Even a love affair books and stories free download online pdf in Gujarati

એક મોહબ્બત ઐસી ભી

અરે વીર અહીંયા આવ ને કેવી મજા આવે છે પાણીમાં પગ મૂકી છબછબિયા કરવાની જલ્દી આવ વત્સલા વીરને ખેંચીને પાણીમાં લઈ આવી. બંને નદીના કિનારે છીછરા પાણીમાં પગ ઝબોળી અને પછી ત્યાં નજીક નદીની રેતમાં બેસી કલાકો સુધી વાતો કરે. લગ્ન થયા ત્યારથી દર શનિ રવિનો આ એમનો નિયમ . આખું અઠવાડિયું ગમે તેટલું કામ હોય, જિંદગી એક ઘરેડમાં ચાલતી હોય પણ શનિ-રવિ બંને પોતાની મનગમતી જગ્યા નદી કિનારે આવીને બેસે. નદી કિનારે બેઠા બેઠા છે અલકમલકની વાતો થાય, ભૂતકાળની યાદો તાજી કરાય, બંને ભવિષ્યના સોનેરી સપના ના તાના બાના ગુંથે , ને વર્તમાનને મન ભરીને માણે.

ઘણીવાર બંને વચ્ચે તકરાર થઈ જાય. થોડા રીસામણા-મનામણા થાય, વત્સલા રિસાઈ જાય પણ પછી પસ્તાવો પણ કરે હું ખૂબ જ ઝઘડા કરું છું નહીં ?
દાંપત્યજીવનમાં મીઠી તકરારો થી એકબીજા માટેનો સ્નેહ વધારે મજબૂત થાય વીર સમજાવે
હા હા સાચી વાત છે વીર આપણે બહુ ગળ્યું ખાઇએ ને તો ડાયાબિટીસ થવાનો ડર રહે એમ દાંપત્ય જીવનમાં પણ પ્રેમ ની મીઠાસ સાથે કારેલાની કડવાશ અને મેથી દાણા તથા હળદર જેવી તૂરાશ પણ જરૂરી છે શું કહેવું વીર ?? વત્સલા મસ્તી એ ચડી જાય .
હા પણ વસુ આપણે બંને નદી કિનારે બેસીને સાથે જે સપનું જોઇએ છીએ તે આપણે ચોક્કસ પૂરું કરવું છે
આપણે આપણી જિંદગીમાં સ્ટેબલ થઇ જઈએ પછી એક સેવાશ્રમ બનાવવો છે જ્યાં નિરાધાર બાળકો હોય કે નિરાધાર મા બાપ બધાને આશરો મળી રહે. જ્યાં બાળકોને દાદા દાદી નો પ્રેમ મળી રહે અને માવતરને સંતાનોનો સાથ મળી રહે. દાદા દાદી બાળકોને વાર્તા સંભળાવે , પૂજા પાઠ શીખવાડે ને આપણી સંસ્કૃતિની સમજ આપે. ને બાળકો માવતરને સંતાનોની હુંફ પૂરી પાડે . એક અલગ જ માહોલ રચાય. અત્યારે અનાથ આશ્રમ પણ ઘણા છે અને વૃદ્ધાશ્રમ પણ ઘણા છે. પણ એક આવું ધામ હોય જ્યાં સંતાન અને માવતર સાથે મળી કિલ્લોલ કરે.
હા આપણે ચોક્કસ આપણું સપનું સપનું પૂરું કરીશું
પ્રોમિસ વસુ ? અરે બાબા પ્રોમિસ તને તારી વસુ પર ભરોસો નથી ?
અરે જીવથી પણ વધારે ..

વત્સલા અત્યારે નદી કિનારે એક પથ્થર પર બેસી દૂર ક્ષિતિજમાં જોઈ રહી હતી એને આ બધી વાતો યાદ આવી રહી હતી. હા જેની સાથે મળી આ બધા સપના જોયા હતા એતો પોતાને એકલી મૂકી દૂર ક્ષિતિજમાં ખોવાઈ ગયો હતો. એ પછી ઘણા સમય સુધી વત્સલા ગુમસુમ બની ગઈ બધા એને ખૂબ સમજાવતા , જિંદગીમાં આગળ વધવા માટે ... પણ વત્સલા ને તો આ જિંદગી બોઝિલ લાગતી હતી એને થતું હતું કે હું પણ મોતને વ્હાલું કરી લઉં. પણ વીરે એને કહ્યું હતું કે વસુ મરેલા પાછળ મરવું તો સહેલું છે અઘરું છે એની યાદમાં જીવવું એના સપના પુરા કરવા અને તારે આ કામ કરવાનું છે. મને વિશ્વાસ છે મારી વસુ દરેક ચુનોતી પર ખરી ઉતરશે.
વસુ આ બધી વાતો યાદ કરી પરિસ્થિતિ સામે લડવા માટે મક્કમ બની. પોતાની દુઃખદર્દ હાસ્યની પાછળ છુપાવી રાત દિવસ આ કાર્ય માટે જૂટી રહી. અને તમે મક્કમ બની કોઈપણ વસ્તુ ની પાછળ લાગી જાઓ ને સાહેબ તો કોઈની તાકાત નથી કે તમને સફળ થતાં રોકી શકે, બસ વસુ એ આનું જીવતું જાગતું ઉદાહરણ. બસ રાત દિવસ મનમાં એક જ રટ કે મારે મારા વીર નું સપનું પૂરું કરવું છે. કાલે એ અનોખા સેવાશ્રમ નું ઉદ્ઘાટન છે. વસુ આજે નદી કિનારે પોતાના વીર ને મળવા આવી છે વીર કાલે આપણું સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે.

લીલી વનરાજીથી છવાયેલી સુંદર મજાની જગ્યા છે. પહેલાના સમયની યાદ અપાવી તેવું સુંદર નકશીકામ વાળુ અને લાકડાનું બનેલું "વીર વાત્સલ્ય ધામ " અક્ષરો ઉપસાવતું ભવ્ય પ્રવેશદ્વાર. આશ્રમને ફુલોથી શણગાર્યો છે. આશ્રમના ચોગાનમાં નાનુ સાદું સ્ટેજ બનાવેલું છે. તેના પર એક સાઈડ ટેબલ પર વીરની કાષ્ટની મૂર્તિ જાણે મંદ મુસ્કુરાઈ રહી છે. મહેમાનો ખુરશી માં બિરાજમાન છે. એક સાઇડ બાળકો અને વૃદ્ધો બેઠા છે જે પોતાની જાતને નિરાધાર સમજતા હતા આજે તેઓ આશ્રમમાં આવી એક પરિવાર બની ગયા છે દરેકના મોઢા પર ખુશીની ચમક જોવા મળી રહી છે. વત્સલા એ વીર ના માતા પિતા ના હાથે આશ્રમ નું ઉદઘાટન કરાવ્યું. બંનેની આંખોમાં આંસુ હતા. અમે સમજતા હતા કે અમારો પુત્ર તો ગયો પણ અમારી પુત્રવધુએ આ કાર્ય દ્વારા અમારા પુત્રને જીવંત રાખ્યો છે એનું સપનું પૂર્ણ કરીને.
ને વીર પોતાની પ્યારી વસુને આંખોથી પ્યાર જતાવતો મંદ મુસ્કાન સાથે સેલ્યુટ કરી રહ્યો હતો ને વસુએ એ મુસ્કાન ને પોતાની આંખોમાં કેદ કરી લીધી.
એક મોહબ્બત ઐસી ભી......