાહિદ જેવા મજબૂત માણસે માર્યો હતો ત્યાં ઢીમડું ફૂટી નીકળ્યું હતું. આતો ગનીમત હતું કે જીતુભા બરાબર ટાઈમ પર પહોંચ્યો. જો એ અડધી મિનિટ પણ મોડો હોત તો પાકિસ્તાની ત્રિપુટી પાસે પોતાના હથિયારો હોત અને તો તો કંઈક અલગ જ પરિસ્થિતિ હોત.

xxx

"હેલો ચાર્લી"

"યસ સ્પીકિંગ"

"જીવ બચાવવો હોય તો જરૂરી પેપર અને પૈસા લઈને ફટાફટ તારું ઘર છોડી દે." 

"કોણ બોલે છે?"

"એ અગત્યનું નથી. પોલીસ કોઈ પણ ક્ષણે તારી ધરપકડ કરવા પહોંચશે.”

"નાસા પરના હુમલામાં તો..."

"માર્શા નિર્દોષ છે એ તો તું પણ જાણે છે. સમય વહી રહ્યો છે. મારા માનવા પ્રમાણે કોઈ પણ મિનિટે પોલીસ તારા દરવાજે પહોંચશે."

"તું મને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરે છે?"

"મને થયું તારો જીવ બચાવું. પોલીસના હાથમાં ચડીશ તો 20 વર્ષ સુધી પેરોલ પણ નહીં મળે. વાતને માનવી કે ન માનવી એ તારા પર છે. ગુડબાય" કહી એણે ફોન કટ કર્યો અને પછી સામે પલંગ પર બેહોશ પડેલા માઈકલ સામે જોયું એક સ્મિત એના ચહેરા પર આવ્યું. એ ક્રિસ્ટોફર હતો.

xxx

બે -ત્રણ મિનિટ સ્વસ્થ થઈને સિન્થિયા એ કહ્યું. "જીતુભા, એ લોકો અંદર હોટેલમાં ગયા છે ચલ આપણે એને શોધી કાઢીયે."

"હવે એની પાછળ જવાનો અર્થ નથી. એ લોકો કઈ દીવાલની પાછળ આપણી રાહ જોઈને ઉભા રહે એવા મૂર્ખ એ લોકો નથી. એ હોટલમાં કંઈક અલગ નામે રૂમ બુક કરી હશે, વળી કદાચ બીજા હથિયાર પણ એમની પાસે હોઈ શકે. પહેલા આપણે માર્શાને છોડાવીયે." 

"યુ આર રાઈટ આ જ વોલમાં લગભગ 150 ફૂટ દૂર એક આઉટર કેબીન છે. અને હોટલમાં જવાનો પાછળનો રસ્તો "   

“દીદી, મારી પાસે  લોકેશન છે. તમારાથી ચલાશે તો ખરું ને?"

"હા હવે એમ હું કઈ સાવ નબળી નથી. પણ ઓચિંતાનો માથા પર આ ફટકો અને પછી પેલી એશિયન બિચે જબરદસ્ત પંચ મારા પેટમાં માર્યો. એટલે.. "

"દીદી એ પાકિસ્તાની છે. અને આ ત્રિપુટી બીજી વાર મારા હાથમાંથી છટકી ગઈ. અત્યારે જો માર્શાને છોડાવવા ભાગવાનું ન હોત તો હું એ 3ણે ને બરાબર ની મજા ચખાડત. 

"કઈ નહીં જીતુભા. ફરી ક્યારેક એવો મોકો મળશે ત્યારે આપણી પરિસ્થિતિ આવી નહીં હોય આ પંચનો બદલો તો હું લઈશ. અને મારા ગાર્ડ્સ અને પેલી લોલા .. આ એકેયને હું છોડવાની નથી. ચાલ " કહીને એ ઉભી થઈ.

