Urmione Umbare - 6 books and stories free download online pdf in Gujarati

ઊર્મિઓને ઉંબરે - ભાગ-6

"રચના અને બેલા વાતો કરતાં-કરતાં સૂઈ જાય છે."રચનાને ઘણા બધા વિચારો પણ આવે છે ,પરંતુ મનોમન વિચારે છે કે બેલાને હું મારી સાથે જ અભ્યાસ કરાવી અને આગળ વધારીશ હવે એના જીવનમાં વધારે દુઃખ ના રહે તેનો પ્રયત્ન કરીશ."

બીજા દિવસે સવારે બેલા વહેલા જાગી ગઈ રચનાના માતા-પિતા પણ જાગી ગયા હતા. તેમણે કહ્યું કે; તમે બંને હવે તમારા કામે વળગી જાઓ ,હું ધીમે ધીમે બધું જ કામ કરીશ.

'એટલામાં ડોક્ટર સાહેબ નો ફોન આવ્યો કે તમારે ધોરણ 12 માં એડમિશન લેવાનું હોય તો તમે બંને આવી જાઓ તમારે અભ્યાસ કરવાનો હોય તો ફટાફટ હું જે લખીને મોકલું છું એટલું સાથે લેતા આવજો."

બેલા અને રચના બધું જ કામ પતાવીને ફટાફટ ડોક્ટર સાહેબના ઘરે ગઈ અને ત્યાંથી તેઓ સરકારી સ્કૂલમાં એડમિશન માટે ગયા પહેલાં બેલા ના પાડતી હતી અભ્યાસ માટે ,પરંતુ રચના દબાણોથી એને પણ વિચાર્યું કે, હું પણ એની સાથે અભ્યાસ કરી લઉં . ડોક્ટર સાહેબ એ બંનેના એડમિશન કરી દીધા અને તેથી તેઓ એમની જોબ પર નીકળી ગયા. રચના અને બેલા પણ તેમના કામ માટે આવી ગયા તેમને ઘરે બેઠા અભ્યાસ કરવાનો હતો . એટલે વધારે મુશ્કેલી જેવું હોય તો નહીં ડૉક્ટર સાહેબે કહ્યું હતું કે તમારી દરેક વ્યવસ્થા હું કરાવી દઈશ અને તમને સમજ ન પડે તો હું તમને અભ્યાસ કરાવી દઈશ. ડોક્ટર સાહેબ ખૂબ જ સારા સ્વભાવના હતા એ સેવાભાવી હતા એટલે તેમને પણ વિચાર્યું કે, આ બંને દીકરીઓને હું અભ્યાસ કરીને આગળ લઈ જઈશ કારણ કે શિક્ષણ કોઈને આપવું એ સારી બાબત છે .મોટામાં મોટું દાન વિદ્યાદાન છે .તમારાથી મોટો મોટું દાન આપી શકાય તો તે વિદ્યા દાન આપવું. પૈસાનું દાન કરવાથી પૈસા વપરાઈ જતા હોય છે પરંતુ વિદ્યા દાન આપવાથી તે પોતાના જીવનમાં પગ ભર થઈ જતા હોય છે. અને એમની જાતે જ મહેનત કરીને કમાય પણ શકે છે. એટલા માટે દરેક વ્યક્તિએ નાનામાં નાનું દાન વિદ્યાદાન કરવું જોઈએ. એમ વિચારીને ડોક્ટર સાહેબ તેમની મદદ કરતા હતા.

રચના અને બેલા તેઓ કાપડની દુકાનમાં કામ કરવા માટે નીકળી ગયા.દુકાનદાર સારો માણસ હતો કોઈ ગ્રાહક ના હોય તો બંનેને અભ્યાસ કરવા દેતો હતો હવે તો રચના અને બેલા બંને જણાને સારો એવો સહકાર મળી ગયો હતો એટલે તેઓ ખુશ રહેવા લાગ્યા હતા અહીં રચના માતા-પિતા ઘરકામ કરી લેતા હતા એટલે ઘરની તો કોઈ ચિંતા જેવું હતું નહીં.

