Sathiya - 3 in Gujarati Love Stories by Mehul Kumar books and stories PDF | સાથિયા - ભાગ-3

સાથિયા - ભાગ-3

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળના ભાગ મા જોયું કે સુહાના મોહિત અને એમની બધી પાછળની વાતો યાદ કરે છે અચાનક જ એને યાદ આવે છે કે આ અંજલિ પેલી હોસ્પિટલ વાળી નર્સ તો નથી ને ? કારણ કે એ નર્સ નુ નામ અંજલિ હોય છે. હવે જોઈએ આગળ.................

સુહાના એ નર્સ વિશે બધી જ માહિતી કઢાવાનુ વિચારે છે. બીજી બાજુ એને એ પણ ડર છે કે મોહિત આજે લગ્ન નહી કરે તો એના મા-બાપ નું શું થશે? મોહિત ને કંઈ પણ કરીને મનાવવા જ પડશે. એમ વિચારી એ રુમ માંથી નીકળી બહાર જાય છે. બધે જ મોહિત ને શોધી વળે છે પણ મોહિત ક્યાંય દેખાતો નથી. એ થોડી નર્વસ થઈ જાય છે. એ એના મમ્મી પાસે જાય છે. ત્યા જઈને જોવે છે કે એના મમ્મી પપ્પા રડતા હોય છે. મોહિત સામે હાથ જોડી વિનંતિ કરતા હોય છે કે દિકરા તુ આમ ના કરીશ મારી દિકરી નુ શુ થશે? અમારી આબરૂ નુ શુ થશે? આ બધુ સાંભળી સુુુુુહાના થી ના રહેવાયુ.

સુહાના : શુ થયું મમ્મી પપ્પા તમે કેમ રડી રહ્યા છો?
શાંતાબેન : શુ કહુ દિકરી અને ક્યા મોઢે કહુ મોહિત લગ્ન કરવાની ના પાડે છે.
સુહાના : શું મોહિત આ વાત સાચી છે?
મોહિત : હા મારે તારી સાથે લગ્ન નથી કરવા.
સુહાના મોહિત ને ખુબ સમજાવે છે પણ એ નથી માનતો એ રડતા રડતા મોહિત ના મમ્મી ને સમજાવા કહે છે.
રંજનબેન : દિકરી અમે પણ બોવ સમજાવ્યો પણ એ કશુ જ સમજતો નથી. મને લાગે છે કે કોઈકે મારા દિકરા ને કંઈક કરી દીધું છે નહિતર મારો દિકરો આવુ ક્યારેય ના કરે.
સુહાના હિમ્મત હારી ને મોહિત ના પગે પડી ને ખુબ જ રડે છે અને એને મનાવવા ની કોશિશ કરે છે. પણ મોહિત ને કંઈ જ ફરક પડતો નથી. આ બધુ જોઈ ને નયનભાઈ ખુબ ગુસ્સે થાય છે અને સુહાના ને ઊભી કરે છે.
નયનભાઈ : ચાલ દિકરી તારા આંસુઓની આના પર કોઈ અસર નહીં થાય આ પથ્થર નો બની ગયો છે. ચાલ આપણે આપણા ઘરે જઈએ ત્યાં આના કરતા પણ સારો છોકરો શોધી ને તારા ધામ ધૂમ થી લગ્ન કરીશું ચાલ દિકરી
સુહાના : ના પપ્પા હુ મોહિત વગર નય રહી શકુ મને મોહિત થી દુર ના કરો.
નયનભાઈ : જો દિકરી તુ હવે જીદ કરીશ તો મારુ મરેલું મો જોઇશ.

પપ્પા ની આવી વાત સાંભળી સુહાના લાચાર થઈ ગઈ અને એના પપ્પા સાથે જવા તૈયાર થઇ ગઇ. ધીરે ધીરે હોટલ માંથી બધા જ જતા રહ્યા અને એકદમ શાંતિ થઈ ગઈ હોટલ માં.

