Prem Vyatha - 4 - last part books and stories free download online pdf in Gujarati

પ્રેમ વ્યથા - 4 - છેલ્લો ભાગ

પ્રકરણ - ૪

બીજે દિવસે સંજય અને યોગિતા ફરી મળ્યા. એમ પણ ભૂતકાળ વર્તમાન માં પ્રવેશી ચુક્યો હતો. બંને જન એકમેક નો સાથ તો ઇચ્છતા હતા,

સંજય આજે નક્કી કરી ને આવ્યો હતો કે  યોગિતા ને મળી ને કુમુદ વાળો ખુલાસો કરી જ દેવો. બંને આજે રોડ પર નવપરણિત યુગલ ની જેમ ટહેલતા હતા. 

સંજયે વાત ચિત્ત નો આરંભ કરતા કહ્યું

" એક વાત કહું યોગિતા , "

" હા.. એમાં પરમિશન સુ માંગે છે. ? પહેલા ક્યારેય માંગી હતી ?

" પહેલા ની વાત જુદી હતી.. તે સમયે તું મારી ફ્રેન્ડ હતી , સંગી હતી ,હું તને ચાહતો હતો.. તારી પૂજા કરતો હતો. પણ તે મને... કોઈ પણ મોકો જ ના આપ્યો. મારી લાગણી ની કદર ના કરી એનો મને રંજ નહોતો. પણ મારા મન માં તારી જે છવિ મેં બનાઈ હતી તે ખરડાઈ ગઈ. 

મારી કલ્પના ની પ્રેમિકા.. જેને મેં દુનિયા માં સૌથી ઊંચા સ્થાને બેસાડી હતી તે પણ આ દુનિયા ની જેમ નિષ્ઠુર અને પથ્થર ની જેવી નીકળી. જેના શરીર માં હ્ર્દય તો છે પણ લાગણી નથી. એવું... "

" સોરી ,એ મારી ભૂલ હતી કે મેં તને નફરત કરી , શંકા નું ઝહર મારા મન ના દરેક ખૂણા માં હિલોરા મારતું હતું. હું તે સમયે મારી સુઝબુઝ ખોઈ બેઠી હતી. મારે તને એક મોકો આપવો જોઈતો હતો. તારી સાથે જો વાત કરી હોત તો કદાચ આજે આપણે એક જ હોત "

" મેં ગીરા ને કીધું હતું કે.. 

" મને ગીરા એજ કીધું કે તું કુમુદ ના પ્રકરણ માં દોષી નથી. એનાં દોષી ને સજા મળી ગઈ. "

" સારું હવે એક આખરી સવાલ.. "

" હવે આગળ શું ?"

" જો સંજુ ,અંધારું બહુ છે.. આગળ કશું દેખાતું નથી.. હવે આપણે અહીંથી પાછા ફરવું જોઈએ. "

સંજુ એ પ્રેમ થી એનો હાથ હાથ માં લીધો અને બોલ્યો

" જો થોડે સુધી અંધારું છે ,આગળ જો અજવાળું ફેલાયેલું દેખાશે.. કહી ને લાઈટ ના થાંભલા બતાવ્યા.. "

" હું સમજુ છું ,તું જે કહેવા માંગે છે.. પણ હવે એ શક્ય નથી.. "

" કેમ.. તું તારા મન ને મારી ને જીવે છે.. હું તને ખુશ રાખવા માટે બધુજ કરવા તૈયાર છું  કે પછી હું તારા માટે યોગ્ય નથી? "

" હું વધુ તો કઈ નહિ કહું.. પણ તું અને હું આમ મળતા રહીયે એ જ બરાબર છે. આપણે સફર ની મજા લઇએ. મંજિલ નો મોહ છોડી દઈએ.. 

" આ તારી જીદ છે કે બીજા ની વાત ને સમજવા ની નહીં અને માણવા ની નહિ. "

" તું એવું માન.. મને વાંધો નથી "

" તું આટલી જિદ્દી છે.. મને નહોતી ખબર "

" જો મેં તને મન તો આપ્યું છે.. તારે તન ની ભૂખ શાંત કરવી હોય તો.. એ પણ મને... પણ એમાં મારી મરજી કરતા મજબૂરી વધુ હશે "

" તે મને એટલો હલકો સમજ્યો.. હું વાસના નો ભૂખ્યો નથી , મારે તારી ખુશી ,તારો સાથ ,તારો પ્રેમ જોઈએ છે "

".. અને ધાર કે લગ્ન પછી હું તને કોઈ ખુશી ના આપી શકી તો ?"

