Sathiya - 1 books and stories free download online pdf in Gujarati

સાથિયા - ભાગ-1

નમસ્તે મિત્રો કેમ છો બધા? મિત્રો હુ આપ સહુનો ખુબ ખુબ આભાર માનુ છુ કે આપ સહુએ મારી બધી ધારાવાહિક સનસેટ વિલા, પ્રેમની સજા, પ્રેમાત્મા, જંગલરાઝ, સપનાની અનોખી દુનિયા, આપ સહુએ ખુબ પસંદ કરી. મિત્રો હુ આપની સમક્ષ એક નવી ધારાવાહિક લઇ ને આવ્યો છુ હુ આશા કરુ છું કે આ ધારાવાહિક આપ સહુને ખુબ જ પસંદ આવશે. તો હવે આપનો વધારે સમય ના લેતા હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ.
શહેરની એક પ્રખ્યાત અને મોટી હોટલ જેમા એક લગ્નપ્રસંગ ચાલી રહ્યો હતો. મોટા મોટા ઘરના લોકો એ પ્રસંગ મા જોડાયા હતા. લોકો આતુરતાથી દુલ્હન ના મંડપમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ થોડીવારમાં દુલ્હન ની એન્ટ્રી થાય છે.બધા દુલ્હન નું રૂપ જોઇને એકદમ દંગ રહી જાય છે. દુલ્હન ની આંખો એના દુલ્હાને શોધે છે. પણ એનો દુલ્હો ક્યાય દેખાતો નથી. એ થોડી નર્વસ થઈ જાય છે. પાછળથી માતા શાંતાબેનનો અવાજ આવે છે. સુહાના (દુલ્હન નુ નામ) અહીં શુ કરે છે?
સુહાના : કંઈ નહિ હુ મોહિત (દુલ્હા નુ નામ) ને શોધુ છુ.
શાંતાબેન : એ અહિ ક્યાં હશે તુ ચાલ બધા મહેમાન તને મળવા માંગે છે.
સુહાના : સારુ ચાલ પણ પપ્પા ક્યાં છે.
નયન ભાઈ ( સુહાના ના પપ્પા) : હું અહી જ છુ દિકરી તારી પાછળ ચાલ આપણે બધા મહેમાન ને મળી લઈએ.
બધા મહેમાનો ને વારાફરતી મળે છે. પણ સુહાના ની નજર મોહિત ને શોધી રહી હતી. એ મન મા વિચારે છે કે જાનતો કયારની આવી ગઈ બધા જ અહીં છે પણ મોહિત ક્યાં છે? અચાનક એની નજર ઉપર જાય છે તે મોહિતને ઉપર જોવે છે એ ફોન પર વાતો કરતો હોય છે. સુહાના વિચારે છે કે હુ પણ ઉપર જાઉ અને મોહિત ને સરપ્રાઇઝ આપુ. મને દુલ્હન ના રૂપ માં જોઇને મોહિત ખુશ થઈ જશે. સુહાના ધીરે ધીરે ઉપર જાય છે. ઉપર પહોંચે છે તો મોહિત નો અવાજ સંભળાય છે. એ ફોન પર ગુસ્સામા કોઈની સાથે વાત કરી રહ્યો હોય છે.
મોહિત ( ફોન પર ) : તુ સમજવાની કોશિશ કર અને મને થોડો સમય આપ હુ પણ આ લગ્ન કરવા નથી માંગતો હું કંઈ પણ કરી આ લગ્ન રોકી લઈશ. તુ હમણા કંઈ ના કરીશ મને થોડો સમય આપ હુ લગ્ન તારી સાથે જ કરીશ
આ સાંભળી સુહાના ભાંગી પડી એના મોઢામાંથી મોહિત નુ નામ નીકળી ગયું. એ સાંભળી મોહિત પાછળ ફરે છે સુહાના ને જોઈ ને એ તરત જ ફોન ક્ટ કરી દેય છે.
સુહાના : મોહિત આ બધુ શુ છે ? તમે કોની સાથે વાત કરતા હતા ? તમે મારી સાથે લગ્ન કરવા નથી માંગતા ?
મોહિત : સુહાના તુ જાણી જ ગઈ છે તો સાંભળ હું તારી સાથે નહિ પણ હુ જેને દિલોજાન થી પ્રેમ કરુ છુ એ અંજલિ સાથે લગ્ન કરવા માંગુ છું.
સુહાના : પણ મોહિત તમે તો મને ખુબજ પ્રેમ કરો છો મારી સાથે લગ્ન કરી રહ્યા છો આજે આપણા લગ્ન છે તો પછી આ અંજલિ ક્યાંથી આવી? કોણ છે આ અંજલિ ?
મોહિત : તારે એના વિશે જાણવાની કોઈ જરુર નથી હુ તને એના વિશે કંઈ જણાવવા પણ માંગતો નથી. મારે તારી સાથે લગ્ન નથી કરવા સમજી
સુહાના : મોહિત નીચે બધા મહેમાન છે અને જો તમે કંઈ ગરબડ કરશો તો મારા મમ્મી પપ્પા ની ઇજજત જશે તમે કેમ આવુ કરો છો હું તમને કેટલો પ્રેમ કરુ છુ
મોહિત : પણ હુ તને પ્રેમ નથી કરતો અને તારી સાથે લગ્ન પણ કરવા નથી માંગતો
આટલુ કહી મોહિત ત્યાંથી જતો રહે છે. સુહાના એકદમ ઉદાસ ચહેરે એના મેકઅપ રૂમમા જતી રહે છે. દરવાજો બંધ કરી એ ખુબ જ રડે છે. એને બધુ પહેલાનુ યાદ આવે છે. મોહિત એને કેટલો પ્રેમ કરતો હતો? એની માટે કંઈ પણ કરવા તૈયાર હતો પણ અચાનક એમને શુ થઈ ગયું છે તો આવી વાતો કરે છે? આ અંજલિ કોણ છે? મારે જાણવું જ પડશે . સુહાના એની યાદો મા ખોવાઈ જાય છે જ્યારે મોહિત અને એની પહેલી મુલાકાત થઈ.
( લગ્ન ના દિવસ થી ૧ વર્ષ પહેલા)

સુહાના એક ગરીબ મજૂર પરિવાર ની દિકરી હતી. સુહાના ના પિતા નયનભાઈ અને માતા શાંતાબેન ખેત મજૂરી કરી પરિવાર નુ ગુજરાન ચલાવતા હતા. મોહિત અને સુહાના ની દોસ્તી સોશિયલ મિડિયા મારફતે થઈ. ધીરે ધીરે બંન્ને ની દોસ્તી પ્રેમ મા પરિણમી. મોહિત એક ઊંચા ખાનદાન નો દિકરો હતો. પણ એ સુહના ને દિલોજાન થી પ્રેમ કરતો હતો. એ એની માટે કંઈ પણ કરવા તૈયાર હતો. મોહિત ના કહેવાથી જ સુહાના એ શહેર ની કોલેજ મા એડમિશન લીધું. મોહિતે સુહાના ની બધી જ જવાબદારી પોતાના માટે રાખી. સુહાના શહેર મા આવ્યા પછી બંન્ને જણ રોજ મળવા લાગ્યા એ એકબીજા વગર રહી ન હતા શકતા. એમણે એમના સંબંધ વિશે એમના પરિવાર ને જાણ કરવાનું વિચાર્યું.

ક્રમશ : ....................................