સુહાના એના ગામડે પહોંચે છે. પણ એને સતત મોહિત ની જ યાદો આવે છે. એ વિચારે છે કે મારો મોહિત એવો નથી જરુર કંઈ ગરબડ છે નહિતર એ મને આવી રીતે તરછોડી ના દે. મારે કંઈ તો કરવું પડશે. પહેલા તો મારા મમ્મી પપ્પા ને સંભાળવા પડશે. એ મારા લીધે ખૂબ ટેન્શન મા હશે. પછી જ આગળ કંઈ કરવું પડશે.
સુહાના પહેલા ની જેમ જ નોર્મલ રહેવા લાગી કે જાણે કશુ થયું જ નથી. એના મમ્મી પપ્પા પણ થોડા દિવસ જતા અને સુહાના ને ખુશ જોતા એ પણ ચિંતા મુક્ત થઈ ગયા. બધુ નોર્મલ થઈ ગયું એટલે એક દિવસ સુહાના એ મોહિત ના મમ્મી ને ફોન કર્યો.

સુહાના : હેલ્લો મમ્મી જય શ્રી કૃષ્ણ.
રંજનબેન : જય શ્રી કૃષ્ણ દિકરા. કેમ છે તું હવે તો તુ અમને ભૂલી જ ગઈ છે. યાદ પણ નથી કરતી. હા પણ ક્યાંથી યાદ કરે મારા દિકરા એ કામ જ એવું કર્યુ છે તો
સુહાના : અરે ના મમ્મી એવું કંઈ નથી પણ જે ઘટના બની એના પછી પોતાની જાતને અને મમ્મી પપ્પા ને સંભાળવા મા થોડો સમય લાગી ગયો.
રંજનબેન : હા દિકરી તારી વાત તો સાચી છે એક સ્ત્રી થઈને હું તારી વ્યથા સમજી શકુ છું બોલ દિકરા આજે બોળ દિવસ પછી તે ફોન કર્યો છે..
સુહાના : મમ્મી તમને શુ લાગે છે કે મોહિતે જે કંઈ કર્યુ એમાં એમનો જ વાંક છે. એમણે જાણી જોઈને જ બધું કર્યુ છે.
રંજનબેન : ના દિકરા મોહિત એવું ના કરી શકે જરુર એને કંઈ થઈ ગયુ છે. એ પહેલા કરતા બોવ જ બદલાઈ ગયો છે. અમને પણ એ કાંઈ જ નહી સમજતો ખબર નથી કે એને શુ થઈ ગયું છે એ કેમ આટલો બદલાઈ ગયો છે.
સુહાના : મમ્મી મને લાગે છે કે મોહિત ને કોઈએ કશુ કરી દીધું છે એટલે એ એવું કરે છે.
રંજનબેન : મને પણ એવું જ લાગે છે પણ હવે હુ શુ કરુ મોહિત ને કેવી રીતે પહેલાં જેવો કરુ કંઈ ખબર જ નય પડતી
સુહાના : મમ્મી તમે જરાય ચિંતા ના કરો હુ છુ ને હુ બધુ જ ઠીક કરી દઈશ. બસ ખાલી તમે મને એ કહેતા રહેજો કે મોહિત શુ કરે છે ક્યાં જાય છે ક્યારે જાય છે ક્યારે આવે છે.
રંજનબેન : ભલે બેટા હુ તને બધી જ ખબર આપતી રહીશ.
સુહાના : સારુ મમ્મી હવે હુ ફોન મુકુ છુ ઘણુ કામ બાકી છે.
રંજનબેન : સારુ બેટા પછી ફોન કરજે.
સુહાના ફોન મૂકી એના કામમાં લાગી જાય છે.

ક્રમશ: .....................................

Rate & Review

Riddhi Mehta

Riddhi Mehta 7 months ago

Asha Gangar

Asha Gangar 7 months ago

Mehul Kumar

Mehul Kumar Matrubharti Verified 7 months ago

Ronak Patel

Ronak Patel 7 months ago

Khyati

Khyati 7 months ago

Share