" તું એક વાર લગ્ન માટે હા પાડ.. મારા માટે એથી મોટી કોઈ ખુશી જ નથી "

" ok.. મને વિચારવા માટે સમય આપ "

" આપ્યો.. તું જયારે સામેથી તારી જાત ને મન થી મને સમર્પિત કરીશ તે જ દિવસ મારી માટે ખુશી નો દિવસ.. મારી એક ઈચ્છા છે કે તું તારી સ્વમુખે મને કહે "સંજુ હું પુરે પુરી તારી થઇ ગઈ છું ,જેટલો તું મને પ્રેમ કરે છે એટલી જ હું તને ચા હું છું," અને કોલેજ કાળ થી આ ઈચ્છા હવે બળવાન બની ગઈ. 

" જોઇશ"

બંને રીક્સા માં પરત ફર્યા. 

સંજય ને યાદ છે તે સંજય નો સં અને ગીતા નો ગી લઇ ને કયારેક સંગી કહી ને બોલIવતો અથવા સયોગી પણ કહેતો. 

અને એ સંજુ કહેતી. આ કોલેજ માં અધૂરી રહેલી સ્ટોરી કદાચ હવે પૂર્ણ થશે. 

કેટલા દિવસ સુધી કોઈ ને વાતચીત ના થઇ. સંજુ ને એમ કે એ જવાબ આપશે હા કે ના. અને યોગિતા થયું કે જો વાત કરીશ તો જવાબ આપવો પડશે. 

એમ પણ પુરુષ ઉતાવળિયો હોય. જયારે સ્ત્રી ધીરજ અને સ્થિરતા ની મૂર્તિ હોય. સંજય થી ના રહેવાતા તેને યોગિતા ની ફોન કર્યો. 

જવાબ માં યોગિતા એ કહ્યું કે મેં એક પત્ર માં જવાબ મોકલાયો છે. પત્ર વાંચી ને મને કહેજે "

એ દિવસે સાંજે ઘરે ગયો તો લેટર બોક્સ માં એક પરબીડિયું હતું. તેને લઇ લીધું. ફ્લેટ માં ગયો. ફ્રેશ થઇ ને બેડ પાર આડો પડ્યો. 

તેનું મન એક અજાણ્યા ડર થી ગભરાતું હતું. જો યોગિતા ના પાડશે તો.. ? હિમ્મત ભેગી કરી. ધ્રુજતા હાથે પરબીડિયું લીધું. આવેશ આખા શરીર માં વ્યાપી ગયો , તેને પરબીડિયું ખોલ્યું લખ્યું હતું

" સંજય ,

જે મારો નથી એ,

તને ફરી વાર પામી ને હું ખરેખર બહુજ ખુશ છું ,સમય ની એક થપડાકે તને મારાથી અલગ કરી દીધો હતો આજે એજ સમય ના વળતા પાણી થયા અને તું મને ફરી મળ્યો. મારી ખુશી નો અંદાજો તું નહિ લગાવી શકે. અને તું સામે થી જ લગ્ન કરવા નું કહે તે તો અંધ માણસ માટે લાઠી મળ્યા જેટલો આનંદ ,વર્ષો થી ગરમ ધરતી ને પહેલા વરસાદ નું ટીપું સ્પર્શે એટલો આનંદ,પુત્ર વિયોગ માં ઝુરતી માં ને પત્ર ની જગ્યા એ પુત્ર મળે એટલી ખુશી, અને પ્રેમ ની તરસ માં ઝુરતી તારી સંગી ને એનો સંજુ મળે ને એટલો આનંદ. 

પણ. 

હું તારી સાથે લગ્ન કરી ને ખુશ રહીશ એ મને ખાતરી છે. તું કેવી રીતે રહીશ ? મારા માં એક ઉણપ છે.. જે મારા ત્યક્તા થવા નું પ્રબળ કારણ છે.. મારા માં માતૃત્વ ની ઉણપ છે. હવે જો હું માત્ર મારી જ ખુશી જોવું અને તને દુઃખી કરું તો મારા જેવી સ્વાર્થી કોણ ?

અને લગ્ન પછી સંતાન ની અપેક્ષા દરેક પુરુષ રાખે એમાં ખોટું પણ નથી. 

માટે મને ભૂલી ને.. તારા જીવન માં કોઈ નવું પાત્ર ઉમેરી દેજે... તું સંજુ છે.. સમજુ છે.. હું તને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ચાહીશ. તારા સારા જીવન ની કામના કરતી રહીશ.. 

એજ. તારી ના થઇ શકી એ

સંગી. (યોગિતા)

પત્ર વાંચી ને સંજય બે ઘડી તો ચૂપ રહ્યો. પછી કઈ નિર્ણંય લઇ ને ઉભો થયો. યોગિતા ને ફોન કરી ને પોતાના ફ્લેટ પર બોલાવી. 

ત્યાં સુધી સંજય રૂમ ને થોડો વ્યવસ્થિત કરવા માં વ્યસ્ત રહ્યો. ડોરબેલ નો રણકાર અને હૈયા નો ધબકાર તાલ મેલ બેસતો નહતો. 

પહેલીવાર ઘરે આવે છે. બેચેની તો વધતી જતી હતી. 