xxx

પોતાની હોટલના ફોયર માં ઉભેલ નિનાદ પાસે એક ટેક્સી આવીને ઉભી રહી. નિનાદ એમાં ગોઠવાયો એના સામાનમાં એક નાની સુટકેશજ હતી. જે એક વેઈટરે ટેક્ષીમાં બેઠેલા નિનાદના હાથમાં આપી. નિનાદે એક 50 પાઉન્ડની નોટ કાઢીને એના હાથમાં મૂકી અને ટેક્સી ચાલુ થઈ. બેક વ્યુ મિરરમાં નિનાદે જોયું એક બીજી ટેક્સી એની ટેક્સીની પાછળ જ આવી રહી હતી. એક મલિન સ્મિત એના ચહેરા પર આવ્યું. અને ભૂંસાઈ ગયું. 

xxx

જીતુભા અને સિન્થિયા આખરે હોટલના પાછળના ભાગના ગેટ પાસે રહેલા એક ખંડેર જેવા આઉટ હાઉસ પાસે પહોંચ્યા. ચારે બાજુ નીરવ શાંતિ હતી આ બેક ગેટ નો ઉપયોગ સ્ટાફના 2-4 જણ જે પાછળની કોલોનીમાં રહેતા હતા એ લોકો જ કરતા એથી બહુ વિશેષ લાઈટ પણ ન હતી આઉટ હાઉસના ગેટ પર તાળું મારેલું હતું. જીતુભાએ પોતાના સોલ્ડર પાઉચમાંથી એક હેરપીન જેવું સાધન કાઢ્યું અને 2-3 મિનિટ ની મથામણ એ તાળું ખોલી નાખ્યું. એની બરાબર પાછળ સિન્થિયા હાથમાં ગન તૈયાર લઈને જ ઉભી હતી. કિચૂડ અવાજે દરવાજો ખુલ્યો જીતુભા એક પેન્સિલ ટોર્ચ કાઢીને રૂમમાં પ્રવેશ્યો. અને ટોર્ચ ચારે તરફ ઘુમાવી એક્ચ્યૂઅમાં એ નાનકડા હોલ જેવું આઉટ હાઉસ હતું અને એનો ઉપયોગ ભંગાર ભરવા માટે થતો હતો. એની નજર એક ખૂણામાં સ્થિર થઇ અને એણે કહ્યું."સિન્થિયા અંદર આવી જા." કહી એ ખૂણા તરફ આગળ વધ્યો. ત્યાં આડા અવળા પડેલા તૂટેલા ફર્નિચર વચ્ચે એક ખુરશીમાં માર્શા બંધાયેલ હાલતમાં પડી હતી. સહેજ અથડાતા ભટકતા સિન્થિયા એની નજીક પહોંચી કેમ કે રૂમમાં ઘનઘોર અંધારુ હતું. સિન્થિયા લગભગ દોડતી માર્શા પાસે પહોંચ અને "માર્શા  માર્શા" એમ કહ્યું. અને એને હલબલાવી. તૂટેલ ખુરસીમાં બંધાયેલ માર્શાની હાલત બહુ જ ખરાબ હતી. એના મોઢામાં એક રૂમાલ ખોસીને પછી એક દોરી એના બે હોઠ વચ્ચેથી એના બન્ને હાથ સાથે બાંધી હતી અને એના હાથ એની પીઠ પાછળ બાંધ્યાં હતા. એના રૂપાળા ચહેરા પર આંગળાઓના નિશાન હતા. એણે પહેરેલ જેકેટ અને શર્ટ ફાટી ગયું હતું  એના પગ એ જે ખુરશીમાં બંધાયેલી હતી એના પાયા ઉપરાંત એક લોખંડની સીડી સાથે બાંધ્યા હતા. જીતુભાએ સોલ્ડર પાઉચમાંથી સ્વિસ મલ્ટી ટૂલ ગેઝેટ બહાર કાઢ્યું અને માર્શાના બંધન કાપવા મંડ્યા. સિન્થિયાએ માર્શાને ફરીથી હલબલાવી દરમિયાનમાં જીતુભાએ માર્શાનાં હાથ અને પગની દોરી કાપી નાખી અને ફટાફટ દોરી દૂર કરીને માર્શાને ઊંચકી અને ત્યાં ફર્શ  પર જ સુવડાવી દીધી. પણ જેવી એની પોઝિશન ચેન્જ થઇ એ સાથે જ એક દર્દભરી ચીસ માર્શાના ગળામાંથી નીકળીને મોં માં ખોસેલા રૂમાલમાં દબાઈ ગઈ  એને ભયંકર રીતે ટોર્ચર કરવામાં આવી હતી. એના મોંમાંથી દોરી અને રૂમાલ કાઢી નાખ્યા. એ સાથે જ માર્શાને જરા રાહત થઇ. જરા કણસી અને ધીરેથી આંખો ખોલી જીતુભાએ જોયું તો એના હોઠ ના ખૂણે થી લોહી વહેતું હતું એના ચહેરા પર મુક્કા માર્યા હોય એવા ચકામાં હતા. જીતુભાનું લોહી ધગી ઉઠ્યું. આવી સુંદર અર્ધ યુરોપિયન છોકરીને કોઈએ, ગલીના દારૂડિયાને મારે, એમ મારી હતી. એ ગુસ્સાથી ધમધમતો બહાર જવા નીકળ્યો સિન્થિયા એની મન:સ્થિતિ સમજી ગઈ. એણે દોડીને એને પકડ્યો. અને કહ્યું. "જીતુભા, પ્લીઝ પહેલા માર્શાને સારવારની જરૂર છે. એ પાકિસ્તાની કુતરીને તો હું જ મારીશ. પણ આજે નહીં. અત્યારે નહીં. જીતુભાએ મન મક્કમ કર્યું અને પાછો ફર્યો. અને પોતાના બે હાથમાં માર્શા ને ઊંચકી લીધી અને એ ખંડેરમાંથી બહાર આવ્યો. 

