Shakti and Kshatratva books and stories free download online pdf in Gujarati

શક્તિ અને ક્ષાત્રત્વ

તલવાર એટલે શું..!

કોઈ શસ્ત્ર ..?
કોઈ શક્તિ ..?
કે ઈતિહાસમાં રહેલી કોઈ વાત..?
કે પછી ક્ષત્રિયપણુ દેખાડવાનું સાધન...?

તલવાર એ લોખંડ કે પાટાની કમાન માત્ર નથી,
તલવાર એટલે સાક્ષાત જગતજનનીએ વસુંધરાને આપેલુ રક્ષાકવચ...!
તલવાર એ ભવાનીનુ પ્રતિક માત્ર નહીં...
તલવાર એ તો સ્વયં ભવાનીનો અંશ છે...
ક્ષત્રિયોને મળેલ સાક્ષાત જગદંબા છે...!!

હવે મનમાં સવાલ થશે કે આટલા બધા શસ્ત્ર હોવા છતાં ...
વાત ફક્ત તલવાર પર જ કેમ....!?

કેમકે તલવાર એ માત્ર શસ્ત્ર નહીં જવાબદારી છે..

આ તલવાર ...
ક્યાંક કોઈ ક્ષત્રાણી સાથે મંગળફેરા ફરે છે.
તો ક્યાંક ગાયો ની રક્ષા કાજે યુદ્ધે ઝઝુમે છે...
તો વળી આ જ તલવાર ક્યાંક માત્રૃભુમિને લાડ લડાવે છે...!!

પરંતુ વર્તમાન સમયમાં આ તલવાર મુંજાતી જણાય છે... પોતે જે ક્ષત્રિયોના હાથની શોભા હતી, જવાબદારી અને મર્યાદા હતી...
એ આજે પદ પદ પર અપમાનિત થઈ રહી છે..

ખાશ કરીને તો હાલમાં એક ટ્રેંડ ચાલી રહ્યો છે
આપણા સમાજના કે અન્ય કોઈ પ્રસંગમાં
દિકરાઓ કે દિકરીઓ દ્વારા થતો તલવારરાસ...!
શું તલવાર એ કોઈ રાસ રમવાની વસ્તુ છે....?
આ પ્રશ્ન નો જવાબ દરેક વ્યક્તિ ‘ના’ મા આપશે...
પરંતુ એ જ વ્યક્તિ લગ્નપ્રસંગ કે અન્ય કોઈ કાર્યક્રમમાં તલવારને નગ્ન કરી પ્રદર્શન કરવામાં જોડાઈ જશે..

આ વાતમાં ઘણા જ્ઞાની જ્ઞાન ઠાલવશે,
કે લગ્નપ્રસંગે તલવાર ફેરવવી કે અન્ય એ તો આપણી પરંપરા કે રીવાજ છે....!

તલવાર એ અન્ય લોકો માટે લોખંડનુ હથિયાર હોઈ શકે પરંતુ ક્ષત્રિયો માટે તો તલવાર ‘માતા’ સમાન છે...!
તો એ ‘માં’ સમાન તલવારને નગ્ન કરી તેનુ પ્રદર્શન કરવુ એ જ તમારી પરંપરા કે સંસ્કૃતિ...?

હવે વાત કરુ ક્ષત્રિયો નો તહેવાર એટલે ‘દશેરા’..
અને વિજ્યાશમીનુ મહત્વ એટલે ‘શસ્ત્ર_પૂજન’.

ઉન્માદ ના આંધળા બનેલા ક્ષત્રિયો, માની લીધેલ પરંપરા અને માની લીધેલ રીવાજોના બોજા તળે....
મોટી રેલીઓ, ખુલ્લી જીપ, બાઈક તથા ઢીલાપોચા સાફા સાથે હાથમાં ‘નગ્ન ભવાની સ્વરૂપ તલવાર’......

અરે.. શસ્ત્ર પૂજન જરુરી છે, પરંતુ પૂજન એને પ્રદર્શન વચ્ચેનો ભેદ જાણવો પણ એટલો જ જરુરી છે...
પહેલાના સમયમાં શસ્ત્ર પૂજન સમયે પણ તલવારને પૂરી મ્યાનમાંથી બહાર કાઢવામાં ન આવતી...
પરંતુ આપણે તો એને જગ સમક્ષ નગ્ન કરી અપમાનિત કરવામાં કોઈ કસર છોડતાં જ નથી...!

તો વળી જ્ઞાની માણસો આગળ આવશે કે....
‘લોહીનું તિલક કરી એટલે ચાલે...!’

આને જ કહેવાય માની લીધેલ રીવાજો.
કોઈ માતા(તલવાર) પોતાના દિકરાનું લોહી વહેવડાવી ખુશ થાય...?

તો વળી કોઈ કહેશે કે
“શક્તિનુ પ્રદર્શન એ સમયની માંગ છે.”
હે ક્ષત્રિયો... જરા વિચારો, “શક્તિનુ પ્રદર્શન નહીં સમયની માંગ તો ક્ષત્રિયો ની એકતા છે...”

ફોટા અને વિડીઓમાં મુંજાતી એ ‘નગ્ન ભવાની સ્વરુપા’ ઘણુ બધુ કહેવા માગે છે...
પણ શું સાંભળી શકવાની ક્ષમતા છે...?

એક સમયે દુશ્મનોનાં માથા વાઢતી તલવાર આજે cake કાપવા માટે વપરાય છે...
એ શક્તિ આટલી હદે અપમાનિત થવા પાછળ શું ક્યાંક તમે અને હું જવાબદાર નથી...?

પદ્માવત્ ફિલ્મ સમયે ‘ઘુંમ્મરમાં કમર દેખાય છે’
એમ કહીને વિરોધ કરનાર આપણે....

આજે જ્યારે જીન્સ અને ટીશર્ટ મા સ્વયં પદ્માવતી [દીકરીબા/ક્ષત્રાણીઓ] ને તલવાર રાસ રમતા જોઈ તેના પર આપણે ગર્વ કરીએ છીએ... એના photos & videos ને social media પર ખુબ share કરીએ છીએ,
અન્ય સમાજના કે અન્ય લોકો તેમા કેવી સારી સારી કોમેંટ્સ કરે છે એ આપણે જાણીએ જ છીએ...

અંતમાં બસ એટલું જ કે,
સમય આવ્યે મરદના પાણી મપાય જાય...
હવામાં ખુલ્લી તલવાર લહેરાવવી એ વિરતા નહીં પરંતુ આપણા વિર પુર્વજો અને ભવાની સ્વરુપા તલવાર નુ અપમાન છે...
તલવાર એ શક્તિનુ પુંજ છે,તેને ધારણ કરવી હોય તો તેનું માન અને મર્યાદા જાળવતા શીખો..
તલવારને પ્રદર્શનનું સાધન બનાવી અપમાનિત કરવાનું રહેવા દો...

-શિવરાજસિંહ‘સ્નેહ’