Daityaadhipati - 9 in Gujarati Mythological Stories by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યાધિપતિ II - ૯

દૈત્યાધિપતિ II - ૯


સુધાને આધિપત્યએ હિંસાયો અને ધિવરોનો યુધ્ધ યાદ અપાવ્યો. દૈત્યધિપતિની શરૂઆતમાં તેઓની કથા હતી. 

હું તમે તે કથાનો સાર કહું છું-

આધિપત્યમાંથી, જૂના જમાનામાં એક નદી પસાર થતી હતી, ગિરક્ષા નદી. ગિરક્ષા નદી સૂકાવી રહી હતી, આધિપત્યનું સરોવર  સુકાઈ ગયુ હતુ, અને આધિપત્ય રાજ્યમાં મહામારી ફેલાઈ હતી. હિંસાયોને આધિપત્ય પર કબજો જમાવો હતો, તેથી તેઓ બાજુના રાજ્ય, વિરાજિયા સાથે મળી રાત્રે હુમલો કરવાના હતા. 

વિરાજિયા, ધિવરપ્રસ્થ, અને હિંસયા રાજ્યોએક જગ્યાએ મળતા હતા, ગિરક્ષા નદીના કાંઠે. જો આધિપત્ય પર પાળ બાંધી ગિરક્ષાનું પાણી આધિપત્ય તરફ લઈ જવામાં આવે તો, બીજા રાજ્યોને પાણી પણ નહીં મળે, અને ત્યાંનાં સૈનિકો તે  નહેર થી થઈ બીજા રાજ્યે, ગુપ્ત રીતે પહોંચી શકશે. 

વિરાજિયાથી હિંસયા કોઈ પણ ગુપ્તચર નદીથી જ જતો, અને જો નદી જ ન રહે.. તો તેઓ એક બીજાને સંદેશ નહીં પોહોંચાડી  શકે. પણ પછી પાળ બંધાયો, અને હિંસાયોએ એકલા હાથે હુમલો કર્યો. હુમલો કર્યો, અને હિંસાયોની રાણી સ્ફુલિંગા, તે યુધ્ધમાં મૃત્યુ પામી. મૃત્યુ પામતા પહેલા, તેને પોતાની દાસી મહિકાંક્ષાંના હાથમાં એક પત્ર આપ્યો હતો, જે પત્રમાં લખ્યું હતું કે.. આધિપત્યના માહાત્મ્યાએ  તેને મારી હતી. બદલામાં, તેના સિપાહીઓ માહાત્મ્યના દીકરાના લગ્નમાં ગયા હતા. તે પહેલા જ ધિવરોની સેનાની એક ટુકડીએ તેઓને થોભ્યા હતા. 

તો પણ એ, માહાત્મ્યનો દીકરો મૃત્યુ પામ્યો. પત્નીને હાર પરોવી, પોતાની મૃત્યુને પણ તે પરણ્યો. કારણકે.. તેની પત્ની, સપ્તપતિ સોનારની દીકરી, વામાંએ જ લગ્ન મંડપમાં તેને મારી નાખ્યો. 

સૂયાન સિહણને મારી શકે, તે  પહેલા જ તે મરી ગયો. 

તે વામાંના કારણે. 

વામાંએ સિહણને બચાવી લીધી. સિહણની આત્મા માહાત્મ્યમાં હતી. અને સવિત્રદાની આત્મા સ્ફુલિંગામાં હતી. 

પણ માહાત્મ્યનો દીકરા પોતાના પિતાને કેમ મારે? આ પ્રશ્નનો જવાબ મળેત, જો વામાં ન હોત. 

વામાંને કયા ખબર હતી, આ કથાની.. કે પછી તેની સાથે શું થશે. 

‘સુધા, તું વામાં છે.’

‘પણ હું દૈત્યાને કઈ રીતે બચાઉ?’

‘વામાં એ મને કીધું હતું, કે તે ફરી જ્યારે વામાં રૂપ ધરશે.. ત્યારે તે સૂયાનને મારી નાંખશે.’

‘અમેયને?’

‘હા. અમેયને મારી નાખ.’

‘પણ દૈત્યા કોણ છે.’

‘એને નથી ખબર કે તે દૈત્યા છે.’ 

‘પણ દૈત્યા છે કોણ?’

‘અમૃતા.’

‘થેઓએની સાથેજે અમૃતા હતી, તે?’

‘હા.’

સુધાતો સ્તબ્ધ જ રહી ગઈ. 

સાચ્ચે શું અમૃતા જ દૈત્યા હતી. 

‘તો પછી અમૃતા અને અમેય અલગ કેવી રીતે થયા. સૂયાનની આત્માના બે અંશ થઈ ગયા?’

‘તે અસંભવ છે. ના. તેઓ એક જ વ્યક્તિઓ છે.’

‘મતલબ?’

‘જ્યારે માહાત્મ્યનો દિકરો મૃત્યુ પામ્યો, ત્યારે તેની આત્મા એ સૈનિકનું રૂપ ધારણ કરી માહાત્મ્ય, એટલે કે સિહણ, ને મારી નાખ્યો. પણ તેનું બીજું સ્વરૂપ.. એ કાલ્પનિક હતું.’

‘મને સમજણ નથી પડતી.’

‘તે એક આત્માએ બે શરીર ધારણ કર્યા. એક જ જન્મમાં તે ન થાય. બીજું સ્વરૂપ તે ફકત લોકોને દેખાય તેવું હતું. તે સાચી માત્રામાં એક દૈત્ય હતો. માયાવી. રૂપ બદલી નાખે તેવો દૈત્ય.’

‘અને જે રૂપ ન બદલે, તે દૈત્યા.’

‘હા.’ 

‘ત્યારથી આજ ચાલે છે?’

‘ના. જ્યારે સૂયાન પહેલા મરે, ત્યારે આવું થાય.’

‘એટલે અમૃતા મરશે, પછી જ અમેય સિહણને મારશે.’

‘એવું થાત, જો તું અહી ન હોત.’

‘મતલબ?’

‘વામાં કાલ્પનિક અને સાચા સૂયાન-રૂપને મારી શકે છે.’

‘એટલે હું અમૃતા અને અમેયને -’

‘કે ખાલી અમેયને. એટલે જ તો તે તારા પ્રેમમાં પડવાનો નાટક કરે છે. તેે ખબર છે કે, તું તેને મારી નાખીશ. માયાવી છે, તને બાંધી દીધી છે. તું એને માર, અને હું અમૃતાને જોઈ લઇશ.’

‘શું!’

‘અમૃતા તે મારામાં વિલીન થશે જ, તે પછી તરત જ તેને મુક્ત કરવા તારે અમેયને  મારવો પડશે.’

   

 

 

 

 

 

 

 

Rate & Review

Chovisi College

Chovisi College 5 months ago

Pinal Pujara

Pinal Pujara 10 months ago

Jaydeep R Shah

Jaydeep R Shah 11 months ago