ડોરબેલ વાગ્યો ,તેને ઉતાવળું બારણું ખોલ્યું.. તો સામે સિફોન સાડી માં સજ્જ યોગિતા ઉભી હતી. પ્રિન્ટેડ સાડી અને તેને મેચિંગ અન્ય વસ્ત્ર તેને વધુ સુંદર બનાવતા હતા. ખુલ્લા વાળ અને વાંકળી લટ.. સંજય અપલક તેને નિહાળતો હતો. 

"હવે અંદર આવું કે અહીં થી જ રીટર્ન થઇ જાવ "?

".. હા. કઈ , સોરી.. અંદર આવ ,બેસ તારુંજ ઘર સમજ. સાચું કહું તો તારા ચહેરો જોઈ ને બધુજ ભુલાય જાય છે. શું છે આ ચહેરા માં ?"

" મને શી ખબર.. અને તને ખબર પડે તો મને પણ કહેજે "

" ચોક્કસ.. હવે મુદ્દા ની વાત.. "

" બોલ "

" અહીંયા આવવા બાદલ આભાર ,મને એમ કે કદાચ તું નહિ આવે , પત્ર વાંચ્યો.. તે જે નિસ્વાર્થ ભાવ બતાવ્યો મને ગમ્યો. તારા પ્રત્યે માન ઉપજ્યું "

"થેંક્યુ "

" જો યોગિતા ,અત્યારે નવી તબીબી ,સારવાર પધ્ધતિ થી બધું જ શક્ય છે "

" એ માટે શરીર માં ગર્ભાશય નું હોવું જરૂરી છે "

" તો.. શું તે.. કઢાવી.. " શબ્દ ના નીકળ્યા

" હા ,મારા ગાયનેક પ્રમાણે મને કેન્સર નું જોખમ હતું.. અને છેલ્લો ઉપાય પણ આજ હતો. ના રહેગા બાંસ નાબજેગી બાંસુરી "

અને એટલે જ હું તને છોડી ને બીજે સેટ થઇ જઈશ. મારા જીવન માં હવે કશું બાકી રહ્યું નથી "

" જો હું પુત્ર માટે ની ઈચ્છા જ છોડી દઉં તો ?"

" ઈચ્છા ક્યારેય છૂટતી નથી.. આપણે માત્ર તેને હાલ પૂરતી દબાવી દેતા હોય છે , આજે નહિ ને લગ્ન ના થોડા સમય પછી તને ઈચ્છા થાય તો.. તો દુઃખી થાય "

" તો હવે મારી પાસે એકજ ઉપાય છે અને એમાં હું તારી એક પણ દલીલ નહિ સાંભળું.. તારે મારી સાથે જ રહેવાનું છે તે પણ એક પુત્ર ની માતા બની ને.. અને મારા સંતાન ની માતા.. "

" શું.. એ કઈ રીતે ?"

" યોગિતા , આપણે બંને લગ્ન કરી લઇ એ.. અને કુમુદ નું સંતાન હું મારા નામે દત્તક લઇ લઉ. તો પછી તને પુત્ર મળશે. મારી પુત્ર ની ઈચ્છા પણ પુરી થશે અને આપણે સાથે પ્રેમ થી રહીશું.. "

" વાત તો સાચી.. ગમે તેમ કરી ને મને મનાવી તો લીધી.. તારી સમજણ માટે માન છે.. પણ કુમુદ ના ઘર વાળા.. માનશે ?"

" એ બધું તું મારી ઉપર છોડી દે.. કહેવાય છે જેનો ઈરાદો નેક હોય તેને કયારેય કોઈ સમસ્યા નડતી નથી.. વાર લાગે પણ કામ થતું હોય છે. અને જો હું તારા જેવી જિદ્દી ને માનવી શકું તો.. એના ઘરવાળા તો માની જાય એવા છે.. 

"ok બાબા.. હવે કઈ ખવડાવીસ કે આમજ ?"

" હું હમણાં જ online ઓર્ડર કરી દઉં છું.. નહિ તો થોડી રાહ જો.. મારુ ટિફિન આવતું હશે. 

" હવે મારુ નહિ આપણું કહેવા ની ટેવ પાડ.. અને હા પછી આ ટિફિન પણ બંધ.. અને.. 

" શું અને.. સિગારેટ.. પણ. 

" અલી ,હજુ તું ક્યાં મારી થઇ છે.. તે ક્યાં મને કહ્યું કે.. " બે પાતળી આંગળી સંજુ ના હોઠ પાર મૂકી દીધી અને

યોગિતા બોલી

"સંજુ ,હું તારી સંગી.. આજ થી હું પુરેપુરી તારી.. હું તને એટલોજ પ્રેમ કરું છું જેટલું તું મને " બસ.. 

સંજયે ધીમે થી એને પાસે ખેંચી લીધી.. બહાર નો મોસમ ખબર નહિ પણ અંદર બે સાચા દિલ એક બીજા માટે ધડકતા હતા. 

:- સમાપ્ત : -