Micro fiction - 1 books and stories free download online pdf in Gujarati

માઈક્રો ફિક્શન સંગ્રહ - 1

મુખોટું (-૧ )

સુનિતા બેન આજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર ચાર થી પાંચ કાર્યક્રમમાં નારી સ્વતંત્રતા, અને સ્ત્રી સ્વાભિમાન પર ખુબ મોટાં મોટાં ભાષણ આપીને, લગભગ આઠ નાં ટકોરે થાકીને પોતાનાં ઘરે આવે છે, ને ઘરે ભોજન તૈયાર ન મળતાં ઘરે ઉધામા મચાવે છે. બીજા દિવસે સવારે સમાચાર પત્રમાં મોટા અક્ષરે લખ્યું હતું કે" જાણીતા સમાજસેવિકા સુનિતા બેનની વહુએ લગ્નના ટુંક સમયમાં જ ગળે ફાંસી ખાઈને જીવન ટુંકાવ્યું".




બાપ્પાને ભોગ(-૨ )


ગણપતિ પંડાલમાં આરતી બાદ સવજી ભાઈની વહુએ એના દિકરાને ભોગની થાળી આપતા કહ્યું કે, લાલા જા આ ભોગ ની થાળી બાપ્પાને સામે ધરાઈ આવ, ને હાથ જોડી બાપ્પાને પ્રાર્થના કર, હે બાપ્પા અમારી ભૂલોને ક્ષમા કરો ને પ્રેમથી જમો. તમારો હેત અમારા પર સદૈવ રાખજો. લાલો ભોગની થાળી લઈને પંડાલ નાં ગેટ પાસે બેસેલા એના દાદાના હાથમા આપે છે, ને હાથ જોડી કહે છે, અમારી ભૂલોને ક્ષમા કરો ને પ્રેમથી જમો. તમારો હેત અમારા પર સદૈવ રાખજો. ત્યાં ઉભેલા દરેકની આંખો એક મિશ્રિત ભાવ સાથે સવજી ભાઈ અને એમની વહુને જોયા રાખે છે.


દોસ્ત નામે દુશ્મન (-૩ )

પાંત્રીસ વર્ષની ઉંમરે પણ મિતનાં લગ્ન થતાં નહોતાં. કારણ હતું મિતનું મિત્ર વર્તુળ. મિત દરેક વખતે પોતાના બે ખાસ મિત્રોને લઈને જ કન્યા જોવા જતો. અને એ બન્ને કોઈ ને કોઈ ખામી બતાવીને મિતને વાત આગળ વધારતા રોકી લેતા. આ વખતે મિતનાં દુરના મામાએ મિત માટે માંગુ નાંખ્યું હતું. પણ છોકરી જોવા એમનાં શહેરે જવું એવી શરત પણ હતી. ઘરના બધા સાંજની ગાડીમાં જવાની તૈયારી કરતા હતા, આ વખતે બન્ને મિત્રોને કોઈપણ કારણસર સાથે નહિ લઈ જવાની મમ્મીની ચેતવણી એ મિત ઉદાસ હતો. પણ કમને સાથે ગયો.

મિતને રોશની દેખાવમાં જરા ઉતરતી લાગી. પણ વાત કરતા સમજુ અને પ્રેમાળ લાગી. બન્ને તરફની પ્રસ્તાવ સ્વીકાર થયો, અને ટુંક સમયમાં જ લગ્ન ની તારીખ નક્કી થઈ. ઘરે આવતા જ મિતનાં બન્ને મિત્રો ઘરે આવ્યા ને જ્યારે મિતની મમ્મીએ મીતનાં ટુંક સમયમાં લગ્ન નક્કી થયાની વાત કરી તો બન્નેનાં મોઢા ફિકા પડી ગયા. એમણે રોશનીનો ફોટો જોઈને મિતને સગાઈ તોડવા કહ્યું, બદલમાં મિતે એમને ઘરની બાર કાઢીને હમેશા માટે દરવાજા બંધ કરી નાખ્યાં.



લક્ષ્મી!!!!!(- ૪)

સુનાયનાને ચોથી સુવાવડ આવવાની હતી, એની સાસુ કમળાએ ચોખ્ખું કહી દીધું હતું કે, જો સોરો જણે તો જ મારા ઘરનું ઉંબરું ઓળંગજે, નકર તારી સોડીને લઈને ક્યોંક હેડી જજે, તારુ કાળુ અપશુકનિયાળ મોઢું લઈને મારી હામે નો આવતી. જો સોડો આવશે તો આ વખતે નવરાત્રિમાં આઠમે માને આમંત્રણ આલીને નવદુર્ગા જમાડિશ.
આઠમે સવારે પ્રસુતિની પીડાથી છુટીને સુનયનાને કંઈ દાઈના શબ્દો સંભળાયા, સાક્ષાત........!!!???


