Urmione Umbare - 1 books and stories free download online pdf in Gujarati

ઊર્મિઓને ઉંબરે - ભાગ-1




ઊર્મિઓને ઉંમરે
ઝળહળતી રોશની ભર્યું શહેર એટલે અમદાવાદ .જ્યાં ઓળખાતી પોળો અમદાવાદનો ભવ્ય પ્રાચીન વારસો, જે વર્ષો જૂની પ્રાચીન વર્ષથી પોતાની યાદોથી ભરેલું અડીખમ નગર એટલે અમદાવાદની રતનપોળ, કોઈપણ ઘરે પ્રસંગ હોય અને એને રતનપુરની ગલીમાં પગ ન મૂક્યો હોય એવું બને જ નહીં. દરેક નવોઢા સ્ત્રી ના સપનાની સાડીઓનું નગર એવું રતનપોળમાં પાનેતર માટે ઓળખાતી અવનવી દુકાનો લોકોથી ભરેલી હોય. એવા આ રતનપોળની ગલીમાં રચના નામની છોકરી પોતાના પરિવાર સાથે અડતી રાતે પોતાનું વતન છોડીને આવી ગઈ.
વાત કરીએ રચનાના ગામની તો એનું ગામ ખૂબ જૂનવાણી હતું.અને ત્યાં રાજ ત્યાંના પૈસાદાર લોકોનું હતું. રચના એના માતા-પિતાનું એક માત્ર સંતાન હતી.એનો સંબંધ રચનાના કાકાએ એક મોટી ઉંમરના પુરુષ સાથે કરી નાખ્યો હતો . રચનાના પિતા એમના ભાઈ સામે કંઈ બોલી શકે તેમ ન હતા.રચનાની હદયમાં સમાયેલી યુવાનની ઉર્મિઓ જાણે ખોવાઈ જવાની તૈયારીમાં હતી.રચના ખૂબ હિંમતવાન હતી,એના કાકા જાણતાં હતાં ,એટલે તાત્કાલિક લગ્ન ગોઠવી દીધા.રચના ખૂબ મૂંઝવણમાં હતી.એને શું કરવું! એ સૂઝતું નહી.પણ તેની સખી બેલા અમદાવાદથી આવતી ત્યારે કહેતી; રચના તું હવે મારી સાથે શહેરમાં આવી જા.રચનાની સખી બેલા રતનપોળમાં ભરતગુંથળ , સાડી વર્ક,કરતી.બીજા ઘણા કામ કરતી અને પોતાનું ભરણપોષણ કરતી હતી.એટલે એ કાયમ કહેતી; રચના તારા હદયમાં ઊર્મિઓને દરિયો છલકાઈ રહ્યો છે.અને તે ફક્ત અમદાવાદ શહેર તારી ઊર્મિઓને પૂરું કરે તેમ છે.

રચના હવે મનથી બેલાની વાતને યાદ કરતી હતી લગ્નને બે દિવસ બાકી હતા.રચના એ તેના માતા- પિતાને કહ્યું; તમે મને ખૂબ પ્રેમ કરતા હોય તો આપણે અહીંથી ભાગી નીકળીએ, નહિતર મારા જીવતરના સ્વપ્નાઓ રોળાઈ જશે.હું મારા સ્વપ્નને તોડીને જીવવા નથી માગતી બાપુ ,હું પૂરો અભ્યાસ કરવા માગું છું..

રચનાના પિતાએ કહ્યું : "બેટા" આપણે પાસે છે શું ! કે ભાગી જઈએ ,અને તને મારા ભાઈની ખબર જ છે તે ગમે ત્યાંથી આપણને શોધી નાખશે.

રચનાની માતાએ કહ્યું :"બેટા 'આપણા નસીબમાં ક્યારે સુખ નથી મળવાનું આમે પણ તેના હાથ નીચે જીવીએ છીએ,એને આપણી તમામ મિલકત જે થોડી ઘણી હતી તે જમીન પચાવી દીધી છે. તે જે કહે; એ જ કરવું રહ્યું, કારણ કે ગરીબની કોઈ કિંમત હોતી નથી અને ગરીબના વચનના કોઈ મોલ હોતા નથી.

રચના એ કહ્યું ;પિતાજી મારામાં હિંમત છે અને આપણી પાસે પૈસા નથી, પરંતુ મારી અંદર જે વિશ્વાસ છે, એ વિશ્વાસમાં તમે મારી સાથે રહો, હું મારી જાતને આગળ લઈ જવા માંગુ છું જો તમે મને સાથ આપો તો આપણે આ ગામ છોડીને નીકળી જઈએ.

રચનાના પિતાએ કહ્યું;" બેટા" આ મારું વતન છે,મને પણ દુઃખ થાય છે કે, મારા ભાઈએ તારા લગ્ન એક ઉંમરલાયક પુરુષ સાથે નક્કી કર્યા છે પરંતુ અમે પણ એના દેવા નીચે દટાયેલા છે એટલે કંઈ બોલી શકતા નથી, પરંતુ બેટા; તારા સપના પૂરા થતા હોય તો અમે તારી સાથે આવવા માટે તૈયાર છીએ.

