Shwet Ashwet 35 in Gujarati Novel Episodes by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૩૫

શ્વેત, અશ્વેત - ૩૫

શ્રીનિવાસન એ સમયે સોળ વર્ષનો હતો. જ્યોતિકાના લગ્ન થયા ન હતા, પણ વિશ્વકર્માના પહેલા લગ્ન થઈ ગયા હતા. શ્રીનિવાસની બોર્ડ એક્જામ ખૂબ જ ખરાબ ગઈ હતી. તેઓના ઘરમાં છ લોકો હતા. માતા પિતા, મોટો ભાઈ, ભાભી, નાની બહેન ઉલરેગા, અને તે. તેઓનો એક કૂતરો પણ હતો- ડેકરોસ નામ હતું. 

લગ્ન થયા ત્યારે ભાઈ ભાભી ખૂબ જ ખુશ હતા. પાંચ વર્ષ વિત્યા ત્યારે ગાડી ખાઈમાં પડી ગઈ, અને ભાઈ મરી ગયો. હવે પપ્પાનનું પેન્શન હતું, તેની જોબ હતી, પણ ઉલરેગાની ડેન્ટિસ્ટ બનવાની ઈંર્ટનશીપ ચાલતી હતી. ભાભી બચી ગયા. પણ ઍક્સિડેન્ટનો આઘાત એવો તે લાગ્યો કે.. જેને પણ જોવે, તેના કોલરથી પકડે, અને જોર જોરથી બોલે, ‘તે મારા પતિને કેમ માર્યો? કેમ માર્યો એને!’ 

શ્રીનિવાસના મમ્મી એક સન્નારી હતા, રિટાયર્ડ ટીચર હતા, પણ હવે આર્થેરાઇટિસ થયો હતો. તેઓને પોતાના દીકરાના બેસણાના દિવસે ખુરસી પરથી પાળી ભાભીએ દીકરાને મારવાનો ગુનાહ થોપ્યો. બધાએ આ દંભ જોઈ કહ્યું, ‘આ ગાંડીને કેમ સાચવવી? આગળ પાછળ કોઈ છે નહીં, જે માં હતી એ પણ લગ્નના બીજે વર્ષે મરી ગઈ. અસાઇલમમાં મૂકી આવો.’ 

અને મૂકી પણ આવ્યા. શ્રીનિવાસના ભાભી હાથ મારે ને પગ, રડે કે ધિક્કારે.. પણ છેવટે તેઓને લઈ ગયા. 

તેઓની સોસાઇટીમાં બધા બહાર જોવા આવી ગયું હતું. આ શું? બધા માણતા હતા. મનથી નબળા માણસની વ્યથા કોઈ સ્પર્શી જાણતું નથી. 

કોઈ નહીં. 

તેઓને ત્યાં ભરતી કરાવ્યા, બાદ છ મહીનેજ જાણ થઈ કે તેઓ મૃત્યુ પામ્યાં છે. 

આવું સામાન્ય ન હતું. 

મૃત્યુનું કારણ પૂછ્યું તો કોઈ જવાબ ન મળ્યો. 

શ્રીનિવાસે ફોન કર્યો. પણ કોઈ ઉપાડે નહીં. મમ્મી કહે, ‘જવા દેને હવે. મૃત્યુ કોણ નિશ્ચય કરીને આવે છે? આ જોને.. તારો ભાઈ ન જતો રહ્યો આપણને મૂકીને?’

પણ ઉલરેગા એ કહ્યું, ‘ના. હોય શકે ભાભીને મારી નાખ્યા હોય. કોઈ એક્સપેરિમેંટ કરવા માટે મનથી નબળા માણસો સર્વ શ્રેષ્ઠ છે. તેઓ એ કોઈ એક્સપેરિમેંટ કર્યો હોય તો એ એક ક્રાઇમ છે.’ 

પણ ભાભીનું મૃત દેહ ન આપ્યું. ત્યારે તેઓે જવાબ આપ્યો.. 

‘અમારા અસાઇલમની બહાર એક મોટી દીવાલ છે, ત્યાં કુદી સીથાએ આપઘાત કર્યો તો શરીર આખું કાચના ટુકડાઓ પર ભટકાઈ મારી ગયા.’ 

શ્રીનિવાસના ભાભીનું નામ સિથા હતું.. જેઓએ હાલ “સિયા” હોવાના નાટક કરતી હતી. કે પછી સાચું કહું તો.. તેની જોળે આ નાટક કરવવામાં આવ્યું હતું. 

સીથા ભાગી ગઈ. દોળતા દોળતા ગાડી નીચે આવી ગઈ. ગાડી સાનિધ્યા ચલાવી રહી હતી. 

બાજુમાં સિયા બેસી હતી. 

હવે તેઓ શું કરે?

ત્યારે સિયાને એક વિચાર આવ્યો.. 

‘ઓહ સિયા, તું ઉઠી ગઈ?’

ત્યારથી સીથા.. ને એ લોકો સિયા કહેવા લાગ્યા. અને તેઓની સાથે બેસાડી મુંબઈ લઈ ગયા જયાં એક ક્લાઈંટ સાથે મિટિંગ હતી. ત્યાં અનિલ પણ હતો, તેને સીથા વિષે જાણી અજુગતું લાગ્યું, પણ આ મંદ માણસ તેઓના ફાયદામાં આવી શકે તેની સંભાવના હતી એટલે તે કઈ બોલ્યો નહીં. તે જ દિવસે રામેશ્વરમથી ફોન આવ્યો, ‘આપણી હવેલી બે અઠવાડિયા  માંટે ખાલી કરવી પડશે કારણકે શ્રુતિ તેના ફ્રેન્ડ્સ સાથે ત્યાં રહેવા આવી રહી છે.’ 

એક બાજુ અહી સિથા (જેને એ લોકો ટ્રેન કરી રહ્યા હતા સિયા તરીકે) અને ત્યાં શ્રુતિ. બંનેવ ‘સ’ વાળ કઈ પણ કરી શકે છે. અને ખુશવંત તો ખરો જ, જેના પિતા એક સામાન્ય ગુંડા હતા, પણ તેને આ કામ વધાર્યું હતું, અને હવે આા લોકો સાથે ભળી ગયો હતો.  

પણ શ્રીનિવાસ એ માનવા તૈયાર જ ન હતો. અને જ્યારે જ્યોતિકાએ સિયાનો ફોટો મોકલ્યો ત્યારે શ્રીનિવાસ પાણી પિતા પિતા.. એટલો ડઘાઈ ગયો કે બધુ પાણી તેના શર્ટ પર ઢોળાઈ ગયુ. 

રાતના અઢી વાગ્યા હતા. હજુ શ્રીનિવાસઆ ખુલાસો કરે તે પહેલા તો જ્યોતિકાનો અવાજ આવ્યો.. 


‘આહ!’


અંક સમાપ્ત: 

Rate & Review

Veena Shah

Veena Shah 2 months ago