પહેલી ફરજ દેશ (-૫ )


તરુણનાં ઘરે પારણું બંધાવાને બસ અમુક ક્ષણોની જ વાર હતી. સ્મિતાને લેબર રૂમમાં લઈ જવામાં આવી હતી. અધીરતા અને આતુરતાનો અંત આવે એ પેહલા જ તરૂણનાં ફોને મેજર સાહેબનો સંદેશ આવ્યો, સરહદે જંગ છેડાઈ છે, ને જેસે હો ની સ્થિતિમાં તરતજ ડ્યુટી જોઈન કરવી પડશે. મેસેજ જોઈને તરુણ ઘર તરફ દોડ્યો, પોતાના આવનાર સંતાનનું મોઢું જોવા પણ ઉભો ન રહ્યો. એના માટે એનો દેશ જ એની પહેલી ફરજ હતી.

આજ તરૂણ નો ચાર વર્ષનો દિકરો સ્મિતાને પુછી રહ્યો છે, મમ્માં બધાના ડેડી સ્કૂલ મુકવા આવે છે, મારા ડેડી ક્યારે આવશે. મને ડેડીને મળવું છે. I Miss him. ને સ્મિતાની નજર તરૂણનાં ફોટા સામે અટકી જાય છે.



ફરેબ (-૬)


પ્રિયા એના પ્રેમી મનીષ સાથે કોર્ટ મેરેજ કરવા જઈ રહી હતી. પ્રિયાની બેસ્ટ ફ્રેન્ડ વનિતા એને પોતના ઘરે લઈ જાય છે અને આજ બન્ને ત્યાંજ રોકાશે ને કોલેજની પરિક્ષાની તૈયારી કરશે, એ બહાને લઈ જાય છે. વનિતા અને પ્રિયાએ એવું નક્કી કર્યું હતું કે કોર્ટ મેરેજ પછી ધીરે ધીરે ઘરમાં બાપુજીને વાત કરવી. આવી વાત અને વચન આપી બન્ને સખીઓ છુટ્ટી પડે છે, ને પ્રિયા સાંજ સુધીમાં મનીષે આપેલા સરનામે પોહોંચિ જાય છે. પણ ત્યાં મનીષ ને બદલે કોક બીજો છોકરો હોય છે, જે એની મનીષ સાથે ફોન પર વાત કરાવે છે, એટલે બિચારી પ્રિયા મનીષની વાત માનીને એ છોકરા સાથે એની પાછળ જાય છે. ને મનીષના ફરેબનો શિકાર બને છે.

આજ સાત વરસ પછી, પ્રિયાના ગામનો સુરજ એક બેનામ જગ્યાએ પ્રિયાને અચાનક મળી જાય છે, પણ એની માટે એ છોકરી પ્રિયા નહિ પણ પિયારી બાઈ હોય છે!!!!



સુનવણી (- ૭ )






મનજી અને કાનજી બન્ને જુડવા ભાઈ.જ્યારે જુઓ ત્યારે એકબીજાની સાથે જ હોય. બન્ને એકદમ અલ્લહડ, તોફાની અને ભેજાબાજ. આમનો એક ખાસ મિત્ર સુમીત. ત્રણે ની જુગલબંધી ખૂબ જોરદાર. પણ સુમિતને એકદિવસ કઈક નવીન કારસ્તાની સુજતા એણે બન્ને વચ્ચે ઝગડો લગાવવાની કોશિશ કરી. બન્ને ભાઈઓ વચ્ચે મનભેદ કે મતભેદ તો ન થયો, પણ એમનો સુમિત સાથેનો ઝગડો ખુબ વધી ગયો. વાત જીવ લેવા સુધીની આવી ગયી. બીજે દિવસે સાંજે, સુમીતના પપ્પાએ સુમીતના મોતમાં મનજી અને કાનજીને ગુનેગાર ઠેરવી ને કેસ દાખલ કર્યો. છેલ્લા પંદર વર્ષથી કેસ ચાલી રહ્યો હતો.આજ એ જ કેસની અંતિમ સુનવણીમાં મનજી કાનજી હાજીર હો ની બૂમ પડતા બન્ને તંદ્રામાંથી બહાર આવે છે.