રચના એ તરત જ એની સખીને ફોન કરીને કહી દીધું કે અમે આજે રાત્રે તારા ત્યાં આવવાના છીએ તરત જ તેની સખી બેલાએ કહ્યું ;તું ચિંતા ના કર હું તારી બધી સગવડ કરી ને અડધી રાતે હું અમદાવાદથી ભાડે ગાડી લઈને આવી જઈશ તું વધારે સામાન લાગતી નહિ,અહી બધુજ છે, ફક્ત તારા માતા -પિતા અને તું જે આપણું જુનું મંદિર છે ત્યાં આવી જજો કોઈને કાનોકાન ખબર પડે નહીં તે રીતે આવી જજો.
રચનાએ બેલાને કહ્યું; તું તેની ચિંતા ન કર અને રચના એ ફોન મૂકી દીધો.

અહીં રચના તેનાં માતા-પિતા બધાએ તૈયારી કરીને અડધી રાત્રે મંદિરે નીકળી ગયા અને ત્યાં જ બેલા રાત્રે ભાડાની ગાડી સાથે આવી ગઈ હતી અને એ ત્રણે લોકો બેલા સાથે ગાડીમાં બેસી ગયા . રચના એ બેલાનો ખૂબ જ આભાર માન્યો અને કહ્યું ;બેલા ખરેખર તે ખરા અર્થમાં અને અણીના સમયે મને મદદ કરી છે .સખી તો તારા જેવી હોય તો જીવન ધન્ય બની જાય ,તારા જેવી સખી પામીને હું મારી જાતને ધન્યતા અનુભવું છું. ખરેખર મારા પોતાના પારકા બની ગયા છે અને તું એક મારી સખી થઈને મારા અંતરની વેદના અને મારી ઉર્મિઓ ને જાગૃત કરી રહી છે. હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. રચના માતા-પિતાએ પણ પહેલાં ખૂબ જ આભાર માન્યો અને તેઓ ત્યાંથી અમદાવાદની રતનપુર પોળમાં આવી પહોંચ્યા.

રચનાના ગામમાં જ્યારે સવાર પડી અને ખબર પડી કે રચના અને તેના માતા-પિતા નથી. ત્યારે રચનાના કાકાએ ખૂબ ધમપછાડા કર્યા અને કહ્યું કે ;આજુબાજુ વાળા લોકો તમે શું ધ્યાન રાખો છો? આવતીકાલે જાન આવવાની છે હવે હું એ લોકોને શું જવાબ આપીશ. એટલામાં રચના ના લગન નક્કી થયા હતા એ લોકો પણ આવ્યા અને કહ્યું કે મેં તમને જે પૈસા આપ્યા હતા અમને પાછા આપી દો .રચનાના કારણે પૈસા આપી દીધા. તેઓ ખૂબ જ ધમકી આપીને નીકળી ગયા .રચનાના કાકા ને થયું કે ખરેખર આ લોકો મને છેતરી ને ગયા છે પરંતુ હું ગમે ત્યારે એમને શોધીને જ રહીશ અને રચનાનું લગ્ન બીજે કરાવીને રહીશ એમ બબડતો પોતાના ઘરમાં જઈને સુઈ ગયો.

રચનાએ બેલાને કહ્યું; "બેલા "અત્યારે તો અમારી પાસે કંઈ છે નહીં ,એક મહિના સુધી તું અમને તારી સાથે રાખજે, પછી હું મારી રીતે અલગ સગવડ કરી દઈશ.

બેલાએ કહ્યું તું મારી સખી અને મારી બહેન જેવી છે હાલ તો કંઈ પણ વાત કરવાની જરૂર નથી .અત્યારે તું મારી ભેગી રહી શકે છે.બેલા ત્યાં એકલી રહેતી હતી કારણકે એને કોઈ આગળ -પાછળ કોઈ હતું નહીં કારણ કે નાનપણમાં માતા-પિતા ગુજરી ગયા હતા અને તેના લગ્ન પણ થઇ ચુક્યા હતા પરંતુ તેનો પતિ તેને અધવચ્ચે છોડીને બીજી સ્ત્રીને લઈને ભાગી ગયો હતો .એટલે બેલા એકલી રહેતી હતી હવે એને રચના અને તેના માતાપિતા મળ્યા એટલે જાણે તેનો પરિવાર મલી ગયો હોય એમ ખુશ થયી ગઈ હતી.
બેલાએ કહ્યું ;હવે સૂઈ જા રચના હવે સાથે રહેવાના એટલે વાતો થવાની...

રચના કહે; સવારે તારે મને રતનપોળ ની ગલીઓ બતાવવાની છે.એમ કરતાં સુઈ ગયા.

વધુ ભાગ બે માં જોઈશું કે બેલા રચનાને કઈ રીતે મદદ કરશે? શું રચના પોતાના સ્વપ્નાં સાર્થક કરશે.જોડાયેલા રહો વાચકમિત્રો અને તમારા પ્રતિભાવ આપતા રહેશો.જેથી તમારા પ્રતિભાવ મને મારી નવલકથા આગળ લખવામાં પ્રેરણા આપી શકે..

વધુ ભાગ/2 આગળ....