Zindagi do palki... - 2 books and stories free download online pdf in Gujarati

જિંદગી દો પલકી... Part-2

 

 

અત્યાર સુધી....

સક્ષમની રોજની આદતને કારણે પ્રેક્ષા ઘણી અકળાતી હતી. બપોર પડતા સક્ષમ અને તેના પરિવારનું અપહરણ ચાર્મ નામના એક ખાતરનાક આતંકવાદીએ કર્યું હોય છે. તેની મુલાકાત સક્ષમ સાથે થાય છે. પોતાની સાચી ઓળખ જણાવ્યા બાદ તે સક્ષમના માથે બંદૂક તાંકે છે. 

 

હવે આગળ....

 

 

 

                 જિંદગી દો પલકી... Part - 2

 

 

 

ચાર્મની વાત સાંભળી સક્ષમને ખુબ જ આઘાત લાગ્યો સાથે સાથે તેને તેના પરિવારની ચિંતા થતી હતી. ચાર્મ તાકેલી બંદૂક જોઈ તે ગભરાઈ ગયો. કપટી મુસ્કાન સાથે ચાર્મે બંદૂકનું ટ્રિગર દબાવ્યું. 

 

કોઈપણ પ્રકારની હિલચાલના થતાં સક્ષમે આંખો ખોલી. " લાગે છે તારી નસીબ સારું છે. ચલ તને કઈ બતાડું. તારા માટે એક સરપ્રાઈઝ છે. " રહસ્યમય સ્વરમાં ચાર્મ બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો. સક્ષમને ખુબ જ નવાઈ લાગી. ચાર્મના જતાની સાથે જ કાળા કપડાંધારી વ્યક્તિઓ ફરી પાછા અંદર આવ્યા. તેમાંથી બે જણે સક્ષમના હાથ અને પગ ખોલ્યા અને તેને મજબૂતીથી પકડીને રૂમની બહાર લઈ ગયા. બહાર આવતાની સાથે તેને ખ્યાલ આવ્યો કે તેઓ કોઈ જૂની ખંડેર ઈમારતમાં છે. સક્ષમ છૂટવાની નીર્થક કોશિશ કરવા લાગ્યો. પણ કાળા રંગના ગણવેશમાં ઉભા લોકો સક્ષમ કરતા વધુ સંખ્યામાં અને સક્ષમ કરતા વધુ મજબૂત હતા. સક્ષમનું જોર તે બધાની આગળ નબળુ પડતું હતું. તેના હાથ ફરી પાછા સાંકળની સાથે બંધવામાં આવ્યા. સામે ચાર્મ તેની સામે પીઠ કરી ઊભો હતો. તેણે કોઈકને ઈશારો કર્યો અને બે વ્યક્તિઓ એક બીજાની વિરુદ્ધ દિશામાં ગયા. બંને ગુંડાઓ એક બાજુથી રતનભાઈ અને દક્ષાબેનને લઈને આવ્યા. સક્ષમ તેમને જોઈ આઘાત પામ્યો. બંનેના હાથ પાછળની તરફ બંધાયેલા હતા અને તેમની આંખો પર પણ પટ્ટી બાંધવામાં આવી હતી. તેમને જોઈ સક્ષમ ચિલ્લાયો, " મા , પાપા " " પ્લીઝ મારા મા પાપાએ તમારું શું બગાડ્યું છે ? મારા મા પાપાને છોડી દો. " ચાર્મની આગળ કરગરતા સક્ષમ બોલ્યો. સક્ષમનો અવાજ સંભળીને દક્ષાબેન અને રતનભાઈને નવાઈ લાગી. તેમને કઈ પણ સમજ પડતી ના હતી કે આ બધું શું થઈ રહ્યું છે. " હા , તો હું ક્યાં કહું છું કે હું તેમને પકડીને રાખીશ. હું પણ તેમને આઝાદ જ કરવા માંગુ છું. હંમેશા માટે આઝાદ કરવા માંગુ છું. " કપટી સ્મિત સાથે ચાર્મ બોલ્યો. સક્ષમ હજી કઈ સમજીને રોકે તે પહેલા જ ચાર્મે કોઈકને ઈશારો કર્યો અને બે વ્યક્તિઓએ રતનભાઈ અને દક્ષાબેનના પેટમાં છુરો ખૂંપી દીધું. રતનભાઈ અને દક્ષાબેનના મોંમાંથી ચીસ નીકળી પડી. બંનેના પેટમાંથી લોહીની ધારા વહી નીકળી અને બંનેના શવ જમીન પર પટકાયા. સક્ષમ પોતાના હાથ છોડવાની કોશિશ કરવા લાગ્યો. ચાર્મના ઈશારા પર બે ગુંડાઓએ સક્ષમના હાથ મુક્ત કર્યા. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર સક્ષમ દક્ષાબેન અને રતનભાઈ પાસે પહોંચ્યો. તે બંનેના નિર્જીવ દેહ પર હાથ મૂકી આક્રંદ કરવા લાગ્યો. તેની આંખો રોષ અને રડવાને કારણે લાલ થઈ ગઈ હતી. તેણે ચાર્મ તરફ ગુસ્સામાં જોયું. ચાર્મના ચહેરા પર હજી પણ તેજ કપટી સ્મિત યથાવત હતું. તેનું સ્મિત જોઈ સક્ષમનું લોહી ઉકળી રહ્યું હતું. સક્ષમ ગુસ્સામાં ચાર્મ તરફ આગળ વધ્યો અને તેના ગળા પર હાથ રાખીને બોલ્યો, " મારા મા.. પાપા..એ તારું શું બગાડ્યું હતું? " સક્ષમ બરડ્યો. તેનો જવાબ આપવાને બદલે ચાર્મ કપટી સ્મિત સાથે બોલ્યો, " હજી તારા માટે એક ગિફ્ટ રાહ જોઈ રહી છે. " તે ઘણી શાંતિથી બોલ્યો. સક્ષમ ગુસ્સામાં તેની તરફ જોઈ રહ્યો. તેટલામાં તેની નજર તેની કમ્મર પાસે ખોસેલી છૂરીઓ પર પડી. ચપળતાથી તેણે તેમાંથી બે છૂરી ખેંચી અને જે બે લોકોએ રતનભાઇ અને દક્ષાબેનની હત્યા કરી હતી તેમની તરફ ફેંકી. પળવારમાં તે છૂટીઓ તે બંને ગુંડાઓની છાતીમાં ખૂંપી જતા બંને જમીન પર ઢળી પડ્યા. ચાર્મની વાતથી સક્ષમને પ્રેક્ષાની ચિંતા થઈ રહી હતી. તેણે એક નજર ચાર્મ તરફ કરી. ચાર્મે કોઈકને ઈશારો કર્યો અને ફરી પાછા બે ગુંડા અંદર ગયા. થોડી વારમાં તેઓ કપડામાં કઈ લઈને આવ્યા. સક્ષમને ધ્રાસ્કો પડયો. સક્ષમ ધીમે પગલે તે તરફ આગળ વધ્યો. ધીમે રહીને સક્ષમે તે કપડું હટાવ્યું. મનોમન તે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે જે વિચારે છે તે ખોટું પડે. તેણે કપડું હટાવી પોતાની બંધ આંખો ખોલી, સામે પ્રેક્ષાનું મૃત શરીર પડ્યું હતું. પ્રેક્ષાનું આખું શરીર ભૂરું થઈ ગયું હતું. સક્ષમ સાવ ભાંગી પડ્યો. તેની સામે તેનો આખો પરિવાર મૃત અવસ્થામાં પડ્યો હતો. પ્રેક્ષાના ગાલ પર હાથ મૂકી સક્ષમ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. પ્રેક્ષાનું ભૂરું શરીર જોઈ તેના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. સક્ષમ ચાર્મને મારવાના ઇરાદાથી તેની તેની તરફ ફર્યો. ચાર્મ પહેલેથી તેના ઇરાદા જાણી ગયો હોય એમ તે તેની તરફ ગણ તાંકી ઊભો હતો. " તને છોડીશ નહીં. " સક્ષમ આગ ઝરતી આંખે બોલ્યો. " એક મિનિટ એક વાત ક્લીયર કરી લે. તારી વાઇફ ઝેરી સાપના ડંખથી મરી છે. મે કઈ નથી કર્યું. " બોલતા બોલતા તેણે તેની બંદુકનું ટ્રિગર દબાવ્યું અને જોરમાં અવાજ આવ્યો. 