બેલા રોજ સવારે એક બે જણા કામ કરી આવતી હતી અને પછી ત્યાંથી કાપડની દુકાનમાં કામ કરવા જતી હતી રચના પણ હવે તેની સાથે કામ કરવા લાગી હતી સાંજે આવીને બંને જણા ડોક્ટર સાહેબ ના ત્યાં કામે જતા અને જે ટાઇમ મળે એમાં ડોક્ટર સાહેબ તેમને અભ્યાસ કરાવી લેતા હતા અભ્યાસમાં રચનાને અને બેલા બંને નું ધ્યાન લાગી ગયું હતું ડોક્ટર સાહેબને પણ ખરેખર આનંદ હતો કે અમને બંને ગામડાના છે પરંતુ ગામડાના છોકરાઓ ને શિક્ષણમાં રસ હોય છે એવું એમને લાગ્યું હતું આ છોકરીઓ કેટલી બધી હોશિયાર છે પરંતુ એમની કોઈ દિશા આપવા વાળું મળ્યું નહીં ત્યારે બિચારી અહીં આવીને અટવાઈ ગઈ છે. એમનામાં અભ્યાસ કરવાની આવડત અને યાદશક્તિ જોઇને એમને પણ નવાઈ લાગતી હતી કે જો આમ ની પાછળ ખર્ચ કરવામાં આવે તો પોતાના જીવનમાં ઘણા બધા આગળ વધી શકે તેમ છે અને કોઇની સાથે હાથ સંભાળવું પડે નહીં . ગામડામાં છોકરીઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે પરંતુ તેમને ભણવામાં આવતી નથી ફક્ત નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવે છે હજુ પણ ઘણા લોકો એવું વિચારે છે કે દીકરીને ભણાવી ને શું ફાયદો? એ તો કાલે સાસરે જવાની છે ને એમ વિચારીને તેઓ ભણાવતા નથી પરંતુ ખરેખર દિકરી અને દીકરાને ભણાવવા જોઈએ દીકરી બે ઘર તારે છે.એક સંસારીનું અને બીજું પિયરનું પરંતુ છતાં આજકાલના સમાજના લોકો એટલે કે,ગામડાની જ વાત છે કે ત્યાં લોકો અભ્યાસ કરવામાં હજુ પણ પાછળ છે . તેઓ એવું માને છે કે દીકરીની ઉંમર થતાં તેને પરણાવી દેવા થી તેમની તમામ જવાબદારીઓ પૂર્ણ થઈ ગઈ દીકરીને અંદર ભણવાની જે ઊર્મિ હોય છે એ અંદરોઅંદર દબાઈ જતી હોય છે તેઓ પોતાની ભણવાની ઊર્મિઓને ક્યારે બહાર લાવી શકતી નથી પરંતુ આ બંને દીકરીઓને જોઈને થાય છે આવી ઘણી બધી દીકરી હશે પરંતુ કાશ ગામડાના જે લોકો દીકરીઓને ભણાવતા નથી એ સમજે તો દરેક દીકરી નું જીવન ઉજ્જવળ બને. ડોક્ટર સાહેબ અને દીકરીને ભણાવતા ભણાવતા આ બધું મનમાં વિચારી રહ્યા હતા.