xxx

 નીતાની નીંદર ઉડી ગઈ હતી. અનોપચંદને સ્વસ્થ કરી ને એ પોતાના બેડરૂમમાં પહોંચી પથારીમાં પડી, પણ નિનાદના અવાજમાં રહેલી ચિંતા એ સ્પષ્ટ સમજી શકી હતી. એમાંય બીજી વાર નિનાદે ફોનમાં વાત કરી ત્યારે એને સમજાઈ ચૂક્યું હતું કે અનોપચંદ અને નિનાદ દેખાડે છે એનાથી આ નાસા પરનો ઘાવ વધુ ઊંડો છે. પડખું ફેરવીને એ થાકી, ઉભી થઇ અને બાજુમાં આવેલા છોકરાઓના બેડરૂમમાં ગઈ. બન્ને (કઝીન) ભાઈ ઓ એકબીજાને વળગીને સુતા હતા. નીતાએ બન્નેના માથા પર હાથ ફેરવ્યો અને મનોમન પ્રાર્થના કરી 'હે પ્રભુ આ બે બચ્ચાઓ પર કોઈ મુસીબત ન આવવા દે જે. એ બન્નેની મુસીબત મારા માથે નાખી દે પ્લીઝ.' તો એ જ વખતે નિનાદની ટેક્સી એરપોર્ટ પહોંચી. નિનાદ એમાંથી બહાર આવ્યો. ઝડપથી ભાડું ચૂકવીને એરપોર્ટના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતા કરતા પાછળ નજર કરી તો એનો પીછો કરનાર ટેક્સ માંથી ઉતરેલ માણસ એને શોધવા માટે ચારે તરફ જોઈ રહ્યો હતો. એક નિસાસો નાખીને એ અંદર પ્રવેશ્યો. 

ક્રમશ:

નિનાદ ક્યાં જઈ રહ્યો છે? કોણ એનો પીછો કરે છે? પેલા નેતા જેવા દેખાતા ખાદીધારી કોણ છે? શું મકસદ છે એમનો? ક્રિસ્ટોફરે ચાર્લી ને શું કામ ચેતવ્યો? ચાર્લી પકડાશે? કે ભાગી જશે? જાણવા માટે વાંચતા રહો. તલાશ-2 ભાગ 9.

 

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.