 

" ધડામ.... "

 

📖📖📖

 

ભર ઊંઘમાંથી ગભરાઈને સક્ષમ બેડમાં બેઠો થયો. ઘડિયાળ તરફ નજર કરી તો ઘડિયાળમાં 6 વાગવામાં પાંચ મિનિટની વાર હતી. પરસેવે રેબઝેબ તે આખો નવાયી ગયો હતો. તેણે એસીનું ટેમ્પ્રેચર ઘટાડ્યું. " Thank God! સપનું હતું. " છાતી પર હાથ મૂકી તે બબડયો. ઓછા ટેમ્પ્રેચરમાં પણ તેને પરસેવો વળતો હતો. તેણે બાજુમાં નજર કરી. બાજુ પ્રેક્ષા ના હતી. તેણે પ્રેક્ષાનું ભૂરું શવ યાદ આવ્યું. " ના... ના... તે મારું સપનું હતું. " ગભરાતો ગભરાતો તે બબડયો. ઘરમાં તેના સિવાય બીજું કોઈ નહિ હતું. તે બધા જ રૂમ, રસોડું અને ગાર્ડનમાં બધે જ જોઈ વળ્યો પણ કોઈ દેખાતું ન હતું. તેનું મન ઘણી શંકા - આશંકાઓથી ઘેરાઈ વળ્યું. તે માથે હાથ દઇ સોફા પર ફસડાઈ પડ્યો. તેને તેનુ સપનુ અમુક અંશે સાચું પડવાનું હોય તેવું લાગવા લાગ્યું. ત્યાં તેનું ઘ્યાન ટીપોઇ પર પડેલા લેટર પર ગયું. લેટરમાં અક્ષર પ્રેક્ષાના હતા. 

 

" સક્ષમ , ગેસ્ટ રૂમ માં મૂકેલા કપડાં પહેરી સરસ તૈયાર થઈ. નીચેના એડ્રેસ પર સાત વાગે પહોંચી જજો. " એવું લેટરમાં લખેલું હતું. નીચે કોઈ હોટેલનું એડ્રેસ હતું. સક્ષમને કઈ સમજાયું નહિ તે ગેસ્ટરૂમમાં ગયો. બેડ પર કપડાં મૂકેલા હતા. તેણે ઘડિયાળ તરફ નજર કરી. સાડા છ થઈ ગયા હતા. ફટાફટ કપડાં લઈ તે તૈયાર થવા ગયો. 

 

📖📖📖

 

સક્ષમની ગાડી ફૂલ સ્પીડે તે હોટેલ તરફ જઈ રહી હતી. ગાડીની સ્પીડ તેના મનમાં ચાલતા વિચારોની સ્પીડ બતાવતું હતું. " જ્યાં સુધી હું તેમને સહી સલામત જોઈ નહી લઉં ત્યાં સુધી મને ચેન નહી પડે. " ગાડી ચલાવતો તે બબડી રહ્યો. થોડીવારમાં હોટેલની સામે સક્ષમની ગાડી અટકી. ગાડી પાર્ક કરી સક્ષમ ફટાફટ હોટેલમાં પ્રવેશ્યો. સક્ષમ પોતાના પરિવારને મળવા માટે હાંફલો ફાંફડો થતો હતો. થોડી મિનિટો પણ જાણે તેને કલાકો સમાન લાગતી હતી. ફાઇનલી તે એક રૂમમાં પ્રવેશ્યો. રૂમમાં ચારે તરફ અંધારું હતું. 

 

 

શું સક્ષમ ની આશંકાઓ સાચી પડશે ?

શું સક્ષમને ને પ્રેક્ષા એ શા માટે આમ હોટેલમાં બોલાવ્યો હશે? 

શું તેનો પરિવાર કોઈ મુસીબત માં તો નથી ને? 

ઘરના બધા સભ્યો ક્યાં ગયા હશે?