રચના અને બેલા ત્યાંથી કામ અને અભ્યાસ પતાવીને ઘરે આવ્યા ત્યારે જોયું તો રચનાની સાસરી વાળા આવી ગયા હતા અને તેના કાકા પણ સાથે હતા જોઈતો રચનાના સાસરીવાળા અને તેના કાકા તેના મમ્મી-પપ્પા ને ધમકાવી રહ્યા હતા ત્યારે બેલાએ તરત ડોક્ટર સાહેબ ને ફોન કર્યો અને ડોક્ટર સાહેબ આવી ગયા તેમને બધાને કહ્યું કે છોકરી ની ઈચ્છા વિરુદ્ધ લગ્ન થઈ શકે નહીં ૧૮ વર્ષની દીકરી થાય ત્યારે એની મરજી મુજબ લગ્ન કરી શકે છે પરંતુ જો તમે એને બળજબરીથી લગ્ન કરશો તો હું પોલીસને ફોન કરી દઈશ. તમે લોકો કેમ સમજતા નથી કે અત્યારે એને ભણવાની ઉંમર છે અને તમે એને અભ્યાસ કરવાને બદલે લગ્ન કરાવી રહ્યા છો હજુ એમની ઉંમર ૧૭ વર્ષની થઈ છે અઢાર વર્ષની ઉંમરના તેઓ લગ્ન કરી શકે નહીં. આ તો બાળલગ્ન કહેવાય અને તમે બાળલગ્ન કરાવી રહ્યા છો હું હાલ જ પોલીસને ફોન કરીને બધી જ હકીકત જણાવી દઉં છું તમને બધાને જેલ ભેગા કરાવી દઈશ.

ડોક્ટર સાહેબ ની વાત સાંભળીને તેના સાસરીવાળા અને તેના કાકા ગુસ્સે થઈ ગયા અને તેમણે કહ્યું કે અમારો મામલો છે તમારે વધારે બોલવાની જરૂર નથી. તમે કયા ગામ થી અમારી બાબતમાં બોલી રહ્યા છો.

રચના અને બેલાએ કહ્યું કે; અમારા સાચા સગા છે તમે તો અમારો સાથ વચ્ચે છોડી દીધો. તેમને અહીંયા અમને જીવતા શીખવાડયું છે, અમારી અંદર એક નવી ઉર્જા આપી છે નવી ઊર્મિ તરફ લઈ જવા માટેની પ્રેરણા આપી છે, તમે ડોક્ટર સાહેબને એક પણ શબ્દ બોલી શકો તેમ નથી.

રચનાના કાકા કહે કે;તમને અમદાવાદની હવા લાગી ગઈ છે ત્યાં તો એક શબ્દ પણ બોલી શકતા ન હતા અને અહીં આવીને તમે અમારા સામે બોલી ને અમારું અપમાન કરી રહ્યા છો .હવે તો તમને અહીં થી લઇ જવામાં આવશે.

રચનાના મમ્મી-પપ્પાએ કહ્યું કે ;તમે લોકો સમજી જાવ અને અહીંથી નીકળી જાવ, નહીતર હું જ ડોક્ટર સાહેબ ને કહીશ કે તમે પોલીસને ફોન કરી દો..

રચનાના કાકા સહેજ પણ માનતા ન હતા અને તેના સાસરીવાળા પણ રચનાનો હાથ ખેંચીને એને એમની ગાડીમાં બેસાડવા માટે લઈ ગયા તરત ડૉક્ટર સાહેબે પોલીસને ફોન કરી દીધો, કારણકે હવે ધીરજ રાખવા માં મજા નહોતી જ્યારે માણસ ને સમજાવાથી ન સમજે તો પછી એને પાઠ ભણાવવા જોઈએ તરત જ પોલીસ ત્યાં આવી ગઈ અને ડોકટર સાહેબે તેના સાસરી અને કાકા ઉપર 18 વર્ષથી નીચેની ઉંમરના માટે લગ્ન કરાવી રહ્યા છે તેવી જાણ કરવામાં આવી અને પોલીસ તેને પકડી ને જેલના સળિયા પાછળ ધકેલી ગઈ.


હવે વધુ આગળ ભાગ/7

હજુ આગળ વાંચતા રહો રચના અને બેલા કઈ તરફ આગળ વધે છે.